बुधवार, 10 जुलाई 2024

રણમેદાનમાં શાંતિ સંભવે નહીં, શાંતિ માટે સંવાદ જરૂરી, પુતિન સાથે મોદીની સાફ વાત

રણમેદાનમાં શાંતિ સંભવે નહીં, શાંતિ માટે સંવાદ જરૂરી, પુતિન સાથે મોદીની સાફ વાત

bombaysamachar.com/national/peace-is-not-possible-in-the-battlefield-dialogue-is-necessary-for-peace-modis-clear-talk-with-putin

July 9, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. તેમની મુલાકાતના બીજા દિવસે, પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત પર ચર્ચા કરી હતી. પીએમએ પુતિન સાથે વાતચીત દરમિયાન આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમએ કહ્યું કે આતંકવાદ દરેક દેશ માટે ખતરો છે.

આ ઉપરાંત, પીએમએ તેમની વાતચીત દરમિયાન કોરોના સમયગાળા દરમિયાન  ભારત અને રશિયા વચ્ચે થયેલી પેટ્રોલ-ડીઝલ ડીલની પણ પ્રશંસા કરી હતી. તેમજ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને કઝાનમાં બ્રિક્સ સંમેલન માટે આમંત્રણ આપ્યું છે. આ સમિટ રશિયામાં 22 થી 24 ઓક્ટોબર દરમિયાન યોજાશે.

વિશ્વને શાંતિનો સંકેત આપતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યુદ્ધના મેદાનમાં ઉકેલ શોધી શકાતો નથી. શાંતિ માટે સંવાદ ખૂબ જ જરૂરી છે.  ભારત હંમેશા શાંતિની તરફેણમાં રહ્યું છે, કારણ કે યુદ્ધ એ ઉકેલ નથી. હું શાંતિની આશા રાખું છું. હું શાંતિ માટે સહકાર આપવા તૈયાર છું.

યુક્રેન મુદ્દે બોલતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ વિશ્વમાં શાંતિ ઈચ્છે છે. માનવતા શાંતિ ઈચ્છે છે. નાના બાળકોને માર્યા ગયેલા જોવું હૃદયદ્રાવક છે, તે ડરામણી છે. અમે લાંબી વાત કરી, જ્યારે નિર્દોષ લોકો મૃત્યુ પામે છે ત્યારે માનવતાનું લોહી વહે છે. અમે હૃદયમાં પીડા અનુભવીએ છીએ. ભાવિ પેઢીઓ માટે શાંતિ જરૂરી છે.

પીએમએ કહ્યું હતું કે સંઘર્ષ સમયે માનવતા માટેનો ઠરાવ ભારત-રશિયાની મિત્રતાના કારણે હતો, જે તેના ખેડૂતો માટે ખોરાક, બળતણ અને ખાતર મેળવવામાં મદદગાર સાબિત થયો હતો. આ બધું અમારી મિત્રતાના રોલને કારણે થયું. આપણે ખેડૂતો પ્રત્યે પ્રતિબદ્ધતા માટે રશિયા ભારતનો સહયોગ વધુ વધારવો જોઈએ, સામાન્ય માણસને ખોરાક અને ઈંધણમાં મદદ મળવી જોઈએ. આવા સમયે રશિયાના સહકારથી અમે પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીથી બચી શક્યા છીએ.

સમગ્ર વિશ્વએ સમજવું પડશે કે પેટ્રોલ અને ડીઝલ પર ભારત-રશિયાનો સહયોગ પ્રશંસનીય છે. અમારા આ વેપારને કારણે પેટ્રોલ અને ડીઝલના વિનાશથી ભારતના લોકોને બચાવવા માટે હું રશિયાનો આભાર માનું છું.

રશિયાની ભારોભાર પ્રશંસા કરતા પીએમએ જણાવ્યું હતું કે મેક ઇન ઈન્ડિયાના ભારતના આઈડિયાના વખાણ કરવા જોઈએ. આનાથી ભારતીય યુવાનો માટે રોજગાર માટે નવી તકો સર્જાઇ છે. આવનારા દિવસોમાં તેના સારા પરિણામો મળશે અને ભારત-રશિયા મિત્રતા વધુ ગાઢ બનશે.  ભારત અને રશિયા વચ્ચેના કરારથી વિશ્વમાં સ્થિરતા આવી છે.

વિશ્વના અન્ય ભાગોમાં પેટ્રોલ-ડીઝલની કટોકટી છે, પરંતુ તેની અસર ભારતને થતી નથી, રશિયાએ ભારતને મોંઘવારીથી બચાવ્યું છે, ભારતમાં મેન્યુફેક્ચરિંગને રશિયાનું સમર્થન છે. આનાથી ભારતમાં યુવાનોને નોકરીઓ મળી અને ઉત્પાદનના નવા રસ્તાઓ ખુલ્યા છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે સમગ્ર વિશ્વનું ધ્યાન મારી રશિયાની મુલાકાત પર કેન્દ્રિત છે અને અમે 4 થી 5 કલાક સુધી મળીને અમારા મુદ્દાઓનું વિશ્લેષણ કરી રહ્યા છીએ.


વડા પ્રધાન મોદીએ રશિયાને ભારતનો ‘સર્વકાલીન મિત્ર’ ગણાવ્યો, પુતિનના નેતૃત્વની પ્રશંસા કરી

bombaysamachar.com/national/prime-minister-modi-called-russia-indias-ever-lasting-friend

મોસ્કો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયા સાથેના ભારતના સંબંધોને હૃદયપૂર્વક સમર્થન આપ્યું અને ભારતના જૂના સાથીને ‘સર્વકાલીન મિત્ર’ તરીકે વર્ણવ્યા અને છેલ્લા બે દાયકામાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નેતૃત્વની પ્રશંસા કરી હતી.

રશિયામાં વસતા ભારતીય સમાજને સંબોધતા તેમણે કહ્યું હતું કે ભારત-રશિયા સંબંધો પરસ્પર વિશ્ર્વાસ અને આદરના મજબૂત સ્તંભ પર બાંધવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સંબંધોની વારંવાર કસોટી કરવામાં આવી હતી અને દર વખતે તે વધુ મજબૂત બન્યા છે.


યુક્રેનના યુદ્ધને લઈને પશ્ર્ચિમી વિશ્ર્વ દ્વારા રશિયન નેતાને અલગ કરવા માટે ચાલી રહેલા પ્રયાસો વચ્ચે મોદીએ રશિયાના સહયોગ અને પુતિનના નેતૃત્વની પ્રશંસા કરતાં દાયકાઓથી પ્રવર્તમાન ‘પ્રભાવ-લક્ષી વૈશ્ર્વિક વ્યવસ્થા’ની પણ ટીકા કરી હતી. વિશ્વને અત્યારે જેની જરૂર છે તે પ્રભાવની નહીં સંગમની છે અને સંગમની પૂજા કરવાની મજબૂત પરંપરા ધરાવતા  ભારત કરતાં આ સંદેશો વધુ સારી રીતે કોઈ આપી શકે નહીં, એમ તેમણે કહ્યું હતું.

તેમણે ભારતને ‘ઉભરતી બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થા’માં એક મજબૂત સ્તંભ ગણાવ્યો હતો.  ભારત શાંતિ, સંવાદ અને મુત્સદ્દીગીરીની વાત કરે છે અને આખી દુનિયા સાંભળે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ખતમ કરવા માટે મોદીએ વારંવાર વાતચીત અને કૂટનીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. રશિયા સાથેના ભારતના સંબંધો પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે તેઓ દાયકાઓથી બંને દેશો વચ્ચેની અનન્ય ભાગીદારીના પ્રશંસક છે.

રશિયા શબ્દ સાંભળીને, દરેક ભારતીયના મનમાં જે પહેલો શબ્દ આવે છે તે છે ભારતના ‘સુખ-દુખ કા સાથી’ (સર્વકાલીન મિત્ર) અને વિશ્વાસપાત્ર સાથી, એમ તેમણે કહ્યું હતું. ભલે રશિયામાં શિયાળા દરમિયાન તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે ગમે તેટલું ઓછું હોય, પરંતુ ભારત-રશિયાની મિત્રતા હંમેશાં ‘પ્લસ’માં રહી છે અને તેમાં હૂંફ ભરેલી છે. આ સંબંધ પરસ્પર વિશ્ર્વાસ અને પરસ્પર સન્માનના મજબૂત પાયા પર બાંધવામાં આવ્યો છે, એમ મોદીએ કહ્યું હતું.


તેમણે કહ્યું કે છેલ્લા બે દાયકામાં ભારત-રશિયા મિત્રતાને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે તેઓ તેમના મિત્ર પુતિનની વિશેષ પ્રશંસા કરે છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન તરીકે આ તેમની રશિયાની છઠ્ઠી મુલાકાત છે અને આ સમયગાળા દરમિયાન બંને નેતાઓ 17 વખત મળ્યા છે.

યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરવા બદલ પુતિનની પ્રશંસા કરતા તેમણે કહ્યું, આ તમામ બેઠકોએ અમારા પરસ્પર વિશ્ર્વાસ અને સન્માનમાં વધારો કર્યો છે. તેમણે આ માટે રશિયન નેતા અને રશિયન નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ વચ્ચે તેમણે જાહેરાત કરી કે  ભારત બંને દેશો વચ્ચે મુસાફરી અને વેપારને વેગ આપવા માટે રશિયામાં બે નવા વાણિજ્ય દૂતાવાસ ખોલશે.

રાજ કપૂર પર ચિત્રિત થયેલ પ્રખ્યાત હિન્દી ગીત ‘સર પે લાલ ટોપી રૂસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ને યાદ કરતાં, તેમણે કહ્યું કે તે ગીત જૂનું હોઈ શકે છે પરંતુ તેની ભાવનાઓ સદાબહાર છે. તેમણે મિથુન ચક્રવર્તીનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેઓ અન્ય એક ભારતીય અભિનેતા હતા જેમણે રશિયામાં મોટી સંખ્યામાં ચાહકો મેળવ્યા હતા કારણ કે તેમણે બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક સંબંધો વિશે વાત કરી હતી. મોદીએ કહ્યું કે  ભારત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે અને છેલ્લા 10 વર્ષોમાં વિકાસની ગતિએ વિશ્ર્વને આશ્ર્ચર્યચકિત કરી દીધું છે.


ભારતના વિકાસની ઝડપી ગતિ વિશ્ર્વની પ્રગતિમાં નવો અધ્યાય લખશે, એમ તેમણે જણાવ્યું હતું. આજનું  ભારત આત્મવિશ્ર્વાસથી ભરપૂર છે, 2014 પહેલાની પરિસ્થિતિથી બિલકુલ વિપરીત જ્યારે દેશ નિરાશામાં ડૂબી ગયો હતો. આ અમારી સૌથી મોટી મૂડી છે, એમ મોદીએ કહ્યું હતું. તેમણે ટી-20 વર્લ્ડ કપમાં ભારતની જીતનો ઉલ્લેખ કર્યો હતો અને ઉમેર્યું હતું કે વિવિધ રમતોમાં ભારતની ટીમો ઐતિહાસિક પ્રદર્શન કરી રહી છે.

આજનો યુવાન છેલ્લા બોલ અને છેલ્લી ક્ષણ સુધી હાર સ્વીકારતો નથી એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, દેશ પેરિસ ઓલિમ્પિક માટે એક મજબૂત ટીમ મોકલી રહ્યો છે અને તેના એથ્લેટ ત્યાં તેમની કુશળતા બતાવશે. જ્યારે તમારા જેવા લોકો અમને આશીર્વાદ આપે છે, ત્યારે સૌથી મોટા લક્ષ્યો પણ પ્રાપ્ત કરી શકાય છે. તમે બધા જાણો છો કે આજનું  ભારત જે પણ લક્ષ્ય નક્કી કરે છે તે હાંસલ કરે છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે તમામ પડકારોને પડકારવાનું તેમના ડીએનએમાં છે અને  ભારત આગામી વર્ષોમાં વૈશ્ર્વિક વિકાસનો નવો અધ્યાય લખશે.

તેમણે કહ્યું કે ભારત એવો દેશ છે જેણે ચંદ્રયાનને ચંદ્ર પર એવી જગ્યા પર મોકલ્યું જ્યાં પહેલા કોઈ દેશ ગયો નથી અને તેને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે સૌથી વિશ્ર્વસનીય મોડલ આપ્યું છે. છેલ્લા 10 વર્ષોનો ભારતનો વિકાસ માત્ર એક ટ્રેલર હતું, અમે આગામી 10 વર્ષોમાં વધુ ઝડપી વિકાસ જોઈશું, એમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું. રશિયામાં વસતા ભારતીય દેશની સિદ્ધિઓ પર ગર્વ અનુભવે છે, એમ પણ તેમણે કહ્યું હતું.



એ આઈ ટેકનોલોજી નું શિક્ષણ જીવનલક્ષી નથી

 પ્રાસંગિક

એ આઈ ટેકનોલોજી નું શિક્ષણ જીવનલક્ષી નથી

+++++++

વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ જીવનને સુખી જીવનના સાધનો પૂરા પાડે છે પરંતુ તેનો અતિરેક માનવીને દુઃખના દરિયામાં ડુબાડી દે છે એ આઈ ટેકનોલોજી એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્ટનું પણ કંઈક આવું જ છે શિક્ષણ જગતની અંદર તેની એન્ટ્રી થતાં શિક્ષણ જગતની પાયાની વસ્તુઓ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે એક રીતે જોઈએ તો આગામી સમયમાં શિક્ષણ જગતનું આખું સ્ટ્રકચર આ નવી ટેકનોલોજીને કારણે બ્રેકડાઉન થાય તેવું બની શકે. 

+++++++++++


વિજ્ઞાન અને ટેકનોલોજી ના બદલાતા જતા સમયમાં બુનિયાદી શિક્ષણની સમગ્ર વ્યાખ્યા બદલાઈ ચૂકી છે વિદેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો પણ મોટાપાયે વિરોધ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે શિક્ષણ જગતની નવી દિશા શોધવી જરૂરી બની ગઈ છે. એ આઈ ટેકનોલોજીને કારણે વિદ્યાર્થી પોતાની વિચારવાની ક્ષમતા ગુમાવતો જાય છે જેવી રીતે કેલ્ક્યુલેટર આવતા ની સાથે જ માણસની ગણવાની ક્ષમતા ઓછી થઈ ગઈ તેવી જ રીતે એ આઈ ટેકનોલોજીના આગમનથી લોકોની મૌલિક રીતે વિચારવાની અને લખવાની ક્ષમતા પણ ઝડપભેર ઘટી રહી છે. શું માનવી એક રોબોટ બનીને રહી જવાનો છે? અત્યારની ટેકનોલોજી માનવીને આ દિશામાં આગળ વધતો કરી દીધો છે નાનું બાળક પણ મોબાઇલને હાથમાંથી હેઠો મૂકવાનું નામ નથી લેતું તે શું બતાવે છે?


આજથી પોણોસો વર્ષ પહેલા શિક્ષણ જગતમાં જે જબરજસ્ત ક્રાંતિ થઈ તેને બુનિયાદી કેળવણી કહેવામાં આવે છે અંગ્રેજી વિચારધારા પર આધારિત કેળવણી ને બદલે જીવનના પાયાનું શિક્ષણ આપતી આ કેળવણી અત્યંત મહત્વની તે સમયે પણ હતી અને આજે પણ છે કારણ કે સાચું શિક્ષણ જીવન કેમ જીવવું એ બતાવે છે જીવન અને જગત વિશેનું જ્ઞાન શિક્ષણ આપે છે આમાં પરિવારના ભરણપોષણના સાધનોથી માંડીને આધ્યાત્મિક ઉન્નતિ સુધીના સાધનોનો સમાવેશ થાય છે શિક્ષણની અંદર માનવી સ્વાવલંબી બની શકે છે એક સમયે ગીજુભાઈ બધેકા, હર ભાઈ ત્રિવેદી, માનભાઈ ભટ્ટ જેવા સમર્થ શિક્ષણકારો એ શિક્ષણ જગતને નવા આયામ આપ્યા અને તે મુજબ માનવી જો શિક્ષણ લે તો તે જીવનનો જંગ જીતે જાય કારણ કે આ પાયાનું શિક્ષણ હતું. આજે પણ છે જીવન કેમ જીવવું એ બુનિયાદી વાત આજે પણ એટલી જ મહત્વની છે પરંતુ શિક્ષણના એક નવા પાસાનો ઉદય થયો છે સમયની સાથે બધાનું પરિવર્તન થાય છે તેવી જ રીતે શિક્ષણ જગતની અંદર પણ ઇન્ફર્મેશન ટેકનોલોજીના કારણે પરિવર્તનો થયા છે એમાંય ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટે તો આડો આક વાળી દીધો છે. આજે આ ટેકનોલોજી સામે અનેક પ્રશ્નો ખડા થયા છે તેના વરવા પરિણામો આજે જગત સામે આવ્યા છે અમેરિકામાં આ નવી ટેકનોલોજી સામે લોકોમાં જાગૃતિ વધતી જાય છે અને આ ટેકનોલોજીને કારણે બાળ માનસ પર કેટલી ભયાનક અસર થાય છે તેના પરિણામો આવતા જ ઘણા લોકોએ આ ટેકનોલોજી વિરુદ્ધ આંદોલન પણ શરૂ કરી દીધા છે આજનું શિક્ષણ તે વ્યવસાયલક્ષી શિક્ષણ બન્યું છે કારણ કે આ સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં


નોકરીનું બજાર એવા ઉદ્યોગો તરફ છે જેમા વિશિષ્ટ કૌશલ્યોની જરૂર છે. આ કૌશલ્યોથી બાળકોને અવગત કરવાની જરૂર છે. કૌશલ્યયુક્ત શિક્ષણ, માનવમૂલ્યો અને સંસ્કાર રોપવાનો યોગ્ય સમયગાળો સ્કૂલજીવન છે. આ તક ન ચૂકાય તે માટે લોકજાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે.

 તમામ ક્ષેત્રે ભારત રઅઆત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનશે. તેનો પાકો અંદાજ છે. ભારત AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સાથે ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે ત્યારે આ બદલાતા સમયપ્રવાહની સાથે શિક્ષણ વ્યવસ્થામાં પણ ફેરફાર કરવાની જરૂર દેખાય છે. જીવન વિકાસમાં શિક્ષણનું મહત્ત્વ વિશેષ છે. ત્યારે આવનારા સમયની સાથે તાલ મેળવી શકે, ઊભરતી તકોનો લાભ મેળવી શકે, તેમજ સારું પ્રગતિશીલ જીવન જીવી શકે તેવું યુવાધન તૈયાર કરવાની જવાબદારી શિક્ષણ વ્યવસ્થાની છે અને ખાસ કરીને શિક્ષકની છે. હાલની શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષક બીચારો છે. ખરેખર સુદૅઢ રાષ્ટ્ર નિર્માણ માટે હવે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં શિક્ષકોને પણ પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આજે દરેક શિક્ષકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ના પાયાના સિદ્ધાંતોને સમજીને ટેકનોલોજીના વધુમાં વધુ ઉપયોગ શિક્ષણમાં કઈ રીતે થઈ શકે તે રીતે વિચાર કરે અને તે માટે તેને  પ્રોત્સાહિત કરવામાં આવે અને યોગ્ય દિશા માટે સજ્જ કરવામાં આવે તો જ વર્ગખંડનું શિક્ષણ ગુણવત્તાવાળુ બની શકે તેમ છે.

વર્તમાન સમયે કિશોરો અને યુવાનોને જોઈને થોડી નિરાશા જરૂર થાય છે. આજે વિદ્યાર્થીઓની અને તેના મા બાપની ફરજ છે કે તે પોતાના સંતાનો પર ધ્યાન આપે આજે ધનાઢ્ય મા બાપના વંથેલા નબીરાઓ શિક્ષકો અને આચાર્યને પણ ધમકી આપીને ડરાવે છે અને વાલીઓ પણ પૈસા ના ધમંડમાં ગુરુ સમાન શિક્ષકને અપમાનિત કરે આમાં શિક્ષક વચ્ચેનો પૂજ્ય ભાવ દેખાતો નથી. સ્કૂલ કોલેજોમાં પણ ધનવાન પરિવારનો વિદ્યાર્થી અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી એકબીજાને સમાન ગણતા નથી આના કારણે મધ્યમ વર્ગનો વિદ્યાર્થી લઘુતા ગ્રંથિ અનુભવે છે કારણ કે ધનવાન વિદ્યાર્થી કારમાં આવે છે ગ્બ્રાન્ટેડ શૂટ પહેરે છે અને તેનો પ્રભાવ પાડે છે આનાથી વિદ્યાર્થીઓમાં એક પ્રકારની અસમાનતા જન્મે એક સમયે એવો પણ હતો કે જ્યારે મહારાજા નો દીકરો પણ ભણવા જાય ત્યારે તેને લેસન કરવું પડતું શિક્ષકનો ઠપકો પણ ખાવો પડતો એની સામે કોઈ બોલી શકતું નહિ રાજકોટની રાજકુમાર કોલેજની અંદર સૌરાષ્ટ્રના રાજવીઓના રાજકુમારો આવતા અને તે પણ સમયસર આવતા લેસન કરતા વ્યાયામ કરતાં આમાં તે પોતાનું વીઆઈપી પણ બતાવતા નહીં પરંતુ સમાન રીતે અભ્યાસ કરતા. આજે વિદ્યાર્થીઓની અસમાનતા પણ પાયાનો પ્રશ્ન છે

પરંતુ, આ સમસ્યાનો ઉકેલ માત્રને માત્ર વર્ગખંડમાં જ છે તે ક્યારેય ભૂલવું જોઈએ નહીં. શાળાઓનું શિક્ષણ બદલાતા ભવિષ્ય અનુસાર બાળકોને તૈયાર કરે તેવું હોવું જોઈએ. આ કામ સ્કૂલના શિક્ષકો જ જ સારી: . રીતે કરી શકે તેમ .છે. .પરંતુ શિક્ષકોના પૂરા કૌશલ્ય અને નિષ્ઠાનો ઉપયોગ થતો હોય તેમ લાગતું નથી...ખરેખર તો માણસની આર્થિક, સામાજિક અને માનસિક પરિસ્થિતિ તેમણે મેળવેલ શિક્ષણ પર આધાર રાખે છે. આજે કોઈ માતા-પિતા પાસે પોતાના સંતાનો માટે સમય જ નથી...ત્યારે મોટાભાગના ભારતનાં બાળકોનું ભવિષ્ય શાળાઓના ભરોસે છે. આજે બાળકોમાં  જીવનમૂલ્યોનો અભાવ જોવા મળી રહ્યો છે અને આ મૂલ્ય વગરનું શિક્ષણ અધૂરું ગણાય છે

ઘર પરિવારમાં કેળવાયેલા સંસ્કારોનું સંવર્ધન કરવા શાળાની શિક્ષણ પદ્ધતિ પૂરક બનવી જોઈએ, આ પણ ત્યારે જ બનશે જ્યારે વાલી અને શિક્ષક વચ્ચે આદરભર્યા સંબંધો હોવા જોઈએ. સારા શિક્ષકોનું સન્માન થાય તે માટે વાલી મંડળોએ સામાજિક સંસ્થાઓનો સહયોગ લઈને શાળામાં આવા શિક્ષકોને સન્માનિત કરવા જોઈએ જેથી શિક્ષણ જગતનું સ્તર સુધરે જે શિક્ષકની છાતી ભણાવે છે તેનું જો સન્માન થાય તો તે બાળક પ્રત્યે વધુ ધ્યાન આપશે અને શિક્ષણ નું સ્તર ઊંચું લાવવામાં તે મહત્વનો ફાળો આપશે. આજે શિક્ષણ જગત એક બિઝનેસ જેવું બની ગયું છે જેમાં જે લોકો પાસે તક છે સુવિધા છે અને મોટી રાજકીય લાગવગ છે તે લોકો શિક્ષણ જગતમાં ખૂબ કમાઈ રહ્યા છે બીજી બાજુ ઘણા નિષ્ઠાવાન શિક્ષકો એવી શાળામાં શિક્ષણનું કાર્ય કરી રહ્યા છે જ્યાં તેમના પગારનું ધોરણ સાવ ઓછું છે. શિક્ષકનો એક સમૂહ એવો છે જ્યાં ઊંચામાં ઊંચી આવક છે બીજી બાજુ એવા પણ શિક્ષકો જ છે જેની પાસે આવકના મોટા સાધનો નથી. આવા શિક્ષકોને સન્માનની નહીં પરંતુ પોતાનું ગુજરાન ચાલી શકે તેટલો પગાર મેળવવા થી તે વધારે ખુશ થશે

.ગુજરાતને શિક્ષણ પદ્ધતિનું મોડલ બનાવવું હોય તો આ રીતે કાર્ય કરવું પડશે બીજી બાજુ વાલીઓ પરનું શિક્ષણનું ખર્ચ ઘટાડો પડશે બાળકની પેટ ઉપરથી ભોજનદાર દખતરનો ભાર દૂર કરવો પડશે.શિક્ષક - પ્રત્યેનો  સદભાવ જ કેળવણીની ખરી દિશા છે.

સુરેશ ભટ્ટ


સ્વદેશી મિસાઈલ સંરક્ષણનો અગ્નિપથ

તંત્રીલેખ તા.૯.૮.૨૫  સ્વદેશી મિસાઈલ સંરક્ષણનો અગ્નિપથ +++++++++++ આધુનિક સમયમાં યુદ્ધ અને સંરક્ષણની ટેક્નોલોજીમાં સતત પરિવર્તન આવી રહ્યું છે...