પ્રાસંગિક
એ આઈ ટેકનોલોજી નું શિક્ષણ જીવનલક્ષી નથી
+++++++
વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ જીવનને સુખી જીવનના સાધનો પૂરા પાડે છે પરંતુ તેનો અતિરેક માનવીને દુઃખના દરિયામાં ડુબાડી દે છે એ આઈ ટેકનોલોજી એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્ટનું પણ કંઈક આવું જ છે શિક્ષણ જગતની અંદર તેની એન્ટ્રી થતાં શિક્ષણ જગતની પાયાની વસ્તુઓ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે એક રીતે જોઈએ તો આગામી સમયમાં શિક્ષણ જગતનું આખું સ્ટ્રકચર આ નવી ટેકનોલોજીને કારણે બ્રેકડાઉન થાય તેવું બની શકે.
+++++++++++
વિજ્ઞાન અને ટેકનોલોજી ના બદલાતા જતા સમયમાં બુનિયાદી શિક્ષણની સમગ્ર વ્યાખ્યા બદલાઈ ચૂકી છે વિદેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો પણ મોટાપાયે વિરોધ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે શિક્ષણ જગતની નવી દિશા શોધવી જરૂરી બની ગઈ છે. એ આઈ ટેકનોલોજીને કારણે વિદ્યાર્થી પોતાની વિચારવાની ક્ષમતા ગુમાવતો જાય છે જેવી રીતે કેલ્ક્યુલેટર આવતા ની સાથે જ માણસની ગણવાની ક્ષમતા ઓછી થઈ ગઈ તેવી જ રીતે એ આઈ ટેકનોલોજીના આગમનથી લોકોની મૌલિક રીતે વિચારવાની અને લખવાની ક્ષમતા પણ ઝડપભેર ઘટી રહી છે. શું માનવી એક રોબોટ બનીને રહી જવાનો છે? અત્યારની ટેકનોલોજી માનવીને આ દિશામાં આગળ વધતો કરી દીધો છે નાનું બાળક પણ મોબાઇલને હાથમાંથી હેઠો મૂકવાનું નામ નથી લેતું તે શું બતાવે છે?
આજથી પોણોસો વર્ષ પહેલા શિક્ષણ જગતમાં જે જબરજસ્ત ક્રાંતિ થઈ તેને બુનિયાદી કેળવણી કહેવામાં આવે છે અંગ્રેજી વિચારધારા પર આધારિત કેળવણી ને બદલે જીવનના પાયાનું શિક્ષણ આપતી આ કેળવણી અત્યંત મહત્વની તે સમયે પણ હતી અને આજે પણ છે કારણ કે સાચું શિક્ષણ જીવન કેમ જીવવું એ બતાવે છે જીવન અને જગત વિશેનું જ્ઞાન શિક્ષણ આપે છે આમાં પરિવારના ભરણપોષણના સાધનોથી માંડીને આધ્યાત્મિક ઉન્નતિ સુધીના સાધનોનો સમાવેશ થાય છે શિક્ષણની અંદર માનવી સ્વાવલંબી બની શકે છે એક સમયે ગીજુભાઈ બધેકા, હર ભાઈ ત્રિવેદી, માનભાઈ ભટ્ટ જેવા સમર્થ શિક્ષણકારો એ શિક્ષણ જગતને નવા આયામ આપ્યા અને તે મુજબ માનવી જો શિક્ષણ લે તો તે જીવનનો જંગ જીતે જાય કારણ કે આ પાયાનું શિક્ષણ હતું. આજે પણ છે જીવન કેમ જીવવું એ બુનિયાદી વાત આજે પણ એટલી જ મહત્વની છે પરંતુ શિક્ષણના એક નવા પાસાનો ઉદય થયો છે સમયની સાથે બધાનું પરિવર્તન થાય છે તેવી જ રીતે શિક્ષણ જગતની અંદર પણ ઇન્ફર્મેશન ટેકનોલોજીના કારણે પરિવર્તનો થયા છે એમાંય ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટે તો આડો આક વાળી દીધો છે. આજે આ ટેકનોલોજી સામે અનેક પ્રશ્નો ખડા થયા છે તેના વરવા પરિણામો આજે જગત સામે આવ્યા છે અમેરિકામાં આ નવી ટેકનોલોજી સામે લોકોમાં જાગૃતિ વધતી જાય છે અને આ ટેકનોલોજીને કારણે બાળ માનસ પર કેટલી ભયાનક અસર થાય છે તેના પરિણામો આવતા જ ઘણા લોકોએ આ ટેકનોલોજી વિરુદ્ધ આંદોલન પણ શરૂ કરી દીધા છે આજનું શિક્ષણ તે વ્યવસાયલક્ષી શિક્ષણ બન્યું છે કારણ કે આ સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં
નોકરીનું બજાર એવા ઉદ્યોગો તરફ છે જેમા વિશિષ્ટ કૌશલ્યોની જરૂર છે. આ કૌશલ્યોથી બાળકોને અવગત કરવાની જરૂર છે. કૌશલ્યયુક્ત શિક્ષણ, માનવમૂલ્યો અને સંસ્કાર રોપવાનો યોગ્ય સમયગાળો સ્કૂલજીવન છે. આ તક ન ચૂકાય તે માટે લોકજાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે.
