गुरुवार, 17 जुलाई 2025

 ખાસ લેખ

+++++++




પ્રદૂષણ નિયંત્રણ માટે ટેકનોલોજી 

+++++


આપણા દેશમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ માનીએ એના કરતાં વધુ થઈ રહ્યું છે.જમીન, સમુદ્ર થી માંડીને વાતાવરણમાં પ્રદૂષણ માની ન શકાય તેટલું વધી રહ્યું છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશનમાં ઝેરી ગેસ નું પ્રમાણ વધતું જાય છે ખાસ કરીને જે તે ઉદ્યોગોમાં ઝેરી ગેસને કારણે અનેક માનવી મોતને પેટે છે. આ ઉપરાંત ઓટો મોબાઇલ નું પ્રદૂષણ પણ જેવું તેવું નથી આ ગેસના નિયંત્રણ માટે રોજ નવા સંશોધનો થાય છે આમ છતાં આ પ્રદુષણ નિયંત્રણમાં આવતું નથી. ઇન્ડસ્ટ્રીયલ એક્સિડેન્ટ વધતા જાય છે જ્યારે ગેસ લીકેજ થવાથી અનેક માનવીઓ મોતને ભેટે છે. માત્ર ઉદ્યોગોમાં જ નહીં પરંતુ મોટા શહેરોની ગટર સાફ કરનારાઓ પણ જ્યારે ગેસને કારણે મરી રહ્યા છે જ્યારે ગેસને ઓળખવો ખૂબ મુશ્કેલ કામ છે અમુક ગેસ એવા છે જેનામાં રંગ કે ગંધ નથી આ ગેસ અદ્રશ્ય હોવાથી તેને ઓળખી શકાતા નથી પરંતુ તાજેતરમાં થયેલા એક નવા સંશોધન પ્રમાણે એવા સેન્સર શોધવામાં આવ્યા છે કે જ્યારે ગેસને ઓળખી શકે છે તેના અસ્તિત્વને જાણી શકે છે અને ચેતવણી પણ આપી શકે છે. પરંતુ હવે

એક સસ્તું સ્વદેશી સેન્સર તમને હવામાં રહેલા ઝેરી વાયુઓ વિશે ચેતવણી આપશે.

બેંગલુરુના વૈજ્ઞાનિકોએ એક ઓછા ખર્ચે સેન્સર વિકસાવ્યું છે જે હવામાં હાજર ઝેરી સલ્ફર ડાયોક્સાઇડ (SO2) ગેસને વાસ્તવિક સમયમાં શોધી શકે છે. આ ગેસ શ્વસન રોગોથી લઈને ફેફસાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.

આ નવું સેન્સર બેંગલુરુ સ્થિત સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેને બનાવવામાં નિકલ ઓક્સાઇડ અને નિયોડીમિયમ નિકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં, નિકલ ઓક્સાઇડ ગેસ શોધી કાઢે છે, જ્યારે નિયોડીમિયમ નિકલેટ સિગ્નલને કાર્યક્ષમ રીતે પ્રસારિત કરે છે. તેની વિશેષતા એ છે કે આ સેન્સર 320 પાર્ટ્સ પર બિલિયન (ppb) જેટલી ઓછી માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ પણ શોધી શકે છે. આ સેન્સર શા માટે જરૂરી છે એનું શું મહત્વ છે. એ વસ્તુ સર્વ કોઈ માટે ઉપયોગી છે આ સેન્સર

એટલા માટે સેન્સર જરૂરી છે કે તેના ઉપયોગથી જ્યારે ગેસના અસ્તિત્વને જાણી શકાય છે અને તે માટે તાત્કાલિક પગલાં લઈ શકાય છે માટે આ સેન્સર આજના સમયમાં ખૂબ જ જરૂરી વસ્તુ બની જશે આ સેન્સર દ્વારા સલ્ફર ડાયોક્સાઇડ એ વાહનો, પાવર પ્લાન્ટ અને ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા ઘાતક વાયુ પ્રદૂષકને ઓળખી શકે છે. આ ગેસ અસ્થમા, શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસાને નુકસાન પહોંચાડે છે. હાલની દેખરેખ પ્રણાલીઓ કાં તો ખૂબ ખર્ચાળ છે અથવા પ્રદૂષણના નીચા સ્તરને શોધવા માટે પૂરતી સંવેદનશીલ નથી. આ પડકારને ઉકેલવા માટે આ નવી સેન્સર સિસ્ટમ ઉભરી આવી છે.


વૈજ્ઞાનિકો કહે છે કે જો આ સેન્સરનું ઉત્પાદન અને વિતરણ મોટા પાયે કરવામાં આવે તો ભારતના શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં ઓછા ખર્ચે હવા ગુણવત્તા દેખરેખ નેટવર્ક સ્થાપિત કરી શકાય છે. આ ફક્ત નીતિ નિર્માણમાં જ મદદ કરશે નહીં પરંતુ પર્યાવરણીય કટોકટી વ્યવસ્થાનો આધાર પણ બનાવી શકે છે. આ સાથે, શાળા શિક્ષણ, આરોગ્યસંભાળ અને સ્માર્ટ સિટી મિશનમાં પણ તેનો સમાવેશ શક્ય છે.

આપણા દેશમાં મેટ્રોસિટીમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ માની ન શકાય તેટલું વધતું જાય છે ખાસ કરીને પાટનગર દિલ્હી ગેસ ચેમ્બર જેવું બની ગયું છે તો ગુજરાતમાં અમદાવાદ બરોડા સુરત અને રાજકોટ ભાવનગર જેવા શહેરોમાં ઓટોમોબાઇલ અને ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન કંટ્રોલ કરવામાં આ નવી શોધ ઉપયોગી નિવડશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી. ખાસ કરીને ભાવનગરના ઉદ્યોગો અને અલંગ શિપ યાર્ડમાં આવો કોઈ ગેસ હોય તો તેની પરખ માટે આ સેન્સર ઉપયોગમાં લઈ શકાશે. જેના કારણે

 આવા સેન્સરના ઉપયોગથી પર્યાવરણનું જતન થશે. ગુજરાતના વાપી અંકલેશ્વર થી માંડીને ચિત્રા ઔદ્યોગિક વસાહતોમાં જે કેમિકલ ઉદ્યોગો છે તેના ઝેરી ગેસની પરખ માટે આ સાધન હતી ઉપયોગી સાબિત થશે.


સુરેશ ભટ્ટ 



कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

ભારતમાં ભાષા વિવાદ રાષ્ટ્રની એકતા માટે ખતરા રૂપ છે

તંત્રી લેખ ભારતમાં ભાષા વિવાદ રાષ્ટ્રની એકતા માટે ખતરા રૂપ છે  +++++ મહારાષ્ટ્રમાં મરાઠી નો આગ્રહ રાખવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્રમાં ગુજરાત...