બ્રિટનમાં ઋષિ સુંનકનો સૂર્યાસ્ત
+++++++++
બ્રિટનની સામાન્ય ચૂંટણી પૂરી થઈ ભારતીય મૂળના ઋષિ સુનકે પોતાની હાર સ્વીકારી અને રાજીનામું આપ્યું આના કારણે બ્રિટનમાં રહેતા ભારતીય નાગરિકો પર તેનો સૌથી વધુ પ્રભાવ પડી રહ્યો છે આ ઉપરાંત આપણા દેશની વિદેશ નીતિ ઉપર પણ આનો પ્રભાવ પડશે. આજે રાજનીતિના નિષ્ણાંતો વિચારે છે કે બ્રિટનની સામાન્ય ચૂંટણીની ભારત પર શું અસર પડી શકશે?
બ્રિટનમાં લેબર પાર્ટીની જીતને કારણે ભારત પર અસર પડી શકે છે. હવે બ્રિટન સાથે મુક્ત વેપારના કરારોમાં વિલંબ થશે. આ અગાઉ જોઈએ તો લેબર પાર્ટીની વિઝા પોલિસી પર કડક વલણ રહ્યું છે. ઉપરાંત, યુરોપની સાથે બ્રિટન પર કાર્બન ટેક્સની ફેવરમાં છે. એટલે લેબર પાર્ટી કાર્બન ટેક્સમાં છૂટ આપવાના પક્ષમાં નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઋષિ સુનક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે સખત મહેનત કરી છે. બંને નેતાઓ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે સંમત થયા હતા, પરંતુ ઈલેક્શનને કારણે આ સોદો ફાઈનલ થયો નહોતો. ટૂંકમાં, નવી સરકાર બનતા હવે જૂના કરારો મુદ્દે પણ ફેરવિચારણા કરવામાં આવે તો નવાઈ નહીં, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું
4 જુલાઈના રોજ બ્રિટનમાં મતદાન થયું હતું. હાલ મત ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણો મુજબ, કન્ઝર્વેટિવ પાર્ટી(Conservative party)ની કારમી હાર થઇ છે, વડાપ્રધાન ઋષિ સુનકે હાર સ્વીકારી લીધી છે, જોકે ઋષિ સુનકે રિચમન્ડ અને નોર્થલેર્ટનમાં પોતાની બેઠકો જાળવી રાખી છે. બીજી તરફ લેબર પાર્ટીના કીર સ્ટારમેર બ્રિટનના નવા વડા પ્રધાન બને એ નક્કી છે. તેમણે જીત બદલ જમતાનો આભાર વ્યક્ત કર્યો છે.
પ્રારંભિક પરિણામોમાં, લેબર પાર્ટીએ 318 બેઠકો જીતી છે જ્યારે સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી માત્ર 67 બેઠકો જીતવામાં સફળ રહી છે. અત્યાર સુધીમાં 650માંથી 454 બેઠકો માટે પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં, લિબરલ ડેમોક્રેટ્સે 32 બેઠકો જીતી છે, સ્કોટિશ નેશનલ પાર્ટીએ ચાર બેઠકો જીતી છે અને રિફોર્મ યુકેએ ચાર બેઠકો જીતી છે. જ્યારે ગ્રીન પાર્ટી અત્યાર સુધી માત્ર એક જ સીટ જીતવામાં સફળ રહી છે.ઋષિ સુનકે કહ્યું કે લેબર પાર્ટીએ આ સામાન્ય ચૂંટણી જીતી છે અને મેં કીર સ્ટારમરને તેમની જીત પર અભિનંદન આપવા ફોન કર્યો છે, હું હવે લંડન જઈશ. ત્યાં હું ચૂંટણી પરિણામો વિશે વિચાર-વિમર્શ કરીશ. વડાપ્રધાન પદ પર રહીને મેં મારા કાર્યકાળ દરમિયાન ઘણું કામ કર્યું.
પાર્ટીને મળી રહેલું જંગી સમર્થન જોઈને કીર સ્ટારમેરે જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જેમણે અમને વોટ નથી આપ્યો અમે તેમના માટે પણ કામ કરીશું. સ્ટારમેરે જનતાને કહ્યું કે હું તમારા માટે બોલીશ, તમારા માટે દરરોજ લડીશ, પરિવર્તન માટે તૈયાર છું. સ્ટારમે કહ્યું કે પરિવર્તન હવે તમારા મતથી શરૂ થઈ રહ્યું છે.61 વર્ષીય કીર સ્ટારમેર ચાર વર્ષથી બ્રિટિશ સંસદમાં વિરોધ પક્ષના નેતા છે.સ્કોટલેન્ડમાં પણ લેબર પાર્ટીની જંગી જીતની શક્યતાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લેબર પાર્ટી ત્યાં 30થી વધુ સીટો જીતી શકે છે. લેબર પાર્ટીના સ્કોટિશ નેતા અનસ અનવરે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમને સ્કોટલેન્ડમાં પણ બહુમતી મળશે. આ પરિવર્તનનો સમયગાળો છે. અમારી પ્રથમ પ્રાથમિકતા કન્ઝર્વેટિવ સરકારના 14 વર્ષના શાસનને સમાપ્ત કરવાની છે, જેણે દેશને નુકસાન પહોંચાડ્યું છે. આવતીકાલથી મહત્વપૂર્ણ કામ શરૂ થશે. અમારું આગળનું પગલું 2026માં સ્કોટિશ સંસદીય ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.
હાઉસ ઓફ કોમન્સમાં 650 સાંસદો સાથે બહુમતી સરકાર બનાવવા માટે, પાર્ટીને 326 બેઠકોની જરૂર છે. હારના સંકેતો મળ્યા બાદ વડાપ્રધાન ઋષિ સુનકે તેમના રાજીનામાની જાહેરાત કરી હતી આમ બ્રિટનમાં સત્તા પરિવર્તનની ખૂબ મોટી અસર માત્ર ભારત પર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પણ પડશે તેમાં બે મત નથી
સુરેશ ભટ્ટ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें