મંગળવાર, 25 જૂન, 2024

રાષ્ટ્રની એકતા માટે બંધારણ સર્વોપરી છે

પ્રાસંગિક
રાજકીય સમસ્યાઓના સમાધાન માટે
રાષ્ટ્રનું બંધારણ આપણા માટે પથદર્શક 
++++++
નવી સરકાર સત્તારૂઢ થઈ તેની સામે અનેક રાજકીય સામાજિક અને રાષ્ટ્રીય પડકારો ઊભા થયા છે. આ બાબતમાં નવી સરકાર આ તમામના સમાધાન માટે ન્યાયપાલિકા અને રાષ્ટ્રના બંધારણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. દેશમાં કોઈપણ સમસ્યા ઊભી થાય ત્યારે આપણું બંધારણ તેમાં ચોક્કસ માર્ગદર્શન આપે છે.અને તે પ્રમાણે સરકાર પગલાં લે છે જેથી કરીને લોકશાહીના સનાતન મૂલ્યો જળવાઈ રહે તેના જતન માટે સરકાર દ્રઢ નિશ્ચય છે.
સંઘ પરિવાર સાથે બાબા સાહેબના ઘનિષ્ઠ સંપર્કો રહ્યા અને તેમની સાથે ચર્ચાઓ થઈ હતી ગાંધીજી સુભાષબાબુ સાવરકર મદન મોહન માલવીય ચંદ્રશેખર આઝાદ રાજગુરુ એમ કેટલાય લોકો તેમના સંપર્કમાં આવ્યા તેમની સાથે તેઓ કામ કરતા કાર્યકર્તા વધુ હતા અને સૌના વિચાર જાણ્યા પછી તેમના ધ્યાનમાં એક વાત આવી કે વિષય ભલે જુદા જુદા હોય, વિચાર ભલે જુદા જુદા હોય પરંતુ રાષ્ટ્રનું હિત બધામાં સર્વોપરી હતું
બાબા સાહેબને સંઘ પરિવારના વરિષ્ઠ નેતાઓ સાથે ઘનિષ્ઠ સંપર્કો રહ્યા અને તેમની સાથે ચર્ચાઓ થઈ હતી. ગાંધીજી, સુભાષબાબુ, સાવરકર, મદનમોહન માલવિય, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, કેટ-કેટલાં લોકો તેમના સંપર્કમાં આવ્યા, તેમની સાથે તેઓ કામ કરતા કાર્યકર્તા હતા અને સૌના વિચાર જાણ્યા પછી તેમના ધ્યાનમાં આવી કે સૌના મનમાં એક વાત જરૂર છે. વિષય ભલે સૌના જુદા જુદા છે. પરંતુ લોક કલ્યાણ ની ભાવના બંનેમાં સમાન છે અને આથી જ સંઘ પરિવારના સર્વોચ્ચ નેતા બાબા સાહેબ પ્રત્યે સન્માનની નજર જોતા હતા.

ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે પણ પૂ. હેડગેવારજીનો સંપર્ક હતો. પૂનાના એક સંઘ શિક્ષા વર્ગમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આવ્યા હતા તે સમયે તેમની સાથે જે લોકો હતા તેમાંના એક સ્વતંત્રતા બાદ મહારાષ્ટ્રમાં ધારાસભ્ય પણ બન્યા હતા. તેઓએ પોતાની આત્મકથામાં પણ આ પ્રસંગ વર્ણવ્યો છે. તે વખતે સંઘ શિક્ષા વર્ગમાં ભોજનનો સમય હતો અને ભોજન શરૂ જ થવામાં હતું અને પૂ. હેડગેવારજીને ખબર પડી કે ડૉ. બાબાસાહેબ આવ્યા છે, ત્યારે તેઓએ ભોજન રોકી ખુદ ઊભા થઈ તેઓને લઈ આવ્યા હતા અને સાથે બેસી સૌએ આનંદપૂર્વક ભોજન લીધું હતું. ત્યાર બાદ ખુદ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ સંઘમાં જાતિ-ભેદ છે કે નહીં તે પરખવા સ્વયંસેવકો સાથે વાતચીત પણ કરી. બાદમાં બપોરના સમયે ડૉ. હેડગેવારજીનું બૌદ્ધિક નક્કી હતું. છતાં ડૉ. હેડગેવારજીએ બાબાસાહેબને બૌદ્ધિક આપવા કહ્યું, જેમાં બાબાસાહેબે સ્વયંસેવકોને ભારતમાંથી તમામ પ્રકારના ભેદ મિટાવવાની વાત કરી હતી. એક વાત આવી કે તમામના વિચાર ભલે અલગ અલગ હોય પરંતુ સૌના મનમાં એક જ વિચાર છે. આ તમામ તપસ્વીઓ જેના મનમાં એક જ સવાલ હતો કે વારંવાર આ દેશને જ આક્રમણખોરો સામે પરાજિત કેમ થવું પડ્યું. આક્રમણખોરો ખૂબ જ દૂરથી આવ્યા હતા અને આપણા દેશનું વાતાવરણ પણ તેમને અનુકૂળ ન હતું કે ન તો તેમને આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિનું જ્ઞાન હતું. અન્ન-પાણી કે હવા તેમના અનુકૂળ ન હતાં અને તેમની સંખ્યા પણ મુઠ્ઠીભર હતી. જ્યારે આપણો દેશ સોનાની ચીડિયા ગણાતો હતો. આપણી પાસે જ્ઞાનનો ભંડાર હતો. આપણા શૂરવીરોની ધાક જગત આખામાં હતી છતાં મુઠ્ઠીભર આક્રમણકારીઓએ હજારો માઈલ દૂરથી આવી વારંવાર આપણને પરાજિત કર્યા હોવાનો ઇતિહાસ કેમ બન્યો ? હૂણોથી માંડી અંગ્રેજો સુધી આ ઇતિહાસનું પુનરાવર્તન થયું છે, કારણ કે આપણે સંગઠિત ન હતા. આપણી આ દુર્બળતાનાં કારણોને હટાવી એક સબળ અને શક્તિશાળી સમાજનું નિર્માણ કરવામાં આવશે નહીં ત્યાં સુધી આ વારંવાર થનારી બીમારી જવાની નથી. સમાજને શક્તિશાળી બનાવવાનું કામ કોઈકે તો કરવું પડશે એવું સૌને લાગતું હતું.

ડૉ. હેડગેવારજી પણ આવું જ માનતા હતા. ૧૯૧૧-૧૯૧૪ દરમિયાન તેઓ કલકત્તામાં હતા. તે વખતે ત્યાંના પ્રસિદ્ધ ક્રાંતિકારી ત્રિલોક ચતુર્વેદીને મળવાનું થયું હતું ત્યારે તેઓએ તેમની સમક્ષ દેશની સ્વતંત્રતા ઝંખતા તમામ લોકોનો આ વિચાર છે એમ જણાવીને કહ્યું હતું કે, 'લાગે છે કે હવે આ કામ મારે જ કરવું પડશે. આ વાત ખુદ ત્રિલોક ચતુર્વેદીજીએ ડૉ.જીની જન્મશતાબ્દીની ઉજવણીની સમિતિના સદસ્ય બનાવવા માટે સંઘના કાર્યકર્તાઓ તેમની પાસે ગયા હતા ત્યારે સંઘના કાર્યકર્તાઓને જણાવી હતી.
એક શક્તિસંપન્ન, ભેદરહિત, ગુણસંપન્ન અને જીવનસંકલ્પના રૂપમાં દેશને શક્તિશાળી બનાવવાની ભાવના છે. એવા હિન્દુ સમાજના નિર્માણ માટે સંઘ શરૂ થયો હતો. ત્યારે ત્યાગ, બલિદાન અને પરિશ્રમ થકી સ્વતંત્રતા અપાવનાર આ તમામ મહાપુરુષોના સંકલ્પોને સત્ય સિદ્ધ કરનારો સમાજ ઘડવો પડશે. સંઘનું આ જ કાર્ય છે. સંઘ આના સિવાય બીજું કાંઈ ઇચ્છતો પણ નથી, પરમ વૈભવસંપન્ન વિશ્વગુરુ ભારત ભારતના સમાજ થકી જ બનશે. ત્યારે સ્વતંત્રતાના આ અમૃતકાળે આપણે સૌએ વિચાર કરવો પડશે કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને તેમના સમકાલીન તમામ મહાપુરુષો કે જેઓએ દેશ માટે પ્રમાણિકતાથી, નિઃસ્વાર્થ બુદ્ધિથી કોઈને કોઈ ક્ષેત્રમાં કામ કર્યું હતું, તેમણે લીધેલા સંકલ્પોને સત્ય સિદ્ધ કરવા માટે આપણે ત્યાં કેવા પ્રયાસો થઈ રહ્યા છે ?
હાલમાં એવો પ્રચાર થઈ રહ્યો છે કે 2024 ની ચૂંટણીમાં જ્યાં સૌથી વધુ ભાજપે કામ કર્યું છે તે ઉત્તર પ્રદેશમાં જ ભાજપનું માની ન શકાય તેટલું ધોવાણ થયું છે આની પાછળ સંઘ પરિવારની રાજકીય ઈચ્છા શક્તિ નહિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ આ વસ્તુ બિલકુલ સાચી નથી આની ચોખવટ પણ થઈ ચૂકી છે.
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આપણને સ્વતંત્રતા મળી. ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં આપણે આપણું બંધારણ બનાવ્યું. આ બંધારણનું ભારતની સંસદમાં જ્યારે લોકાર્પણ થયું ત્યારે બાબાસાહેબ આંબેડકરે જે બે ભાષણ આપ્યાં હતાં. તે ભાષણ આપણે સૌ ભારતીયો માટે છે. જે સ્વતંત્રતા આપણા બધા વૌરોના ત્યાગ અને બલિદાનના કારણે આપણને પ્રાપ્ત થઈ. આપણા પૂર્વજોનાં કઠોર પરિશ્રમથી આપણને પ્રાપ્ત થઈ એ સ્વતંત્રતાના માટે સ્વયંને યોગ્ય બનાવ્યા. માટે આ બંને ભાષણો આપણા માટે પથ પ્રદર્શક છે. આપણે સૌ ભારતીયોએ આ ભાષણોને દર વર્ષે ૧૪ એપ્રિલ અને ૬ ડિસેમ્બરના રોજ અવશ્ય વાંચવા જોઈએ. આ ભાષણોનાં પ્રકાશમાં આપણો સૌ ચાલી રહ્યા છીએ કે નથી ચાલી રહ્યા તેનું આત્મચિંતન આપણે સૌએ કરવું જોઈએ. તે ભાષણમાં તેઓએ એકતાના મહત્ત્વને સમજાવ્યું છે. આ બંને ભાષણોમાં તેઓ જે કહે છે તે હું શબ્દશઃ નહીં પણ તેમાં રહેલા ભાવ બતાવું છું, કે આપણા દેશને કોઈ પરકીય શક્તિએ ખુદની શક્તિના બળે નહોતો જીત્યો. એકમેક વચ્ચેના ભેદોને કારણે, એકમેકની કારણે આપણે આપણા દેશને તે પરકીય તાકાતોને ચાંદીની થાળીમાં મૂકીને આપી દીધો હતો. બાકી આપણી સ્વતંત્રતાને છીનવી લેવાની કોઈની હિંમત ન હતી. આગળ તે કહે છે કે આજે આપણે આ સંસદમાં અલગ-અલગ વિચારધારા એમાં માનવામાં આપણે સૌ આ સંસદમાં સંસદના નાતો આપણે પોત-પોતાના અલગ અલગ કેમ્પ બનાવી બેઠા છીએ. પ્રજાતંત્રનું જે સ્વરૂપ આપણે સ્વીકાર્યું છે તેમાં આવું હોવું પણ જોઈએ. પરંતુ આપણે એ ધ્યાન રાખવું પડશે કે એકમેકના મતભેદોથી ઉપર આપણે સૌએ આ દેશ માટે રાજનૈતિક સ્વતંત્રતા અને આર્થિક સ્વતંત્રતાની જોગવાઈઓ બંધારણમાં કરેલું જ છે, પરંતુ સામાજિક સમતા વગર. આ આર્થિક, રાજનૈતિક સમતા - સ્વતંત્રતા પ્રત્યક્ષમાં આવી શકશે નહીં, માટે એના માટે શું કરીશું ? એને આપણે લાવવી પડશે. સમાજના ભેદોનો નાસ કરવો પડશે. આપણો સમાજ અલગ અલગ વર્ગોનો છે અને તેને એક કરવાનો છે એવું નથી. આપણે પહેલેથી જ એક સમાજ જ છીએ. પરંતુ વચ્ચે વચ્ચેના સમયગાળામાં આપણે ખુદ આપણા હાથે આ અલગ અલગ વર્ગ જાતિ વગેરેની નિર્માણ કરીને વચ્ચે અંતર ઊભું કર્યું અને વિદેશી લોકોએ તેનો લાભ ઉઠાવી તે અંતરને વધુ પહોળું કર્યું. આપણે આ ચક્રવ્યૂહમાંથી બહાર આવવું પડશે એક બનવું પડશે.

કારણ કે છેવટે તો આપણે આપણાં સ્વપ્નોને સાકાર કરવાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પણ શા માટે કરવામાં આવી ? પૂ. ડૉ. હેડગેવારજી બાલ્યકાળથી જ દેશ માટે ચાલતાં તમામ કાર્યોમાં સક્રિય હતા. તેમના મનમાં દેશની સ્વતંત્રતા માટે ઉત્કૃષ્ટ ઇચ્છા હતી અને તેના માટે તેઓ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા માનસિક તૈયારી કરી ચૂક્યા હતા. માતા-પિતાનો બાળપણમાં જ સ્વર્ગવાસ થયો હતો. જેથી ઘરનું બંધન-મોહ પણ તેમને ન હતો ઘર ચલાવવાનું દાયિત્વ પણ તેમના પાસે ન હતું માટે દેશ માટે ચાલતા હરેક કામમાં તેમણે સક્રિયતાથી ભાગ લીધો. સમાજસુધાર હોય કે પછી સમાજ પ્રબોધન હોય કે સમાજના આર્થિક સુધાર માટે સહકારી બેંક જેવા ઉપક્રમો હોય, સમાજના પ્રબોધન માટે વૃત્તપત્ર ચલાવવું, તેનું સંપાદન કરવાનું હોય. સ્વતંત્રતા માટે આંદોલનના માર્ગથી ચાલતું કોંગ્રેસનું કામ હોય કે પછી શસ્ત્રાચારથી અંગ્રેજોને ભગાવવાની આકાંક્ષા રાખવામાં ક્રાંતિકારીઓ માટેનું કામ હોય, જે જે પણ સમાજની ઉન્નતિ અને સ્વતંત્રતા માટે કાર્યો ચાલતાં હતા તેના માટે તેઓ કાર્યકર્તા બન્યા અને પ્રામાણિકતાથી તમામ કાર્યોનો તેઓએ અનુભવ લીધો. સ્વયં પણ આંખો ખુલ્લી રાખીને સમાજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ચિંતન કર્યું. અને આ તમામ કાર્યોમાં તેમના સમકાલીન જે કર્ણધારો હતા તેમની સાથે તેમના અનુભવો ની આપલે કરી હતી. આજે જ્યારે આપણા રાષ્ટ્ર સામે અનેક પડકારો ઊભા છે તેમાં ભાગલાવાદી પરિબળો સમાજના ભાગલા પડે તે માટે પ્રયત્ન કરે છે સમાજ તૂટે એટલે રાષ્ટ્ર માટે એક મોટી સમસ્યા ઉભી થાય દેશમાં જ રહેલા કેટલાક વિઘાતક તત્વો સામાજિક સમરસતાને તોડવા પ્રયાસો કરે છે ત્યારે બાબા સાહેબના વિચારો રાષ્ટ્રના નિર્માણ માટે સર્વોત્તમ પુરવાર થઈ શકે છે 
સુરેશ ભટ્ટ



અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે

પ્રાસંગિક
+++++
અમેરિકામાં ભારતના બુદ્ધિજીવીઓ સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે
+(+++++++
ભારતીય વિદ્યાર્થીઓ તેની તેજસ્વીતાને કારણે અમેરિકાની અંદર ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે. આથી રોષે ભરાઈને અમેરિકન લોકો ભારતીય વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસો દિવસોમાં ડઝન બંધ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવી તેનું કારણ તેજોદ્વેષ છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડને એક વખત અમેરિકન વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે સાવધાન થઈ જાઓ તમારા કરતાં તો ભારતીય વિદ્યાર્થીઓ કેટલા તેજસ્વી છે તેઓ કેટલી ઝડપથી પ્રગતિ કરે છે અને તમે તેની સામે બહુચક જેવા જ છો આથી તમારી પ્રગતિ થતી નથી આ પીચની અસર ખૂબ મોટા પ્રમાણમાં થઈ અને અમેરિકાનો ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓ પ્રત્યે પૂર્વગ્રહ ધરાવતા થઈ ગયા પરિણામે આવા તેજસ્વી વિદ્યાર્થીઓની હત્યા થઈ રહી છે અને તે પણ કશા જ કારણ વગર આની સામે ભારત સરકારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

વિશ્વના કોઈપણ ખૂણામાં અમેરિકન નાગરિક મરી જાય તો તે અમેરિકા માટે પ્રેસ્ટિજ પોઈન્ટ બની જાય છે જ્યારે અમેરિકામાં અન્ય દેશનો કોઈ નાગરિક ગુમ થાય અથવા તેની હત્યા થાય તો તે અમેરિકા માટે સાવ નજીક બાબત ગણાય છેલ્લા 100 દિવસમાં અમેરિકાની અંદર ભારતના એક ડઝન કરતા વધુ લોકોની હત્યા થઈ છે અમેરિકામાં ઇન્ડિયન લોકોને જ શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે તે અંગે ભારત સરકારે ઘણીવાર વિરોધ નોંધાયો છે પરંતુ અમેરિકાએ હા માં હા મેળવી છે પણ કોઈ કડક એક્શન લીધા નથી અમેરિકામાં ભણવા ગયેલા આપણા દેશના સ્ટુડન્ટ્સ એક પછી એક ભેગી રીતે મરી રહ્યા છે શું ઈરાદાપૂર્વક ઇન્ડિયન સ્ટુડન્ટ સ્ટુડન્ટને ટાર્ગેટ કરવામાં આવે છે ? ભારત સરકારે અમેરિકન ગવર્મેન્ટને અનેક વખત કહ્યું પણ જે એક્શન લેવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં લેવાતા નથી અમેરિકાનો એક સીટીઝન કોઈ જગ્યાએ મરી જાય કે ફસાઈ જાય ત્યારે અમેરિકન સરકાર એક્શન મોડ માં આવી જાય છે. બીજાના દેશના નાગરિકની ચિંતા અમેરિકા કરતું નથી. સ્ટુડન્ટ જ નહીં પરંતુ ધંધા વ્યવસાય માટે અમેરિકતા ગયેલા ભારતીયોને નિશાન બનાવવામાં આવે છે જેની સામે અમેરિકન સરકાર પગલાં જે છે પરંતુ તે અપૂરતા હોવાનું જાણવા મળે છે.
આ બાબતમાં અમેરિકા
ગંભીરતા દાખવતું નથી. ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે. અમેરિકાની અનેક ટોપ કંપનીઓમાં ભારતીયો સીઈઓ સહિતના હોદ્દાઓ પર બિરાજમાન છે. અમેરિકાની સરકાર અનેક વખત એવું કહી ચૂકી છે કે, અમેરિકાના વિકાસમાં ભારતીયોનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. ભારતીય સ્ટુડન્ટ્સને અમેરિકા આવકારે છે પણ અત્યારે જે થઈ રહ્યું છે એ એવું સાબિત કરે છે કે, ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે જે કેર કરવી જોઈએ એ થતી નથી. પેટે પાટા બાંધીને પોતાનાં સંતાનોને અમેરિકા ભણવા મોકલતાં મા-બાપનેં એવી અપેક્ષા હોય છે કે, અમેરિકામાં ભણવા જશે તો મારાં દીકરા કે દીકરીની જિંદગી બની જશે. હવે પેરેન્ટ્સને એ ફ્ફડાટ થવા લાગ્યો છે. કે, અમારાં સંતાન અમેરિકામાં સેઇફ રહે તો સારું! જે રીતે ભારતીય સ્ટુડન્ટ્સનાં મોત થઈ રહ્યાં છે એ જોઈને એવા સવાલો પણ થવા લાગ્યા છે કે, ક્યાંક આ ટાર્ગેટ કિલિંગ તો નથીને? અમેરિકાની પોલીસ દરેક કેસની જુદી
 જુદી તપાસ કરે છે, જોકે હવે એવી માંગ ઊઠી રહી છે કે તમામ ભારતીય વિદ્યાર્થીઓનાં મોતની ઘટનાઓની એક સાથે તપાસ કરવામાં આવે કે આની પાછળ કોઇ સોજી સમજી સાજીસ
 તો નથીને?

હૈદરાબાદથી અમેરિકા ભણવા ગયેલા ૨૫ વર્ષના મોહમ્મદ અબ્દુલ અરાફાતની લાશ અમેરિકાના ક્લીવલેન્ડમાંથી મળી. મોહમ્મદ ગઇ તારીખ ૭મી માર્ચથી ગુમ હતો. મોહમ્મદ લાપત્તા થયો એ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે, અમે શોધીએ છીએ પણ મોહમ્મદની લાશ મળી ત્યાં સુધી પોલીસ તેના સુધી પહોંચી શકી નહીં. મોહમ્મદ ગુમ થયો એના દસ દિવસ પછી ભારતમાં રહેતા તેના પિતા સલીમભાઈને એક ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, અમે મોહમ્મદનું અપહરણ કર્યું છે. અપહરણ કરનારે ૧૨૦૦ ડૉલરની ખંડણી માંગી હતી. આ રકમ નહીં મળે તો મોહમ્મદની કિડની કાઢીને વેચી દઈશું એવી ધમકી પણ આપી હતી. રૂપિયામાં ગણીએ તો આ રકમ એક લાખ જેવી થાય છે. આમ જોવા જાવ તો આ રકમ બહુ મોટી નથી. આટલા ખાતર કોઇ અપહરણ અને હત્યા કરે ખરું? આ ફોન અને ધમકીની વાત પણ અમેરિકન પોલીસને કરવામાં આવી હતી તો પણ પોલીસ કંઈ કરી ન શકી એ સૌથી મોટું આશ્ચર્ય છે!
અમેરિકાના ઓહિયોના ક્લીવલેન્ડની એક કૉલેજના ભણતા ઇન્ડિયન સ્ટુડન્ટ ઉમા સત્ય સાંઈ ગહેની લાશ મળી આવી હતી. ઉમાના મોતનો ભેદ હજુ ઉકેલાયો નહોતો ત્યાં મોહમ્મદની લાશ મળી આવી છે. આ વર્ષની શરૂઆતમાં જ તારીખ ૩ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અમેરિકાના
જ્યોર્જિયામાં ૨૫ વર્ષના વિવેક સેનીની હત્યા કરી દેવામાં આવી હતી. એક ડ્રગ એડિક્ટે વિવેકને મારી નાખ્યો હતો. તારીખ ૧૭મી જાન્યુઆરીએ અમેરિકાની પ્રેસ્ટિજિયસ પડર્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય નીલ આચાર્યની લાશ મળી આવી હતી. ૧૮મીજાન્યુઆરીએ ૨૧ વર્ષના અકુલ ધવન, ૨૩મી જાન્યુઆરીએ ૨૫ વર્ષના સમીર કામથ, ૩૧મી જાન્યુઆરીએ ૧૯ વર્ષના શ્રેયસ રેડ્ડીનાં રહસ્યમય સંજોગોમાં મોત થયાં. તારીખ ૬ ફેબ્રુઆરીના રોજ વીસ વર્ષના દિનેશ અને તેના જેટલી જ ઉંમરના નિકેશની લાશ એક રૂમમાંથીમળી. ૧૬મી માર્ચે ૨૦ વર્ષીય પારુચૂરી અભિજિતની લાશ કારમાંથી મળી. આ તો માત્ર મૃત્ય પામનારા વિદ્યાર્થીઓની જ ઘટના છે. આ ઉપરાંત ભારતીય સ્ટુડન્ટ્સ પર હુમલાની અનેક ઘટનાઓ પણ બની છે.

છેલ્લાં છ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૮થીદુનિયાના જુદા જુદા દેશોમાં ભણવા ગયેલા ભારતના કુલ ૪૦૩ સ્ટુડન્ટ્સનાં મોત થયાં હતાં. સૌથી વધુ ૯૧ સ્ટુડન્ટ્સનાં મોત કેનેડામાં થયાં હતાં. એ પછી બીજો નંબર બ્રિટનનો હતો. બ્રિટનમાં ૪૮ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. રશિયામાં ૪૦નાં મોત થયાં હતાં. અમેરિકાનો નંબર ચોથો હતો. અમેરિકામાં ૩૬ ઇન્ડિયન સ્ટુડન્ટ્સનાં મોત થયાં હતાં. ઓસ્ટ્રેલિયામાં ૩૫, યૂક્રેનમાં ૨૧, જર્મનીમાં ૨૦, સાયપ્રસમાં ૧૪ અને ઈટાલી તથા ફિલિપાઈન્સમાં દસ દસ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. અમેરિકામાં પહેલાં કોઇ ભારતીય વિદ્યાર્થીનાં મોતની ઘટના બનતી ત્યારે ત્યાંની સરકાર અને પોલીસ તરત જ સક્રિય થઇ જતી. દરેક ઘટનાની ઝીણામાં ઝીણી તપાસ કરતી હતી. યુવાનનું મૃત્યુ હત્યા હોય કે અકસ્માત હોય કે નેચરલ ડેથ હોય, અમેરિકાની સંવેદનાઓમાં ભારોભાર વેદના છલકાતી હતી. જોકે, છેલ્લા કેટલાંક કિસ્સામાં અમેરિકન પોલીસનું જે વર્તન છે એ આશ્ચર્ય પેદા કરે એવું છે.
અમેરિકામાં ભારતીય સ્ટુડન્ટ્સનાં મોતની ઘટનાઓમાં એક વાત એવી પણ છે કે, અમેરિકાના સ્ટુડન્ટ્સ ભારતીય વિદ્યાર્થીઓની પ્રગતિ જોઈ બળી મરે છે. એ લોકોને એવું લાગે છે કે, ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અમારી તકો છીનવી રહ્યા છે. અમેરિકન સ્ટુડન્ટ્સની ઇમેજ બહુ સારી નથી. બરાક ઓબામા અમેરિકાના - પ્રેસિડેન્ટ હતા ત્યારે તેમણે અમેરિકન
એલર્ટ થઈ જાવ, નહીંતર તમારી જોબ ભારતીયો અને ચીનીઓ ખાઈ જશે. ભારતીય સ્ટુડન્ટ્સ - બ્રિલિયન્ટ હોવાના કારણે અમેરિકાની કંપનીઓ
સ્ટુડન્ટ્સને સંબોધીને એવું કહ્યું હતું કે, તમે તેમને તરત જ તે નોકરી આપી દે છે ઘણા અમેરિકાનો થયા સહન થયું નથી આથી ભારતીય સ્ટુડન્ટ ની જ વાત નથી ભારતીય વેપારીઓને ઉદ્યોગપતિઓની પણ અમેરિકામાં બોલબાલા છે આજે અમેરિકાથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા ની જુદી જુદી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 25 થી 30 ટકા જેવો વધારો થયો છે
માત્ર વિદ્યાર્થીઓની જ નહીં પરંતુ જ્યાં જે તેજસ્વી પ્રતિભાવો છે જે સારા વ્યાપારીઓ છે તેની પણ હત્યા કરવામાં આવી રહી છે અમેરિકાની અંદર વિદ્યાર્થી પણ ખિસ્સામાં ગન લઈને ફરે છે અને ગમે ત્યારે હત્યા કરી શકે છે આની સામે અમેરિકન સરકાર પણ લાચાર છે અમેરિકાનું ગણ કલ્ચરલ ખૂબ જ બદનામ થયેલું છે અમેરિકા જેવા પ્રગતિશીલ દેશની કાયદો વ્યવસ્થાની આ પરિસ્થિતિ અત્યંત ગંભીર ગણી શકાય. 
સુરેશ ભટ્ટ


tntrilekh shanti paritoshik

  tntrilekh shanti paritoshik


વર્તમાન સમયમાં વૈશ્વિક પ્રવાહો પર નજર
નાખતાં શાંતિનું નોબેલ પારિતોષિક કોને
મળી શકે, એ સવાલ મૂંઝવનારો હતો.
દુનિયાભરમાં ઠેકઠેકાણે અશાંતિ અને સંઘર્ષ
ચાલે છે. ક્યાંક અંદરોઅંદર, ક્યાંક દેશ-દેશ
વચ્ચે. આખી સ્થિતિ રામ વગરના રામાયણ
જેવી છે. એમાં કોઇને શાંતિના નોબેલ
પારિતોષિક માટે હકદાર ગણવાનું અઘરું પડે.
શાંતિનું નોબેલ પારિતોષિક
મેળવી ચૂકેલા અમેરિકાના પ્રમુખ બરાક
ઓબામા હુમલાખોર
દેખાયા વિના અંતિમવાદી સંગઠન
આઇએસઆઇએસનો પ્રભાવ કેવી રીતે
રોકવો તેની ફિરાકમાં હોય ત્યારે તો ખાસ.
એવી પણ અટકળો હતી કે આ વર્ષે કોઇ પણ
વ્યક્તિ કે સંસ્થાને આ સન્માન માટે યોગ્ય
ગણવામાં ન આવે એવું બને.

પરંતુ સંસ્થાઓ અને સન્માનો કાઢીને
બેઠા પછી બને ત્યાં સુધી એવી ભાવના રહે કે
મૂળ હાર્દને તાણીતુુસીને પણ કોઇ નામ જાહેર
થઇ શકે તો સારું. એમાં પણ એ નોબેલ
પારિતોષિકની અને ખાસ કરીને શાંતિના નોબેલ
પારિતોષિકની વાત હોય, ત્યારે તેનો ઇતિહાસ
ખાસ્સો ભમરાળો છે.
તેની સૌથી જાણીતી ગરબડોમાંની એક
ગાંધીજીને શાંતિના નોબેલ પારિતોષિકથી ધરાર
વંચિત રાખવાની છે. એ વિશે ઘણું લખાઇ ચૂક્યું
છે અને પછીનાં વર્ષોમાં નોબેલ સમિતિએ
ભૂલનો એકરાર પણ કર્યો છે.
અગાઉના ભેદભાવ પછી ગાંધીજીને શાંતિનું
નોબેલ પારિતોષિક આપવાનું વિચારાયું એ જ
વર્ષે તેમની હત્યા થઇ. એટલે મરણોત્તર
નોબેલ પારિતોષિક જાહેર ન
કરવાના ધારા પ્રમાણે, કમિટીએ ‘આ વર્ષે કોઇ
જીવીત વ્યક્તિ શાંતિના નોબેલ પારિતોષિક
માટે લાયક નથી’ એવી, ગાંધીજી તરફ મોઘમ
ઇશારો કરતી નોંધ સાથે વર્ષ ખાલી જવા દીધું.
એ જ ગાંધીજીને ત્યાર પછી તો એકથી વધુ
વખત નોબેલ કમિટીએ યાદ કર્યા છે. આ વખતે
પણ
પાકિસ્તાની યુવતી મલાલા યુસુફઝઇની સાથે
ભારતીય કર્મશીલ કૈલાશ સત્યાર્થીનું નામ
શાંતિના નોબેલ પારિતોષિક માટે જાહેર
કરતી વખતે કમિટીના પ્રવક્તાએ ગાંધીજીને
યાદ કર્યા અને કહ્યું કે બાળકોના હકો માટે
અને તેમને મજૂરીના ચક્કરમાંથી છોડાવવા માટે
કૈલાશ સત્યાર્થીએ અનેક આંદોલનો-
ચળવળો કરી છે અને એ
બધી ગાંધીજીના માર્ગે, સદંતર અહિંસક રીતે
કરી છે. (મલાલાના અનેક ગણા વધારે
પ્રતાપી પૂર્વસૂરુ ખાન અબ્દુલગફ્ફાર ખાન-
બાદશાહખાન- નોબેલ શાંતિ પારિતોષિક માટે
એકદમ યોગ્ય હતા, પણ એ તો સમિતિને
કદી દેખાયા જ નહીં.) કૈલાશ સત્યાર્થીનું નામ
બહુમતી ભારતીયોએ પહેલી વાર નોબેલ
પારિતોષિક નિમિત્તે જ સાંભળ્યું, એ પણ એક
વાસ્તવિકતા છે. તેમને બાળકોના શોષણ
સામેની કામગીરી માટે નોબેલ કમિટીએ પસંદ
કર્યા છે. એટલે ટૂંક સમયમાં તેમને ભારતીય
નાગરિક સન્માનો પણ મળશે.

સત્યાર્થીની સરખામણીમાં મલાલા યુસુફઝઇ
એક ‘સેલિબ્રિટી’ છે. પાકિસ્તાનના સ્વાત
વેલી પ્રદેશમાં બાળકીઓના ભણતર માટે
ઝુંબેશ ચલાવનારી મલાલાને બે વર્ષ
પહેલાં તાલીબાનોએ ગોળી મારી હતી.તેમ
છતાં મલાલા હિંમત હારી નહીં અને છોકરીઓને
શિક્ષણ અપાવવા માટેનું કામ ચાલુ રાખ્યું.
જોેકે તાલિબાની હુમલા પછી આંતરરાષ્ટ્રિય
પ્રસાર માધ્યમોમાં મલાાલાનો ભારે
જયજયકાર થયો. એવું પણ કહેવાયું કે
મલાલાને તેના નક્કર કામની સામે
મળેલી પ્રસિદ્ધિ અપ્રમાણસરની અથવા પશ્ચિમી પ્રસાર માધ્યમોની આવા કોઇ પ્રતીક માટેની ભૂખનું પરિણામ છે.
પાકિસ્તાનમાં અસલામતીના પ્રશ્નો પછી હાલ
બ્રિટનમાં રહેતી સત્તર વર્ષની મલાલા માટે
રૃઢિચુસ્ત પાકિસ્તાનીઓને
જુદા પ્રકારનો વાંધો છે- અને તેની સાથે સંમત
થઇ શકાય એમ નથી. પરંતુ
મલાલાની અપ્રમાણસરની પ્રસિદ્ધિ અને તેને
એક પ્રતીક
બનાવી દેવાની તાલાવેલી ચોક્કસપણે
વિચારવા જેવા મુદ્દા છે.
તેમાં મલાલાના કામને કે તેની હિંમતને
ઓછી આંક્યા વિના, હઇસો હઇસોથી દૂર
રહેવાની જ વાત છે. ઇન્ટરનેટ અને સોશ્યલ
નેટવર્કિંગના આ યુગમાં અહોભાવ અને
ધીક્કાર ઘણી વાર
હવામાંથી ઝીલી લેવામાં આવે છે. ત્યાર
પછી વ્યક્તિનું કામ નહીં, પણ કેવળ તેનું નામ
એક પ્રતીક બની જાય છે.
મલાલા જેવી સત્તર વર્ષની હિંમતબાજ
છોકરીને લડતનું પ્રતીક બનાવવાથી કે
તેનાં વખાણ
કરવાથી થતી ‘ફીલગુડ’ની લાગણી લોકોને
બાકીની જવાબદારીમાંથી કે બીજું કંઇ
નહીં કર્યાના અપરાધભાવમાંથી મુક્તિ પણ
આપી શકે છે. એમાં મલાલાનો કશો વાંક નથી.
કોઇ પણ નોબેલ પારિતોષિક સામાન્ય રીતે
ચોક્કસ વર્ષનું અપાતું હોવા છતાં, તેનું
મહત્ત્વ અને તેનો વ્યાપ લાઇફટાઇમ
અચીવમેન્ટ પ્રકારનાં હોય છે. એ દૃષ્ટિએ
મલાલાને નોબેલ પારિતોષિક થોડું પ્રદાન માટે
અને ઘણું બધું પ્રોત્સાહન માટે અપાયું હોય
એવું લાગે છે. નોબેલ કમિટીના પ્રવક્તાએ
ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે એક ભારતીય અને
એક પાકિસ્તાની, એક હિંદુ અને એક મુસ્લિમને
આ પારિતોષિક એનાયત કરવાનું પણ મહત્ત્વ
છે. આ પ્રકારનો સુમેળ સાંભળવામાં બહુ
સારો લાગે, પણ તેનાથી નવી આશાનો સંચાર
થાય કે વૈશ્વિક અશાંતિનું વાતાવરણ બદલાય
એવું અત્યારે તો જણાતું નથી.

સૌજન્ય: ગુજરાત સમાચાર

રવિવાર, 23 જૂન, 2024

શિક્ષણ જગતની અધોગતિ


તંત્રીલેખ 
એજ્યુકેશન બિઝનેસ 
++++++++++++++
ગત સપ્તાહે ભારત સરકારે પેપર લીક વિરોધી કાયદો લાગુ કર્યો આ કાયદા મુજબ 10 વર્ષ સુધીની સજા અને એક કરોડ સુધીનો દંડ કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે
દેશમાં પેપર લીક વિરોધી કાયદો એટલે કે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, ૨૦૨૪ અમલમાં આવ્યો છે. કેન્દ્રએ શુક્રવારે (૨૧ જૂન) મધ્યરાત્રિએ તેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ કાયદો ભરતી પરીક્ષાઓમાં છેતરપિંડી અને અન્ય ગેરરીતિઓને રોકવા માટે લાવવામાં આવ્યો છે.

આ કાયદા હેઠળ, પેપર લીક કરવા અથવા ઉત્તરપત્ર સાથે ચેડા કરવા પર ઓછામાં ઓછી ૩ વર્ષની જેલની સજા થશે. આને ?૧૦ લાખ સુધીના દંડ સાથે પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે. આ કાયદો બનાવવાથી પેપર લીકની ઘટનાઓ ઘટી જશે તેવી આશા રાખવામાં આવે છે. શિક્ષણ જગત આજે ભ્રષ્ટાચાર નો અડ્ડો બની ગયું હોય તેવું લાગે છે એક સમયની તપોવન સંસ્કૃતિમાં વિદ્યાર્થીઓને વિદ્યાદાન વિનામૂલ્ય આપવામાં આવતું હતું આજે વિનામૂલ્યે શિક્ષણ આપવાની વાત અર્થહિન લાગે. કારણકે એજ્યુકેશન નો ફિલ્ડ હવે સેવાનું નહીં પરંતુ મબલક કમાણી કરવાનું ક્ષેત્ર બની ગયું છે
આજે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે આધુનિક ટેકનોલોજી આવી ચૂકી છે આમ છતાં તેનો ભાગ્ય જ ઉપયોગ થાય છે મોટાભાગે છપાયેલા પાઠ્યપુસ્તકો, નોટ બૂકો સ્વાધ્યાયપોથીઓ તથા અન્ય સાહિત્ય મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે લાખો ટન કાગળનો ઉપયોગ એજ્યુકેશન પાછળ થાય છે અને પર્યાવરણનો મોટા પ્રમાણમાં વિનાશ થઈ રહ્યો છે અભ્યાસમાં જે કંઈ સાહિત્ય છે તેને ડિજિટલ બનાવવાને બદલે શા માટે પ્રિન્ટિંગ બુકો પર આધાર રાખવામાં આવે છે તેનું કારણ માત્ર એટલું જ છે કે આમાં માત્ર સ્કૂલના મેનેજમેન્ટ ને નહીં પરંતુ તમામને મોટા પ્રમાણમાં કમિશનનો મળે છે. આજે ખાનગી સ્કૂલો એક બિઝનેસ જેવી બની છે. એજ્યુકેશન ને લગતી કોઈપણ વસ્તુ આ સ્કૂલના સંચાલકો સાથે જોડાએલી કંપનીઓ દ્વારા વેચવામાં આવે છે અને તેમાં તેને તગડો નફો મળે છે.જો એજ્યુકેશનને ડિજિટલ બનાવવામાં આવે તો આ તગડો નફો મળતો બંધ થાય. એજ્યુકેશન ની અંદર આજે સૌથી વધારે ભ્રષ્ટાચાર છે સૌથી વધુ પૈસા ખવાય છે પેપર લીક થાય છે અને તેને કારણે અનેક સમસ્યાઓ આકાર લે છે માત્ર ભારતમાં આવી સ્થિતિ છે એવું નથી વિશ્વના સૌથી ધનિક દેશ અમેરિકામાં પણ શિક્ષણ જગત ખાડે ગયું છે!
વિશ્વના સૌથી ધનિક દેશ ગણાતા અમેરિકામાં પણ બાળકોના શિક્ષણનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે પબ્લિક સ્કૂલમાં ઈંડર ગાર્ડન થી ધોરણ 12 સુધીના 2531 શિક્ષકો ઉપર સર્વે કરવામાં આવ્યો ત્યારે જે આંકડા પ્રગટ થયા તે ચોકાવનારા જરૂર છે અમેરિકાની શિક્ષણ વ્યવસ્થા ની સ્થિતિ ખૂબ જ નિરાશા જનક હોવાનું આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે જેમાં ૮૫ ટકા શિક્ષકો તેના વેતનથી નાખુશ છે. બીજા 30 ટકા શિક્ષકો એવા છે જે બીજે નોકરી શોધી રહ્યા છે.

અમેરિકામાં શિક્ષણ પ્રદ્ધતિની સ્થિતિ ધારણા કરતાં વધુ નિરાશાજનક છે. અહીંની 80% સ્કૂલ યોગ્ય શિક્ષકોને નિયુક્ત કરવા માટે સંઘર્ષ કરી રહી છે. ત્યારે, પહેલાંથી ભણાવી રહેલા શિક્ષકો ઓછામાં ઓછા સંસાધનો અને માતા-પિતા, સ્કૂલ પ્રશાસનની વધારે પડતી અપેક્ષાઓ વચ્ચે સતત ઝઝૂમી રહ્યાં છે. હાલમાં જ પ્યુ નામની સંસ્થા દ્વારા દ્વારા પબ્લિક સ્કૂલોમાં કિન્ડરગાર્ડનથી બારમા ધોરણ સુધીના 2531 શિક્ષકો પર સરવે કરાયો. સર્વે માં
જાણવા મળ્યું કે 90% શિક્ષકો માટે વેતન મોટી સમસ્યા છે વેતન ખૂબ ઓછું છે. શિક્ષકો માટે વિદ્યાર્થીઓની સતત ગેરહાજરી ચિંતા અને હતાશાનું કારણ બન્યું છે. 85% શિક્ષક તેમને મળતા વેતનથી ખુશ નથી. 30% શિક્ષક આ વર્ષે નવી નોકરી શોધી રહ્યા છે ત્યારે, બે તૃતીયાંશ શિક્ષકો માટે માટે સ્કૂલમાં ભણવું મુશ્કેલીનું કારણ બન્યું છે. વિદ્યાર્થીનો વ્યવહાર તેમના કામને વધારે મુશ્કેલ બનાવી રહ્યો છે. 60% શિક્ષકોનું કહેવું છે કે તેમને દરરોજ વિદ્યાર્થીઓના દુર્વ્યવહારનો સામનો કરવો પડે છે. તેમાંથી 40%એ વિદ્યાર્થીઓનું હિંસક હોવું પણ ગણાવ્યું છે. સમસ્યા એ છે કે આવી સ્થિતિમાં તે મદદ માટે માતા-પિતા પર પણ વિશ્વાસ નથી કરી શકતા. તેમાંથી લગભગ 80% એ કહ્યું કે સ્કૂલોમાં દુર્વ્યવહાર માટે બાળકોને જવાબદાર ગણાવા માતા-પિતા ખૂબ ઓછા પ્રયત્નો કરે છે. આ ઉપરાંત 47% શિક્ષકો અનુસાર વિદ્યાર્થીઓને ભણવામાં ખૂબ ઓછી અથવા જરા પણ રુચિ નથી. હાઈસ્કૂલના 77% શિક્ષકો માને છે કે વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકવાનું મુખ્ય કારણ ફોન છે.અમેરિકામાં શિક્ષક બનવાનો ઉત્સાહ 2010માં 60%થી ઘટીને 2020માં 20% રહી ગયો છે. 52% શિક્ષક યુવાનોને અન્ય ક્ષેત્રમાં કરિયર બનાવવાની સલાહ આપશે. 2011- 21 વચ્ચે શિક્ષકનું તાલીમ લેનારા લોકોમાં 33%નો ઘટાડો થયો છે.
ભારત જેવો દેશ આજે શિક્ષણમાં મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો છે જ્યારે બીજી બાજુ અમેરિકામાં પણ શિક્ષણ મોટી સમસ્યા નો સામનો કરી રહ્યું છે અમેરિકાના ધનવાન બાળકો દફતરમાં પુસ્તકને બદલે ગન લઈને આવે છે. જેનાથી શિક્ષકો અને શાળાના સંચાલકો પણ ડરે છે અન્ય વિદ્યાર્થીઓ પણ આવા માથાભારે વિદ્યાર્થી થી ડરે છે અમેરિકાનું આ સાંસ્કૃતિક વાતાવરણ વિકૃત બની રહ્યું છે જ્યારે ભારતમાં એજ્યુકેશન હબ ગણાતા કોટાની અંદર સૌથી વધુ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે તે બતાવે છે કે શિક્ષણનુંસ્તર ભયજનક હદે બગડી ચૂક્યું છે. પેપર લીક ના મામલે નવા કાયદા ઘડવા પડે કે આ દેશના શિક્ષણ જગતનું દુર્ભાગ્ય ગણી શકાય. 
સુરેશ ભટ્ટ 



શનિવાર, 22 જૂન, 2024

એ આઈ ટેકનોલોજી વિકાસ વિરોધી નથી

ચોપાસ

 તા.22.6.20

++++++++++++++

એ આઈ ટેકનોલોજી વિકાસ વિરોધી નથી

++++++

નવી વસ્તુ આવતા જૂની વસ્તુ દૂર થાય છે. મોબાઇલ ફોન આવવાથી એસટીડી અને પીસીઓ દૂર થયા. રેડિયો આવવાથી જે રીતે ગામો પણ દૂર થયા. ડીઝલ એન્જિન આવવાથી જે રીતે સ્ટીમ એન્જિન  દૂર થયા અને ઈલેક્ટ્રિક એન્જિન આવવાથી ડીઝલ એન્જિન દૂર થયા આ વિકાસની એક પ્રક્રિયા છે તેને અટકાવી શકાય નહીં વિકાસની સાથે ચાલુ જરૂરી છે તેનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી. 


++++++++++++++++++++++++


આજે મોટાભાગના ભણેલા ગણેલા માણસોને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ માં ઝાઝી ગતાગમ પડતી નથી છતાં પોતે આ બાબતમાં નિષ્ણાંત હોય તે રીતે નિવેદનો આપી રહ્યા છે.એક નિવેદન એવું છે કે આ ટેકનોલોજી માનવતાને માટે મોટું જોખમ છે. એ આઈ ટેકનોલોજી વાળા યંત્ર માનવો જ્યારે મેદાનમાં આવશે ત્યારે તહેલકો મચી મચી જશે. પરંતુ સાથોસાથ તેનો સદ ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ કંટ્રોલર પાસે હોવી જોઈએ તે   જો નો હોય તો તેમાં મોટી મુશ્કેલી નું સર્જન થઈ શકે છે. 

એઆઈ ટેક્નૉલૉજી એક રીતે મયાવહ લાગે છે, પરંતુ તમારા ખિસ્સાનો સ્માર્ટફોન એપોલો મેશનના ચંદ્ર-ઉતરાણ કરતાં વધુ ચડિયાતું સુપર કમ્પ્યુટર છે. તે તમને ડરાવતું નથી. એઆઈ સાથે પણ આવું જ હશે. એઆઈ સાધનો વિકસાવવા માટે ઉચ્ચ કૌશલ્યની જરૂર પડશે, પરંતુ તેનો ઉપયોગ કરવા માટે નહીં.

પણ આ ટેકનોલોજી એક જોખમ પણ છે. એઆઈ ધરાવતી પરંતુ ડ્રોઇંગ કૌશલ્ય નહીં ધરાવતી વ્યક્તિ પણ યોગ્ય રેખાંકનો બનાવી શકે છે. એઆઈની મદદ ધરાવતો કોડર ૧૦ ગણા વધુ કોડ બનાવી શકે છે. એઆઈ દ્વારા બિનજરૂરી- ઊભા કરવામાં આવેલા ચિત્રકારો અને કોર્ડ્સનું શું થાય છે?


દરેક વ્યક્તિ જે એઆઈને કારણે નોકરી ગુમાવે છે તેને સર્જનાત્મક પ્રતિભાશાળી બનવાની જરૂર નથી જે નવી એઆઈ સક્ષમ આર્થિક તકો સાથે પાછો ફરી શકે છે. પણ પડકારોનો સામનો કરવા અને સફળ થવા માટે મોટી સંખ્યામાં સર્જનાત્મક મગજ જરૂરી છે. તે સર્જનાત્મક્તાના સામાજિક વિક્ષેપ, આઉટ ઑફ ધ બૉક્સ વિચારવાની ક્ષમતા સત્તાના આજ્ઞાપાલન માટે વિરોધી ગુણો માટે કહે છે. 


ભારતમાં અત્યાર સુધી ના અવલોકનો બતાવે છે કે ડિજિટલ ટેકનોલોજીને કારણે લોકોને રોજગારી વધુ મળી છે એ આઈ આવ્યા પછી આની ઝડપ બમણી થઈ છે અહીં એક એવી દલીલ કરવામાં આવે છે કે નવી ટેકનોલોજી આવશે એટલે લાખો લોકોની નોકરી જશે પરંતુ જે લોકો પોતાની જૂની ઘરે પ્રમાણે ચાલશે જૂની ટેકનોલોજી નો ઉપયોગ કરશે તો ચોક્કસ તેની નોકરી જશે પરંતુ જે જમાના સાથે કદમ મેળવશે તેની નોકરી જળવાઈ રહેશે માત્ર નોકરી જળવાઈ રહે છે પૂરતું નથી પરંતુ તેની પ્રગતિ પણ થશે તે પણ એક હકીકત છે.ભારતના અત્યાર સુધીના પ્રગતિના આંકડા બતાવે છે કે એઆઈ સંબંધિત નોકરીઓ અન્ય ડિજિટલ ભૂમિકાઓ કરતાં બમણી ઝડપે વધી રહી છે, આનાથી સ્પષ્ટ થાય છે કે, કોઈ વ્યક્તિ એઆઈને કારણે નોકરી ગુમાવશે અથવા પહેલાં કરતાં વધુ મૂલ્ય મેળવવા માટે એઆઈનું દોહન કરશે. એનો આધાર વ્યક્તિ પાસેના માનવીય કૌશલ્ય પર છે.


કોઈ વ્યક્તિ માત્ર કોઈની સૂચનાઓ અનુસાર જ આગળ વધતી હોય તો શક્ય છે કે, તે એઆઈ સામે પોતાની નોકરી ગુમાવી બેસે. પોતે જે કરે છે તેના પર અંકુશ ધરાવતા લોકો પોતાની ઊપજ વધારવા એઆઈ સાધનો શોધી લેશે. 

એઆઈને વિકસાવવા માટે સ્માર્ટ કોડ લખવાનો, ભ્રામક્તા, પૂર્વગ્રહ અને સુસંગત વિશ્વસનીયતા માટેનાં પરિણામોનું પરીક્ષણ કરવાનો, એઆઈ સાધનોનું ઉત્પાદન કરવાનો અને તેના જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આનો અર્થ એ છે કે, ઉચ્ચ સ્તરની તે નોકરીઓ, ઉચ્ચ સ્તરનાં શિક્ષણ અને નવિનતા માટે હાકલ કરે છે. તે પરંપરાગત ઉત્પાદન, વ્યવસ્થાપક વહીવટ, માર્કેટિંગ, લૉજિસ્ટિક નોકરીઓ વગેરે વાજબી સંખ્યામાં નિર્માણ કરશે.

એઆઈ મોટી સંખ્યામાં અદ્યતન કમ્પ્યુટિંગ ચિપ્સની માગ કરશે, જે ઉત્પાદન પરિવહન, સર્વર ફાર્મમાં (ક્લાઉડ કમ્પ્યુટિંગ માટે) અથવા ઉપકરણોમાં કમ્પ્યુટિંગ ઇન- સીટયુ (એજ કમ્પ્યુટિંગ) માટેનો અવાજ બુલંદ કરશે.

ક્લાઉડ કમ્પ્યુટિંગ કામ કરવા મોટા ડેટા મોક્લવા માટે સક્ષમ અલ્ટ્રા-ફાસ્ટ નેટવર્કસની જરૂર છે. નેટવર્કને મૂકવું અને આવા નેટવર્કસ માટે માર્ગ બનાવવાનો અર્થ હજી વધુ પરંપરાગત નોકરીઓ એવો થાય છે. એક સમયે ડેટા મોકલવા માટે એલ્યુમિનિયમ અને કોપરના વાયર નો ઉપયોગ થતો હવે ફાઇબર ઓપ્ટિક્સ નો ઉપયોગ થઈ રહ્યો છે જે હતી ઝડપથી મોટા પ્રમાણમાં ડેટા મોકલી શકે છે. આનાથી કામ ઝડપી બન્યું છે લોકોને રોજગારી મળી છે આમ છતાં

એઆઈ સામાન્ય નોકરીઓ પર કેવી રીતે અસર કરશે અથવા તેમાં પરિવર્તન કરશે, અ વધુ મહત્ત્વની બાબત છે. એ સમજવા માટે બિન્જ કોપીલોટ પર જાવ અને તેને રામ મંદિરનું સ્કેચ દોરવાનું કહો અથવા હો ચી મિન્હની તરજ પર ખેડૂતોના વિરોધ માટે સૂત્રો લખવા માટે કહો.. જે બહાર આવશે તે તમને આનંદિત અને સાવધ બન્ને કરશે. નર બકરીના આકારમાં મંદિરોનાં ચિત્રો નકાર્યા પછી તમને હિન્દુ મંદિરની યોગ્ય છબિ મળે  શું એઆઈ . મોટા પ્રમાણમાં નોકરીઓને ખતમ નહીં કરે? આ દલીલ પ્રથમ નજરી સાચી લાગે છે


પરંતુ તેનો અર્થ સામૂહિક  બેરોજગારી ન હતો. મોટર પરિવહને પોતાની રીતે જ નવી નોકરીઓનું સર્જન કર્યું અને સમગ્ર નવા ઉદ્યોગોને આવવા અને ખીલવા સક્ષમ બનાવવા, લાખો નવી નોકરીઓ અને અકલ્પનીય સમૃદ્ધિનું સર્જન કર્યું!


એઆઈ દ્વારા ઘડવામાં આવેલી વિક્ષેપ તેના આર્થિક પતનમાં કોઈ અલગ હોવાની શક્યતા નથી. હવે સ્ક્વીડ ગેમ જેવા ટેલિવિઝન શો માટે વિચાર કરવા અને તેને વૈશ્વિક મેગા હિટ બનાવવા માટે નેટફિલિક્સ જેવા સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મની જરૂર છે. એવા ભવિષ્યની કલ્પના કરો જેમાં સેટેલાઇટ બ્રૉડબૅન્ડ અને એઆઈનું સંયોજન કોલકાતાના અભ્યાસુને વિક્રમ-વેતાળનાં સાહસો પર આધારિત ગ્રાફિક નવલકથા બનાવવા માટે સક્ષમ બનાવે છે, પૃથ્વી પરની દરેક ભાષામાં તેનું ભાષાંતર કરે છે અને તેને ગમે ત્યાંથી સુલભ બનાવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ની મદદથી કામ ઝડપથી અને સહેલાઈથી થાય છે પરંતુ તેને કારણે વ્યક્તિની સર્જનાત્મકતા નષ્ટ થાય છે આથી એ આઈ નો ઉપયોગ બંધ કરવાના સૂચનો પણ કરવામાં આવે છે જેવી રીતે કેલ્ક્યુલેટર આવતા ની સાથે જ માનવીની ગણિત ગણવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે કેવી રીતે એ આઈ આવવાથી માનવીની વિચાર શક્તિ તો ઠીક પણ તમામ પ્રકારની ક્ષમતાઓ સાવ નબળી પડી જાય એવું બને પ્રાચીન ભારતની સંસ્કૃતિમાં યોગ દ્વારા માનવીની માનસિકના જાતની શક્તિના વિકાસની વાત છે જ્યારે આધુનિક ટેકનોલોજી માનવીની સર્જનાત્મકતાને પડકાર આપે છે તે પણ એક હકીકત છે 

સુરેશ ભટ્ટ



શુક્રવાર, 21 જૂન, 2024

https://www.facebook.com/GyanGuruGujarati/videos/978114417010195/?mibextid=rS40aB7S9Ucbxw6v

ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરવો સહેલો નથી આ વાયુ ધડાકા સાથે સળગતો હોવાથી તે જોખમી છે

પ્રાસંગીક


ગ્રીન હાઈડ્રોજન નો સૂર્યોદય એટલે ફ્યુઝન પાવર ટેકનોલોજી

+++++


ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરો કરવો સહેલો નથી.જોકે પ્રયોગશાળામાં હાઈડ્રોજન ઉત્પન્ન પણ થઈ શકે છે પરંતુ તેને નિયંત્રિત કરવો મુશ્કેલ કામ છે કારણ કે તે ધડાકા સાથે ફાટે છે સળગે છે અને તેની આગ આસપાસમાં માની ન શકાય તેટલી વિસ્તરે છે અને ક્ષણવારમાં તો બધું બળીને ભસ્મીભૂત થઈ જાય તેવો ભયંકર આ વાયુ છે આથી ગ્રીન હાઈડ્રોજન ની વાતો કરવી સહેલી છે પરંતુ તેનો વહેવારમાં ઉપયોગ કરતા વૈજ્ઞાનિકો પણ આજે સાત વાર વિચાર કરે છે.


++++++++


હવે વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસા કે ડીઝલ નો ઉપયોગ કરવાની બદલે પાણીનો ઉપયોગ કરવામાં આવશે. પાણીમાંથી પણ વીજળી બની શકે અને તેને ગ્રીન હાઈડ્રોજન કહેવામાં આવે છે કારણ કે પાણીમાં પણ હાઈડ્રોજન ના અણુ હોય છે જેને જુદા પાડી દેવાથી આપણને હાઈડ્રોજન પ્રાપ્ત થાય છે પરંતુ આ કાર્ય વાત કરીએ તેટલું સહેલું નથી તેનું કારણ એટલું જ છે કે હાઈડ્રોજન એવો ભયંકર વાયુ છે કે ધડાકા સાથે સળગે છે આ એનો સૌથી મોટો દુર્ગુણ છે અને એથી તેનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિકો ડર અનુભવે છે આની પાછળની જે ટેકનોલોજી છે તેને ફ્યુઝન ટેકનોલોજી કહેવામાં આવે છે.

અમેરિકાએ જાપાન પર અણુ બોમ્બ નાખ્યો ભયાનક તબાહી થઈ આમ છતાં

બીજા વિશ્વયુદ્ધ પછી દરેક વિકસિત દેશ હાઈડ્રોજન બોમ્બ બનાવવા માટે, ફ્યુઝન ટેકનોલોજી વિકસાવવા માટે પાગલ બન્યો હતો. મોટાભાગનું સંશોધન ગુપ્ત રીતે ચાલતું હતું. પરંતુ જીનીવા ખાતે, ૧૯૫૮માં એટમિક એનર્જીનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવા માટે, આંતરરાષ્ટ્રીય ધોરણે બીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાનીઓએ અહીં, ગુપ્તતાના પડદા હટાવી દીધા. ૧૯૭૦માં દ.કોરિયામાં, સિઓલ ખાતે આવેલ નેશનલ યુનિવર્સિટીમાં ન્યુક્લિયર ફ્યુઝન અને બેઝિક પ્લાઝમા રિસર્ચની શરૂઆત થઈ હતી. નાના પાયે પ્લાઝમા રિસર્ચ માટે તેમણે, પ્રથમ ટોકમેક ‘SNUT-79'ની શરૂઆત કરી હતી. ૧૯૭૦ના દાયકાના અંત ભાગમાં, કોરિયા એટમિક એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કે ટી વન નામનું ફ્યુઝન ડિવાઈસ તૈયાર કરવામાં આવ્યું હતું. કોરિયા (એડવાન્સ ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ, પોતાનું સ્વતંત્ર રિએક્ટર વિકસાવ્યું. ત્યારબાદ, નેશનલ ફ્યુશન રિસર્ચ (ઇન્સ્ટિટ્યુટ દ્વારા હેનબીટ મિરર ડિવાઇસનું બાંધકામ કરવામાં આવ્યું.૧૯૯૫માં દક્ષિણ કોરિયાની સરકારે, જેને ખરેખર ફ્યુઝન ટેકનોલોજીનો વિકાસ કહેવાય, તેવું પ્રથમ પગલું ભર્યું. સરકારે આધુનિક કોરિયન સુપરકંડકટીંગ ટોકમેક એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. જેને વિજ્ઞાનીઓ ‘કેસ્ટાર’ તરીકે ઓળખે છે. તાજેતરમાં સમાચારોમાં જ ચમકેલ, સૂર્ય કરતા સાત ગણા તાપમાન સર્જવાનો રેકોર્ડ, આ ‘કેસ્ટાર' ટોકમેકે સર્જ્યો છે.

ઈ.સ. ૨૦૦૩માં કોરિયા આંતરરાષ્ટ્રીય ધોરણે, ચાલતા ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપરિમેન્ટ રિએક્ટર ઈટર માં જોડાયું હતું. ૨૦૦૫માં કોરિયા નેશનલ સાયન્સ કાઉન્સિલ દ્વારા ફ્યુઝન એનર્જી ડેવલોપમેન્ટ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ૨૦૦૬માં તેને કોરિયન નેશનલ કોંગ્રેસ દ્વારા, કાયદો રચીને મંજૂરી આપવામાં આવી હતી. આ રીતે દક્ષિણ કોરિયાએ ફ્યુઝન ટેકનોલોજીમાં પોતાની પાપા પગલી ભરવાની શરૂઆત કરી હતી. દક્ષિણ કોરિયા ૨૦૪૦ સુધીમાં વ્યાપારી ધોરણે ફ્યુઝન પાવર પ્લાન્ટ નાખવાની ગણતરી કરી રહ્યું છે. પરંતુ આ કાર્ય માની શકાય તેટલું સરળ નથી વ્યાપારી ધોરણે હાઇડ્રોજનમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનું કાર્ય માનીયે તેટલું સહેલું નથી કારણ કે તેમાં જોખમ ખૂબ છે ગ્રીન હાઈડ્રોજન ની બધા વાતો કરે છે એને માટે ઉજળા ભવિષ્યના સૂચનો પણ કરે છે પણ ગ્રીન હાઈડ્રોજન હકીકતની અંદર અતિ જોખમી પણ પુરવાર થઈ શકે છે

ફ્યુઝન ટેકનોલોજી દ્વારા વ્યાપારી  ધોરણે ઉર્જા મેળવવાનું હજી સુધી શા માટે શક્ય બન્યું નથી? આવો સવાલ થવો સામાન્ય છે. આપણે જાણીએ છીએ કે સૂર્યની સપાટી ઉપર ખૂબ જ ઊંચું એટલે કે તાપમાન હોય છે. પ્રયોગશાળામાં ટેકનોલોજી દ્વારા ઉર્જા મેળવવાની થાય ત્યારે પણ, ખૂબ જ ઊંચું તાપમાન પેદા થતું હોય છે. વિજ્ઞાનીઓને મુખ્ય સમસ્યા અહીં નડે છે. આ ખૂબ જ ઓછું તાપમાન નિયંત્રિત કઈ રીતે કરવું. ખૂબ જ ઊંચા તાપમાને ઓગળી ન જાય તેવા, યંત્રની ડિઝાઈન કેવી રીતે કરવી? આ સમસ્યાનો ઉકેલ દરેક દેશ પોતાની રીતે અલગ અલગ ટેકનોલોજી વાપરીને કરે છે. ફ્યુઝન ટેકનોલોજીના સંશોધન, જે યાંત્રિક વિશાળ કદની રચના વપરાય છે. તેને વિજ્ઞાનીઓ ટોકમેક તરીકે ઓળખે છે. ટોરસ (ડૉનટ)ના આકારમાં પ્લાઝમાને સીમિત કરવા માટે શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોવાથી, તેને ટોકમૅક કહે છે. ટોકમૅકએ નિયંત્રિત થર્મોન્યુક્લિયર ફ્યુઝન પાવર ઉત્પન્ન કરવા માટે વિકસાવવામાં આવેલા, વિવિધ

પ્રકારના ચુંબકીય બંધિયાર ઉપકરણોમાંથી એક છે. ૨૦૧૬ સુધીમાં, તે પ્રાયોગિક ફ્યુઝન રિએક્ટરની રચના કરવા માટેનો પ્રથમ દાવેદાર ઉમેદવાર હતો. 'ટોકમેક' શબ્દ રશિયન ટૂંકાક્ષર પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ‘ચુંબકીય કોઇલ સાથે ટોરોઈડલ ચેમ્બર'. પ્રયોગશાળામાં જ્યારે ખૂબ જ ઉંચુ તાપમાન પેદા થાય છે ત્યારે, પદાર્થ પોતાની ત્રણેય અવસ્થા છોડીને, ચોથી અવસ્થા એટલે કે પ્લાઝમા સ્ટેટમાં આવી જાય છે. કોરિયાએ શરૂઆતમાં, કેસ્ટાર ટોકમેકમાં ઊંચા તાપમાન સામે ટકી રહેવા માટે, કાર્બનનો પ્રયોગ કર્યો હતો. પહેલા તેમાં સુધારા વધારા કરીને, કાર્બનના સ્થાને હવે ટંગસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આવતા વર્ષે થનારા આંતરરાષ્ટ્રીય પ્રયોગમાં એટલે કે ઇટરમાં પણ, કોરિયાએ વાપરેલ તંગસ્ટન ડાયવર્ટરનો ઉપયોગ કરવામાં આવશે. આમ કોરિયાએ તાજેતરમાં કરેલ પ્રયોગની વિગતો આંતરરાષ્ટ્રીય પ્રયોગ વખતે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે. પ્રયોગશાળામાં હાઈડ્રોજન કેવી રીતે બની શકે? જો કે શાળા નં,, કોલેજની પ્રયોગશાળામાં હાઈડ્રોજન બનાવવો એકદમ સરળ છે પાણીમાં એસિડનું એક ટીપું નાખીને તેમાં નેગેટિવ અને પોઝિટિવ પોલ નાખીને આ કામ થઈ શકે છે એક તાંબાનો અને જસત નો એમ બે સળિયા લઈને તેને એસિડ યુક્ત પાણીમાં નાખી બંને તે છેડે બેટરીના ડીસી વોલ્ટેજ આપવાથી પાણીનું વિભાજન થાય છે તેમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજન છૂટો પડે છે આ હાઈડ્રોજન અલ્પ પ્રમાણમાં હોવાથી તે સામાન્ય રીતે ઓછો જોખમી છે

 પણ જો આ પ્રયોગમાં હાઈડ્રોજન વાયુના પરપોટા નું  પ્રમાણ વધી ગયું હોય તો ચોક્કસ તે જોખમી બની શકે છે હવે હવે આપણે એ જોઈએ કે પ્રયોગશાળામાં ગ્રીન હાઈડ્રોજન કેવી રીતે ઉત્પન્ન થઈ શકે

સામાન્ય રીતે પ્રયોગશાળામાં ફ્યુઝન પ્રક્રિયા શરૂ કરવી હોય તો, પ્લાઝમા અવસ્થામાં તાપમાન ૧૦ કરોડ ડીગ્રી સેલ્સિયસ કરતા વધારે હોવું જોઈએ. સામાન્ય રીતે ધન વીજભાર ધરાવતા કણ (આયન) એકબીજાની નજીક આવવાની કોશિશ કરે છે ત્યારે, તેમની વચ્ચે લાગતા વિદ્યુત અપાકર્ષણના કારણે તેઓ એકબીજાની નજીક આવી શકતા નથી. તેમને એકબીજાની નજીક લાવવા માટે પણ, પુષ્કળ પ્રમાણમાં દબાણ આપવાની જરૂર પડે છે. આ ઉપરાંત તેમનું મિલન કરવા માટેની જગ્યા, એટલે કે સ્પેસ પણ નાની હોવી જોઈએ. આ માટે પ્રયોગશાળામાં માત્ર થોડી ક્ષણો માટે મીની સૂર્યનું સર્જન કરી શકે છે સૂર્ય જેવી પ્રક્રિયાની જ્યાં શરૂઆત થાય છે તે ક્ષણને વૈજ્ઞાનિકો ઇગ્નેશન તરીકે ઓળખે છે આ પ્રકારના પ્રયોગો અમેરિકા જાપાન કોરિયાની પ્રયોગશાળામાં થયા છે તાજેતરમાં કોરિયાના વૈજ્ઞાનિકો સૂર્ય કરતાં સાત ગણો વધારે તાપમાન પેદા કરી શક્યા છે સૂર્યના કેન્દ્ર ભાગમાં 1.5 કરોડ સેલ્સિયસ ગરમી હોય છે જ્યારે પ્રયોગશાળાના કે સ્ટાર ટોક મેકે નામના સાધનમાં 48 સેકન્ડ માટે 10 કરોડ સેલ્સિયસ નું તાપમાન પેદા કરીને એક રેકોર્ડ કરવામાં આવ્યો છે આ એક એવો પ્રયોગ છે જેને કારણે ગ્રીન હાઈડ્રોજન ના સપના સાકાર થઈ શકે તેમ છે પરંતુ આવા વાહનો જીવતા બોમ્બ જેવા બની જાય છે આથી તેનો વપરાશ ધીમે ધીમે વ્યાપારમાં ઘટી રહી હોય છે ટૂંકમાં ગ્રીન હાઈડ્રોજન ની જેટલી વાતો મોટા પ્રમાણમાં થાય છે તેટલા પ્રમાણમાં આ ગ્રીન હાઈડ્રોજન નો વ્યવહારિક ઉપયોગ કરો મુશ્કેલ છે કારણ કે આગળ કહ્યું તે પ્રમાણે હાઈડ્રોજન વાયુ ભયાનક ધડાકા સાથે ફાટીને સળગે છે હવે જો વાહનમાં આ વાયુનો ઉપયોગ કરવામાં આવે તો અકસ્માત સમયે કેટલી જાનહાનિ થાય અને કેટલું પ્રદૂષણ ફેલાય તેનો વિચાર કરતા ની સાથે જ વૈજ્ઞાનિકોનો ગ્રીન હાઈડ્રોજન માટેનો ઉત્સાહક ઢીલો પડી જાય છે 

સુરેશ ભટ્ટ


https://www.instagram.com/reel/DRTgwJbiDdR/?igsh=MXF0dG9sdzVlOWo0MA==