તંત્રીલેખ
સ્માર્ટ વિલેજ આજના વિકાસની જરૂરિયાત
+++++++++++
ગુજરાતમાં અમદાવાદ સુરત વડોદરા શહેર ઝડપથી વિકાસ પામી રહ્યા છે. આ શહેરો સ્માર્ટ સિટી કહી શકાય ખરા? શહેરો મોટા હોય એનો અર્થ એવો નથી કે તે સ્માર્ટ સિટી હોઈ શકે.
સ્માર્ટ સિટી ની વ્યાખ્યા અલગ છે સામાન્ય સમજ એવી છે કે કોઈપણ શહેર નાનું હોય કે મોટું હોય તેમાં મૂળભૂત પાયાની જરૂરિયાત પૂરતા પ્રમાણમાં હોય અને મોટાભાગના લોકો ગ્રીન પાવર નો ઉપયોગ કરતા હોય. આવા શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ ઓછું હોય. મોટાભાગના લોકો સોલાર પાવરનો ઉપયોગ કરતા હોય મતલબ કે ગ્રીન પાવર પર આધારિત હોય અને તેમના નિવાસ્થાનો પણ ઇકો ફ્રેન્ડલી હોય તો જ તે શહેરની સ્માર્ટ સીટી કહી શકાય જો કે આમાં ઘણા મહત્વના મુદ્દા પણ છે સમગ્ર શહેરમાં ડિજિટલ નેટવર્ક ખૂબ જ હોવું જરૂરી છે આવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પણ પ્રથમ કક્ષાની હોય તો જ તે શહેર સ્માર્ટ સિટી બની શકે
મોટા શહેરોના વિકાસની વાત આવે ત્યારે સૌથી પહેલા સ્માર્ટ સિટી નામનો શબ્દ સૌની યાદ આવે
ઘણાને લાગે કે સ્માર્ટ એ વ્યક્તિ હોય સીટી કઈ ઓછું સ્માર્ટ હોય? સ્માર્ટ ફોન શબ્દ છે એવી રીતે સીટી માટે પણ સ્માર્ટ શબ્દ વપરાય છે ફોન જેવી રીતે ટેકનોલોજી નો પર્યાય ગણાય છે. એવી જ રીતે મોટા શહેરને આધુનિક રૂપ આપવાની જે વાત છે તે માટે શહેર માટે સ્માર્ટ સિટી શબ્દ વપરાય છે.
પણ ખરા અર્થમાં સ્માર્ટ સિટીનો અર્થ થાય શહેરી વસાહતને સરકાર દ્વારા મળતી સુવિધાને ટેકનોલોજી સાથે સંલગ્ન કરી વધુ સારી સુવિધા પૂરી પાડવી. આપણે જાણીએ છીએ કે ભારત એક લોકતાંત્રિક દેશ છે, જેમાં સરકારની પ્રજા પ્રત્યે કેટલીક ફરજો હોય છે. સરકાર પ્રજા પાસેથી કર સ્વરૂપે એકઠા કરેલા નાણાંમાંથી પ્રાથમિક સુવિધાઓ જેવી કે સ્વાસ્થ્ય, શિક્ષણ, રોડ-રસ્તાઓ, પાણી, સ્વચ્છતા વગેરે પૂરું પાડે, તે સરકારની એક સામાન્ય ફરજ છે. કારણ કે લોકતંત્રમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોક કલ્યાણ માટે છે. ભારત જેવા વધુ વસતી ગીચતા ધરાવતા દેશમાં ઉપર્યુક્ત સુવિધાઓ યથાયોગ્ય લોકો સુધી પહોંચાડવી હોય તો સ્માર્ટ સિટી આવશ્યક છે. કારણ કે ટેકનોલોજી વર્તમાન યુગનું એક એવું સાધન છે, જેનાથી ખૂબ ઓછા સમયગાળામાં લોકો સુધી પહોંચી શકાય છે અને તેમના સુધી પ્રાથમિક સુવિધાઓ સરળતાથી પહોંચાડી શકાય છે.
ભારતની કુલ વસતીની અંદાજિત 31% વસતી શહેરોમાં નિવાસ કરે છે. જેનો ભારતની અર્થવ્યવસ્થામાં ફાળો લગભગ 61%થી 62% જેટલો છે. તેથી જો ભારતે વિકાસશીલ દેશોની શ્રેણીમાંથી વિકસિત દેશોની શ્રેણી તરફ પ્રયાણ કરવું હોય તો 'સ્માર્ટ સિટી' આવશ્યક શરત છે.
• ભલે ભારતની વસતીના 31% લોકો શહેરોમાં વસવાટ કરતા હોય પરંતુ ભારતની વસતીના 69% લોકો 'આધુનિક ભારત'માં પણ હજુ ગામડાંમાં વસવાટ કરે છે. તેથી આપણે ખરા અર્થમાં લોકોને સ્માર્ટ સુવિધાઓ પૂરી પાડવી હોય તો 'સ્માર્ટ ગામડાં' પણ જરૂરી છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જેથી ગામડાંમાં નિવાસ કરતી વસતી પૈકીનો એક બહોળો વર્ગ કૃષિ સાથે સંકળાયેલો છે, જે કૃષિ પેદાશો શહેરો માટે એક આવશ્યકતા છે. આમ, શહેરી અર્થવ્યવસ્થાનો કેટલોક હિસ્સો ગ્રામ્ય/ગ્રામીણ ભારત તરફ દોહન પામે છે. બીજી એક મહત્ત્વની બાબત ગ્રામીણ લોકો છેલ્લાં ત્રણ દાયકામાં શહેરો તરફ સ્થળાંતર પામ્યા છે. જો સ્માર્ટ ગામડાં બનાવવામાં આવે તો ભારતની વસતીના કેટલાક લોકો ગામડા તરફ આકર્ષાયેલા રહેશે, ત્યાં રહીને જ વધુ આર્થિક પ્રવૃત્તિ કરી શકશે અને વિકાસ સાધશે. ઉત્તર પ્રદેશ સૌથી વધુ ગ્રામીણ વસતી અને ગામડાં ધરાવતું રાજ્ય છે. જ્યારે કેરળની વસતીની 92% ગ્રામીણ વસતી મોટા ગામડાંઓમાં નિવાસ કરે છે. આમ, કેરળ એક ગ્રામીણ વસતી તરફ અગ્રેસર હોવાછતાં પણ ભારતનું શિક્ષિત રાજ્ય છે, જે સ્માર્ટ સિટી સાથે સ્માર્ટ ગામડાંની જરૂરિયાતનું જવલંત ઉદાહરણ છે.
સ્માર્ટ ગામડાંની જરૂરિયાતનું જવલંત ઉદાહરણ છે.
તાજેતરમાં થયેલા એક સામાજિક આર્થિક સર્વે અનુસાર, ભારતની ગ્રામીણ વસતીની ત્રીજા ભાગની વસતી જમીનવિહોણી છે, જેમની આવકનો મુખ્ય સ્ત્રોત કૃષિ મજૂરી છે. અંદાજે 13% ગ્રામ્ય વસતી એક રૂમ ધરાવતા કાચા મકાનમાં રહે છે. તેથી જો માત્ર સ્માર્ટ સિટી અને આર્થિક હિતો તરફ દૃષ્ટિ રાખીશું તો ગામડાંઓ વધુ પાયમાલ થશે, જેની અસર સમગ્ર ભારતની અર્થવ્યવસ્થા પર થશે. દાદાભાઈ નવરોજીના 'ધનના બહિર્ગમન'ના સિદ્ધાંત અનુસાર જેમ અંગ્રેજોએ ગ્રામીણ વ્યવસ્થા ધરાવતા ભારતના ધનનું દોહન કર્યું, જેથી બ્રિટન વધુ સમૃદ્ધ થયું, તેમ 'આધુનિક ભારત'ના ગ્રામીણ ધનનું શહેર તરફ દોહન પણ 'આધુનિક બહિર્ગમન'નો સિદ્ધાંત સાબિત થશે. આમ, એક 'અખંડ ભારતીય સંસ્કૃતિ'નું 'શહેરી સંસ્કૃતિ' અને 'ગ્રામીણ સંસ્કૃતિમાં' ખંડન થશે. જે ભારતીય બંધારણમાં સમાવિષ્ઠ ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા તથા બંધુતા જેવા સિદ્ધાંતો માટે એક ખતરો ઊભો કરી શકે છે.
સુરેશ ભટ્ટ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें