My editorials and columns "CHOPAAS" and “SPECIAL" article” are regularly published in the evening daily “Saurashtra ASPPASS,” published in Bhavnagar city of Gujarat,
ગુરુવાર, 20 જૂન, 2024
પ્રાસંગિક યુરોપનું પાવર હાઉસ ગણાતું જર્મની બ્રેકડાઉન થઈ રહ્યું છે.++++++ ચીન તેમજ અમેરિકા સાથે જીઓપૉલિટિકલ ક્રાઇસિસ અને નવી ઔદ્યોગિક હરીફાઈ જર્મન ઉત્પાદનોની વિદેશોમાં માગ ઘટાડવાનું કામ કરે છે. છેલ્લા કેટલાક સમયથી જર્મનીની અર્થવ્યવસ્થા ડાઉન થઈ રહી છે.++++++++ચીન રશિયા અમેરિકા અને જર્મનીની અર્થવ્યવસ્થા પર હવે મંદીનો ઓછાયો છવાતો જાય છે. યુરોપની અર્થવ્યવસ્થામાં જર્મની પાવર પાવર હાઉસ ગણાય છે ત્યાં હંમેશા ઉપયોગી ઉત્પાદન અને આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી હોય છે આજે જર્મનીમાં મંદીનો માહોલ છે.જર્મની યુરોપની સૌથી મોટી અને વિશ્વની ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતની જીડીપી 2027-28માં 5.15 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ મૂક્યો છે, જે ભારતને જર્મની અને જાપાનથી આગળ મૂકી દેશે. ભારત અને જર્મનીની સરખામણી કરીએ તો જર્મનીનો જીડીપી 4.430 બિલિયન ડોલર છે જ્યારે ભારતનો 3.730 બિલિયન ડોલર છે. પણ 'પર કેપિટા જીડીપી’ની દૃષ્ટિએ જર્મની 52820 ડોલર સાથે ભારતના 2610 ડોલર કરતાં ઘણું આગળ છે. જર્મની જ નહીં પણ ટોપ-10અર્થવ્યવસ્થાઓમાં ભારતની ‘પર કેપિટા જીડીપી’ સૌથી ઓછી છે,નવમા ક્રમે રહેલા બ્રાઝિલની 10410 ડોલર કરતાં પણ. જાહેર આરોગ્યની વાત કરીએ તો જર્મનીને 94 અને ભારતને 30 અંક મળે. પ્રતિ 1000 વ્યક્તિ જર્મનીમાં આઠ હોસ્પિટલ બેડ છે જ્યારે ભારતમાં માત્ર 0.53 પ્રતિ 1000 વ્યક્તિ જર્મનીમાં 4.5 ડોક્ટર છે જ્યારે ભારતમાં માત્ર 0.73! બેરોજગારી દર જર્મનીમાં ત્રણ ટકા જ્યારે ભારતમાં સાત ટકાથી વધુ છે. જર્મનીમાં સરેરાશ આવક 54030 ડોલર છે જ્યારે ભારતની 2390 ડોલર છે. ભ્રષ્ટાચાર મામલે પણ ભારતમાં જર્મની કરતાં ઘણી ખરાબ પરિસ્થિતિ છે. આજના ઇન્ટરનેટના યુગમાં ભારતમાં પ્રતિ 1000 વ્યક્તિ 463 ઇન્ટરનેટ યુઝર સામે જર્મનીમાં 916 છે. ઊંચી આવક ધરાવતા તમામ દેશો આર્થિક સમૃદ્ધિ અને ઘટતી વસ્તીને કારણે નીચી જીડીપી વૃદ્ધિની કક્ષામાં આવે છે, જ્યારેવિકાસશીલ દેશો ઊંચી જીડીપી વૃદ્ધિ નોંધાવે છે. એટલે જ ભારત 2013-2022 દરમિયાન લગભગ સાત ટકાની, એટલી પ્રભાવશાળી વૃદ્ધિ ન હોવા છતાં ચાર દેશોને પાછળ છોડીને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો.જર્મની અને જાપાન પણ ઘટી રહેલી વસ્તી સાથે ઊંચી માથાદીઠ આવકવાળા દેશો છે. IMF 2027માં જર્મની અને જાપાનની જીડીપી અનુક્રમે 4.95 ટ્રિલિયન ડોલર અને 5.08 ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ મૂકે છે જ્યારે ભારત માટે 8.72 ટકાની વૃદ્ધિનો આશાવાદી અંદાજ મૂકે છે. જો તે સાકાર થઈ જશે, તો તે વર્ષે ભારત જર્મની અને જાપાનને પાછળ છોડી દેશે. જોકે આમાં સરકારના કોઈ ખાસ પ્રયાસો જવાબદાર નથી. આ બે દેશોની સરખામણીમાં ભારતની પ્રમાણમાં ઊંચી જીડીપી વૃદ્ધિ જ ભારતને 2027-28માં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે.જ્યારે ભારતની સરખામણી જર્મની સાથે કરવામાં આવે છે ત્યારે જર્મનીની અર્થવ્યવસ્થા ધીમે ધીમે બગડતી જાય છે ક્યાં ઊંચા વ્યાજ દરરો ભ્રષ્ટાચાર મોંઘવારી જેવા પ્રશ્નો છે જ્યારે ભારત જાપાનનું વિકસતો અર્થતંત્ર પ્રગતિ સાથી રહ્યું છે જર્મનીને ચીન સાથે કટર હરીફાઈ છે જ્યારે ભારતને આવી કોઈ કટર હરીફાઈ ચીન સાથે નથી જર્મનીની બીજી એક મોટી મુશ્કેલી એ જ છે કે અમેરિકા સાથેના સંબંધો હવે પહેલા જવા રહ્યા નથી આના કારણે જર્મનીની પીછે હદ થઈ છેગઈ સાલમાં તેની અર્થવ્યવસ્થા સંકોચાઈ અને 2024માં પણ એમાં પાછો જીવ ફૂંકાશે એવી કોઈ આગાહી નથી. માત્ર ઉદ્યોગો જ નહીં, જર્મનીના ખેડૂતો પણ બરબાદીના રાહ પર આગેકદમ કરતા ગુસ્સામાં લાલઘૂમ છે. ઔદ્યોગિક ઉત્પાદન ઘટી રહ્યું છે અને સરકાર એમાં કાંઈ કરી શકે તેમ નથી. બર્લિનની સતત ઘરાકીની ચહલપહલવાળી બજાર ગઈ સાલ 0.3 ટકા સંકોચાઈ છે. જ્યાં યુરો ચલણ તરીકે વપરાય છે એવા 20 દેશોમાં જર્મનની અર્થવ્યવસ્થાની સ્થિતિ સૌથી ખરાબ દેખાવ કરી રહી છે.2024ના વર્ષની શરૂઆત જ જર્મની માટે મનહૂસ રહી છે. જર્મનીના રસ્તાઓ અને શેરીઓ ખેડૂતોના ટ્રેક્ટરોએ જામ કરી દીધા છે અને મોટેમોટેથી વગાડવામાં આવતા એના હોર્ન જર્મનીનો ખેડૂત કેટલો નારાજ છે એની ચાડી ખાય છે. કૃષિ માટેના બજેટમાં જે કાપ મૂકવામાં આવ્યો તે સામે ખેડૂતો સખત નારાજગી અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. રેલવે કર્મચારીઓ વધારે પગારની માગણીના ટેકામાં હડતાળ પર છે. બધે અરાજકતા અને ટ્રાફિક જામનું જાણે કે સામ્રાજ્ય છવાઈ ગયું.બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપનું ઇન્ડસ્ટ્રિયલ પાવરહાઉસ ગણાતું જર્મની એની મહાકાય ફેક્ટરીઓ અને હાઈટેક એન્જિનિયરિંગ માટે જાણીતું હતું પણ હવે એના ઑટો ઉત્પાદકોએ ચીનમાં ઉત્પાદિત સસ્તા ઉત્પાદનો સાથે હરીફાઈ કરવાની છે અને પોતાને ત્યાં ટેક્નોલૉજી જાયન્ટ્સને આકર્ષવા અમેરિકા સાથે હરીફાઈ કરવાની છે. એક એવી છાપ ઊભી થઈ છે કે જર્મની પોતાના ઉદ્યોગોને અદ્યતન ટેક્નોલૉજી અને ડિઝિટલાઇઝેશનથી સજ્જ કરવામાં સફળ નથી રહ્યું. ગયા વર્ષની મંદીએ સરકારને લગભગ લકવો મારી ગયો હોય એ સ્થિતિએ મૂકી દીધી છે. ચાન્સેલર ઓલાફનું ગઠબંધન જર્મનીમાં અત્યાર સુધીના વડાઓની સરખામણીમાં અપ્રિયતાની ચરમસીમાએ છે.જર્મનીમાં અત્યારે ત્રણ પક્ષોનું સંયોજન રાજ કરે છે. અર્થવ્યવસ્થા માંદી હોય એટલે ભાગીદારોમાં સ્વાભાવિક રીતે ઝઘડા થાય અને દોષનો ટોપલો એકબીજા પર ઢોળવાનો પ્રયત્ન થાય. કદાચ આ કારણથી જ નવેમ્બરમાં બજેટની કટોકટી આવી ગઈ જેણે સરકારને પ્રજામાં અપ્રિય બનવાનું કામ કર્યું છે. આના દાખલા પણ દેખાવા માંડ્યા છે. પૂર્વ જર્મનીના મતદારોએ એકદમ જમણેરી ઝોક ધરાવતા વ્યક્તિને શહેરના મેયર તરીકે ચૂંટી કાઢ્યો છે, જે આવનાર સમયમાં હાલની સરકારના વિકલ્પે નેશનાલિસ્ટ પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાનું સૂચન કરે છે.એક સમયે જર્મનની વિશ્વભરમાં બોલબાલા હતી જર્મન કંપનીએ ખાસ પ્રકારનું સ્ટીલ બનાવ્યું જે જર્મન સિલ્વર તરીકે જાણીતું હતું આ ધાતુના વાસણો ચાંદી અને સ્ટીલની ખૂબીઓ ધરાવતા હતાઆ અલગ પ્રકારની મેટલ ના વાસણોને કપડાથી ઘસવામાં આવે તો તે ચાંદીની ચમકી ઉઠતા હતા આમ ચાંદી અને સ્ટીલનું મિશ્રણ કરીને જર્મનીએ જે મેટલ બનાવી તેના વાસણો આજે એન્ટિક પીસ માં ગણાવવામાં આવે છે જર્મનીની ટેકનોલોજી એક સમયે જગતમાં સર્વોચ્ચ હતી પરંતુ આજે જર્મનીની પીછે હટ થઈ રહી છે કારણકે ત્યાંના ઉદ્યોગો અને વિજ્ઞાન જમાના સાથે કદમ મિલાવી શક્યા નહીં બીજી બાજુ પ્રાચીન શાસ્ત્રોના આધારે જર્મનીએ જર્મની જે સંશોધન કર્યું તેનો જગતમાં જોટો જડે તેમ નથી જર્મનીના વિજ્ઞાનીકોએ પ્રાચીન ભારતના દુર્લભ ગ્રંથોનો અભ્યાસ કરીને એવું કરી બતાવ્યું કે જેને કારણે જગત આશ્ચર્યચકિત બન્યું આજે પણ પ્રાચીન સંસ્કૃતિના આધારે વૈજ્ઞાનિક સંશોધન કરવામાં જર્મનીનો જોટો જડે તેમ નથી આમ છતાં જર્મનીની પીછે હટ થઈ રહી છે અને યુરોપનું સૌથી મોટું પાવર હાઉસ આજે ઉર્જા ઉત્પન્ન કરવામાં ઝડપભેર ધીમું પડી રહ્યું છે સુરેશ ભટ્ટ
બુધવાર, 19 જૂન, 2024
FREE TOOLS 4 ALL: How to Market and Promote Your Amazon KDP Drawing ...
મંગળવાર, 18 જૂન, 2024
રેલવેની “કવચ” સિસ્ટમ શું છે? કંચનજંધા એક્સપ્રેસ દુર્ઘટનામાં આ સિસ્ટમ કામ કેમ ન આવી?
રેલવેની “કવચ” સિસ્ટમ શું છે? કંચનજંધા એક્સપ્રેસ દુર્ઘટનામાં આ સિસ્ટમ કામ કેમ ન આવી?
રેલવેની “કવચ” સિસ્ટમ શું છે? કંચનજંઘા ઍક્સપ્રેસ દુર્ઘટનામાં આ સિસ્ટમ કામ કેમ ન આવી?

ઇમેજ સ્રોત, UGC
- લેેખક, ચંદન જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ઘટેલી રેલવે દુર્ધટનામાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ દુર્ઘટના જે સમયે ઘટી તે સમયે કંચનજંઘા ઍક્સપ્રેસ ટ્રેન ન્યૂ જલપાઈગુડી સ્ટેશનને પાર કરીને સિયાલદહ તરફ જઈ રહી હતી ત્યારે જ એક માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી.
આ ટક્કર એટલે થઈ કારણ કે માલગાડીના લોકો પાઇલટે સિગ્નલ તોડ્યું હતું.
આ દુર્ઘટના પછી લોકો સવાલ કરી રહ્યા છે કે આ મામલે રેલવે તરફથી બનાવવામાં આવેલી સિસ્ટમ “કવચ” કામ કેમ ન આવી. રેલવેએ દાવો કર્યો હતો કે આ પ્રકારની ઘટનાને રોકવા માટે ઑટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ ‘કવચ’ બનાવવામાં આવી હતી.
આ સિસ્ટમ આ પ્રકારના સિગ્નલ તોડવાને કારણે પેદા થતા ખતરાનો (સિગ્નલ પાસ્ટ ઍટ ડેન્જર – SPAD) મુકાબલો કરવા માટે જ બનાવવામાં આવી હતી.

'કવચ' ટૅકનૉલૉજી શું છે?

ઇમેજ સ્રોત, UGC
કવચ એક સ્વદેશી ટૅકનૉલૉજી છે. દાવો કરવામાં આવ્યો હતો કે રેલવે તંત્ર રેલવે દુર્ઘટનાને રોકવા માટે આ ટૅકનૉલૉજી બધા જ વ્યસ્ત રૂટો પર લગાવશે.
આ એક પ્રકારનું ડિવાઇસ છે જે ટ્રેનના એન્જીન સિવાય રેલવેના રૂટ પર પણ લગાડવામાં આવે છે.
આ ડિવાઇસને કારણે જો બંને ટ્રેનો એક જ ટ્રેક પર એકબીજાની નજીક આવે ત્યારે ટ્રેન સિગ્નલ અને એલાર્મ થકી ટ્રેનના પાઇલટને આ બાબતે સૂચના મળે છે. જોકે, આ તમામ દાવાઓ પછી પણ રેલવે દુર્ઘટનાઓ પર રોક લાગી શકી નથી.
સૌથી મોટી વાત એ છે કે જે પ્રકારની દુર્ઘટના રોકવા માટે ‘કવચ’ ટૅકનૉલૉજી બનાવવામાં આવી હતી તેવી જ દુર્ઘટના ગયા વર્ષે ઓડિશામાં ઘટી હતી. તે દુર્ઘટનામાં 275 લોકોનાં મોત થયાં હતાં.
સેન્ટ્રલ રેલવે બૉર્ડનાં સીઈઓ અને ચૅરમૅન જયા વર્મા સિન્હાએ જણાવ્યું કે ‘કવચ’ સિસ્ટમ 1,500 કિલોમીટરના રૂટ પર લગાવવામાં આવી છે અને આ વર્ષે વધારે 3,000 કિલોમીટરના રૂટ પર લગાડવામાં આવશે.
તેમનું કહેવું છે કે આવતા વર્ષે બીજા 3,000 કિલોમીટરના રૂટ પર આ સિસ્ટમ લગાડવામાં આવશે.
જયા વર્મા સિન્હાએ જણાવ્યું, “આ વર્ષની યોજનામાં પશ્ચિમ બંગાળ પણ સામેલ છે. જોકે, દુર્ઘટનાવાળી જગ્યા પર આ સિસ્ટમ હજુ લગાડવામાં આવી નથી.”
તેમણે કહ્યું કે આ સિસ્ટમ મોંઘી છે. આ કારણે આ સિસ્ટમને તબક્કાવાર લગાવવામાં આવી રહી છે.
ઇકૉનૉમિક ટાઇમ્સે ભારતીય રેલવેના એક રિપોર્ટનો હવાલો આપતાં કહ્યું કે રેલવેએ 10 હજાર કિલોમીટર માટે કવચનું ટેન્ડર જારી કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, અત્યાર સુધી છ હજાર કિલોમીટર પર કવચ સિસ્ટમ લગાડવા માટેનાં ટેન્ડરો જારી કરવામાં આવ્યા છે, જેમાં સાઉથ સેન્ટ્રલ રેલવેના 1465 કિલોમીટર રૂટ પર અને 139 એન્જિનોમાં કવચ સિસ્ટમ ફિટ કરવામાં આવી હતી.
ઍન્ટિ કોલિઝન ડિવાઇસ

ઇમેજ સ્રોત, ANI
ભારતમાં બે ટ્રેનોની ટક્કરને (હેડ ઑન કોલિઝન) રોકવા માટે ગંભીરતાથી કામ વર્ષ 1999માં થયેલી ગૈસલ રેલવે દુર્ઘટના બાદ શરૂ થયું.
આ દુર્ઘટનામાં અવધ-અસમ ઍક્સપ્રેસ અને બ્રહ્મપુત્ર મેલ ટ્રેનની ટક્કર થઈ હતી જેને કારણે લગભગ 300 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ભારતીય રેલવેના કોંકણ રેલવેએ ત્યારબાદ ગોવામાં ઍન્ટિ કોલિઝન ડિવાઇસ (એસીટી)ની સ્વદેશી ટૅક્નિક પર કામ કરવાનું શરૂ કર્યું હતું.
એસીટીમાં ટ્રેનોમાં જીપીએસ આધારિત ટૅક્નિકો લગાડવામાં આવી હતી, જે કારણે બંને ટ્રેનો એક જ ટ્રેક પર એકબીજાની નજીક આવે તો સિગ્નલ અને હુટર થકી તેની જાણકારી ટ્રેનના પાઇલટને પહેલાંથી જ મળી જાય.
આ ટૅકનૉલૉજીના શરૂઆતી ઉપયોગમાં જોવા મળ્યું કે બીજા ટ્રેક પર પણ કોઈ ટ્રેન આવી રહી હોય તો પણ આ પ્રકારનાં સિગ્નલો મળવા લાગે છે. આ ટૅક્નિકમાં બીજા દેશોમાં પણ કેટલીક ઉણપ જોવા મળી હતી અને આ કારણે જ એસીટીથી વધારે સુરક્ષિત ટૅક્નિકની જરૂર હતી.
કોંકણ રેલવેના પૂર્વ પ્રોજેક્ટ મેનેજર સતીશ કુમાર રૉયે બીબીસીને જણાવ્યું, “કોંકણ રેલવેએ જે ઍન્ટિ કોલિઝન ડિવાઇસ નામની ટૅકનૉલૉજી વિકસાવી હતી તે ખૂબ જ સસ્તી ટૅકનૉલૉજી હતી. નોર્થ ફ્રન્ટિયર રેલવેના 1600 કિલોમીટરના રૂટ પર આ ટૅક્નિકની 10 વર્ષ માટે 2019 સુધી સફળ ટ્રાયલ કરવામાં આવી.”
સતીશ કુમાર રૉયના મત પ્રમાણે રેલવેએ ખર્ચાને કારણે આ ટૅકનૉલૉજીને લાગુ ન કરી. જોકે, આ ટૅકનૉલૉજીથી પણ મોંધી કેટલીક યુરોપની ટૅકનૉલૉજીને ખરીદવાનો વિચાર થયો. આ રીતે કોંકણ રેલવેની ટૅકનૉલૉજીનો ઉપયોગ ન કરવામાં આવ્યો.
રેલવેએ ત્યારબાદ વિજિલન્સ કન્ટ્રોલ ડિવાઇસ વિકસિત કરીને આ પ્રકારની દુર્ઘટનાઓને રોકવા માટેનો વિચાર પણ કર્યો હતો.
ત્યારબાદ ટ્રેનોની ટક્કર રોકવા માટે ટ્રેન પ્રોટેક્શન વોર્નિંગ સિસ્ટમ (ટીપીડબલ્યૂએસ) અને ટ્રેન કોલિઝન અવૉઇડન્સ સિસ્ટમ પર પણ વિચાર થયો હતો.
આ પ્રકારની ટૅકનૉલૉજી વિદેશ પાસેથી ખરીદવી ખૂબ જ ખર્ચાળ પુરવાર થઈ રહી હતી. આ જ કારણે રેલવેએ આ ટૅકનૉલૉજી જાતે વિકસાવવાની વાત પર જોર આપ્યું. આ જ રીતે ટ્રેન કોલિઝન અવૉઇડન્સ સિસ્ટમ જેવી જ ‘કવચ’ નામની સ્વદેશી ટૅકનૉલૉજીને અપનાવી.
ગયા વર્ષે ભારતનાં સાઉથ સેન્ટ્રલ રેલવેમાં ટ્રાયલ પછી દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ 2022-23 સુધીમાં આ સિસ્ટમને બે હજાર કિલોમીટર રૂટ પર લગાવી દેવામાં આવશે.
આનો અર્થ છે કે ભારતીય રેલવેનાં લગભગ 65 હજાર કિલોમીટરનાં નેટવર્કનાં માત્ર વ્યસ્ત સેક્શનો પર “કવચ” ટૅકનૉલૉજી લગાડવામાં હજી લાંબો સમય લાગી શકે છે.
રેલ દુર્ઘટનાને શૂન્ય કરવાનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય રેલવે વારંવાર અકસ્માત પ્રત્યે ઝીરો ટૉલરન્સની વાત કરે છે. એટલે કે રેલવેમાં એક પણ દુર્ઘટના સહન કરવામાં આવશે નહીં.
સામાન્ય રીતે દરેક રેલવેમંત્રીની પ્રાથમિકતામાં આ વિશે જ સાંભળવા મળે છે. જોકે, છેલ્લાં 15 વર્ષમાં 10થી વધારે રેલવેમંત્રી રહ્યા હોવા છતાં ભારતમાં રેલ દુર્ઘટના રોકી શકાઈ નથી.
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ માર્ચ 2022માં સિકંદરાબાદ પાસે “કવચ”ના ટ્રાયલ સમયે પોતે હાજર રહ્યા હતા.
તે સમયે દાવો કરવામા આવ્યો હતો કે ‘કવચ’ ભારતમાં રેલવે દુર્ઘટનાને રોકવા માટેની સસ્તી અને સારી ટૅકનૉલૉજી છે.
રેલવેમંત્રીએ પોતે જ ટ્રેનના એન્જીનમાં સવારી કરીને તેના ટ્રાયલનો વીડિયો બનાવડાવ્યો હતો. જોકે, આ ટૅકનૉલૉજીની ક્ષમતા પર સવાલો ઊઠી રહ્યા છે.
રેલવે દુર્ઘટનાની વાત કરીએ તો પાછલી સરકારોના રેકૉર્ડ પણ ખરાબ છે અને વર્તમાન સરકારના કાર્યકાળમાં પણ કેટલીક મોટી રેલવે દુર્ઘટનાઓ ઘટી છે. રેલવેમાં કેટલીક દુર્ઘટનાઓ એવી હોય છે જેની ચર્ચા પણ થતી નથી.
મોદી સરકાર દરમિયાન થયેલી મોટી રેલવે દુર્ઘટનાઓ

ઇમેજ સ્રોત, Reuters
2 જૂન 2023 – ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ ઍક્સપ્રેસ ટ્રેને બાહનગા સ્ટેશન પર ઊભેલી એક ગાડીને ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે કોરોમંડલ ઍક્સપ્રેસના ઓછામાં ઓછા 12 ડબ્બાઓ પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 275 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
13 જાન્યુઆરી 2022 – રાજસ્થાનના બીકાનેરમાં આસામના ગુવાહટીથી જઈ રહેલી બીકાનેર-ગુવાહટી ઍક્સપ્રેસના 12 ડબ્બાઓ પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટના પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ઘટી હતી. આ ઘટનામાં ટ્રેનના એન્જીનની મોટર ખુલીને પાટા પર પડી ગઈ હતી અને તેના પર ટ્રેન ચડી જતા આ દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
19 ઓગસ્ટ 2017 – ઉત્તર પ્રદેશના ખતૌલીમાં ઉત્કલ ઍક્સપ્રેસ ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ ટ્રેન પુરીથી હરિદ્વાર જઈ રહી હતી. ત્યાં પાટાનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દુર્ઘટનામાં લગભગ 23 લોકોનાં મૃત્યુ થયાંં હતાં. આ દુર્ઘટના પછી સુરેશ પ્રભુએ રેલવેમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
22 જાન્યુઆરી 2017 – આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લામાં હીરાખંડ ઍક્સપ્રેસ ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં લગભગ 40 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
20 નવેમ્બર 2016 – ઉત્તર પ્રદેશના કાનપુરની પાસે પુખરાયાંમાં પટના-ઇન્દોર ઍક્સપ્રેસના 14 ડબ્બાઓ પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં લગભગ 150 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
20 માર્ચ 2015 – દહેરાદૂન-વારાણસી જનતા ઍક્સપ્રેસ પાટા પરથી ઊતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં લગભગ 35 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટના ઉત્તર પ્રદેશના રાયબરેલી જીલ્લામાં ઘટી હતી.
24 જૂલાઈ 2014 – હૈદરાબાદ નજીક એક રેલવે ફાટક પર સ્કૂલ બસ અને ટ્રેનની ટક્કર થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 15 બાળકોનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટના મેડકના મસાઇપેટ વિસ્તારમાં માનવરહિત રેલવે ફાટક પપાસે થઈ હતી.
26 મે 2014 – ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જીલ્લામાં આવેલા ચુરેબ રેલવે સ્ટેશન પાસે ગોરખધામ ઍક્સપ્રેસના છ ડબ્બાઓ પાટા પરથી ઊતરી ગયા હતા. આ ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતા 25 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 50થી વધારે લોકો ઘાયલ થયાં હતાં.
મોંઘાદાટ સ્માર્ટ ફોનનો યુગ આથમી રહ્યો છે
તંત્રીલેખ
++++
મોંઘાદાટ સ્માર્ટ ફોનનો યુગ આથમી રહ્યો છે
++++++++++++++++++++++
દરેક વ્યક્તિને પોતાનો મોબાઈલ ફોન જીવ કરતા પણ વધુ વહાલો હોય છે. એક કહેવત છે પ્રાણ જાય પણ વચન ન જાય પરંતુ હવે લોકો એમ કહે છે કે પ્રાણ જતો હોય તો જવા દો બાકી મારો મોબાઇલ ફોન મારાથી અલગ ન થવો જોઈએ. મોબાઇલ પ્રત્યેની આ મમતા હવે આપમેળે છૂટી જશે. આગામી વર્ષોમાં તમારો પ્યારો મોબાઈલ કચરાના ડબ્બામાં પડ્યો હશે.!
તમારો મોંઘો ડાટ સ્માર્ટફોન તમારો સ્ટેટસ સિમ્બોલ છે પરંતુ નજીકના ભવિષ્યમાં આ તમારો અત્યંત કિંમતી મોબાઈલ ફોન બહેરો મુંગો અને નકામો બની જશે કારણ કે ટેકનોલોજી ઝડપભેર વિકસી રહી છે. દુનિયાભરના સ્માર્ટ ફોન રમકડા બની જશે. અને તે કિલોના ભાવે ભંગારમાં વેચવા પડશે તેનું કારણ છે ઝડપભેર વિકસતી જતી ટેકનોલોજી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની એક નવી શાખા ડેવલપ થઈ ચૂકી છે અને તે શાખા નું નામ છે “એ આઈ પીન”
આ એઆઈપી ની ટેકનોલોજી દુનિયાભરના સ્માર્ટફોનને બહેરા મૂંગા અને બબૂચક બનાવી દેશે.
એઆઈ પીન સ્માર્ટ ફોનને હરીફાઈ આપવા તૈયાર છે આ નવા પરિવર્તન માટે તમે તૈયાર છો ખરા?
ટેક્નોલોજીના યુગમાં કંઈપણ શક્ય છે. ગણતરીનાં ક્લાકોમાં બદલાતી ફેશનની માફક ટેકનોલોજી પણ ઝડપથી બદલાતી જાય છે. દુનિયામાં શોધકર્તાઓ વપરાશકર્તાઓ માટે નવાં-નવાં ગેઝેટ બજારમાં ઉતારી રહ્યા છે. આ નવી ટેકનોલોજી નજીકનાં ભવિષ્યમાં સ્માર્ટફોનનું સ્થાન લેવા સક્ષમ છે. હ્યુમેન કંપનીએ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પીન સ્માર્ટ ફોનની બરોબરી કરવા બજારમાં ઉતારી છે. જેને બહુ જ ટૂંકા ગાળામાં વપરાશકર્તાનો ભારે પ્રતિસાદ સાંપડ્યો છે. જે પ્રકારે એઆઇ પીનને પ્રમોટ કરવામાં આવી રહી છે તે જોતા સ્માર્ટ ફોન ઇતિહાસ બની જશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ના નવા સંશોધનો માં એઆઈપીન સૌથી મહત્વનું સંશોધન છે જે અત્યંત આધુનિક અને ખૂબ જ મોંઘા સ્માર્ટ ફોનને પણ ડબલા બનાવી દેશે જેનો કોઈ ભાવ નહિ પૂછે બાળકોને રમવા આપશો તો એ પણ ઘા કરીને ફેંકી દેશે કારણ કે નવી ટેકનોલોજી આપણા કરતાં આપણા બાળકોને ઝડપથી સમજાઈ જાય છે તે હકીકત આપણે સ્વીકાર કરવી જરૂરી છે.
હ્યુમન એઆઈ પીનને એન્ટી-સ્માર્ટફોન ઉપકરણ તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. એઆઈ પીનનાંમાધ્યમથી વપરાશકર્તા સ્ક્રીનને જોવાને બદલે તેમની આસપાસનાં વાતાવરણ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે. જો વપરાશકર્તાને પ્રસંગોપાત વિઝ્યુઅલ્સની જોવાની જરૂર છે તો હથેળી પર તેની ઇમેજ આવી જશે. હથેળી પર ઇમેજને જોવા માટે પીનમાં લેસર શાહી ડિસ્પ્લે ઉપયોગ કરાયો છે.
એક નાનકડું ઉપકરણ તમારી હથેળીમાં ફરસની લાદી પર અથવા તો દિવાલ પર લેઝર કિરણો
આકૃતિ બનાવશે જે કીબોર્ડ જેવી તેમજ ટીવી સ્ક્રીન જેવી પણ બની જશે અને તે અત્યંત ઝડપથી કોમ્યુનિકેશન પણ કરશે.
આમાં એક નાનકડા પ્રોજેક્ટરનો પણ સમાવેશ થાય છે આ પ્રોજેક્ટરમાંથી લેસર કિરણો નીકળે છે અને તે મોબાઇલની આકૃતિ તેનો સ્ક્રીન અને કીબોર્ડને પ્રસ્તુત કરે છે.
પ્રોજેક્ટર. સ્માર્ટ પીનને ખિસ્સામાં રાખી હથેળીને આગળ કરી તેમાં ડિસ્પ્લે કરવાથી ઇમેજ હાથમાં આવે છે. હ્યુમેન કંપની દ્વારા બજારમાં * ઉતારવામાં આવેલી એઆઈ પીન એપલ કંપનીનાં પૂર્વ ડિઝાઇન ડાયરેક્ટર ઇમરાન ચૌધરીએ બનાવી છે. ઈમરાન ચોધરીની એઆઈ ટીમે સમગ્ર ગ્રાઉન્ડ પૂરું પાડ્યું છે. એઆઇ પીનની વિશેષતા જાણીએ તો પીન પહેરી શકાય તેવી છે. જેમાં સ્માર્ટ સ્ક્રીનની જરૂર નથી. સ્માર્ટ સ્ક્રીન વિના જ એઆઈ પીન સ્માર્ટ ફોનમાં રૂપાંતરિત થઈ શકે છે. આ પીનમાં સેન્સર, કેમેરા, લેસર ઇન્ક ડિસ્પ્લે, જેસ્ટર સપોર્ટ આપવામાં આવ્યા છે. એક નાનું પ્રોજેક્ટર પણ તેમાં સેટ કરવામાં આવ્યું છે. જેથી વપરાશકર્તા સરળતાથી ઇમેજ અને વીડિયો જોઈ શકે છે. વીડિયોના મ્યુઝિકને સાંભળવા માટે ઇયર ફોન પહેરવા પડશે.
ઇનકમિંગ કોલ્સ, મીડિયા નિયંત્રણો એઆઇ પીનમાં છે. જેને છાતી પર શર્ટના બટન કે ખિસ્સામાં લગાવી શકાય છે. સ્માર્ટ એઆઇ પીન એક ચોરસ ઉપકરણ છે જેનું વજન નજીવું છે. પીનમાં નાની અમથી બેટરી પણ જોડેલી છે. જેને ચાર્જ કરી પીન જરૂરિયાત પ્રમાણે વપરાશમાં લઈ શકાય છે. હ્યુમેન કંપની દ્વારા ડેવલપ કરાયેલી એઆઇ પીન ઇક્લીપ્સ, લુનાર, ઇક્વાનોક્સ જેવા ત્રણ મોડેલમાં ઉપલબ્ધ છે. અમેરિકામાં એમેઝોન અને કંપનીની સાઇટ ઉપર ૬૯૯ ડોલરથી તેની કિંમત શરૂ થાય છે. એઆઈ પીન શું કરી શકે તે જાણીએ તો - તે ટેક્સ્ટ મોક્લી શકે છે અને ચિત્રો લઈ શકે છે. લેસર વર્ચ્યુઅલ હેલ્પર સાથે હથેળી પર સ્ક્રીન પ્રોજેક્ટ કરે છે. આ પીન ચેટજીપીટી જેટલી સ્માર્ટ છે. આ પીન બનાવવા પાછળ સંશોધનકર્તાનો મુખ્ય હેતુ લોકોને સ્માર્ટ ફોન અને કમ્પ્યુટરના નિર્ભરથી દૂર રાખવાનો છે. વેબ સર્ચ પણ પીનથી થઈ શકે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની નાનકડી પિન અને તેનો પ્રોજેક્ટર તમારા મોબાઇલ ફોનને રિપ્લેસ કરી નાખશે મોબાઇલ ફોનની જરૂર પણ નહીં પડે માત્ર નાનકડી પિન નું નાનકડું સાધન અતિ ઉપયોગી બનશે અને આગામી દાયકામાં મોબાઈલ ફોન એક ઇતિહાસ બનીને રહી જશે
સુરેશ ભટ્ટ
ટ્રેન અકસ્માત નિવારવા રેલ સુરક્ષા અપગ્રેડ કરવી જરૂરી.
ચોપાસ
ટ્રેન અકસ્માત નિવારવા
રેલ સુરક્ષા અપગ્રેડ કરવી જરૂરી.
+++++++++++++++
પશ્ચિમ બંગાળમાં થયેલા ભયાનક રેલવે અકસ્માત થી ફરી એક વખત રેલવે સુરક્ષા માં સુધારો કરવાની જરૂર હોવાની માંગ જાની છે ટેકનોલોજીકલ અપગ્રેડેશન સિવાય અશક્ય નથી એ આવો આવો ભયાનક રેલવે અકસ્માત થયા પછી રેલ્વે તંત્રી જાગૃત થવાની જરૂર છે
+++++++++++++++
ભારતનું રેલવેનું નેટવર્ક વિશ્વની અંદર સૌથી મોટું છે. રોજના લાખો યાત્રિકો રેલવેમાં સફર કરે છે રેલવે યાત્રીઓની સલામતી માટે ભારતમાં એક આખું તંત્ર ઉભુ કરવામાં આવ્યું છે. જે અકસ્માતના સમયે તાત્કાલિક લોકોને મદદ પહોંચાડે છે અને ત્યારબાદ અકસ્માત કઈ રીતે થયો તેના કારણો શું તથા તેના ઉપાયો અંગે આ સંસ્થા જબરજસ્ત કાર્ય કરે છે અકસ્માત અનિવાર્ય અનિષ્ટ છે
ગત સપ્તાહે પશ્ચિમ બંગાળમાં ભયાનક અસ્માત થયો માલગાડી અને કંચનજંગા એક્સપ્રેસ સામસામા ટકરાયા આ અકસ્માત એટલો ભયંકર હતો કે રેલવેના ડબ્બા કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. એમ માનવામાં આવે છે કે માલગાડીના પાયલોટે સિગ્નલની અવગણના કરી હતી જેને કારણે આ ભયાનક દૂર ઘટના થઈ હતી જોકે આ અકસ્માત શા માટે થયો તેને માટેની સમીક્ષા રેલવે સુરક્ષા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે
રેલ્વે સુરક્ષા કોંગ્રેસ (સીઆરએસ) ભારત માં રેલ યાત્રા સુરક્ષા અંગે મહત્વનું કાર્ય કરે છે
રેલવે સુરક્ષા સમિતિ (CRS) ભારતમાં એક મહત્વપૂર્ણ સરકારી કોંગ્રેસ છે જે રેલવે મુસાફરી કરે છે અને ટ્રેન સુરક્ષા સુરક્ષાની ખાતરી કરે છે. બ્રિટિશ કાલના ઉડ્ડયન સ્થાપિત, સીઆરએસ નાગરિક મંત્રાલય (એમઓસીએ) હેઠળ એક સ્વતંત્ર અધિકારી બનવા માટે સમય સાથે વિકાસ થયો છે. આ લેખ રેલવે અકસ્માતની તપાસમાં સીઆરએસ, તેની સંસ્થાકીય રચના, જવાબદારો અને તેની ભૂમિકા એક સિંહાવલોકન પ્રદાન કરે છે.
રેલવે સુરક્ષા સુરક્ષા (CRS) એક સરકારી સંસ્થા છે જે દેશમાં રેલવે સુરક્ષા સત્તા તરીકે કાર્ય કરે છે. આ રેલવે અધિનિયમ, 1989 માં નિરીક્ષણાત્મક, તપાસ અને સલાહકારી કાર્યો સાથે-સાથે રેલ્વે મુસાફરી અને સલામતીનાં કિસ્સાઓથી સંબંધિત છે.
સીઆરએસ નું મુખ્ય મથક લખનૌમાં છે આ સંસ્થા નો પ્રારંભ બ્રિટિશ યુગમાં થયો હતો રેલ્વે અંગેના અંગ્રેજોના અનુભવ અને ધ્યાનમાં રાખીને આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી બ્રિટનમાં સમયે પ્રાઇવેટ રેલવે પણ હતી અને તેના અનુભવી માણસોની સલાહ મુજબ ભારતની અંદર રેલ્વે સુરક્ષા અંગેની આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી
સલાહકાર ઇજનેરોની નિમણૂક તે સમયે વ્યક્તિના અનુભવોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. પ્રારંભમાં સલાહકાર, ઇજનેરો ભારતની બ્રિટિશ સરકાર દ્વારા ખાનગી રેલવે કંપનીઓ પર નિયંત્રણ રાખવા માટે નિમણૂક કરવામાં આવી હતી.
નિરિક્ષણાલયનો વિકાસ પણ આ જ અરસામાં કરવામાં આવ્યો હતો.રેલ્વે નિર્માણ સરકાર દ્વારા તમારા હાથમાંથી સલાહ લેવા માટે, સલાહકાર ઈજનેર સરકારી નિરીક્ષક બન્યા, અને 1883 માં, તેમની સ્થિતિને યોગ્ય રીતે માન્યતા આપવામાં આવી.
આ સમય દરમિયાન ભારતના દેશી રજવાડાઓએ પોતપોતાની રીતે પોતાના સ્ટેટની અંદર સ્ટેટ રેલવેની સ્થાપના કરી હતી આમાં ભાવનગર સ્ટેટ દ્વારા ભાવનગર ગોંડલ વચ્ચે સૌથી પહેલી રેલવે દોડાવવામાં આવી હતી ગોંડલ તે સમયે પ્રગતિશીલ રાજ્ય હતું. નાનું રાજ્ય હોવા છતાં તે લોક ઉપયોગી કામો કરવામાં મોટું હતું. ભાવનગર અને ગોંડલ દ્વારા રેલવે શરૂ થઈ ત્યારબાદ ભાવનગર મહુવા ટ્રેન પણ શરૂ થઈ ભાવનગર વઢવાણ સુરેન્દ્રનગર ટ્રેન પણ આ સમયે શરૂ થઈ. રેલ્વે ના એન્જિનો બ્રિટન થી સમુદ્ર માર્ગે લાવવામાં આવ્યા હતા ડબાના સમારકામ માટે ભાવનગર પરામાં મોટું વર્કશોપ તે સમયે ઊભું કરવામાં આવ્યું હતું સ્ટેટના વખતમાં મુસાફરોની સલામતી માટે પણ ચોક્કસ નીતિ નિયમો હતા. આ તમામ નીતિ નિયમો ના સાર રૂપ રેલવે સલામતી ની સંસ્થા શરૂ થઈ
આ સંસ્થા રેલ્વે બોર્ડથી અલગ હતી.1939 માં બિહારમાં દુઃખદ બિહટા પટરીથી ઉતરીને, પેસિફિક લોકમોટીવ કમેટી દ્વારા નિરિક્ષણમાં સ્વતંત્રતા સુરક્ષિત કરવા માટે રેલવે નિરીક્ષણાલયને રેલવે બોર્ડથી અલગ કરવાની ભલામણ કરવામાં આવે છે.
સંગઠનાત્મક માળખાકીય અને અધિકાર ક્ષેત્ર
રેલવે સુરક્ષાના મુખ્ય (CCRS): સીઆરએસનું નેતૃત્વ લખનૌ સ્થિત CCR દ્વારા કરવામાં આવે છે, જે રેલવે સુરક્ષા પર કેન્દ્ર સરકારના મુખ્ય તકનીકી સલાહકારનું કાર્ય કરે છે.
રેલવે સુરક્ષાના લખનૌમાં મુખ્યાલયમાં પાંચ ઉપાયુક્ત છે, જ્યારે મુંબઈ અને કોલકાતામાં એક-એક ઉપાયુક્ત છે, જો સિગ્નલિંગ અને દૂરસંચારથી સંબંધિત પરિસ્થિતિઓમાં સીઆરએસની મદદ કરે છે.
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વખતે શું સાવધાની રાખવી એના પણ નીતિ નિયમો છે. પરંતુ આ અંગે જન જાગૃતિ ઓછી છે આથી અકસ્માતના સમયે બચાવોને રાહતની કામગીરી કેવી રીતે કરવી જોઈએ તથા તેમાં કેવી રીતે મદદ થઈ શકે તે માટેના ટ્રેનિંગ ક્લાસ દરેક રેલવે ડિવિઝનના મથકો પર શરૂ કરવામાં આવે તથા આ અંગે માધ્યમિક શિક્ષણમાં તેના કોર્સ શરૂ કરવામાં આવે મોગલ સલ્તનતના વંશ વારસોના નામ અને ઇતિહાસની ગોખણપટ્ટી કરાવવાને બદલે જો આવા કોષ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે તો અકસ્માત સમયે ઝડપી બચાવ ને રાહતની કામગીરી થઈ શકે. દરેક વ્યક્તિ માટે બચાવને રાહતની કામગીરી તથા પ્રાથમિક સારવારના કોષ ફરજિયાત કરવા જરૂરી છે દરેક રેલ યાત્રીઓએ
હંમેશા ટ્રેન ક્રૂ દ્વારા કરવામાં આવતી જાહેરાતો પર ધ્યાન આપવું જરૂરી છે
કોઈપણ શંકાસ્પદ પેકેજો અથવા વર્તનની જાણ તરત જ ટ્રેનના ક્રૂને કરો.
તમારી બધી વસ્તુઓ હાથની નજીક રાખો.
બધા બાળકોને સીધી પુખ્ત દેખરેખ હેઠળ રાખો.
જ્યારે ટ્રેન ગતિમાં હોય ત્યારે બેઠેલા રહેવાનો પ્રયાસ કરો. જો ટ્રેન ગતિમાં હોય ત્યારે તમારે ખસેડવાની જરૂર હોય, તો મહેરબાની કરીને સીડીમાં હેન્ડ્રેલ્સનો ઉપયોગ કરો અને પાંખમાંથી પસાર થતી વખતે ખુરશીની ટોચ પરના હેન્ડલ્સનો ઉપયોગ કરો.
તમારી આસપાસના વાતાવરણથી વાકેફ રહો.
બેઠેલી વખતે, નજીકના કટોકટીની બહાર નીકળો શોધવા માટે તમારા વિસ્તારની આસપાસ જુઓ.
ટ્રેનમાં ચઢીને દોડશો નહીં.
જો તમે જોયું કે અન્ય પેસેન્જરને પ્રાથમિક સારવારની જરૂર પડી શકે છે, તો તરત જ ટ્રેન ક્રૂ મેમ્બરનો સંપર્ક કરો; તેઓ અમારા ઓન બોર્ડ ડિફિબ્રિલેટર અને ફર્સ્ટ એઇડ કિટ્સનું સંચાલન કરવા માટે પ્રમાણિત છે.
જો તમને કોઈ સાથી યાત્રી(ઓ) દ્વારા સુરક્ષા/સુરક્ષા માટે ખતરો દેખાય છે, તો તરત જ ટ્રેન ક્રૂને તેની જાણ કરો.
બીજી મહત્વની વસ્તુ એ કે જ્યારે રેલવેની ટિકિટ જ્યારે ખરીદો ત્યારે માત્ર 35 પૈસા વધારે ભરવાથી વીમાનું સુરક્ષા કવચ મળી શકે છે આ બાબતમાં લોકોને જાગૃત કરવા જરૂરી છે
સુરેશ ભટ્ટ
રવિવાર, 5 મે, 2024
હિટ ડોમ: ભયાનક ગરમી
તંત્રીલેખ
હિટ ડોમ: ભયાનક ગરમી
+++++++++++
વાતાવરણમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે તેમાંનો એક ફેરફાર છે “એનટીસાઇક્લોનિક સર્ક્યુલેશન” જેની અસરથી વધુ ગરમી પડવાની શક્યતા છે મતદાનને દિવસે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે તેમ છે તેવી આગાહી કરવામાં આવી છે સામાન્ય રીતે 12:30 વાગ્યા સુધીમાં ગરમી નો પારો 40 ડિગ્રી સુધી જઈ શકે છે બપોરે 12:00 થી સાંજના પાંચ સુધી ગરમીમાં સતત વધારો થાય છે અને આ તાપમાન 42 ડિગ્રી થી પણ વધી શકે છે એન્ટીસાઇકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાતાવરણમાં નીચલા લેવલમાં ફૂકાતા ગરમ સૂકા પવનો સીધા જમીન તરફ આવશે જેને કારણે તાપમાનમાં વધારો થઈ શકે છે આ પ્રક્રિયાને “હીટ ડોમ “ કહેવામાં આવે છે
દુનિયાના જુદા જુદા વિસ્તારોમાં હાલમાં મોસમ કરવટ બદલી રહી છે. ગ્લોબલ વોર્નિંગની અસર અત્યારથી જ જોવા મળી રહી છે. યુરોપની વાત કરીએ તો ત્યાં વિતેલાં સપ્તાહમાં જે ગરમી પડી હતી તે કલ્પના બહારની હતી. યુરોપના સ્પેન, ઇટાલી, ઇંગ્લેન્ડ, જર્મની અને ફ્રાન્સ જેવા દેશોએ ક્યારેય નહીં જોઈ તેવી ગરમી અનુભવી હતી. અહીં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો. એટલું જ નહીં ઇંગ્લેન્ડમાં તો ઇતિહાસમાં પહેલીવાર ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ભારતમાં પણ વિતેલા મહિનામાં અનેક ઠેકાણે ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળી હતી. તો અનેક વિસ્તારો પાણીના પૂરમાં ગરક થઈ ગયા હતા. યુરોપની સાથે સાથે હવે અમેરિકામાં પણ ગરમીએ રીતસરનો આતંક મચાવી દીધો છે.
તાજેતરમા કેલિફોર્નિયાના મૈરિપોસા કાઉન્ટી વિસ્તારમાં ગરમીના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં માત્ર નવ કલાકના સમયગાળામાં જ આશરે ૪૩૫૦ એકર જમીનમાં જંગલનો સફાયો બોલી ગયો હતો. આ અગ્નિકાંડનાં કારણે માઇલો દૂર સુધીના વિસ્તારોને ખાલી કરી દેવાયા હતા. આ ગરમીનું કારણ છે “હીટ ડોમ”.
ઊંચે આકાશમાં એકદમ ડોમ સર્જાય છે. આ ડોમમાં નીચેની સાઈડ ની અંદર ગરમીનું પ્રમાણ વધતું જાય છે કારણ કે ઉપરની ગરમ હવા નીચે ધરતી તરફ ફેંકાય છે અને આ રીતે તાપમાન વધતું જાય છે આ હીટ ડોમને કારણે 2023 માં ઓગસ્ટ મહિનામાં અમેરિકાનું તાપમાન 34.4 ડિગ્રી સુધી પહોંચ્યું હતું આ ભયંકર ગરમીથી ત્યાંના જંગલોમાં આગ લાગી હતી. અમેરિકા કેનેડાની ગરમીનું મૂળ કારણ હિટ ડોમ હતું સામાન્ય રીતે અમેરિકા ઠંડો મુલક છે પરંતુ આ ઠંડી હવા ને બદલે ઉપલા વાતાવરણનો ગરમ પવન ધરતી પર આવ્યો અને અમેરિકામાં કાળજાળ ગરમી શરૂ થઈ ગઈ
હાલ વાતાવરણમાં ઝડપી ફેરફારો થઈ રહ્યા છે મધ્ય પૂર્વના આદેશ ઈરાનમાં પણ વાતાવરણમાં ભારે બદલાવ જોવા મળ્યો હતો. આવી રીતે અરબ અમીરાતમાં ધોધમાર વરસાદ પડ્યો અને પરિણામે ત્યાં રસ્તા પર પડેલી મોટર પણ તણાવવા લાગી હતી સામાન્ય રીતે આ રણપ્રદેશમાં બહુ જ ઓછો નહીવત વરસાદ પડે છે એને બદલે આટલો વરસાદ પડ્યો તેની પાછળનું મુખ્ય કારણ માનવીએ પ્રકૃતિની કરેલી છેડછાડ છે. ક્યાં વાદળાઓને પરાણે વરસાવા માટે મજબૂર કરવામાં આવે છે પરંતુ આ વખતે કુદરતે આ વાદળા ને એટલા બધા વરસાવી દીધા કે આખો રણપ્રદેશ જળબંબાકાર થઈ ગયો એરપોર્ટ પર ઉભેલા એરોપ્લેન પણ તણાવવા લાગે એટલું પાણી પડ્યું આ બધું શું બતાવે છ?
ગરમી અને ભારે વરસાદ સહિતની કુદરતી આફતોની પાછળ વાતાવરણમાં થતા મોટા ફેરફારો કારણભૂત છે આ મોટા ફેરફારો માં ધરતીની સપાટીથી ઊંચે એક કુદરતી આવરણ સર્જાય છે આ આવરણની નીચેની સાઈડમાં વાતાવરણ વધુને વધુ ગરમ થતું જાય છે જેને હિટ ડોમ કહેવામાં આવે છે
'હીટ ડોમ' છે. તે વાતાવરણમાં ઉચ્ચ દબાણનું એક ક્ષેત્ર નીચેની હવાને બહાર નીકળતા રોકે છે અને ગુંબજ જેવો આકાર સર્જાય છે. તે ગુંબજ હવાને નીચે તરફ લઈ જાય છે. તેનાથી તાપમાન વધે છે. આપણને કદાચ પ્રશ્ન થાય કે હીટ ડોમ કુદરતી કારણસર બને છે ? તો ના, માનવ ગતિવિધિનાં કારણે ગ્રીનહાઉસ ગેસ વધે છે. ક્લાઇમેટ ચેન્જની ઘટનાઓ ગ્રીનહાઉસ ગેસના કારણે જ થાય છે. ઉત્તર અમેરિકામાં હીટ ડોમનું મુખ્ય કારણ પેસિફિક ક્ષેત્રમાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના તાપમાનમાં મોટું અંતર હોય તે છે. આ રીતે ગ્રેડિયેન્ટ બનાવતી પાણીની ગતિ ગ્લોબલ વોર્મિંગનાં કારણે બદલાય છે. અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને આ દાવો કર્યો છે.
સુરેશ ભટ્ટ
https://www.instagram.com/reel/DRTgwJbiDdR/?igsh=MXF0dG9sdzVlOWo0MA==
-
પ્રાસંગિક અથવા ચોપાસ +++++++ ભાવનગર ને આંગણે અનોખા આનંદનો ઉત્સવ સ્ટ્રીટ જલસા ++++++++++++++ ભાવનગરમાં દર વર્ષે યોજાતો ‘સ્ટ્રીટ જલસા’ કાર્...
-
તા.૪.૧.૨૬ પ્રાસંગિક “સીટીઝન સાયન્ટિસ્ટ”ના જોખમી પ્રયોગો ++++++++++++++++++++ ઓનલાઈન વેચાતી અમુક મેડિસિન એવો દાવો કરે છે કે તે લેવાથી શરીર...
-
સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો ખાસ લેખ ભારત હવે પછી આર્થિક મહાસત્તા બનશે ++++++++ અમેરિકાના ભારે ટેરીફ ના કારણે ભારતનું અર્થતંત્ર તૂટી જશે તેવી ...