My editorials and columns "CHOPAAS" and “SPECIAL" article” are regularly published in the evening daily “Saurashtra ASPPASS,” published in Bhavnagar city of Gujarat,
ગુરુવાર, 27 જૂન, 2024
સાયન્સમાં સુપર પાડપાવર હોવું જરૂરી છે
સાત કંપનીઓને કારણે અમેરિકા સર્વોપરી છે
પ્રાસંગિક
સાત દિગ્ગજ કંપનીઓએ અમેરિકાને સર્વોપરીતા આપી અને સ્ટોક માર્કેટ ને ટોપ પર પહોંચાડી દીધું
+++++
અમેરિકામાં વિશ્વની સાત મોટી કંપનીઓ આવેલી છે જેને કારણે અમેરિકા આજે વિશ્વમાં સર્વોપરી છે આ સાત કંપનીઓનો જગતમાં દબદબો છે આ ઉપરાંત અમેરિકા સમાજમાં વોરેન બફેટ જેવા જે ધન કુબેરો છે તે અમેરિકાના આર્થિક જગતના આધાર સ્તંભ છે. અમેરિકાનો સૌથી મોટો આધાર સ્થંભ તેનો ઇનોવેટિવ વર્ક ફોર્સ છે.
અને આના કારણે જ અમેરિકાનું સ્ટોક માર્કેટ વિશ્વને લીડ કરે છે. આથી ડોલરનો દબદબો છે.
++++++++
અમેરિકાની પ્રગતિનો આધાર તેના સાયન્ટિફિક રિસર્ચ પર આધારિત છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તે ચીન પછી બીજા ક્રમે આવે છે જ્યારે ભારત તેનાથી પાછળ છે પરંતુ ભારત વિશ્વનું સૌથી મોટું બજાર હોવાથી ભારતનું મહત્વ વિશ્વ ની અંદર સૌથી વધુ છે તે અમેરિકા અને ચીન પણ જાણે છે.
અમેરિકાના વિકાસની પાછળ સાત મોટી જાયન્ટ કંપનીઓનો મહત્તમ ફાળો છે આ સાત કંપનીઓ નો વિશ્વમાં દબદબો છે
ગત એક વર્ષમાં, મેગ્નિફિસન્ટ સેવન એટલે કે સાત [ મોટી ટેક કંપનીઓ આલ્ફાબેટ, એમેઝોન, એપલ, મેટા, માઈક્રોસોફ્ટ, એનવીડિયા અને ટેસ્લાનો આકાર સરેરાશ 80 ટકા વધી ગયો છે. આ સમયમાં ૨ અમેરિકાના શેર બજારની કુલ વૃદ્ધિમાં તેમનું અડધાથી તા વધુ યોગદાન રહ્યું છે. જ્યારે અમેરિકામાં જાહેરમાં 3 વેપાર કરનારા 4700 મીડિયન શેર ડાઉન છે, જે અસામાન્ય રીતે કેન્દ્રિકૃત રિટર્ન્સની સ્ટોરી છે, જે એઆઈ સંબંધિત કોઈ પણ શેર માટે વધતા ઉન્માદ પર આધારિત છે. આ કેટલું અસામાન્ય છે, તેનો અંદાજ લગાવવા માટે ધ્યાન આપો કે ભૂતકાળમાં અમેરિકામાં જ્યાં મોટા શેર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા હતા, ત્યાં નાના શેરને નુકસાન પહોંચાડતા ન હતા. 1970ના દાયકાની શરૂઆત અને પછી 90ના દાયકાના અંતમાં, સ્મોલ કેપ્સે બેવડા અંકમાં વાર્ષિક રિટર્ન આપ્યા અને બીજા ઉભરતાં બજાર સાથે તેમના નસીબમાં પણ ઉછાળો આવતો રહ્યો. જોકે, હવે નાનાને કોઈ પુછનાર
રહ્યું નથી. તેનાથી વિરુદ્ધ ભારતનું બુલ માર્કેટ વ્યાપકતા પર આધારિત એક ક્લાસિક છે. શેર બજારનો ફાયદો બધા ક્ષેત્રોમાં સમાન રીતે વિતરિત કરાય છે. ગત વર્ષના કુલ રિટર્ન્સમાં કોઈ પણ ક્ષેત્રનું યોગદાન એક ચતુર્થાંશ પણ ન હતું. એપલ જેવા ટેક-દિગ્ગજ અમેરિકાના ફાયદામાં કામ કરે છે.ભારતના એક પણ સિંગલ ઉદ્યોગની સરખામણીએ વધુ ભાગીદારી ધરાવે છે.
આની સામે ભારતના ઉદ્યોગપતિઓ પણ જે કાર્ય કરી રહ્યા છે તેને ઓછું આપી શકાય નહીં પરંતુ અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને હાસીયા ધકેલી દેવા માટેના રાષ્ટ્રીય લેવલે કાવતરા થયા છે. પરંતુ તેમાં ભારતની જીત થઈ છે ભારતના ઉદ્યોગપતિઓને ડાઉન કરવા માટે ઘણા પરિબળો દેશ માટે તેમજ વિદેશમાં સક્રિય છે છતાં ભારતની પ્રગતિને અટકાવવી સહેલી નથી મોદી સરકારની ત્રીજી ટર્મ ની શરૂઆત તે શેરબજારમાં ઉછાળો આવ્યો હતો સરકારની સારી કામગીરી અને ઔદ્યોગિક વિકાસથી શેરબજાર ઊંચું આવે છે
જ્યારે ભારતમાં જો મોટા કેપ શેરમાં વૃદ્ધિ થઈ રહી છે તો મધ્યમ અને નાના કેપમાં તેના કરતાં પણ વધુ વધારો થઈ રહ્યો છે. મીડિયન સ્ટોકના પગ ઉખડવા તો દૂર, 2023ની શરૂઆતથી તે 40 2 ટકા વધી ગયા છે. વિકસતા બજારોમાં, ભાવના હિસાબે બધા સ્મોલ કેપ શેરમાં ભારતની ભાગીદારી 25 ટકા - થઈ ગઈ છે, જે તાઈવાન, દક્ષિણ કોરિયા અને ચીન સહિત કોઈ પણ બીજા દેશ કરતા વધુ છે. એક માન્યતા એવી છે, ચીનમાંથી રોકાણનું પલાયન થવાનો સીધો ફાયદો ભારતને થઈ રહ્યો છે. હકીકતમાં, ભારતમાં વિદેશી નાણાનો પ્રવાહ તો થઈ રહ્યો છે, પરંતુ ઘરેલુ નાણા જેટલી ઝડપથી નહીં.
અમેરિકાના એઆઈ જનિત આશાવાદથી વિરુદ્ધ
ભારતને ઈક્વિટી સંસ્કૃતિના પ્રસારથી પ્રોત્સાહન મળી રહ્યું છે. વધતી આવકની સાથે વધુને વધુ લોકો શેર ખરીદવામાં સક્ષમ થઈ રહ્યા છે. ભારતીયો દ્વારા 'વ્યવસ્થિત રોકાણ યોજનાઓ'માં કરવામાં આવતા નાણા ગત બે વર્ષમાં ત્રણ ગણા વધી લગભગ 110
અબજ ડોલર થઈ ગયા છે. ગત બે દાયકામાં ભારતમાં જાહેર રીતે લિસ્ટેડ કંપનીઓની સંખ્યા લગભગ પાંચ ગણી વધીને 2800 થઈ ગઈ છે, જ્યારે અમેરિકામાં આ એક ચતુર્થાંશ ઘટીને 4700 રહી ગઈ છે. ત્યાં શ્રેષ્ઠી વર્ગોએ મોટાભાગના ઉદ્યોગમાં મજબૂત પકડ બનાવવાનું શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં લગભગ 180 કંપનીઓનો માર્કેટ કેપ 1 અબજ ડોલરથી વધુ છે અને આ દાયકામાં તેમનું મૂલ્ય -
ત્રણગણું થઈ ગયું છે.
ભારતમાં મોટા ભાગના બુલ માર્કેટ્સમાં સમયથી હુ વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. તે વધતા છુટક રોકાણકાર વર્ગના સબસેટમાં જોવા મળી રહ્યા છે. ગત વર્ષે ભારતીયોએ 85 અબજ કરતા વધુ વિકલ્પ ખરીદ્યા, એટલે કે અમેરિકાથી લગભગ 8 ગણા વધુ.. 4.6 ટ્રિલિયન ડોલરના કુલ મૂલ્ય સાથે ભારતનું બજાર અમેરિકાના 62 ટ્રિલિયન ડોલરની સામે વામણું જ છે.
મોટાભાગના વૈશ્વિક રોકાણકાર દુનિયા પર ફાઈનાન્શિયલ દબદબો ધરાવતા અમેરિકામાં શેરના વધતા ભાવોથી ચકિત છે. જોકે, ભારતનું બુલ માર્કેટ વે પોતાની પ્રકૃતિમાં વધુ મજબૂત અને અનોખું છે. આવા અ બે મુખ્ય શેરબજારોના સ્વરૂપમાં- જે તાજેતરમાં જ ડોલરના સંદર્ભમાં સર્વકાલિન સર્વોચ્ચ સ્તરે પણ २ २ પહોંચ્યા છે- અમેરિકા અને ભારત દુનિયાથી આગળ ૯ ચાલી રહ્યું છે. તેમના બજાર અપેક્ષાકૃત મજબૂત અર્થતંત્ર અને આશાવાદી ઘરેલુ રોકાણકારોના એક મોટા આધાર દ્વારા સંચાલિત હોય છે. જોકે, આ સમાનતાઓ ઉપરાંત આ બંને બુલ એકસમાન દેખાય ૩ છે. એક અર્થમાં અમેરિકા એક ઐતિહાસિક વિસંગતિ છે. ત્યાં બધું એક મોટા ક્ષેત્ર (એટલે કે ટેક્નોલોજી) પર ( ટકેલું છે અને તેના ક્ષેત્રના અંદર મુખ્યત્વે માત્ર કેટલાક દિગ્ગજ (મેગ્નિફિસન્ટ સેવન) છે. પરંતુ હવે તેઓ હવે વયુ વૃદ્ધ થઈ રહ્યા છે અને બીજા શેર માંથી ઉર્જા ખેંચવા લાગ્યા છે મતલબ કે અમેરિકાના જે મોટાભાગના ધન કુબેરો છે તે હવે આયુષ્યના અંતિમ તબક્કામાં છે. દાખલા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ અતિ ધનવાન છે પરંતુ તે વયોવ્રદ્ધ બની ચૂક્યા છે આવી જ રીતે ફોરેન બફેટ પણ હવે વયોવૃદ્ધ છે.અમેરિકાના મોટા રોકાણ કારો પણ જીવનના અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યા છે તેમને રાષ્ટ્રના વિકાસમાં જબરજસ્ત ફાળો આપ્યો છે પરંતુ હવે પછીની નવી પેઢીમાં અમેરિકાના સંશોધન ક્ષેત્રના લોકો વિદેશમાંથી આવેલા છે દાખલા તરીકે ભારતમાંથી આવેલા લોકોએ અમેરિકા અને ટેકનોલોજી ક્ષેત્રે એક નવી ઊંચાઈ આપી છે આમ છતાં અમેરિકાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આશાવાદ તો છે ટૂંકમાં ભારતના બજારમાં અમેરિકા કરતા અનેક ગણી વધુ વિવિધતા છે.
સુરેશ ભટ્ટ
https://www.facebook.com/share/r/1DBmnS8yuL/
-
પ્રાસંગિક અથવા ચોપાસ +++++++ ભાવનગર ને આંગણે અનોખા આનંદનો ઉત્સવ સ્ટ્રીટ જલસા ++++++++++++++ ભાવનગરમાં દર વર્ષે યોજાતો ‘સ્ટ્રીટ જલસા’ કાર્...
-
NEWS TIMES: https://docs.google.com/document/d/e/2PACX-1vSdcE1... : https://docs.google.com/document/d/e/2PACX-1vSdcE1-5BXHSTIq1Z0T2K66C6i...
-
प्रासंगिक ======= मोबाइल फोन के अचानक बंद होने से दुनिया में बड़ी उथल-पुथल मच जाएगी। =========================== == मोबाइल फोन का युग अचा...