તમામ ક્ષેત્રે ભારત રઅઆત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનશે. તેનો પાકો અંદાજ છે. ભારત AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સાથે ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે ત્યારે આ બદલાતા સમયપ્રવાહની સાથે શિક્ષણ વ્યવસ્થામાં પણ ફેરફાર કરવાની જરૂર દેખાય છે. જીવન વિકાસમાં શિક્ષણનું મહત્ત્વ વિશેષ છે. ત્યારે આવનારા સમયની સાથે તાલ મેળવી શકે, ઊભરતી તકોનો લાભ મેળવી શકે, તેમજ સારું પ્રગતિશીલ જીવન જીવી શકે તેવું યુવાધન તૈયાર કરવાની જવાબદારી શિક્ષણ વ્યવસ્થાની છે અને ખાસ કરીને શિક્ષકની છે. હાલની શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષક બીચારો છે. ખરેખર સુદૅઢ રાષ્ટ્ર નિર્માણ માટે હવે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં શિક્ષકોને પણ પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આજે દરેક શિક્ષકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ના પાયાના સિદ્ધાંતોને સમજીને ટેકનોલોજીના વધુમાં વધુ ઉપયોગ શિક્ષણમાં કઈ રીતે થઈ શકે તે રીતે વિચાર કરે અને તે માટે તેને પ્રોત્સાહિત કરવામાં આવે અને યોગ્ય દિશા માટે સજ્જ કરવામાં આવે તો જ વર્ગખંડનું શિક્ષણ ગુણવત્તાવાળુ બની શકે તેમ છે.
વર્તમાન સમયે કિશોરો અને યુવાનોને જોઈને થોડી નિરાશા જરૂર થાય છે. આજે વિદ્યાર્થીઓની અને તેના મા બાપની ફરજ છે કે તે પોતાના સંતાનો પર ધ્યાન આપે આજે ધનાઢ્ય મા બાપના વંથેલા નબીરાઓ શિક્ષકો અને આચાર્યને પણ ધમકી આપીને ડરાવે છે અને વાલીઓ પણ પૈસા ના ધમંડમાં ગુરુ સમાન શિક્ષકને અપમાનિત કરે આમાં શિક્ષક વચ્ચેનો પૂજ્ય ભાવ દેખાતો નથી. સ્કૂલ કોલેજોમાં પણ ધનવાન પરિવારનો વિદ્યાર્થી અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી એકબીજાને સમાન ગણતા નથી આના કારણે મધ્યમ વર્ગનો વિદ્યાર્થી લઘુતા ગ્રંથિ અનુભવે છે કારણ કે ધનવાન વિદ્યાર્થી કારમાં આવે છે ગ્બ્રાન્ટેડ શૂટ પહેરે છે અને તેનો પ્રભાવ પાડે છે આનાથી વિદ્યાર્થીઓમાં એક પ્રકારની અસમાનતા જન્મે એક સમયે એવો પણ હતો કે જ્યારે મહારાજા નો દીકરો પણ ભણવા જાય ત્યારે તેને લેસન કરવું પડતું શિક્ષકનો ઠપકો પણ ખાવો પડતો એની સામે કોઈ બોલી શકતું નહિ રાજકોટની રાજકુમાર કોલેજની અંદર સૌરાષ્ટ્રના રાજવીઓના રાજકુમારો આવતા અને તે પણ સમયસર આવતા લેસન કરતા વ્યાયામ કરતાં આમાં તે પોતાનું વીઆઈપી પણ બતાવતા નહીં પરંતુ સમાન રીતે અભ્યાસ કરતા. આજે વિદ્યાર્થીઓની અસમાનતા પણ પાયાનો પ્રશ્ન છે
પરંતુ, આ સમસ્યાનો ઉકેલ માત્રને માત્ર વર્ગખંડમાં જ છે તે ક્યારેય ભૂલવું જોઈએ નહીં. શાળાઓનું શિક્ષણ બદલાતા ભવિષ્ય અનુસાર બાળકોને તૈયાર કરે તેવું હોવું જોઈએ. આ કામ સ્કૂલના શિક્ષકો જ જ સારી: . રીતે કરી શકે તેમ .છે. .પરંતુ શિક્ષકોના પૂરા કૌશલ્ય અને નિષ્ઠાનો ઉપયોગ થતો હોય તેમ લાગતું નથી...ખરેખર તો માણસની આર્થિક, સામાજિક અને માનસિક પરિસ્થિતિ તેમણે મેળવેલ શિક્ષણ પર આધાર રાખે છે. આજે કોઈ માતા-પિતા પાસે પોતાના સંતાનો માટે સમય જ નથી...ત્યારે મોટાભાગના ભારતનાં બાળકોનું ભવિષ્ય શાળાઓના ભરોસે છે. આજે બાળકોમાં જીવનમૂલ્યોનો અભાવ જોવા મળી રહ્યો છે અને આ મૂલ્ય વગરનું શિક્ષણ અધૂરું ગણાય છે
ઘર પરિવારમાં કેળવાયેલા સંસ્કારોનું સંવર્ધન કરવા શાળાની શિક્ષણ પદ્ધતિ પૂરક બનવી જોઈએ, આ પણ ત્યારે જ બનશે જ્યારે વાલી અને શિક્ષક વચ્ચે આદરભર્યા સંબંધો હોવા જોઈએ. સારા શિક્ષકોનું સન્માન થાય તે માટે વાલી મંડળોએ સામાજિક સંસ્થાઓનો સહયોગ લઈને શાળામાં આવા શિક્ષકોને સન્માનિત કરવા જોઈએ જેથી શિક્ષણ જગતનું સ્તર સુધરે જે શિક્ષકની છાતી ભણાવે છે તેનું જો સન્માન થાય તો તે બાળક પ્રત્યે વધુ ધ્યાન આપશે અને શિક્ષણ નું સ્તર ઊંચું લાવવામાં તે મહત્વનો ફાળો આપશે. આજે શિક્ષણ જગત એક બિઝનેસ જેવું બની ગયું છે જેમાં જે લોકો પાસે તક છે સુવિધા છે અને મોટી રાજકીય લાગવગ છે તે લોકો શિક્ષણ જગતમાં ખૂબ કમાઈ રહ્યા છે બીજી બાજુ ઘણા નિષ્ઠાવાન શિક્ષકો એવી શાળામાં શિક્ષણનું કાર્ય કરી રહ્યા છે જ્યાં તેમના પગારનું ધોરણ સાવ ઓછું છે. શિક્ષકનો એક સમૂહ એવો છે જ્યાં ઊંચામાં ઊંચી આવક છે બીજી બાજુ એવા પણ શિક્ષકો જ છે જેની પાસે આવકના મોટા સાધનો નથી. આવા શિક્ષકોને સન્માનની નહીં પરંતુ પોતાનું ગુજરાન ચાલી શકે તેટલો પગાર મેળવવા થી તે વધારે ખુશ થશે
.ગુજરાતને શિક્ષણ પદ્ધતિનું મોડલ બનાવવું હોય તો આ રીતે કાર્ય કરવું પડશે બીજી બાજુ વાલીઓ પરનું શિક્ષણનું ખર્ચ ઘટાડો પડશે બાળકની પેટ ઉપરથી ભોજનદાર દખતરનો ભાર દૂર કરવો પડશે.શિક્ષક - પ્રત્યેનો સદભાવ જ કેળવણીની ખરી દિશા છે.
સુરેશ ભટ્ટ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें