मंगलवार, 18 जून 2024

મોંઘાદાટ સ્માર્ટ ફોનનો યુગ આથમી રહ્યો છે

 તંત્રીલેખ 

++++

મોંઘાદાટ સ્માર્ટ ફોનનો યુગ આથમી રહ્યો છે 

++++++++++++++++++++++

દરેક વ્યક્તિને પોતાનો મોબાઈલ ફોન જીવ કરતા પણ વધુ વહાલો હોય છે. એક કહેવત છે પ્રાણ જાય પણ વચન ન જાય પરંતુ હવે લોકો એમ કહે છે કે પ્રાણ જતો હોય તો જવા દો બાકી મારો મોબાઇલ ફોન મારાથી અલગ ન થવો જોઈએ. મોબાઇલ પ્રત્યેની આ મમતા હવે આપમેળે છૂટી જશે. આગામી વર્ષોમાં તમારો પ્યારો મોબાઈલ કચરાના ડબ્બામાં પડ્યો હશે.!

તમારો મોંઘો ડાટ સ્માર્ટફોન તમારો સ્ટેટસ સિમ્બોલ છે પરંતુ નજીકના ભવિષ્યમાં આ તમારો અત્યંત કિંમતી મોબાઈલ ફોન બહેરો મુંગો અને નકામો બની જશે કારણ કે ટેકનોલોજી ઝડપભેર વિકસી રહી છે. દુનિયાભરના સ્માર્ટ ફોન રમકડા બની જશે.  અને તે કિલોના ભાવે ભંગારમાં વેચવા પડશે તેનું કારણ છે ઝડપભેર વિકસતી જતી ટેકનોલોજી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની એક નવી શાખા ડેવલપ થઈ ચૂકી છે અને તે શાખા નું નામ છે “એ આઈ પીન”

આ એઆઈપી ની ટેકનોલોજી દુનિયાભરના સ્માર્ટફોનને બહેરા મૂંગા અને બબૂચક બનાવી દેશે.

એઆઈ પીન સ્માર્ટ ફોનને હરીફાઈ આપવા તૈયાર છે આ નવા પરિવર્તન માટે તમે તૈયાર છો ખરા?

ટેક્નોલોજીના યુગમાં કંઈપણ શક્ય છે. ગણતરીનાં ક્લાકોમાં બદલાતી ફેશનની માફક ટેકનોલોજી પણ ઝડપથી બદલાતી જાય છે. દુનિયામાં શોધકર્તાઓ વપરાશકર્તાઓ માટે નવાં-નવાં ગેઝેટ બજારમાં ઉતારી રહ્યા છે.  આ નવી ટેકનોલોજી નજીકનાં ભવિષ્યમાં સ્માર્ટફોનનું સ્થાન લેવા સક્ષમ છે. હ્યુમેન કંપનીએ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પીન સ્માર્ટ ફોનની બરોબરી કરવા બજારમાં ઉતારી છે. જેને બહુ જ ટૂંકા ગાળામાં વપરાશકર્તાનો ભારે પ્રતિસાદ સાંપડ્યો છે. જે પ્રકારે એઆઇ પીનને પ્રમોટ કરવામાં આવી રહી છે તે જોતા સ્માર્ટ ફોન ઇતિહાસ બની જશે.


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ના નવા સંશોધનો માં એઆઈપીન સૌથી મહત્વનું સંશોધન છે જે અત્યંત આધુનિક અને ખૂબ જ મોંઘા સ્માર્ટ ફોનને પણ ડબલા બનાવી દેશે જેનો કોઈ ભાવ નહિ પૂછે બાળકોને રમવા આપશો તો એ પણ ઘા કરીને ફેંકી દેશે કારણ કે નવી ટેકનોલોજી આપણા કરતાં આપણા બાળકોને ઝડપથી સમજાઈ જાય છે તે હકીકત આપણે સ્વીકાર કરવી જરૂરી છે.

હ્યુમન એઆઈ પીનને એન્ટી-સ્માર્ટફોન ઉપકરણ તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. એઆઈ પીનનાંમાધ્યમથી વપરાશકર્તા સ્ક્રીનને જોવાને બદલે તેમની આસપાસનાં વાતાવરણ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે. જો વપરાશકર્તાને પ્રસંગોપાત વિઝ્યુઅલ્સની  જોવાની જરૂર છે તો હથેળી પર તેની ઇમેજ આવી જશે. હથેળી પર ઇમેજને જોવા માટે પીનમાં લેસર શાહી ડિસ્પ્લે ઉપયોગ કરાયો છે. 

એક નાનકડું ઉપકરણ તમારી હથેળીમાં ફરસની લાદી પર અથવા તો દિવાલ પર  લેઝર કિરણો

 આકૃતિ બનાવશે જે કીબોર્ડ જેવી તેમજ ટીવી સ્ક્રીન જેવી પણ બની જશે અને તે અત્યંત ઝડપથી કોમ્યુનિકેશન પણ કરશે.

આમાં એક નાનકડા પ્રોજેક્ટરનો પણ સમાવેશ થાય છે આ પ્રોજેક્ટરમાંથી લેસર કિરણો નીકળે છે અને તે મોબાઇલની આકૃતિ તેનો સ્ક્રીન અને કીબોર્ડને પ્રસ્તુત કરે છે.

પ્રોજેક્ટર. સ્માર્ટ પીનને ખિસ્સામાં રાખી હથેળીને આગળ કરી તેમાં ડિસ્પ્લે કરવાથી ઇમેજ હાથમાં આવે છે. હ્યુમેન કંપની દ્વારા બજારમાં * ઉતારવામાં આવેલી એઆઈ પીન એપલ કંપનીનાં પૂર્વ ડિઝાઇન ડાયરેક્ટર ઇમરાન ચૌધરીએ બનાવી છે. ઈમરાન ચોધરીની એઆઈ ટીમે સમગ્ર ગ્રાઉન્ડ પૂરું પાડ્યું છે. એઆઇ પીનની વિશેષતા જાણીએ તો પીન પહેરી શકાય તેવી છે. જેમાં સ્માર્ટ સ્ક્રીનની જરૂર નથી. સ્માર્ટ સ્ક્રીન વિના જ એઆઈ પીન સ્માર્ટ ફોનમાં રૂપાંતરિત થઈ શકે છે. આ પીનમાં સેન્સર, કેમેરા, લેસર ઇન્ક ડિસ્પ્લે, જેસ્ટર સપોર્ટ આપવામાં આવ્યા છે. એક નાનું પ્રોજેક્ટર પણ તેમાં સેટ કરવામાં આવ્યું છે. જેથી વપરાશકર્તા સરળતાથી ઇમેજ અને વીડિયો જોઈ શકે છે. વીડિયોના મ્યુઝિકને સાંભળવા માટે ઇયર ફોન પહેરવા પડશે.

ઇનકમિંગ કોલ્સ, મીડિયા નિયંત્રણો એઆઇ પીનમાં છે. જેને છાતી પર શર્ટના બટન કે ખિસ્સામાં લગાવી શકાય છે. સ્માર્ટ એઆઇ પીન એક ચોરસ ઉપકરણ છે જેનું વજન નજીવું છે. પીનમાં નાની અમથી બેટરી પણ જોડેલી છે. જેને ચાર્જ કરી પીન જરૂરિયાત પ્રમાણે વપરાશમાં લઈ શકાય છે. હ્યુમેન કંપની દ્વારા ડેવલપ કરાયેલી એઆઇ પીન ઇક્લીપ્સ, લુનાર, ઇક્વાનોક્સ જેવા ત્રણ મોડેલમાં ઉપલબ્ધ છે. અમેરિકામાં એમેઝોન અને કંપનીની સાઇટ ઉપર ૬૯૯ ડોલરથી તેની કિંમત શરૂ થાય છે. એઆઈ પીન શું કરી શકે તે જાણીએ તો - તે ટેક્સ્ટ મોક્લી શકે છે અને ચિત્રો લઈ શકે છે. લેસર વર્ચ્યુઅલ હેલ્પર સાથે હથેળી પર સ્ક્રીન પ્રોજેક્ટ કરે છે. આ પીન ચેટજીપીટી જેટલી સ્માર્ટ છે. આ પીન બનાવવા પાછળ સંશોધનકર્તાનો મુખ્ય હેતુ લોકોને સ્માર્ટ ફોન અને કમ્પ્યુટરના નિર્ભરથી દૂર રાખવાનો છે. વેબ સર્ચ પણ પીનથી થઈ શકે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની નાનકડી પિન અને તેનો પ્રોજેક્ટર તમારા મોબાઇલ ફોનને રિપ્લેસ કરી નાખશે મોબાઇલ ફોનની જરૂર પણ નહીં પડે માત્ર નાનકડી પિન નું નાનકડું સાધન અતિ ઉપયોગી બનશે અને આગામી દાયકામાં મોબાઈલ ફોન એક ઇતિહાસ બનીને રહી જશે 

સુરેશ ભટ્ટ


कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें