રવિવાર, 20 જુલાઈ, 2025

ભારતમાં ભાષા વિવાદ રાષ્ટ્રની એકતા માટે ખતરા રૂપ છે

તંત્રી લેખ



ભારતમાં ભાષા વિવાદ રાષ્ટ્રની એકતા માટે ખતરા રૂપ છે 


+++++


મહારાષ્ટ્રમાં મરાઠી નો આગ્રહ રાખવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ અને રાજસ્થાની લોકોએ સૌથી વધારે પૈસાનું રોકાણ કર્યું છે સૌથી વધુ રોજગારી આપી છે તો આ લોકોને જો કાઢી મૂકવામાં આવે તો મુંબઈમાં બાકી શું રહેશે?


ભારત, વિવિધ સંસ્કૃતિઓ, ભાષાઓ, અને જનજાતિઓનું અનોખું મિશ્રણ, વિશ્વની એક ઉત્તમ બહુરંગી પ્રજાસત્તાક તરીકે ઓળખાય છે. અહીં ભાષા માત્ર સંવાદનું સાધન જ નહિ પણ ઓળખ, ગૌરવ અને વારસાનું પ્રતિક પણ બની છે. પરંતુ, જ્યારે ભાષા પક્ષપાત અને સમગ્ર સમાજના વિભાજનનું સાધન બની જાય, ત્યારે તે સૌથી મોટો ખતરો રાષ્ટ્રની એકતા સામે છે.


મહારાષ્ટ્રમાં, મરાઠી ભાષા એ thereની સ્થાનિક ઓળખ તેમજ ગૌરવનું પ્રતિક છે. અહીંના નાગરિકો તેમનો ભાષાગૌરવ જાળવી રાખવા માટે મંથન અને આગ્રહ રાખે છે. ખાસ કરીને નેતાઓ અને સ્થાનિક પક્ષોના માધ્યમથી "મરાઠી સન્માન"ના મુદદા હંમેશા ઊઠે છે. મહારાષ્ટ્રમાં ચાલતી રાજકીય હલચલમાં અનેક વાર ‘બાહ્ય’ તરીકે જોવામાં આવતા લોકો પર પર ટીકા કરવામાં આવે છે. તેને પરાણે મરાઠી ભાષા બોલવા માટે મજબૂર કરવામાં આવે છે માર મારવામાં આવે છે. હિન્દી અંગ્રેજી ભાષાનો વિરોધ શા માટે તે હજુ પણ લોકોને સમજાતું નથી.


પણ, શું ફક્ત ભાષા આધારિત આગ્રહથી પ્રદેશનો સાચો વિકાસ સંભવ છે? કે પછી વિભાજન અને અસ્પૃશ્યતાને જન્મ આપે છે.

મુંબઈની  પ્રગતિમાં બધાનો ફાળો છે. એને અવગણી શકાય નહીં ગુજરાતના તથા રાજસ્થાનના તથા યુપી સહિતના ઉદ્યોગપતિઓએ મુંબઈમાં જે રોકાણ કર્યું છે તેને કારણે મુંબઈ સમૃદ્ધ છે આ લોકોને જો કાઢી મૂકવામાં આવે તો મુંબઈ ગામડા જેવું બની જાય તેમાં શંકા ને કોઈ સ્થાન નથી મુંબઈ પડી ભાંગે તે પણ એક હકીકત છે એટલું જ નહીં કોના જેવા શહેરો પણ પછાત બની જાય.


મુંબઈ, જે ભારતની આર્થિક રાજધાની તરીકે જાણીતી છે, તેની સમૃદ્ધિ અને વૈભવી જીવનશૈલી પાછળ અનેક જાતિ-ભાષાની પ્રજા પ્રયત્નશીલ રહી છે. અહીં ખાસ કરીને ગુજરાતીઓ અને રાજસ્થાની પરિવારોનું ઐતિહાસિક  યોગદાન નોંધપાત્ર છે.


-વ્યાવસાયિક અને ઔદ્યોગિક વિકાસ રૂપે મુંબઈના કાપડ ઉદ્યોગ, દાગીના બજાર, શેરબજાર, રીટેઈલ, ટ્રાન્સપોર્ટ, અને ઘણા ક્ષેત્રોમાં ગુજરાતીઓનું પ્રભુત્વ રહેલું છે. તેમણે માત્ર આર્થિક મૂડી જ નહિ, પાયાની રોજગારી પણ પૂરી પાડી છે.

રાજસ્થાની ઉદ્યોગપતિઓએ રિયલ એસ્ટેટ, ફૂડ પ્રોસેસિંગ, કેસિનો, અને વિભિન્ન સેવાક્ષેત્રોમાં તેમના રોકાણથી શહેરમાં રોજગારી અને આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

આપણું શહેર, રાજ્ય એમ જ દેશના સર્વનુ છે, અને અહીં દરેક ભાષા, દરેક સમુદાયનું યોગદાન છે.


વ્યાવસાયિક વિકાસ કોઈ એક જાતિ-ભાષાસંપ્રદાયના એકપક્ષીય પ્રયાસ ને કારણે થતો નથી પરંતુ સર્વનો પરંતુ સર્વનો તેમાં ફાળો હોય છે. એ નો ભૂલવું જોઈએ


 મહારાષ્ટ્રના વિકાસમાં બધા સમુદાયોની ક્ષમતા અને મહેનત જોડાયેલી છે.

-જો ભાષાના આધારે ઉંચ-નીચ અથવા બાહ્ય તરીકે કોઈ સમુદાયને કાઢી મૂકવાનો પ્રયાસ થાય, તો તે ન આર્થિક રીતે જ નહીં પણ સામાજિક રીતે પણ મુશ્કેલીઓ ઊભી કરે છે.

 વિશ્વ આજે ગ્લોબલાઈઝેશન તરફ વધી રહ્યું છે, જ્યાં દરેક માણસનો દેશ-રાજ્યથી વિશેષ માત્ર એક ભાષા નો નહીં પણ સર્વનો અધિકાર છે.



માપદંડ સ્પષ્ટ છે કે દેશને આગળ વધારવો છે, તો બધા જાતિ-ભાષાની ક્ષમતા, વિશિષ્ટતા અને યોગદાન સર્જનાત્મક રીતે આવકારવા જરૂરી છે.

ભાષા મહાન છે – પણ તે વિભાજનુ સાધન નહીં, 

પણ એકતાનું સરનામું બને, તોય સાચી અર્થમા વિકાસના સપના સાકાર થાય. 


મુંબઈ, મહારાષ્ટ્ર, કે આખુ ભારત – તેની સાચી ઓળખ કોઈ એક ભાષા, જાતિ, સંસ્કૃતિથી નથી, પણ અનેક પ્રકારની ભાષાની અલગતામાં છુપાયેલ છે. મહારાષ્ટ્રની ભવ્યતા તેના ગુજરાતીઓ, રાજસ્થાની, પાકિસ્તાની, ભોઇ, કોલી, દક્ષિણ ભારતીય – દરેક સમુદાયની મહેનતથી ઊભી થઈ છે.

ભાષા વિવાદોને ઉછાળીને જે સમાજ કે પ્રદેશમાં રાષ્ટ્રીય ભાવના નાબૂદ થઈ જાય છે, તેનું વર્તમાન અને ભવિષ્ય બંને સંકટમાં મુકાય છે. હજારો ઉદ્યોગપતિઓ, નાના વેપારીઓ, મજૂરો, તથા સર્વ સામાન્ય રોકાણકારોના યોગદાન વગર સમૃદ્ધ મુંબઈની કલ્પના થઈ શકતી નથી

આથી, આપણો મંત્ર હોવો જોઈએ કે એકતા માં અનેકતા સમાયેલી છે.

ભાષા થી ઓળખ મળેછે પણ સાચી ઓળખ છે માનવતાની.

સુરેશ ભટ્ટ 


ગુરુવાર, 17 જુલાઈ, 2025

 ખાસ લેખ




+++++

નવી દુનિયાનું મૂલ્યવાન ચલણ ધૂમ મચાવે છે.

+++++++++++


અમેરિકા થી માંડીને દુબઈ સુધી ક્રિપ્ટો કરન્સીની બોલબાલા છે ફ્લાઇટ ટિકિટ બુક કરાવવાથી લઈને પ્રોપર્ટી ખરીદવા સુધી આ કરન્સી નો ઉપયોગ થઈ રહ્યો છે... દુબઈમાં ક્રિપ્ટોકરન્સી ધૂમ મચાવી રહ્યું છે ત્યારે UAEની આ બાબતમાં શું યોજના છે? તે એક પ્રશ્ન છે.


++++++++++++++


આપણા દેશમાં ક્રિપ્ટોકરન્સી હજુ પણ પ્રચલિત નથી, પરંતુ દુબઈમાં તે ધૂમ મચાવી રહી છે. લોકો તેનો ઉપયોગ ફ્લાઇટ ટિકિટ બુક કરાવવાથી લઈને મિલકત ખરીદવા સુધીની દરેક બાબતમાં લોકો કરી રહ્યા છે. હાલમાં, ક્રિપ્ટોકરન્સી દુબઈમાં એક ખાસ સ્થાન બનાવી રહી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) તેના કરવેરા છૂટ અને રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણને કારણે ક્રિપ્ટો માટેનું કેન્દ્ર બની રહ્યું છે.

તાજેતરમાં દુબઈમાં બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. અમીરાત એરલાઇન્સે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત, હવે ક્રિપ્ટો દ્વારા ફ્લાઇટ ટિકિટ બુક કરી શકાય છે. દુબઈ લેન્ડ ડિપાર્ટમેન્ટ (DLD) એ પણ એક ક્રિપ્ટો પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી છે. આનાથી બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતના સોદા કરી શકાશે. આ બધું એક મોટા પરિવર્તનનો ભાગ છે. 2025 ની શરૂઆત સુધીમાં, ક્રિપ્ટો માર્કેટ $3 ટ્રિલિયનને વટાવી જશે. લોકો હવે તેમના રોજિંદા કાર્યોમાં પણ ક્રિપ્ટોનો ઉપયોગ કરી રહ્યા છે. દુબઈ સરકાર અને ખાનગી કંપનીઓ સંયુક્ત રીતે આ માંગણી પૂરી કરી રહી છે.

આ ક્રિપ્ટોકરન્સી દુબઈમાં ચલણમાં છે.

દુબઈમાં કેટલીક ચોક્કસ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થાય છે. આમાં બિટકોઇન (BTC), ઇથેરિયમ (ETH), ટેથર (USDT) અને USD કોઇન (USDC)નો સમાવેશ થાય છે.

યુએઈમાં ક્રિપ્ટોને આટલી બધી કેમ પસંદ કરવામાં આવી રહી છે? તેના કારણો જાણવા જરૂરી છે.

UAEમાં ક્રિપ્ટો રાખવા પર કોઈ ટેક્સ નથી. આનો અર્થ એ થયો કે ક્રિપ્ટોના વેચાણ, રોકાણ અથવા માઇનિંગથી થતા નફા પર કોઈ કર લાગતો નથી. રોકાણકારો માટે આ ખૂબ જ સારી બાબત છે.

દુબઈ એક સ્માર્ટ સિટી બનવા માંગે છે. અહીં બ્લોકચેનને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેથી રોકાણના દૃષ્ટિકોણથી ક્રિપ્ટો માટે અહીં સારું વાતાવરણ છે.

ક્રિપ્ટો વિશ્વભરના રોકાણકારોને UAE અર્થતંત્રમાં સરળતાથી ભાગ લેવાની મંજૂરી આપે છે. તેમને બેંકો અને ચલણો બદલવાની ઝંઝટ નથી.

અમીરાત એરલાઈને કરાર પર હસ્તાક્ષર કર્યા

9 જુલાઈ, 2025 ના રોજ, અમીરાતે એક મુખ્ય ક્રિપ્ટો પ્લેટફોર્મ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. હવે અમીરાતની ટિકિટ ક્રિપ્ટો વડે ખરીદી શકાય છે. આ સિસ્ટમ આવતા વર્ષથી શરૂ થશે. ગ્રાહકો બિટકોઇન અને ઇથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સીથી ટિકિટ ખરીદી શકશે. શેખ અહેમદ બિન સઈદ અલ મક્તૂમની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમિરેટ્સ કહે છે કે તે તેના યુવા અને ટેક-સેવી ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આ પગલું ભરી રહી છે. અમીરાતના ડેપ્યુટી પ્રેસિડેન્ટ અદનાન કાઝિમે જણાવ્યું હતું કે આનાથી ગ્રાહકોને વધુ સુવિધા મળશે. આ ઉપરાંત, આ ચુકવણીની નવી પદ્ધતિઓ અપનાવવા તરફનું એક પગલું પણ છે.

મિલકતમાં પણ ક્રિપ્ટોનો ઉપયોગ વધતો જાય છે

જુલાઈ 2025 માં, દુબઈ લેન્ડ ડિપાર્ટમેન્ટ (DLD) એ એક કરાર કર્યો. આનાથી મિલકત ખરીદવા, વેચવા અને રેકોર્ડ કરવાની રીત બદલાઈ જશે. આ દર્શાવે છે કે હવે સરકાર પણ ક્રિપ્ટોને પ્રોત્સાહન આપી રહી છે.

આ કરાર હેઠળ, DLD અને કંપની સાથે મળીને રિયલ એસ્ટેટ માટે એક સુરક્ષિત ડિજિટલ વાતાવરણ બનાવશે. આમાં ક્રિપ્ટો વડે મિલકત ખરીદવા, રોકાણકારોની ઓળખ કરવા અને મિલકતને ટોકન્સમાં રૂપાંતરિત કરવાનો સમાવેશ થાય છે. ટોકન્સનો ઉપયોગ કરીને, મિલકતને નાના ભાગોમાં વિભાજીત કરી શકાય છે અને વેચી શકાય છે.

આ પહેલ દુબઈ રિયલ એસ્ટેટ સ્ટ્રેટેજી 2033 નો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય 1 ટ્રિલિયન AED (લગભગ $272 બિલિયન) ના મૂલ્યના રિયલ એસ્ટેટ વ્યવહારો સુધી પહોંચવાનો છે. ક્રિપ્ટોને એક માધ્યમ તરીકે ગણવામાં આવી રહી છે. આનાથી વિશ્વભરના રોકાણકારો આકર્ષિત થઈ શકે છે. ખાસ કરીને એવા રોકાણકારો જે ડિજિટલ ફાઇનાન્સમાં કામ કરી રહ્યા છે. ઘણા મોટા ડેવલપર્સે ક્રિપ્ટો પેમેન્ટ લેવાનું શરૂ કરી દીધું છે.

હવે દુબઈ ક્રિપ્ટો હબ બનશે તે નક્કી છે કારણકે આની સૌથી વધુ એક્ટિવિટી દુબઈમાં થાય છે દુબઈ તેનું આજે સૌથી મોટું કેન્દ્ર બન્યું છે વિશ્વના તમામ દેશો તેના પર આધાર રાખી રહ્યા છે બીજી બાજુ ડોલરની બોલબાલા ઓછી થતી જાય છે.

આ પગલાથી દુબઈનું ક્રિપ્ટો હબ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ મળશે. અહીં ક્રિપ્ટોનો ઉપયોગ કરીને માત્ર રોકાણ જ નહીં, પરંતુ રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ ખરીદી શકાય છે. આ ભવિષ્ય તરફનું બીજું પગલું છે જ્યાં ક્રિપ્ટો ફક્ત રાખવા જેવી વસ્તુ નહીં, પણ વાપરવા જેવી વસ્તુ પણ હશે.


આપણા દેશમાંથી આ બાબતમાં જાગૃતિ આવી નથી આજે આપણા દેશમાં લોકો પેટીએમ ને ગુગલ પેનો ઉપયોગ કરી રહ્યા છે અને રોકાણમાં તેઓ શેર બજાર, ફિક્સ ડિપોઝીટ માં પૈસા રોકી રહ્યા છે પરંતુ સમજુ અને જાણકાર લોકો ભવિષ્યને જ્યાં ધ્યાનમાં રાખીને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન તથા એક્સિડન્ટ વીમા માં નાણા નુ રોકાણ કરી રહ્યા છે તો બીજી બાજુએ મોટાભાગના લોકો સોનુ અને ચાંદી રોકાણ માટે પસંદ કરી રહ્યા છે જે આપણા દેશનો મોટો વર્ગ છે એ લોકોને ક્રીપ્ટો કરન્સીમાં રસ નથી હોતો એ હકીકત છે પરંતુ પૈસા કમાવાનો શોર્ટકટ શોધતા લોકો માટે આ નવી કરન્સી આકર્ષણ જમાવે છે પરંતુ આ બાબતમાં નિષ્ણાંતો કહે છે કે અનુભવ ન હોય તો આમાં પડી શકાય નહીં કારણકે ડુંગરા દૂરથી રજળીયામણા લાગે છે.

 

************

અમલ કરવા જેવી વાત:

—---------------------

આજે ચિંતા કરવાથી આવતીકાલના પ્રશ્નો ઉકેલતા નથી, પરંતુ આજની શક્તિ જરૂર ખતમ થ

ઈ જાય છે!!

+++++++++

સુરેશ ભટ્ટ 


 ખાસ લેખ

+++++++




પ્રદૂષણ નિયંત્રણ માટે ટેકનોલોજી 

+++++


આપણા દેશમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ માનીએ એના કરતાં વધુ થઈ રહ્યું છે.જમીન, સમુદ્ર થી માંડીને વાતાવરણમાં પ્રદૂષણ માની ન શકાય તેટલું વધી રહ્યું છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશનમાં ઝેરી ગેસ નું પ્રમાણ વધતું જાય છે ખાસ કરીને જે તે ઉદ્યોગોમાં ઝેરી ગેસને કારણે અનેક માનવી મોતને પેટે છે. આ ઉપરાંત ઓટો મોબાઇલ નું પ્રદૂષણ પણ જેવું તેવું નથી આ ગેસના નિયંત્રણ માટે રોજ નવા સંશોધનો થાય છે આમ છતાં આ પ્રદુષણ નિયંત્રણમાં આવતું નથી. ઇન્ડસ્ટ્રીયલ એક્સિડેન્ટ વધતા જાય છે જ્યારે ગેસ લીકેજ થવાથી અનેક માનવીઓ મોતને ભેટે છે. માત્ર ઉદ્યોગોમાં જ નહીં પરંતુ મોટા શહેરોની ગટર સાફ કરનારાઓ પણ જ્યારે ગેસને કારણે મરી રહ્યા છે જ્યારે ગેસને ઓળખવો ખૂબ મુશ્કેલ કામ છે અમુક ગેસ એવા છે જેનામાં રંગ કે ગંધ નથી આ ગેસ અદ્રશ્ય હોવાથી તેને ઓળખી શકાતા નથી પરંતુ તાજેતરમાં થયેલા એક નવા સંશોધન પ્રમાણે એવા સેન્સર શોધવામાં આવ્યા છે કે જ્યારે ગેસને ઓળખી શકે છે તેના અસ્તિત્વને જાણી શકે છે અને ચેતવણી પણ આપી શકે છે. પરંતુ હવે

એક સસ્તું સ્વદેશી સેન્સર તમને હવામાં રહેલા ઝેરી વાયુઓ વિશે ચેતવણી આપશે.

બેંગલુરુના વૈજ્ઞાનિકોએ એક ઓછા ખર્ચે સેન્સર વિકસાવ્યું છે જે હવામાં હાજર ઝેરી સલ્ફર ડાયોક્સાઇડ (SO2) ગેસને વાસ્તવિક સમયમાં શોધી શકે છે. આ ગેસ શ્વસન રોગોથી લઈને ફેફસાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.

આ નવું સેન્સર બેંગલુરુ સ્થિત સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેને બનાવવામાં નિકલ ઓક્સાઇડ અને નિયોડીમિયમ નિકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં, નિકલ ઓક્સાઇડ ગેસ શોધી કાઢે છે, જ્યારે નિયોડીમિયમ નિકલેટ સિગ્નલને કાર્યક્ષમ રીતે પ્રસારિત કરે છે. તેની વિશેષતા એ છે કે આ સેન્સર 320 પાર્ટ્સ પર બિલિયન (ppb) જેટલી ઓછી માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ પણ શોધી શકે છે. આ સેન્સર શા માટે જરૂરી છે એનું શું મહત્વ છે. એ વસ્તુ સર્વ કોઈ માટે ઉપયોગી છે આ સેન્સર

એટલા માટે સેન્સર જરૂરી છે કે તેના ઉપયોગથી જ્યારે ગેસના અસ્તિત્વને જાણી શકાય છે અને તે માટે તાત્કાલિક પગલાં લઈ શકાય છે માટે આ સેન્સર આજના સમયમાં ખૂબ જ જરૂરી વસ્તુ બની જશે આ સેન્સર દ્વારા સલ્ફર ડાયોક્સાઇડ એ વાહનો, પાવર પ્લાન્ટ અને ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા ઘાતક વાયુ પ્રદૂષકને ઓળખી શકે છે. આ ગેસ અસ્થમા, શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસાને નુકસાન પહોંચાડે છે. હાલની દેખરેખ પ્રણાલીઓ કાં તો ખૂબ ખર્ચાળ છે અથવા પ્રદૂષણના નીચા સ્તરને શોધવા માટે પૂરતી સંવેદનશીલ નથી. આ પડકારને ઉકેલવા માટે આ નવી સેન્સર સિસ્ટમ ઉભરી આવી છે.


વૈજ્ઞાનિકો કહે છે કે જો આ સેન્સરનું ઉત્પાદન અને વિતરણ મોટા પાયે કરવામાં આવે તો ભારતના શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં ઓછા ખર્ચે હવા ગુણવત્તા દેખરેખ નેટવર્ક સ્થાપિત કરી શકાય છે. આ ફક્ત નીતિ નિર્માણમાં જ મદદ કરશે નહીં પરંતુ પર્યાવરણીય કટોકટી વ્યવસ્થાનો આધાર પણ બનાવી શકે છે. આ સાથે, શાળા શિક્ષણ, આરોગ્યસંભાળ અને સ્માર્ટ સિટી મિશનમાં પણ તેનો સમાવેશ શક્ય છે.

આપણા દેશમાં મેટ્રોસિટીમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ માની ન શકાય તેટલું વધતું જાય છે ખાસ કરીને પાટનગર દિલ્હી ગેસ ચેમ્બર જેવું બની ગયું છે તો ગુજરાતમાં અમદાવાદ બરોડા સુરત અને રાજકોટ ભાવનગર જેવા શહેરોમાં ઓટોમોબાઇલ અને ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન કંટ્રોલ કરવામાં આ નવી શોધ ઉપયોગી નિવડશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી. ખાસ કરીને ભાવનગરના ઉદ્યોગો અને અલંગ શિપ યાર્ડમાં આવો કોઈ ગેસ હોય તો તેની પરખ માટે આ સેન્સર ઉપયોગમાં લઈ શકાશે. જેના કારણે

 આવા સેન્સરના ઉપયોગથી પર્યાવરણનું જતન થશે. ગુજરાતના વાપી અંકલેશ્વર થી માંડીને ચિત્રા ઔદ્યોગિક વસાહતોમાં જે કેમિકલ ઉદ્યોગો છે તેના ઝેરી ગેસની પરખ માટે આ સાધન હતી ઉપયોગી સાબિત થશે.


સુરેશ ભટ્ટ 



તંત્રીલેખ પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ સમુદ્રી જહાજ 'નિસ્તાર' +++++++++++++++++
ભારતના ચાઇના સાથેના સંબંધો સુધરી જાય તે માટે વિદેશ પ્રધાન હાલ ચાઇનામાં છે. સંબંધ સુધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આમ છતાં ચીનની ચાલબાજી વિશ્વભરમાં જાણીતી છે આથી તેની લશ્કરી ગતિવિધિઓને ખયાલમાં રાખીને ભારતે પોતાના સમુદ્રી તાકાત વધારવાની ભાગરૂપે એક અત્યંત આધુનિક સમુદ્રી લડાયક જહાજ આગામી સપ્તાહમાં તરતું મુકવાનું છે. 'નિસ્તાર' નૌકાદળના કાફલામાં જોડાવા માટે તૈયાર છે઼. પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ જહાજ પાકિસ્તાનના મિત્ર ચીન માટે 'લેન્સેટ' જેવું ઉપયોગી સાબિત થશે. ભારતીય નૌકાદળ 18 જુલાઈ, 2025 ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ 'નિસ્તાર' ને સામેલ કરશે. તે ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ અને સબમરીન બચાવ કામગીરી માટે સક્ષમ છે. નિસ્ટાર ભારતીય નૌકાદળમાં જોડાવા માટે તૈયાર છે, જાણો કે પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ જહાજ ઊંડા સમુદ્રમાં કેવી રીતે ઉપયોગી થશે.ભારતીય નૌકાદળ ૧૮ જુલાઈ, ૨૦૨૫, શુક્રવારના રોજ વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડ ખાતે તેના પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ (DSV) 'નિસ્ટાર' ને કાફલામાં સામેલ કરવા માટે તૈયાર છે. આ જહાજ ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ કરવા સક્ષમ છે. આ સબમરીન સંબંધિત બચાવ કામગીરીમાં મોટું યોગદાન આપશે. 'નિસ્ટાર' ડીપ સબમર્જન્સ રેસ્ક્યુ વેસલ (DSRV) તરીકે 'મધર શિપ' તરીકે પણ કામ કરશે. આનાથી દરિયાની નીચે સબમરીનમાં કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા અને બહાર કાઢવામાં મદદ મળશે, આ રીતે તે દુશ્મનોની નજરમાં કાંટો બની રહેશે. નિસ્ટારને સબમરીન માટે રક્ષક તરીકે તૈનાત કરવામાં આવશે આ"અત્યાધુનિક જહાજ ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ સિસ્ટમ્સથી સજ્જ છે. નિસ્ટાર નૅવીની ઓપરેશનલ ક્ષમતાઓને મજબૂત બનાવે છે અને મુશ્કેલીમાં મુકાયેલી સબમરીનમાંથી કર્મચારીઓને બચાવવા માટે તૈયાર છે." આનો અર્થ એ થયો કે નિસ્ટાર આધુનિક સાધનોથી સજ્જ છે અને તે મુશ્કેલીમાં મુકાયેલી સબમરીનમાં ફસાયેલા લોકોને બચાવવામાં મદદ કરશે. 'નિસ્તાર' સ્વદેશી રીતે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે. તે પૂર્વીય નૌકાદળ કમાન્ડમાં જોડાશે. અગાઉ પણ INS નિસ્તાર એક સબમરીન બચાવ જહાજ હતું. તે ૧૯૬૯માં તત્કાલીન સોવિયેત રશિયા (યુએસએસઆર) પાસેથી ભારતીય નૌકાદળ માટે ખરીદવામાં આવ્યું હતું અને ૧૯૭૧માં કાર્યરત થયું હતું. ૧૦૦૦ મીટર ઊંડાઈ સુધી દેખરેખ, બચાવ માટે સક્ષમ નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની પાસે રિમોટલી ઓપરેટેડ વાહનો (ROV) છે. આ ROV ની મદદથી તેઓ 1000 મીટરની ઊંડાઈ સુધી દેખરેખ રાખી શકે છે. તેઓ ડૂબી ગયેલી વસ્તુઓ પણ મેળવી શકે છે. "તે 1,000 મીટરની ઊંડાઈ સુધી ડાઇવર દેખરેખ અને બચાવ કામગીરી હાથ ધરવા સક્ષમ છે," પ્રવક્તાએ જણાવ્યું. આ ડાઇવિંગ સપોર્ટ જહાજ ભારતીય શિપિંગ રજિસ્ટર (IRS) ના નિયમો અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે. નિસ્તારનું વજન ૧૦,૦૦૦ ટન છે, આ નામ સંસ્કૃત પરથી આવ્યું છે. 'નિસ્તર' નામ સંસ્કૃતમાંથી આવ્યું છે. તેનો અર્થ મુક્તિ, બચાવ અથવા મુક્તિ થાય છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ જહાજ ૧૧૮ મીટર લાંબુ છે અને તેનું વજન લગભગ ૧૦,૦૦૦ ટન છે. તે આધુનિક ડાઇવિંગ સાધનોથી સજ્જ છે. તે ૩૦૦ મીટરની ઊંડાઈ સુધી ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ કરવા સક્ષમ છે. નિસ્ટારમાં 75 મીટરની ઊંડાઈ સુધી ડાઇવિંગ કરવા માટે એક સાઇડ ડાઇવિંગ સ્ટેજ પણ છે. આશરે ૧૨૦ મીટરની લંબાઈ અને ૧૦,૦૦૦ ટનથી વધુના વિસ્થાપન સાથે, તે DSV ડાયનેમિક પોઝિશનિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને તેની સ્થિતિ જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. તાજેતરના સમયમાં, હિંદ મહાસાગરમાં ચીની જાસૂસી સબમરીનની હાજરીના અહેવાલો આવ્યા છે. આવી સ્થિતિમાં, નિસ્ટાર દુશ્મન સબમરીન પર નજર રાખવા માટે પણ ઉપયોગી થઈ શકે છે. નિસ્ટાર 60 દિવસ સુધી સતત દરિયામાં રહેવા સક્ષમ છે. જહાજ પરનું મોટું ડાઇવિંગ સંકુલ હવા અને સંતૃપ્તિ બંને ડાઇવિંગ સિસ્ટમથી સજ્જ છે. વધુમાં, પાણીની અંદર રિમોટલી સંચાલિત વાહનો (ROV) અને સાઇડ સ્કેન સોનાર તેની કાર્યકારી ક્ષમતાઓમાં વધારો કરે છે. તે 60 દિવસથી વધુ સમય સુધી દરિયામાં રહેવાની ક્ષમતા ધરાવે છે. તે હેલિકોપ્ટર ઓપરેશન દ્વારા સ્ટેજ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં 15 ટનની સબસી ક્રેન પણ છે. આ બધી બાબતો મળીને આ જહાજને ખૂબ ઉપયોગી બનાવે છે. સુરેશ ભટ્ટ

સોમવાર, 14 જુલાઈ, 2025

તંત્રીલેખ 


ચીનનું વિવાદિત બયાન.


±+++++++++++++++++


ભારત શાંતિ અને સહ અસ્તિત્વમાં માને છે પરંતુ આપણા પાડોશી દેશો આ સિદ્ધાંતમાં બિલકુલ માનતા નથી ખાસ કરીને ચીન આ બાબતમાં તદ્દન વિરોધી વલણ કરાવે છે. ભારત જ્યારે શાંતિની અપીલ લઈને ચીન પાસે રજૂ કરે છે ત્યારે હંમેશા એને એનાથી ઉલટું જ વર્તન કર્યું છે. 

1962 માં ભારતના તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાલાલ નેહરુ એ ચાઇના ની મુલાકાત લીધી અને તે સમયે તેણે પંચશીલનો વિશ્વ શાંતિ નો સંદેશ દુનિયાની આપ્યો. પરંતુ પંડિત ભારત પહોંચે એ પહેલા જ ચીની લડાખ પર આક્રમણ કર્યું. અને ભારતનો મોટાભાગનો વિસ્તાર તેમણે હડપ કરી લીધો.



ભારતના વિદેશ મંત્રી 

જયશંકરની બેઇજિંગ મુલાકાત પહેલા, ચીને એક નિવેદન બહાર પાડ્યું જે ફરીથી સંબંધોને બગાડી શકે છે. આ પહેલી વાર નથી જ્યારે ચીને છેલ્લી ઘડીએ સંબંધો બગાડવાનો પ્રયાસ કર્યો હોય. આવું પહેલા પણ બન્યું છે.

જયશંકર બેઇજિંગ પહોંચે તે પહેલાં ચીને પોતાનો અસલી રંગ બતાવ્યો, ત્યારે પ્રશ્ન થાય છે કે શું સંબંધો દાવ પર છે?

સિંગાપોરની મુલાકાત લીધા બાદ જયશંકર ચીન જવા રવાના થયા.




વિદેશ મંત્રી એસ જયશંકર સિંગાપોર પ્રવાસ પૂર્ણ કર્યા પછી બેઇજિંગ જઈ રહ્યા હતા બાદમાં 

તેઓ ચીનમાં SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે.

તે પહેલાં ચીની દૂતાવાસે કડવું નિવેદન આપ્યું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમની સિંગાપોર મુલાકાત પૂર્ણ કરી અને બેઇજિંગ જવા રવાના થયા. તેના થોડા કલાકો પહેલા, ચીને સંબંધોમાં ખટાશ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતમાં ચીની દૂતાવાસે દલાઈ લામાના પુનર્જન્મ અને તિબેટ મુદ્દા પર એક તીક્ષ્ણ નિવેદન બહાર પાડ્યું, જે સ્પષ્ટપણે ભારતની વિચારસરણીની વિરુદ્ધ છે. સૌથી મોટો પ્રશ્ન સમયનો છે. જયશંકર ઘણા વર્ષો પછી ચીન આવી રહ્યા છે ત્યારે ચીને દગો આપ્યો અને ભારતીય સૈનિકો પર હુમલો કર્યો.


હવે તિબેટ અને દલાઈ લામાના મુદ્દા પર પણ એ જ વાર્તાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. જયશંકરની બેઇજિંગ મુલાકાત પહેલાં દલાઈ લામાના પુનર્જન્મ અંગે ચીની દૂતાવાસનું તીક્ષ્ણ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે ચીન ફક્ત વેપાર કે વિકાસની ભાષામાં વાત કરવા માંગતું નથી, તે ભારતને વૈચારિક દબાણ હેઠળ પણ લાવવા માંગે છે. આ બેઇજિંગની જૂની રણનીતિ છે. શાંતિના ટેબલ પર બેસો પણ પાછળથી દબાણ વધારતા રહો જેથી ભારત ક્યારેય આરામદાયક ભાવ ન અનુભવે. આ જ કારણ છે કે હવે વિશ્વાસ શબ્દોથી નહીં પણ કાર્યોથી સાબિત થવો જોઈએ.


ચીને આખરે શું કહ્યું?

ચીને કહ્યું કે દલાઈ લામાનો ઉત્તરાધિકાર સંપૂર્ણપણે ચીનનો આંતરિક મામલો છે.

 ભારતના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને 'અયોગ્ય' અને 'અસંવેદનશીલ' ગણાવવામાં આવી હતી.

 ચેતવણી આપવામાં આવી હતી કે 'શિઝાંગ કાર્ડ' રમવું ભારત માટે હાનિકારક હોઈ શકે છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરની સિંગાપોર મુલાકાત અને હવે બેઇજિંગ મુલાકાત એ સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત હવે માત્ર સરહદોનું જ નહીં પરંતુ વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંતુલનનું પણ રાજકારણ કરી રહ્યું છે. સિંગાપોરમાં સેમિકન્ડક્ટર, રોકાણ અને કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરીને, ભારતે તેની આર્થિક પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી, જ્યારે બેઇજિંગ જઈને, જયશંકર બતાવવા માંગે છે કે ભારત વાતચીત માટે તૈયાર છે, પરંતુ દબાણ સામે ઝૂકશે નહીં. આ ચીન માટે પણ એક સંકેત છે કે ભારત ઇન્ડો-પેસિફિકમાં વિકલ્પોથી ઘેરાયેલું છે અને હવે એકતરફી સંબંધોનો યુગ નથી.

નિષ્ણાતો શું કહે છે તે જાણવું જરૂરી છે.

ભૂતપૂર્વ રાજદૂત અશોક કાંઠાએ લખ્યું, બેઇજિંગના નિવેદનની જયશંકરની મુલાકાત પર ચોક્કસપણે અસર પડશે. પરંતુ ભારતે આત્મવિશ્વાસપૂર્વક પોતાનું વલણ સ્પષ્ટપણે જણાવવું જોઈએ. ચીને વારંવાર બતાવ્યું છે કે તેને ભારત સાથે કાયમી વિશ્વાસની જરૂર નથી, તે ફક્ત વ્યૂહાત્મક લાભ ઇચ્છે છે. ચીન તિબેટ અને દલાઈ લામા પ્રત્યે સંવેદનશીલ છે, પરંતુ ભારતે દબાણ સામે ઝૂકવાની જરૂર નથી.


ચીને આવું ણનિવેદન કેમ આપ્યું? ઉપયોગમાં લેવાતા શબ્દો ભારત-ચીન સંબંધોમાં નવા તણાવ તરફ દોરી શકે છે.

આ પહેલી વાર નથી જ્યારે ચીને ભારત સાથે રાજદ્વારી વાતચીત દરમિયાન વિવાદના બીજ વાવ્યા હોય. ડોકલામ હોય, ગલવાન હોય કે હવે તિબેટ હોય, જ્યારે પણ સંબંધોમાં થોડો સુધારો થયો, ત્યારે બેઇજિંગે એક યા બીજા સંવેદનશીલ મુદ્દાને ઉઠાવીને અવરોધો ઉભા કર્યા. 2017 માં ડોકલામ વિવાદ દરમિયાન, જ્યારે બંને દેશો રાજદ્વારી ઉકેલ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે ચીને સરહદ પર રસ્તાના બાંધકામને વેગ આપીને તણાવ વધાર્યો. 2020 માં ગાલવાન ખીણમાં થયેલી લોહિયાળ અથડામણ પહેલા પણ લશ્કરી સ્તરે વાતચીત ચાલી રહી હતી, પરંતુ તે જ સમયે ચીનનું વલણ નકારાત્મક હતું. આજે પણ તેનુ વલણ જરાય બદલાયું નથી પરંતુ તેની સામે ભારત મક્કમ છે

—----

સુરેશ ભટ્ટ 



કેન્સર સારવારની અતિ આધુનિક ટેકનોલોજી

 ચોપાસ

કેન્સર સારવારની અતિ આધુનિક ટેકનોલોજી. 

++++++++

રોગના ત્રણ પ્રકાર છે સહજ સાધ્ય, કષ્ટ સાધ્ય અને અસાધ્ય. કેન્સલ અસાધ્યમાં ગણવામાં આવે છે પરંતુ આધુનિક ટેકનોલોજીથી મોટાભાગના પ્રથમ સ્ટેજમાં દર્દીઓ આ રોગ માટે બચી જાય છે.

++++++++++++++++++++++




સૌપ્રથમ આપણે *કેન્સર એટલે શું?*તે જાણીએ.

કેન્સર એ એવી બીમારી છે જેમાં શરીરના કોષો (સેલ્સ)નું વિકાસ અને વિભાજન સામાન્ય રીતે નિયંત્રણમાં રહેતું નથી, પણ અનિયંત્રિત રીતે વધવા લાગે છે. સામાન્ય રીતે, આપણા શરીરમાં જૂના કોષો નાશ પામે છે અને તેમની જગ્યાએ નવા, સ્વસ્થ કોષો બને છે. પણ જ્યારે આ પ્રક્રિયા બગડી જાય છે, ત્યારે જૂના કોષો નાશ પામતાં નથી અને નવા કોષો વધારે પ્રમાણમાં બનવા લાગે છે. આ વધેલા કોષો એક ગાંઠ (ટ્યુમર) બનાવી શકે છે, અને એ ગાંઠ આસપાસની પેશીઓમાં ઘૂસી શકે છે અથવા લોહી અને લસિકા દ્વારા શરીરના બીજા ભાગોમાં ફેલાઈ શકે છે.


કેન્સરના મુખ્ય લક્ષણો:

અનિયંત્રિત કોષ વૃદ્ધિ કોષો નિયંત્રણ વગર વધે છે.

ગાંઠ અથવા ટ્યુમર. મોટાભાગના કેન્સરમાં ગાંઠ બને છે, પણ દરેક વખતે આવું જરૂરી નથી (જેમ કે લોહીનું કેન્સર – લ્યુકેમિયા).

મેટાસ્ટેસિસ નામના કેન્સરમાં કેન્સર શરીરના એક ભાગથી બીજા ભાગમાં ફેલાઈ શકે છે.


કેન્સર માત્ર એક જ રોગ નથી, પણ એ રોગોનું જૂથ છે – અત્યાર સુધીમાં 100થી વધુ પ્રકારના કેન્સર ઓળખાયા છે. શરીરના કોઈપણ ભાગમાં કેન્સર થઈ શકે છે, જેમ કે સ્તન, ફેફસા, પ્રોસ્ટેટ, લોહી, લસિકા વગેરે.

કેન્સર કેમ થાય છે?*

શરીરમાં જ્યારે કોષોનું નિયંત્રણ કાબુ બહાર જાય છે અને તે સતત વધવા લાગે છે, ત્યારે કેન્સર થાય છે.

કેટલીકવાર આ કોષો ગાંઠ બનાવે છે, આસપાસના પેશીઓમાં ઘૂસી જાય છે અને લોહી/લસિકા દ્વારા શરીરના બીજા ભાગોમાં ફેલાઈ જાય છે.


સારાંશ રુપે કહી શકાય કે

કેન્સર એ એવી બીમારી છે જેમાં શરીરના કોષો નિયંત્રણ વગર વધવા લાગે છે, ગાંઠ બનાવે છે, આસપાસના પેશીઓમાં ઘૂસી જાય છે અને શરીરના બીજા ભાગોમાં ફેલાઈ શકે છે. સમયસર ઓળખ અને યોગ્ય સારવારથી કેન્સરથી બચી શકાય છે.


એક સમયે કેન્સર જીવલેણ રોગ કહેવાતો પરંતુ હવે આધુનિક ટેકનોલોજીના વિકાસની સાથે પ્રથમ તબક્કાની અને બીજા તબક્કામાં પહોંચેલું કેન્સર આધુનિક ટેકનોલોજી ની મદદથી ચોક્કસ મળી શકે છે. શરત માટે એપ્લિકેશન આ સારવાર અને તેનું નિદાન સમયસર થવા જોઈએ આ માટેની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો કોઈપણ જાતની તકલીફ વગર જલ્દી ચોક્કસ બચી શકે છે એક સમયે ભાવનગર અમરેલી જિલ્લાની કેન્સરના દર્દીઓને અમદાવાદ કે અન્ય કોઈ મોટા શહેરોમાં જરૂરથી પરંતુ હવે આપના ભાવનગરમાં જ આ પ્રકારની આધુનિક ટેકનોલોજી વાળી કેન્સરની સારવાર અને નિદાન શરૂ થઈ ચૂક્યા છે કે આનંદની વાત છે. આ ટેકનોલોજી ને

IGRT નામથી ઓળખવામાં આવે છે.

ટેકનોલોજીથી કેન્સર સારવારમાં દર્દીને તકલીફ ઓછી થાય છે.ઔ

IGRT શબ્દનો અર્થ થાય છે.(Image-Guided Radiation Therapy) એ કેન્સર સારવાર માટેની અદ્યતન રેડિયેશન થેરાપી ટેકનોલોજી છે, જે ઈમેજિંગ ટેક્નિક્સ (જેમ કે CT, MRI, PET સ્કેન) નો ઉપયોગ કરીને ટ્યુમર પર ચોક્કસ અને સુરક્ષિત રીતે રેડિયેશન પહોંચાડે છેઔ. 


IGRTની મુખ્ય વિશેષતાઓ અને ફાયદાઓ નીચે મુજબ છે. ફાયદો છે*ચોક્કસતા.IGRTમાં દરેક સારવાર પહેલા અને દરમ્યાન ટ્યુમરનું સ્થાન ચકાસી શકાય છે, જેથી રેડિયેશન બીમ સીધા ટ્યુમર પર જ લક્ષ્ય કરે છે અને આસપાસના સ્વસ્થ પેશીઓની સુરક્ષા થાય છે.

ટ્યુમર કે અંગોની હલચલ, શ્વાસ, પાચન વગેરે કારણે ટ્યુમરનું સ્થાન બદલાય છે, IGRT એ રિયલ-ટાઈમ ઇમેજિંગથી આ બદલાવને ઓળખી સારવારને એડજસ્ટ કરે છે.

ઉચ્ચ ડોઝ: IGRT વધુ ચોક્કસ હોવાને કારણે ટ્યુમરને વધુ રેડિયેશન ડોઝ આપી શકાય છે, જે સારવારની અસરકારકતા વધારી શકે છે.

સાઈડ ઈફેક્ટ ઓછા પ્રમાણમાં થાય છે. આસપાસના સ્વસ્થ પેશીઓને ઓછું નુકસાન થવાથી અસર ઓછી હોય છે.

ઉપયોગ: IGRT ખાસ કરીને એવા કેન્સર માટે ઉપયોગી છે જ્યાં ટ્યુમર સંવેદનશીલ અંગો (મગજ, ફેફસાં, પ્રોસ્ટેટ, લીવર, બ્રેઇન, હાડકાં, મૂત્રાશય, સ્તન, ઈસોફેગસ) પાસે હોય અથવા હલનચલ થાય છેઙણ.


IGRT સારવારની પ્રક્રિયા:

દર્દીને ટ્રીટમેન્ટ ટેબલ પર રાખીને, દરેક સત્ર પહેલા ઈમેજિંગ થાય છે.

 જરૂર પડે તો ટ્રીટમેન્ટ દરમ્યાન પણ સ્કેન થાય છે, જેથી ટ્યુમરનું સ્થાન ચોક્કસ જાણી શકાય.

સામાન્ય રીતે, IGRT માટે દર અઠવાડિયે પાંચ દિવસ અને કુલ બે-ત્રણ અઠવાડિયા સુધી બહુવિધ સત્રો જરૂરી હોય છે.


IGRT ટેકનોલોજી કેન્સર સારવારને વધુ ચોક્કસ, અસરકારક અને સુરક્ષિત બનાવે છે, ખાસ કરીને એવા કેસમાં જ્યાં ટ્યુમરનું સ્થાન બદલાય છે અથવા તે મહત્વના અંગો પાસે હોય.


આ પ્રકારની ભાવનગરમાં પણ ઉપલબ્ધ છે.


એચસીજી હોસ્પિટલ ભાવનગરની એક માત્ર હોસ્પિટલ જ્યાં IGRT ટેકનોલોજીથી કેન્સર સારવારમાં કરવામાં આવી રહી આરોગ્ય ક્ષેત્ર આ નવી ક્રાંતિ છે.


ભાવનગરમાં અત્યાધુનિક ઇમેજ-ગાઈડેડ રેડિયેશન થેરાપી (IGRT) ટેકનોલોજીનો અમલ કરવામાં આવી રહ્યો છે.


એચસીજી હોસ્પિટલ્સ ભાવનગરએ આજે કેન્સર વિભાગમાં વિશ્વસ્તરે અદ્યતન ગણાતી ઇમેજ-ગાઈડેડ રેડિયેશન થેરાપી (IGRT) ટેકનોલોજી ઉપલબ્ધ કરી છે. આ નવીનતમ સારવાર પદ્ધતિ કેન્સરના દર્દીઓને વધુ સચોટ, સલામત અને વ્યક્તિગત સારવાર પૂરી પાડે છે, જે ભાવનગરમાં કેન્સર સારવારના નવા યુગની શરૂઆત દર્શાવે છે.


IGRT ટેકનોલોજી દ્વારા દરેક રેડિયેશન થેરાપી સેશન પહેલાં અથવા દરમિયાન એક્સ-રે કે સીટી સ્કેન દ્વારા ટ્યુમરની સ્થિતિ, આકાર અને સંભવિત હલનચલન (જેમ કે શ્વાસ લેવાની ક્રિયા) જોઈ શકાય છે. તેમ આ ટેકનોલોજીથી રિયલ-ટાઈમ દૃશ્ય દ્વારા ટ્યુમર પર સચોટ રીતે રેડિયેશન આપીને સ્વસ્થ અંગોને નુકસાન પહોંચતા અટકાવી શકાય છે.


IGRT થી દર્દીઓને મળતા મુખ્ય લાભો-


ઓછા સાઈડ ઇફેક્ટ્સ: સ્વસ્થ અંગો રક્ષણમાં રહે છે


ઉચ્ચ સફળતા દર: સારવાર વધુ અસરકારક બને છે

અહીં આ ટેકનોલોજી ડોક્ટરો


ડૉ. મૌલિક પાનસુરિયા (કન્સલ્ટન્ટ - રેડિએશન ઓનકોલોજિસ્ટ) ના જણાવ્યા અનુસાર, "એચ.સી.જી. માં અમારી નિષ્ઠા છે કે દર્દીઓને શ્રેષ્ઠ અને અત્યાધુનિક સારવાર આપી શકિયે.".


"IGRT એક ગેમ ચેન્જર ટેકનોલોજી છે. તે પહેલા જે શક્ય નહોતું તે હવે શક્ય બનાવે છે—ઓછી સાઈડ ઇફેક્ટ સાથે ટ્યુમરને નિશાન બનાવી અને દર્દીઓને વધુ ઝડપી રીકવરી તરફ લઈ જશે.


એચસીજી હોસ્પિટલ્સ, ભાવનગરમાં IGRTની ઉપલબ્ધિ એ કેન્સર વિભાગ માટે મહત્વપૂર્ણ પ્રગતિ છે,


જે સ્થાનિક અને આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે વિશ્વસ્તરિય કેન્સર સારવાર ઉપલબ્ધ બનાવે છે - હવે તેમના માટે મોટા શહેરોમાં જવાનું હવે જરૂરી નથી.

એચસીજી હોસ્પિટાલ, ભાવનગર વિશે


એચસીજી હોસ્પિટલ્સ, ભાવનગર એ એક અગ્રણી હોસ્પિટલ છે, જે ખાસ કરીને કેન્સર સારવાર માટે જાણીતી છે. અહિયાં આધુનિક ટેકનોલોજી અને વિવિધ શાખાના નિષ્ણાતોનો સમન્વયિત પ્રયાસ થકી દરેક દર્દીને ઉચ્ચતમ ગુણવત્તાની અને સંવેદનશીલ સારવાર પૂરી પાડવામાં આવે છે.


ભાવનગરમાં એકમાત્ર હોસ્પિટલ જ્યાં કેન્સરને લગતી તમામ સારવાર જેવી કે, કેન્સર સર્જરી, કિમોથેરાપી અને રેડિએશન (રોક) એક જ છત હેઠળ ઉપલબ્ધ છે. જેથી કેન્સર નિષ્ણાંત ડૉક્ટર્સ ટીમ (ટ્યુમર બોડ) જેમાં:


ડૉ. મૌલિક પાનસુરીયા - રેડિયેશન ઓન્કોલોજી


ડૉ. કુનાલ માંગલે-સર્જિકલ ઓનોલોજી


ડૉ. મનન વાઘેલા-મેડિકલ ઓનોલોજી


ડૉ. તપસ માનવર -રેડિયોલોજી. આ હોસ્પિટલમાં સેવારત છે.


આ મલ્ટી-ડિસિપ્લિનરી ટીમ વર્ક દ્વારા દર્દીઓને સંપૂર્ણ અને સમન્વિત કેન્સર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જે તેમની સારવાર યાત્રાને વધુ સરળ અને સફળ બનાવે છે.

આમ કેન્સરની દર્દીઓને સર્વોત્તમ સારવાર આપીને તને બચાવવાના મહત્તમ કરવામાં આવે છે મોટાભાગના પ્રથમ સ્ટેજના અને બીજા સ્ટેજના દર્દીઓ નવજીવન પામે છે કે આનંદની વાત છે જે ટેકનોલોજી કે ઉપલબ્ધ છે તેનો મહત્તમ ફાયદો દર્દીઓએ ઉઠાવો જોઈએ જીવનના આનંદપૂર્વક માનવા માટે ત્રણ વસ્તુની જરૂર છે હેલ્થ વેલ્થ અને હેપીનેસ આધાર હેલ્થ પર છે. જો હેલ્થ હશે તો

 વેલ્થ અને હેપીનેસ અનાયાસે સહજ રીતે આવી જશે અને જીવન આનંદમય બનશે 

સુરેશ ભટ્ટ 

https://www.instagram.com/reel/DRTgwJbiDdR/?igsh=MXF0dG9sdzVlOWo0MA==