My editorials and columns "CHOPAAS" and “SPECIAL" article” are regularly published in the evening daily “Saurashtra ASPPASS,” published in Bhavnagar city of Gujarat,
મંગળવાર, 25 જૂન, 2024
ભારતનો અર્થ તંત્રપ્રાસંગિક ભારતના વિકાસની ગતિમાં બ્રેક મારવા ના ચાઇનાના નિષ્ફળ પ્રયાસો +++++++++++++++ ચીન ભારતની એક એવી વિકસતી તાકાત તરીકે જુએ છે જે તેની ક્ષમતા કરતા વધુ ઝડપે વિકાસ પામી રહી છે આ વસ્તુ વિસ્તારવાદી ચીનને જરાય ગમતી નથી. ++++++++++++++++ કાશ્મીરમાં ચૂંટણી સફળતાપૂર્વક થઈ અને પાકિસ્તાન તરફ પ્રેમ ધરાવતા ભારતના રાષ્ટ્રવિરોધીઓ ભુરાયા થયા. નવી સરકાર સત્તામાં આવે તેવા સમયે કાશ્મીરમાં આતંકી હુમલાઓ થયા વડાપ્રધાને તાત્કાલિક હાઈ લેવલની મીટીંગ બોલાવીને ઓપરેશન ઓલ આઉટ નો અમલ કરવા ઓર્ડર આપી દીધો અને લશ્કરને છૂટો આપી તેઓ ઇટાલીની વિદેશ યાત્રાએ ઉપડી ગયા. કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ અને વિકાસના સપના સાકાર થાય તે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનને ગમે નહીં તે હકીકત છે બીજી બાજુ ભારતની ધરતી પર રહીને ભારતનો અન્નખાતા ભારત વિરોધીઓ તરત જ તે પાકિસ્તાનની અને ત્રાસવાદની તરફેણ કરવા જાહેર નિવેદનો કરવા લાગે છે અને ત્રાસવાદ સામે નમ્રતાથી વર્તી સમાધાન કરવા માટેની સુફિયાની સલાહો આપવા લાગે છે પરંતુ આ વસ્તુ શક્ય જ નથી કારણ કે આતંકવાદનો નાશ થવો જોઈએ. બીજી બાજુ સરહદ પર ચીન શાંત નથી બેઠું તે નવા નવા કન્સ્ટ્રક્શન કરે છે અને ઓચિંતા જ હડપલા કરી પોતાની આક્રમકતા વ્યક્ત કરે છે તેને ભય છે કે ભારતની આર્થિક ને લશ્કરી પ્રગતિ એક જી-2 વિશ્વ વ્યવસ્થા સ્થાપવાની ચીનની મહત્વકાંક્ષા ઉપર પાણી ફેરવી શકે છે જી-2 એટલે એક એવી દુનિયા જેમાં અમેરિકા અને ચીન બે જ ધ્રુવ હોય ભારત આ સ્થિતિને પડકારી તેને જી -,3 ના ત્રિકોણ નું રૂપ આપી શકે છે જીન્નાભાઈ પાયાવ્યો નથી કોઈ પણ દેશની ભૂ રાજકીય તાકાતના હાર્ડ પાવર અને સોફ્ટ પાવરના સંયોજનથી નક્કી થાય છ.કોઈ પણ દેશની ભૂ-રાજકીય તાકાત તેના હાર્ડ પાવર અને સોફ્ટ પાવરના સંયોજનથી નક્કી થાય છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડાનું અર્થતંત્ર નાનું અને લશ્કરી તાકાત ઓછી છે, પરંતુ સોફ્ટ પાવર મોટો છે. જ્યારે જાપાન દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર હોવા છતાં મોટી ભૂ-રાજકીય તાકાત નથી. બ્રિટનનું અર્થતંત્ર સારી સ્થિતિમાં નથી અને તેની સૈનિક ક્ષમતા પણ વધુ નથી, તેમ છતાં લાંબા સમયથી તેનો દુનિયા પર દબદબો છે. આ મોટું કારણ તેનો સોફ્ટ પાવર છે, એટલે કે અંગ્રેજી, ફિલ્મ, ટીવી, સાહિત્ય, સંગીત, રમત-ગમત, શૈક્ષણિક સંસ્થાઓ. ભારતમાં આજે પણ એ જરૂરી આત્મવિશ્વાસ આવ્યો નથી અને તે વિદેશીઓ પાસેથી માન્યતાની આશા રાખે છે. તેના કારણે તેના હાર્ડ પાવરને ટેકો મળતો નથી, જ્યારે કે તે દુનિયાની પાંચમું સૌથી મોટું અર્થતંત્ર અને ચોથી સૌથી મોટી લશ્કરી તાકાત છે. તેમ છતાં તેના સોફ્ટ પાવરને દુનિયામાં જોઈએ તેવું સ્થાન મળતું નથી, જે સાંસ્કૃતિ વિવિધતાને કારણે અત્યંત સમૃદ્ધ છે. જૂન-2022માં ભારત બ્રિટનને પછાડીને દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું હતું. વૈશ્વિક અને ભારતીય નાણાસંસ્થાઓની વચ્ચે આ બાબતે સર્વસંમતિ સધાઈ ચૂકી છે કે, ભારતનો જીંડીપી આવતા વર્ષે 6%ના દરે વધશે અને ત્યાર પછી તે 7% થઈ જશે. રશિયા-યુક્રેન યુદ્ધના પરિણામો અને ચીનમાં કોરોનાની સ્થિતિ પર ઘણું બધું આધાર રાખે છે. 31 માર્ચ, 2023ના રોજ ભારતનો નોમિનલ જીડીપી અંદાજિત રીતે 3.60 ટ્રિલિયન ડોલરનો થવાની સંભાવના વિશ્વબેન્કના તાજા અનુમાનોમાં જણાવાયું છે. ત્યાર પછી ભારત જર્મની અને જાપાનની નજીક પહોંચી જશે. વર્તમાનમાં જર્મની દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે અને 31 માર્ચ, 2023ના રોજ તેના 4.3 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રબનવાનું પૂર્વાનુમાન છે. જાપાન ત્રીજા ક્રમે છે અને તે 5.1 ટ્રિલયનના આંકડાને પાર કરી શકે છે. જર્મની અને જાપાનનો વાર્ષિક વિકાસ દર ક્રમશઃ 1.4% અને 0.8% રહેવાનો અંદાજ છે. વર્તમાન વિકાસ દર અનુસાર ભારત 2025-26 સુધી જર્મની અને 2027-28 સુધી જાપાનને પછાડીને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. આ એટલી મોટી સિદ્ધિ છે કે જેને ઓછી આંકવી ભૂલ કહેવાશે. 2010 સુધી ભારત દુનિયાનું નવમું સૌથી મોટું અર્થતંત્ર હતું અને ઈટાલી જેવા દેશ તેનાથી આગળ હતા. 2014માં ભારત એક પગથિયું પાછળ ખસીને 10મા ક્રમે પહોંચી ગયું હતું. એ સમયે આપણો જીડીપી 2.04 ટ્રિલિયન ડોલર હતો, પરંતુ ત્યાર પછીના દસ વર્ષમાં જીડીપી વધીને લગભગ બમણો થઈ ગયો છે. તેમ છતાં ભારત પોતાની સામેના વર્તમાન ભૂ- રાજકીય પડકારોને કારણે દુનિયામાં પ્રભાવશાળી સ્થિતિમાં બેસી શક્યું નથી. ચીન-પાકિસ્તાન ગઠબંધન તેના ઉદયમાં અવરોધ નાખવા સક્ષમ છે. ચીનની થિન્ક ટેન્ક એવા ફોરકાસ્ટિંગ-ટૂલ્સનો ઉપયોગ કરે છે, જેની મદદથી વિવિધ દેશોની આગામી અનેક દાયકાની આર્થિક પ્રગતિનો અંદાજ લગાવી શકાય છે. ડેટા મુજબ આગામી 20 વર્ષમાં ભારત અને ચીનના જીડીપીનું અંતર ધીમે-ધીમે ઘટતું જશે. 2030ના દાયકામાં અમેરિકા અને ભારતનું સંયુક્ત અર્થતંત્ર ચીનથી મોટું થઈ જશે અને એશિયા- પ્રશાંત વિસ્તારમાં તેમનું સૈનિક ગઠબંધન પણ ઓછું તાકાતવાળું રહેવાનું નથી. ભારતની પ્રગતિથી ચીન ડરી રહ્યું છે. જિનપિંગ ભારતને એવી વિકસતી તાકાત તરીકે જૂએ છે, જે ક્ષમતા કરતાં વધુ આગળ નીકળી ગયું છે. એલએસી પર ચીનની આક્રમકતાનું મૂળ આ જ છે. જોકે, ચીનની વૃદ્ધ થતી જઈ રહેલી વસતી, આંતરિક અસહમતી અને તૂટી રહેલા અર્થતંત્રને કારણે જિનપિંગની મહત્ત્વાકાંક્ષાઓ નિષ્ફળ થઈ શકે છે. ભારત સામે તો એક જ લક્ષ્ય હોવું જોઈએ - સેનાનું આધુનિકીકરણ કરવાની સાથે પોતાના સોફ્ટ પાવરને આગામી કેટલાક વર્ષમાં દુનિયાભરમાં ફેલાવી દેવો. સુરેશ ભટ્ટ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
https://www.facebook.com/share/r/1DBmnS8yuL/
-
પ્રાસંગિક અથવા ચોપાસ +++++++ ભાવનગર ને આંગણે અનોખા આનંદનો ઉત્સવ સ્ટ્રીટ જલસા ++++++++++++++ ભાવનગરમાં દર વર્ષે યોજાતો ‘સ્ટ્રીટ જલસા’ કાર્...
-
NEWS TIMES: https://docs.google.com/document/d/e/2PACX-1vSdcE1... : https://docs.google.com/document/d/e/2PACX-1vSdcE1-5BXHSTIq1Z0T2K66C6i...
-
प्रासंगिक ======= मोबाइल फोन के अचानक बंद होने से दुनिया में बड़ी उथल-पुथल मच जाएगी। =========================== == मोबाइल फोन का युग अचा...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો