My editorials and columns "CHOPAAS" and “SPECIAL" article” are regularly published in the evening daily “Saurashtra ASPPASS,” published in Bhavnagar city of Gujarat,
શુક્રવાર, 21 જૂન, 2024
ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરવો સહેલો નથી આ વાયુ ધડાકા સાથે સળગતો હોવાથી તે જોખમી છે
પ્રાસંગીક
ગ્રીન હાઈડ્રોજન નો સૂર્યોદય એટલે ફ્યુઝન પાવર ટેકનોલોજી
+++++
ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરો કરવો સહેલો નથી.જોકે પ્રયોગશાળામાં હાઈડ્રોજન ઉત્પન્ન પણ થઈ શકે છે પરંતુ તેને નિયંત્રિત કરવો મુશ્કેલ કામ છે કારણ કે તે ધડાકા સાથે ફાટે છે સળગે છે અને તેની આગ આસપાસમાં માની ન શકાય તેટલી વિસ્તરે છે અને ક્ષણવારમાં તો બધું બળીને ભસ્મીભૂત થઈ જાય તેવો ભયંકર આ વાયુ છે આથી ગ્રીન હાઈડ્રોજન ની વાતો કરવી સહેલી છે પરંતુ તેનો વહેવારમાં ઉપયોગ કરતા વૈજ્ઞાનિકો પણ આજે સાત વાર વિચાર કરે છે.
++++++++
હવે વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસા કે ડીઝલ નો ઉપયોગ કરવાની બદલે પાણીનો ઉપયોગ કરવામાં આવશે. પાણીમાંથી પણ વીજળી બની શકે અને તેને ગ્રીન હાઈડ્રોજન કહેવામાં આવે છે કારણ કે પાણીમાં પણ હાઈડ્રોજન ના અણુ હોય છે જેને જુદા પાડી દેવાથી આપણને હાઈડ્રોજન પ્રાપ્ત થાય છે પરંતુ આ કાર્ય વાત કરીએ તેટલું સહેલું નથી તેનું કારણ એટલું જ છે કે હાઈડ્રોજન એવો ભયંકર વાયુ છે કે ધડાકા સાથે સળગે છે આ એનો સૌથી મોટો દુર્ગુણ છે અને એથી તેનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિકો ડર અનુભવે છે આની પાછળની જે ટેકનોલોજી છે તેને ફ્યુઝન ટેકનોલોજી કહેવામાં આવે છે.
અમેરિકાએ જાપાન પર અણુ બોમ્બ નાખ્યો ભયાનક તબાહી થઈ આમ છતાં
બીજા વિશ્વયુદ્ધ પછી દરેક વિકસિત દેશ હાઈડ્રોજન બોમ્બ બનાવવા માટે, ફ્યુઝન ટેકનોલોજી વિકસાવવા માટે પાગલ બન્યો હતો. મોટાભાગનું સંશોધન ગુપ્ત રીતે ચાલતું હતું. પરંતુ જીનીવા ખાતે, ૧૯૫૮માં એટમિક એનર્જીનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવા માટે, આંતરરાષ્ટ્રીય ધોરણે બીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાનીઓએ અહીં, ગુપ્તતાના પડદા હટાવી દીધા. ૧૯૭૦માં દ.કોરિયામાં, સિઓલ ખાતે આવેલ નેશનલ યુનિવર્સિટીમાં ન્યુક્લિયર ફ્યુઝન અને બેઝિક પ્લાઝમા રિસર્ચની શરૂઆત થઈ હતી. નાના પાયે પ્લાઝમા રિસર્ચ માટે તેમણે, પ્રથમ ટોકમેક ‘SNUT-79'ની શરૂઆત કરી હતી. ૧૯૭૦ના દાયકાના અંત ભાગમાં, કોરિયા એટમિક એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કે ટી વન નામનું ફ્યુઝન ડિવાઈસ તૈયાર કરવામાં આવ્યું હતું. કોરિયા (એડવાન્સ ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ, પોતાનું સ્વતંત્ર રિએક્ટર વિકસાવ્યું. ત્યારબાદ, નેશનલ ફ્યુશન રિસર્ચ (ઇન્સ્ટિટ્યુટ દ્વારા હેનબીટ મિરર ડિવાઇસનું બાંધકામ કરવામાં આવ્યું.૧૯૯૫માં દક્ષિણ કોરિયાની સરકારે, જેને ખરેખર ફ્યુઝન ટેકનોલોજીનો વિકાસ કહેવાય, તેવું પ્રથમ પગલું ભર્યું. સરકારે આધુનિક કોરિયન સુપરકંડકટીંગ ટોકમેક એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. જેને વિજ્ઞાનીઓ ‘કેસ્ટાર’ તરીકે ઓળખે છે. તાજેતરમાં સમાચારોમાં જ ચમકેલ, સૂર્ય કરતા સાત ગણા તાપમાન સર્જવાનો રેકોર્ડ, આ ‘કેસ્ટાર' ટોકમેકે સર્જ્યો છે.
ઈ.સ. ૨૦૦૩માં કોરિયા આંતરરાષ્ટ્રીય ધોરણે, ચાલતા ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપરિમેન્ટ રિએક્ટર ઈટર માં જોડાયું હતું. ૨૦૦૫માં કોરિયા નેશનલ સાયન્સ કાઉન્સિલ દ્વારા ફ્યુઝન એનર્જી ડેવલોપમેન્ટ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ૨૦૦૬માં તેને કોરિયન નેશનલ કોંગ્રેસ દ્વારા, કાયદો રચીને મંજૂરી આપવામાં આવી હતી. આ રીતે દક્ષિણ કોરિયાએ ફ્યુઝન ટેકનોલોજીમાં પોતાની પાપા પગલી ભરવાની શરૂઆત કરી હતી. દક્ષિણ કોરિયા ૨૦૪૦ સુધીમાં વ્યાપારી ધોરણે ફ્યુઝન પાવર પ્લાન્ટ નાખવાની ગણતરી કરી રહ્યું છે. પરંતુ આ કાર્ય માની શકાય તેટલું સરળ નથી વ્યાપારી ધોરણે હાઇડ્રોજનમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનું કાર્ય માનીયે તેટલું સહેલું નથી કારણ કે તેમાં જોખમ ખૂબ છે ગ્રીન હાઈડ્રોજન ની બધા વાતો કરે છે એને માટે ઉજળા ભવિષ્યના સૂચનો પણ કરે છે પણ ગ્રીન હાઈડ્રોજન હકીકતની અંદર અતિ જોખમી પણ પુરવાર થઈ શકે છે
ફ્યુઝન ટેકનોલોજી દ્વારા વ્યાપારી ધોરણે ઉર્જા મેળવવાનું હજી સુધી શા માટે શક્ય બન્યું નથી? આવો સવાલ થવો સામાન્ય છે. આપણે જાણીએ છીએ કે સૂર્યની સપાટી ઉપર ખૂબ જ ઊંચું એટલે કે તાપમાન હોય છે. પ્રયોગશાળામાં ટેકનોલોજી દ્વારા ઉર્જા મેળવવાની થાય ત્યારે પણ, ખૂબ જ ઊંચું તાપમાન પેદા થતું હોય છે. વિજ્ઞાનીઓને મુખ્ય સમસ્યા અહીં નડે છે. આ ખૂબ જ ઓછું તાપમાન નિયંત્રિત કઈ રીતે કરવું. ખૂબ જ ઊંચા તાપમાને ઓગળી ન જાય તેવા, યંત્રની ડિઝાઈન કેવી રીતે કરવી? આ સમસ્યાનો ઉકેલ દરેક દેશ પોતાની રીતે અલગ અલગ ટેકનોલોજી વાપરીને કરે છે. ફ્યુઝન ટેકનોલોજીના સંશોધન, જે યાંત્રિક વિશાળ કદની રચના વપરાય છે. તેને વિજ્ઞાનીઓ ટોકમેક તરીકે ઓળખે છે. ટોરસ (ડૉનટ)ના આકારમાં પ્લાઝમાને સીમિત કરવા માટે શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોવાથી, તેને ટોકમૅક કહે છે. ટોકમૅકએ નિયંત્રિત થર્મોન્યુક્લિયર ફ્યુઝન પાવર ઉત્પન્ન કરવા માટે વિકસાવવામાં આવેલા, વિવિધ
પ્રકારના ચુંબકીય બંધિયાર ઉપકરણોમાંથી એક છે. ૨૦૧૬ સુધીમાં, તે પ્રાયોગિક ફ્યુઝન રિએક્ટરની રચના કરવા માટેનો પ્રથમ દાવેદાર ઉમેદવાર હતો. 'ટોકમેક' શબ્દ રશિયન ટૂંકાક્ષર પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ‘ચુંબકીય કોઇલ સાથે ટોરોઈડલ ચેમ્બર'. પ્રયોગશાળામાં જ્યારે ખૂબ જ ઉંચુ તાપમાન પેદા થાય છે ત્યારે, પદાર્થ પોતાની ત્રણેય અવસ્થા છોડીને, ચોથી અવસ્થા એટલે કે પ્લાઝમા સ્ટેટમાં આવી જાય છે. કોરિયાએ શરૂઆતમાં, કેસ્ટાર ટોકમેકમાં ઊંચા તાપમાન સામે ટકી રહેવા માટે, કાર્બનનો પ્રયોગ કર્યો હતો. પહેલા તેમાં સુધારા વધારા કરીને, કાર્બનના સ્થાને હવે ટંગસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આવતા વર્ષે થનારા આંતરરાષ્ટ્રીય પ્રયોગમાં એટલે કે ઇટરમાં પણ, કોરિયાએ વાપરેલ તંગસ્ટન ડાયવર્ટરનો ઉપયોગ કરવામાં આવશે. આમ કોરિયાએ તાજેતરમાં કરેલ પ્રયોગની વિગતો આંતરરાષ્ટ્રીય પ્રયોગ વખતે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે. પ્રયોગશાળામાં હાઈડ્રોજન કેવી રીતે બની શકે? જો કે શાળા નં,, કોલેજની પ્રયોગશાળામાં હાઈડ્રોજન બનાવવો એકદમ સરળ છે પાણીમાં એસિડનું એક ટીપું નાખીને તેમાં નેગેટિવ અને પોઝિટિવ પોલ નાખીને આ કામ થઈ શકે છે એક તાંબાનો અને જસત નો એમ બે સળિયા લઈને તેને એસિડ યુક્ત પાણીમાં નાખી બંને તે છેડે બેટરીના ડીસી વોલ્ટેજ આપવાથી પાણીનું વિભાજન થાય છે તેમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજન છૂટો પડે છે આ હાઈડ્રોજન અલ્પ પ્રમાણમાં હોવાથી તે સામાન્ય રીતે ઓછો જોખમી છે
પણ જો આ પ્રયોગમાં હાઈડ્રોજન વાયુના પરપોટા નું પ્રમાણ વધી ગયું હોય તો ચોક્કસ તે જોખમી બની શકે છે હવે હવે આપણે એ જોઈએ કે પ્રયોગશાળામાં ગ્રીન હાઈડ્રોજન કેવી રીતે ઉત્પન્ન થઈ શકે
સામાન્ય રીતે પ્રયોગશાળામાં ફ્યુઝન પ્રક્રિયા શરૂ કરવી હોય તો, પ્લાઝમા અવસ્થામાં તાપમાન ૧૦ કરોડ ડીગ્રી સેલ્સિયસ કરતા વધારે હોવું જોઈએ. સામાન્ય રીતે ધન વીજભાર ધરાવતા કણ (આયન) એકબીજાની નજીક આવવાની કોશિશ કરે છે ત્યારે, તેમની વચ્ચે લાગતા વિદ્યુત અપાકર્ષણના કારણે તેઓ એકબીજાની નજીક આવી શકતા નથી. તેમને એકબીજાની નજીક લાવવા માટે પણ, પુષ્કળ પ્રમાણમાં દબાણ આપવાની જરૂર પડે છે. આ ઉપરાંત તેમનું મિલન કરવા માટેની જગ્યા, એટલે કે સ્પેસ પણ નાની હોવી જોઈએ. આ માટે પ્રયોગશાળામાં માત્ર થોડી ક્ષણો માટે મીની સૂર્યનું સર્જન કરી શકે છે સૂર્ય જેવી પ્રક્રિયાની જ્યાં શરૂઆત થાય છે તે ક્ષણને વૈજ્ઞાનિકો ઇગ્નેશન તરીકે ઓળખે છે આ પ્રકારના પ્રયોગો અમેરિકા જાપાન કોરિયાની પ્રયોગશાળામાં થયા છે તાજેતરમાં કોરિયાના વૈજ્ઞાનિકો સૂર્ય કરતાં સાત ગણો વધારે તાપમાન પેદા કરી શક્યા છે સૂર્યના કેન્દ્ર ભાગમાં 1.5 કરોડ સેલ્સિયસ ગરમી હોય છે જ્યારે પ્રયોગશાળાના કે સ્ટાર ટોક મેકે નામના સાધનમાં 48 સેકન્ડ માટે 10 કરોડ સેલ્સિયસ નું તાપમાન પેદા કરીને એક રેકોર્ડ કરવામાં આવ્યો છે આ એક એવો પ્રયોગ છે જેને કારણે ગ્રીન હાઈડ્રોજન ના સપના સાકાર થઈ શકે તેમ છે પરંતુ આવા વાહનો જીવતા બોમ્બ જેવા બની જાય છે આથી તેનો વપરાશ ધીમે ધીમે વ્યાપારમાં ઘટી રહી હોય છે ટૂંકમાં ગ્રીન હાઈડ્રોજન ની જેટલી વાતો મોટા પ્રમાણમાં થાય છે તેટલા પ્રમાણમાં આ ગ્રીન હાઈડ્રોજન નો વ્યવહારિક ઉપયોગ કરો મુશ્કેલ છે કારણ કે આગળ કહ્યું તે પ્રમાણે હાઈડ્રોજન વાયુ ભયાનક ધડાકા સાથે ફાટીને સળગે છે હવે જો વાહનમાં આ વાયુનો ઉપયોગ કરવામાં આવે તો અકસ્માત સમયે કેટલી જાનહાનિ થાય અને કેટલું પ્રદૂષણ ફેલાય તેનો વિચાર કરતા ની સાથે જ વૈજ્ઞાનિકોનો ગ્રીન હાઈડ્રોજન માટેનો ઉત્સાહક ઢીલો પડી જાય છે
સુરેશ ભટ્ટ
વિદેશમાં હિન્દુ ફોબિયા
તંત્રીલેખ
વિદેશમાં હિન્દુ ફોબિયા
+++++++++
વિશ્વના સૌથી પ્રાચીન હિન્દુ સનાતન ધર્મ પ્રત્યે પૂર્વ ગ્રહ રાખનારા માત્ર આપણા દેશમાં જ નથી પરંતુ અમેરિકા બ્રિટન ફ્રાન્સ જર્મની અને ઓસ્ટ્રેલિયા માં પણ છે જ્યારે હિન્દુ ધર્મની સાથો સાથ હિન્દુ રાષ્ટ્ર પ્રત્યે પણ પૂર્વગ્રહ રાખનારા અલકાવાદીઓ માત્ર ભારતમાં જ નહીં પણ કેનેડા ઓસ્ટ્રેલિયાને અમેરિકામાં પણ છે. જે ભારત દેશ પ્રત્યે પૂર્વગ્રહયુક્ત કટર વલણ ધરાવે છે આવા દેશોમાં સૌથી અગ્રસ્થાને જ છે કેનેડા. કેનેડામાં તથા અમેરિકામાં ભારતીય બાળકો સાથે શાળા કોલેજમાં બુલિંગ થાય છે. હિન્દુ મંદિરો અને હિન્દુ અને નિશાન બનાવીને થતા હુમલાઓની સંખ્યામાં કેનેડા તથા અમેરિકા ઓસ્ટ્રેલિયામાં વધારો થઈ રહ્યો છે બીજા શબ્દોમાં કહીએ તો અમેરિકા બ્રિટન ફ્રાન્સ ઇટાલી અને કેનેડામાં હિન્દુત્વ ખતરામાં છે આની સામે અમેરિકામાં હિન્દુ કોબીયા સામે અમેરિકન કોંગ્રેસે ઠરાવ કર્યો છે આ ઠરાવમાં હિન્દુ કૃત્યના પૂર્વ ગ્રહની ટીકા કરવામાં આવી છે મંદિરો પરના હુમલા ની તપાસ તેજ કરવા માગ કરવામાં આવી છે.
અમેરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રીપ્રેઝન્ટ એટલે કે જેને પ્રતિનિધિ સભા કહેવામાં આવે છે તેમાં હિંદુ ફોબિયા એટલે કે હિંદુ ધર્મ પ્રત્યેના પૂર્વ ગ્રહો તથા હિન્દુ વિરોધી કટરતા અને હેટ ક્રાઈમની ટીકા કરતો પ્રસ્તાવજો કરવામાં આવ્યો હતો. હિંદુ બાળકો સાથે શાળા કોલેજમાં બુલિંગ, ભેદભાવ હેટ સ્પીચ અને પૂર્વગ્રહથી પ્રેરિત ગુના વધી રહ્યા છે કોંગ્રેસના સભ્ય શ્રી થાનેદાર વતી લવાયેલા પ્રસ્તાવમાં કહેવાયું કે એફબીઆઇના અહેવાલ પ્રમાણે ભારતીય વિરુદ્ધ હેડ ક્રાઈમ વધતો જાય છે અને તે અમેરિકન સમાજ માટે બહુ મોટા જોખમનો સંકેત છે આ બાબતમાં કહેવામાં આવ્યું છે કે એફબીઆઇના હેટ ક્રાઈમ સ્ટેટેતિક્સ રિપોર્ટ પ્રમાણે મંદિરો અને વ્યક્તિઓને નિશાન બનાવનારા હિન્દુ વિરોધી હેડ ક્રાઈમ માં દર વર્ષે વધારો થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ દુર્ભાગ્યવશ અમેરિકન સમાજમાં હિન્દુ ફોબિયા વધી રહ્યો છે. અહેવાલ પ્રમાણે અમેરિકાએ 19 મી સદી પછી વિશ્વના તમામ ભાગોમાંથી 40 લાખ વધુ હિન્દુઓનું સ્વાગત કર્યું છે.તેમાં વિવિધ જાતિ ભાષા અને પાશ્વ ભૂમિ ધરાવતા હિન્દુઓનો સમાવેશ થાય છે. પ્રસ્તાવ પ્રમાણે અમેરિકાની અર્થવ્યવસ્થાના પ્રત્યેક ઉદ્યોગમાં હિન્દુ સમાજનું ખૂબ મોટું યોગદાન છે અને આને કારણે અમેરિકાની પ્રગતિમાં ખૂબ જ વધારો થયો છે. અમેરિકા આજે સૌથી અગ્રસ્થાને હોય તો તેમાં ભારતીય લોકોનો ફાળો ખૂબ મોટો છે ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસફોરા સ્ટડીઝની નીતિ અને રણનીતિ મુજબ પ્રમુખ ખાંડડેરાવ કાંડે કહ્યું છે કે શ્રદ્ધાળુને ડરાવવા માટે મંદિરોમાં ચોરીની સાથે તોડફોડની ઘટના પણ વધી રહી છે.
અમેરિકાની જ્યોર્જિયા સંસદે એપ્રિલની શરૂઆતમાં વાર જ 'હિન્દુ ફોબિયા'ની ટીકા કરતો એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પ્રકારનો કાયદાકીય ઉપાય કરનારું અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું હતું. હિન્દુ ફોબિયા અને હિન્દુવિરોધી કટ્ટરતાની ટીકા કરતા પ્રસ્તાવમાં કહેવાયું હતું કે ‘હિન્દુ ધર્મ વિશ્વનો સૌથી મોટો અને સૌથી પ્રાચીન ધર્મ છે' અને વિશ્વના 100થી વધુ દેશોમાં 1.2 અબજ લોકો આ ધર્મ માને છે.એટલાન્ટાની ફોરસાઇથ કાઉન્ટીના લોકપ્રતિનિધિ લૉરેન મૅક્ડોનાલ્ડ અને ટોડ જોન્સે રજૂ કરેલા પ્રસ્તાવમાં કહેવાયું હતું કે આ ધર્મ સ્વીકાર, સન્માન અને શાંતિનાં મૂલ્યો સાથે વિવિધ પરંપરાઓ અને આસ્થા પ્રણાલીઓને સાંકળે છે. એટલાન્ટામાં મોટી સંખ્યામાં હિન્દુ અને ભારતીય-અમેરિકનો વસે છે. અમેરિકન-હિન્દુ સમાજનું ચિકિત્સા, વિજ્ઞાન અને ઇજનેર જેવાં વિવિધ ક્ષેત્રોમાં મહત્ત્વનું યોગદાન છે.સોયરો ચર્ચા પછી સેનેટને મોકલવામાં આવશે... અમેરિકામાં હવે પછી આ અંગે જનજાગૃતિ લાવવામાં આવશે તથા અમેરિકન
પ્રતિનિધિ સભાની ઓવરસાઇટ- અને એકાઉન્ટેબિલિટી કમિટીને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. તેના પર ચર્ચા કર્યા પછી સેનેટમાં મોકલવામાં આવશે.
સેનેટમાં પાસ થયા પછી કાયદો ઘડવા માટે મતદાન થશે.
ગત નવેમ્બર, 2023થી જાન્યુઆરી 2024 વચ્ચે કૅલિફોર્નિયા અને ન્યૂયોર્કમાં 6 મંદિરો પર વાંધાજનક સૂત્રો લખાયાં હતાં. જ્યોર્જિયામાં ‘હિન્દુ ફોબિયા'ની ટીકા કરનારો એક પ્રસ્તાવ ગત વર્ષે પસાર થઈ ગયો છે.
'સમોસા કોક્સ'ની તપાસમાં ગતિ લાવવા માટે કાયદા વિભાગને પત્ર ભારતીય અમેરિકન કોંગ્રેસના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, શ્રી થાનેદાર, એમી બેરા અને પ્રીતિ જયપાલે તાજેતરમાં જ મંદિરો પર થયેલા હુમલાની તપાસમાં વેગ લાવવા માટે પત્ર લખ્યો હતો. ભારતવંશી કોંગ્રેસ સભ્યોને 'સમોસા કોક્સ' કહેવાય છે.
અમેરિકામાં હિન્દુ કોબીયા સામે સરકાર એક્શન લે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ અમુક બાબતોમાં અમેરિકાનું વલણ ભારત વિરોધી હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને તે કેનેડાના ભારત વિરોધી વલણને આઠ આડકતરો ટેકો આપે છે. તે બાબતમાં ભારતે વિરોધ નોંધાવેલો છે અમેરિકા સહિતના ઓસ્ટ્રેલિયામાં પણ હિન્દુ ફોબિયા નું પ્રમાણ વધતું જાય છે તે ચિંતાજનક બાબત ગણી શકાય
સુરેશ ભટ્ટ
ગુરુવાર, 20 જૂન, 2024
પ્રાસંગિક યુરોપનું પાવર હાઉસ ગણાતું જર્મની બ્રેકડાઉન થઈ રહ્યું છે.++++++ ચીન તેમજ અમેરિકા સાથે જીઓપૉલિટિકલ ક્રાઇસિસ અને નવી ઔદ્યોગિક હરીફાઈ જર્મન ઉત્પાદનોની વિદેશોમાં માગ ઘટાડવાનું કામ કરે છે. છેલ્લા કેટલાક સમયથી જર્મનીની અર્થવ્યવસ્થા ડાઉન થઈ રહી છે.++++++++ચીન રશિયા અમેરિકા અને જર્મનીની અર્થવ્યવસ્થા પર હવે મંદીનો ઓછાયો છવાતો જાય છે. યુરોપની અર્થવ્યવસ્થામાં જર્મની પાવર પાવર હાઉસ ગણાય છે ત્યાં હંમેશા ઉપયોગી ઉત્પાદન અને આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી હોય છે આજે જર્મનીમાં મંદીનો માહોલ છે.જર્મની યુરોપની સૌથી મોટી અને વિશ્વની ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતની જીડીપી 2027-28માં 5.15 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ મૂક્યો છે, જે ભારતને જર્મની અને જાપાનથી આગળ મૂકી દેશે. ભારત અને જર્મનીની સરખામણી કરીએ તો જર્મનીનો જીડીપી 4.430 બિલિયન ડોલર છે જ્યારે ભારતનો 3.730 બિલિયન ડોલર છે. પણ 'પર કેપિટા જીડીપી’ની દૃષ્ટિએ જર્મની 52820 ડોલર સાથે ભારતના 2610 ડોલર કરતાં ઘણું આગળ છે. જર્મની જ નહીં પણ ટોપ-10અર્થવ્યવસ્થાઓમાં ભારતની ‘પર કેપિટા જીડીપી’ સૌથી ઓછી છે,નવમા ક્રમે રહેલા બ્રાઝિલની 10410 ડોલર કરતાં પણ. જાહેર આરોગ્યની વાત કરીએ તો જર્મનીને 94 અને ભારતને 30 અંક મળે. પ્રતિ 1000 વ્યક્તિ જર્મનીમાં આઠ હોસ્પિટલ બેડ છે જ્યારે ભારતમાં માત્ર 0.53 પ્રતિ 1000 વ્યક્તિ જર્મનીમાં 4.5 ડોક્ટર છે જ્યારે ભારતમાં માત્ર 0.73! બેરોજગારી દર જર્મનીમાં ત્રણ ટકા જ્યારે ભારતમાં સાત ટકાથી વધુ છે. જર્મનીમાં સરેરાશ આવક 54030 ડોલર છે જ્યારે ભારતની 2390 ડોલર છે. ભ્રષ્ટાચાર મામલે પણ ભારતમાં જર્મની કરતાં ઘણી ખરાબ પરિસ્થિતિ છે. આજના ઇન્ટરનેટના યુગમાં ભારતમાં પ્રતિ 1000 વ્યક્તિ 463 ઇન્ટરનેટ યુઝર સામે જર્મનીમાં 916 છે. ઊંચી આવક ધરાવતા તમામ દેશો આર્થિક સમૃદ્ધિ અને ઘટતી વસ્તીને કારણે નીચી જીડીપી વૃદ્ધિની કક્ષામાં આવે છે, જ્યારેવિકાસશીલ દેશો ઊંચી જીડીપી વૃદ્ધિ નોંધાવે છે. એટલે જ ભારત 2013-2022 દરમિયાન લગભગ સાત ટકાની, એટલી પ્રભાવશાળી વૃદ્ધિ ન હોવા છતાં ચાર દેશોને પાછળ છોડીને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો.જર્મની અને જાપાન પણ ઘટી રહેલી વસ્તી સાથે ઊંચી માથાદીઠ આવકવાળા દેશો છે. IMF 2027માં જર્મની અને જાપાનની જીડીપી અનુક્રમે 4.95 ટ્રિલિયન ડોલર અને 5.08 ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ મૂકે છે જ્યારે ભારત માટે 8.72 ટકાની વૃદ્ધિનો આશાવાદી અંદાજ મૂકે છે. જો તે સાકાર થઈ જશે, તો તે વર્ષે ભારત જર્મની અને જાપાનને પાછળ છોડી દેશે. જોકે આમાં સરકારના કોઈ ખાસ પ્રયાસો જવાબદાર નથી. આ બે દેશોની સરખામણીમાં ભારતની પ્રમાણમાં ઊંચી જીડીપી વૃદ્ધિ જ ભારતને 2027-28માં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે.જ્યારે ભારતની સરખામણી જર્મની સાથે કરવામાં આવે છે ત્યારે જર્મનીની અર્થવ્યવસ્થા ધીમે ધીમે બગડતી જાય છે ક્યાં ઊંચા વ્યાજ દરરો ભ્રષ્ટાચાર મોંઘવારી જેવા પ્રશ્નો છે જ્યારે ભારત જાપાનનું વિકસતો અર્થતંત્ર પ્રગતિ સાથી રહ્યું છે જર્મનીને ચીન સાથે કટર હરીફાઈ છે જ્યારે ભારતને આવી કોઈ કટર હરીફાઈ ચીન સાથે નથી જર્મનીની બીજી એક મોટી મુશ્કેલી એ જ છે કે અમેરિકા સાથેના સંબંધો હવે પહેલા જવા રહ્યા નથી આના કારણે જર્મનીની પીછે હદ થઈ છેગઈ સાલમાં તેની અર્થવ્યવસ્થા સંકોચાઈ અને 2024માં પણ એમાં પાછો જીવ ફૂંકાશે એવી કોઈ આગાહી નથી. માત્ર ઉદ્યોગો જ નહીં, જર્મનીના ખેડૂતો પણ બરબાદીના રાહ પર આગેકદમ કરતા ગુસ્સામાં લાલઘૂમ છે. ઔદ્યોગિક ઉત્પાદન ઘટી રહ્યું છે અને સરકાર એમાં કાંઈ કરી શકે તેમ નથી. બર્લિનની સતત ઘરાકીની ચહલપહલવાળી બજાર ગઈ સાલ 0.3 ટકા સંકોચાઈ છે. જ્યાં યુરો ચલણ તરીકે વપરાય છે એવા 20 દેશોમાં જર્મનની અર્થવ્યવસ્થાની સ્થિતિ સૌથી ખરાબ દેખાવ કરી રહી છે.2024ના વર્ષની શરૂઆત જ જર્મની માટે મનહૂસ રહી છે. જર્મનીના રસ્તાઓ અને શેરીઓ ખેડૂતોના ટ્રેક્ટરોએ જામ કરી દીધા છે અને મોટેમોટેથી વગાડવામાં આવતા એના હોર્ન જર્મનીનો ખેડૂત કેટલો નારાજ છે એની ચાડી ખાય છે. કૃષિ માટેના બજેટમાં જે કાપ મૂકવામાં આવ્યો તે સામે ખેડૂતો સખત નારાજગી અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. રેલવે કર્મચારીઓ વધારે પગારની માગણીના ટેકામાં હડતાળ પર છે. બધે અરાજકતા અને ટ્રાફિક જામનું જાણે કે સામ્રાજ્ય છવાઈ ગયું.બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપનું ઇન્ડસ્ટ્રિયલ પાવરહાઉસ ગણાતું જર્મની એની મહાકાય ફેક્ટરીઓ અને હાઈટેક એન્જિનિયરિંગ માટે જાણીતું હતું પણ હવે એના ઑટો ઉત્પાદકોએ ચીનમાં ઉત્પાદિત સસ્તા ઉત્પાદનો સાથે હરીફાઈ કરવાની છે અને પોતાને ત્યાં ટેક્નોલૉજી જાયન્ટ્સને આકર્ષવા અમેરિકા સાથે હરીફાઈ કરવાની છે. એક એવી છાપ ઊભી થઈ છે કે જર્મની પોતાના ઉદ્યોગોને અદ્યતન ટેક્નોલૉજી અને ડિઝિટલાઇઝેશનથી સજ્જ કરવામાં સફળ નથી રહ્યું. ગયા વર્ષની મંદીએ સરકારને લગભગ લકવો મારી ગયો હોય એ સ્થિતિએ મૂકી દીધી છે. ચાન્સેલર ઓલાફનું ગઠબંધન જર્મનીમાં અત્યાર સુધીના વડાઓની સરખામણીમાં અપ્રિયતાની ચરમસીમાએ છે.જર્મનીમાં અત્યારે ત્રણ પક્ષોનું સંયોજન રાજ કરે છે. અર્થવ્યવસ્થા માંદી હોય એટલે ભાગીદારોમાં સ્વાભાવિક રીતે ઝઘડા થાય અને દોષનો ટોપલો એકબીજા પર ઢોળવાનો પ્રયત્ન થાય. કદાચ આ કારણથી જ નવેમ્બરમાં બજેટની કટોકટી આવી ગઈ જેણે સરકારને પ્રજામાં અપ્રિય બનવાનું કામ કર્યું છે. આના દાખલા પણ દેખાવા માંડ્યા છે. પૂર્વ જર્મનીના મતદારોએ એકદમ જમણેરી ઝોક ધરાવતા વ્યક્તિને શહેરના મેયર તરીકે ચૂંટી કાઢ્યો છે, જે આવનાર સમયમાં હાલની સરકારના વિકલ્પે નેશનાલિસ્ટ પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાનું સૂચન કરે છે.એક સમયે જર્મનની વિશ્વભરમાં બોલબાલા હતી જર્મન કંપનીએ ખાસ પ્રકારનું સ્ટીલ બનાવ્યું જે જર્મન સિલ્વર તરીકે જાણીતું હતું આ ધાતુના વાસણો ચાંદી અને સ્ટીલની ખૂબીઓ ધરાવતા હતાઆ અલગ પ્રકારની મેટલ ના વાસણોને કપડાથી ઘસવામાં આવે તો તે ચાંદીની ચમકી ઉઠતા હતા આમ ચાંદી અને સ્ટીલનું મિશ્રણ કરીને જર્મનીએ જે મેટલ બનાવી તેના વાસણો આજે એન્ટિક પીસ માં ગણાવવામાં આવે છે જર્મનીની ટેકનોલોજી એક સમયે જગતમાં સર્વોચ્ચ હતી પરંતુ આજે જર્મનીની પીછે હટ થઈ રહી છે કારણકે ત્યાંના ઉદ્યોગો અને વિજ્ઞાન જમાના સાથે કદમ મિલાવી શક્યા નહીં બીજી બાજુ પ્રાચીન શાસ્ત્રોના આધારે જર્મનીએ જર્મની જે સંશોધન કર્યું તેનો જગતમાં જોટો જડે તેમ નથી જર્મનીના વિજ્ઞાનીકોએ પ્રાચીન ભારતના દુર્લભ ગ્રંથોનો અભ્યાસ કરીને એવું કરી બતાવ્યું કે જેને કારણે જગત આશ્ચર્યચકિત બન્યું આજે પણ પ્રાચીન સંસ્કૃતિના આધારે વૈજ્ઞાનિક સંશોધન કરવામાં જર્મનીનો જોટો જડે તેમ નથી આમ છતાં જર્મનીની પીછે હટ થઈ રહી છે અને યુરોપનું સૌથી મોટું પાવર હાઉસ આજે ઉર્જા ઉત્પન્ન કરવામાં ઝડપભેર ધીમું પડી રહ્યું છે સુરેશ ભટ્ટ
બુધવાર, 19 જૂન, 2024
FREE TOOLS 4 ALL: How to Market and Promote Your Amazon KDP Drawing ...
મંગળવાર, 18 જૂન, 2024
રેલવેની “કવચ” સિસ્ટમ શું છે? કંચનજંધા એક્સપ્રેસ દુર્ઘટનામાં આ સિસ્ટમ કામ કેમ ન આવી?
રેલવેની “કવચ” સિસ્ટમ શું છે? કંચનજંધા એક્સપ્રેસ દુર્ઘટનામાં આ સિસ્ટમ કામ કેમ ન આવી?
રેલવેની “કવચ” સિસ્ટમ શું છે? કંચનજંઘા ઍક્સપ્રેસ દુર્ઘટનામાં આ સિસ્ટમ કામ કેમ ન આવી?

ઇમેજ સ્રોત, UGC
- લેેખક, ચંદન જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ઘટેલી રેલવે દુર્ધટનામાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ દુર્ઘટના જે સમયે ઘટી તે સમયે કંચનજંઘા ઍક્સપ્રેસ ટ્રેન ન્યૂ જલપાઈગુડી સ્ટેશનને પાર કરીને સિયાલદહ તરફ જઈ રહી હતી ત્યારે જ એક માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી.
આ ટક્કર એટલે થઈ કારણ કે માલગાડીના લોકો પાઇલટે સિગ્નલ તોડ્યું હતું.
આ દુર્ઘટના પછી લોકો સવાલ કરી રહ્યા છે કે આ મામલે રેલવે તરફથી બનાવવામાં આવેલી સિસ્ટમ “કવચ” કામ કેમ ન આવી. રેલવેએ દાવો કર્યો હતો કે આ પ્રકારની ઘટનાને રોકવા માટે ઑટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ ‘કવચ’ બનાવવામાં આવી હતી.
આ સિસ્ટમ આ પ્રકારના સિગ્નલ તોડવાને કારણે પેદા થતા ખતરાનો (સિગ્નલ પાસ્ટ ઍટ ડેન્જર – SPAD) મુકાબલો કરવા માટે જ બનાવવામાં આવી હતી.

'કવચ' ટૅકનૉલૉજી શું છે?

ઇમેજ સ્રોત, UGC
કવચ એક સ્વદેશી ટૅકનૉલૉજી છે. દાવો કરવામાં આવ્યો હતો કે રેલવે તંત્ર રેલવે દુર્ઘટનાને રોકવા માટે આ ટૅકનૉલૉજી બધા જ વ્યસ્ત રૂટો પર લગાવશે.
આ એક પ્રકારનું ડિવાઇસ છે જે ટ્રેનના એન્જીન સિવાય રેલવેના રૂટ પર પણ લગાડવામાં આવે છે.
આ ડિવાઇસને કારણે જો બંને ટ્રેનો એક જ ટ્રેક પર એકબીજાની નજીક આવે ત્યારે ટ્રેન સિગ્નલ અને એલાર્મ થકી ટ્રેનના પાઇલટને આ બાબતે સૂચના મળે છે. જોકે, આ તમામ દાવાઓ પછી પણ રેલવે દુર્ઘટનાઓ પર રોક લાગી શકી નથી.
સૌથી મોટી વાત એ છે કે જે પ્રકારની દુર્ઘટના રોકવા માટે ‘કવચ’ ટૅકનૉલૉજી બનાવવામાં આવી હતી તેવી જ દુર્ઘટના ગયા વર્ષે ઓડિશામાં ઘટી હતી. તે દુર્ઘટનામાં 275 લોકોનાં મોત થયાં હતાં.
સેન્ટ્રલ રેલવે બૉર્ડનાં સીઈઓ અને ચૅરમૅન જયા વર્મા સિન્હાએ જણાવ્યું કે ‘કવચ’ સિસ્ટમ 1,500 કિલોમીટરના રૂટ પર લગાવવામાં આવી છે અને આ વર્ષે વધારે 3,000 કિલોમીટરના રૂટ પર લગાડવામાં આવશે.
તેમનું કહેવું છે કે આવતા વર્ષે બીજા 3,000 કિલોમીટરના રૂટ પર આ સિસ્ટમ લગાડવામાં આવશે.
જયા વર્મા સિન્હાએ જણાવ્યું, “આ વર્ષની યોજનામાં પશ્ચિમ બંગાળ પણ સામેલ છે. જોકે, દુર્ઘટનાવાળી જગ્યા પર આ સિસ્ટમ હજુ લગાડવામાં આવી નથી.”
તેમણે કહ્યું કે આ સિસ્ટમ મોંઘી છે. આ કારણે આ સિસ્ટમને તબક્કાવાર લગાવવામાં આવી રહી છે.
ઇકૉનૉમિક ટાઇમ્સે ભારતીય રેલવેના એક રિપોર્ટનો હવાલો આપતાં કહ્યું કે રેલવેએ 10 હજાર કિલોમીટર માટે કવચનું ટેન્ડર જારી કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, અત્યાર સુધી છ હજાર કિલોમીટર પર કવચ સિસ્ટમ લગાડવા માટેનાં ટેન્ડરો જારી કરવામાં આવ્યા છે, જેમાં સાઉથ સેન્ટ્રલ રેલવેના 1465 કિલોમીટર રૂટ પર અને 139 એન્જિનોમાં કવચ સિસ્ટમ ફિટ કરવામાં આવી હતી.
ઍન્ટિ કોલિઝન ડિવાઇસ

ઇમેજ સ્રોત, ANI
ભારતમાં બે ટ્રેનોની ટક્કરને (હેડ ઑન કોલિઝન) રોકવા માટે ગંભીરતાથી કામ વર્ષ 1999માં થયેલી ગૈસલ રેલવે દુર્ઘટના બાદ શરૂ થયું.
આ દુર્ઘટનામાં અવધ-અસમ ઍક્સપ્રેસ અને બ્રહ્મપુત્ર મેલ ટ્રેનની ટક્કર થઈ હતી જેને કારણે લગભગ 300 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ભારતીય રેલવેના કોંકણ રેલવેએ ત્યારબાદ ગોવામાં ઍન્ટિ કોલિઝન ડિવાઇસ (એસીટી)ની સ્વદેશી ટૅક્નિક પર કામ કરવાનું શરૂ કર્યું હતું.
એસીટીમાં ટ્રેનોમાં જીપીએસ આધારિત ટૅક્નિકો લગાડવામાં આવી હતી, જે કારણે બંને ટ્રેનો એક જ ટ્રેક પર એકબીજાની નજીક આવે તો સિગ્નલ અને હુટર થકી તેની જાણકારી ટ્રેનના પાઇલટને પહેલાંથી જ મળી જાય.
આ ટૅકનૉલૉજીના શરૂઆતી ઉપયોગમાં જોવા મળ્યું કે બીજા ટ્રેક પર પણ કોઈ ટ્રેન આવી રહી હોય તો પણ આ પ્રકારનાં સિગ્નલો મળવા લાગે છે. આ ટૅક્નિકમાં બીજા દેશોમાં પણ કેટલીક ઉણપ જોવા મળી હતી અને આ કારણે જ એસીટીથી વધારે સુરક્ષિત ટૅક્નિકની જરૂર હતી.
કોંકણ રેલવેના પૂર્વ પ્રોજેક્ટ મેનેજર સતીશ કુમાર રૉયે બીબીસીને જણાવ્યું, “કોંકણ રેલવેએ જે ઍન્ટિ કોલિઝન ડિવાઇસ નામની ટૅકનૉલૉજી વિકસાવી હતી તે ખૂબ જ સસ્તી ટૅકનૉલૉજી હતી. નોર્થ ફ્રન્ટિયર રેલવેના 1600 કિલોમીટરના રૂટ પર આ ટૅક્નિકની 10 વર્ષ માટે 2019 સુધી સફળ ટ્રાયલ કરવામાં આવી.”
સતીશ કુમાર રૉયના મત પ્રમાણે રેલવેએ ખર્ચાને કારણે આ ટૅકનૉલૉજીને લાગુ ન કરી. જોકે, આ ટૅકનૉલૉજીથી પણ મોંધી કેટલીક યુરોપની ટૅકનૉલૉજીને ખરીદવાનો વિચાર થયો. આ રીતે કોંકણ રેલવેની ટૅકનૉલૉજીનો ઉપયોગ ન કરવામાં આવ્યો.
રેલવેએ ત્યારબાદ વિજિલન્સ કન્ટ્રોલ ડિવાઇસ વિકસિત કરીને આ પ્રકારની દુર્ઘટનાઓને રોકવા માટેનો વિચાર પણ કર્યો હતો.
ત્યારબાદ ટ્રેનોની ટક્કર રોકવા માટે ટ્રેન પ્રોટેક્શન વોર્નિંગ સિસ્ટમ (ટીપીડબલ્યૂએસ) અને ટ્રેન કોલિઝન અવૉઇડન્સ સિસ્ટમ પર પણ વિચાર થયો હતો.
આ પ્રકારની ટૅકનૉલૉજી વિદેશ પાસેથી ખરીદવી ખૂબ જ ખર્ચાળ પુરવાર થઈ રહી હતી. આ જ કારણે રેલવેએ આ ટૅકનૉલૉજી જાતે વિકસાવવાની વાત પર જોર આપ્યું. આ જ રીતે ટ્રેન કોલિઝન અવૉઇડન્સ સિસ્ટમ જેવી જ ‘કવચ’ નામની સ્વદેશી ટૅકનૉલૉજીને અપનાવી.
ગયા વર્ષે ભારતનાં સાઉથ સેન્ટ્રલ રેલવેમાં ટ્રાયલ પછી દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ 2022-23 સુધીમાં આ સિસ્ટમને બે હજાર કિલોમીટર રૂટ પર લગાવી દેવામાં આવશે.
આનો અર્થ છે કે ભારતીય રેલવેનાં લગભગ 65 હજાર કિલોમીટરનાં નેટવર્કનાં માત્ર વ્યસ્ત સેક્શનો પર “કવચ” ટૅકનૉલૉજી લગાડવામાં હજી લાંબો સમય લાગી શકે છે.
રેલ દુર્ઘટનાને શૂન્ય કરવાનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય રેલવે વારંવાર અકસ્માત પ્રત્યે ઝીરો ટૉલરન્સની વાત કરે છે. એટલે કે રેલવેમાં એક પણ દુર્ઘટના સહન કરવામાં આવશે નહીં.
સામાન્ય રીતે દરેક રેલવેમંત્રીની પ્રાથમિકતામાં આ વિશે જ સાંભળવા મળે છે. જોકે, છેલ્લાં 15 વર્ષમાં 10થી વધારે રેલવેમંત્રી રહ્યા હોવા છતાં ભારતમાં રેલ દુર્ઘટના રોકી શકાઈ નથી.
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ માર્ચ 2022માં સિકંદરાબાદ પાસે “કવચ”ના ટ્રાયલ સમયે પોતે હાજર રહ્યા હતા.
તે સમયે દાવો કરવામા આવ્યો હતો કે ‘કવચ’ ભારતમાં રેલવે દુર્ઘટનાને રોકવા માટેની સસ્તી અને સારી ટૅકનૉલૉજી છે.
રેલવેમંત્રીએ પોતે જ ટ્રેનના એન્જીનમાં સવારી કરીને તેના ટ્રાયલનો વીડિયો બનાવડાવ્યો હતો. જોકે, આ ટૅકનૉલૉજીની ક્ષમતા પર સવાલો ઊઠી રહ્યા છે.
રેલવે દુર્ઘટનાની વાત કરીએ તો પાછલી સરકારોના રેકૉર્ડ પણ ખરાબ છે અને વર્તમાન સરકારના કાર્યકાળમાં પણ કેટલીક મોટી રેલવે દુર્ઘટનાઓ ઘટી છે. રેલવેમાં કેટલીક દુર્ઘટનાઓ એવી હોય છે જેની ચર્ચા પણ થતી નથી.
મોદી સરકાર દરમિયાન થયેલી મોટી રેલવે દુર્ઘટનાઓ

ઇમેજ સ્રોત, Reuters
2 જૂન 2023 – ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ ઍક્સપ્રેસ ટ્રેને બાહનગા સ્ટેશન પર ઊભેલી એક ગાડીને ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે કોરોમંડલ ઍક્સપ્રેસના ઓછામાં ઓછા 12 ડબ્બાઓ પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 275 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
13 જાન્યુઆરી 2022 – રાજસ્થાનના બીકાનેરમાં આસામના ગુવાહટીથી જઈ રહેલી બીકાનેર-ગુવાહટી ઍક્સપ્રેસના 12 ડબ્બાઓ પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટના પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ઘટી હતી. આ ઘટનામાં ટ્રેનના એન્જીનની મોટર ખુલીને પાટા પર પડી ગઈ હતી અને તેના પર ટ્રેન ચડી જતા આ દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
19 ઓગસ્ટ 2017 – ઉત્તર પ્રદેશના ખતૌલીમાં ઉત્કલ ઍક્સપ્રેસ ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ ટ્રેન પુરીથી હરિદ્વાર જઈ રહી હતી. ત્યાં પાટાનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દુર્ઘટનામાં લગભગ 23 લોકોનાં મૃત્યુ થયાંં હતાં. આ દુર્ઘટના પછી સુરેશ પ્રભુએ રેલવેમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
22 જાન્યુઆરી 2017 – આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લામાં હીરાખંડ ઍક્સપ્રેસ ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં લગભગ 40 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
20 નવેમ્બર 2016 – ઉત્તર પ્રદેશના કાનપુરની પાસે પુખરાયાંમાં પટના-ઇન્દોર ઍક્સપ્રેસના 14 ડબ્બાઓ પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં લગભગ 150 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
20 માર્ચ 2015 – દહેરાદૂન-વારાણસી જનતા ઍક્સપ્રેસ પાટા પરથી ઊતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં લગભગ 35 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટના ઉત્તર પ્રદેશના રાયબરેલી જીલ્લામાં ઘટી હતી.
24 જૂલાઈ 2014 – હૈદરાબાદ નજીક એક રેલવે ફાટક પર સ્કૂલ બસ અને ટ્રેનની ટક્કર થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 15 બાળકોનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટના મેડકના મસાઇપેટ વિસ્તારમાં માનવરહિત રેલવે ફાટક પપાસે થઈ હતી.
26 મે 2014 – ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જીલ્લામાં આવેલા ચુરેબ રેલવે સ્ટેશન પાસે ગોરખધામ ઍક્સપ્રેસના છ ડબ્બાઓ પાટા પરથી ઊતરી ગયા હતા. આ ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતા 25 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 50થી વધારે લોકો ઘાયલ થયાં હતાં.
મોંઘાદાટ સ્માર્ટ ફોનનો યુગ આથમી રહ્યો છે
તંત્રીલેખ
++++
મોંઘાદાટ સ્માર્ટ ફોનનો યુગ આથમી રહ્યો છે
++++++++++++++++++++++
દરેક વ્યક્તિને પોતાનો મોબાઈલ ફોન જીવ કરતા પણ વધુ વહાલો હોય છે. એક કહેવત છે પ્રાણ જાય પણ વચન ન જાય પરંતુ હવે લોકો એમ કહે છે કે પ્રાણ જતો હોય તો જવા દો બાકી મારો મોબાઇલ ફોન મારાથી અલગ ન થવો જોઈએ. મોબાઇલ પ્રત્યેની આ મમતા હવે આપમેળે છૂટી જશે. આગામી વર્ષોમાં તમારો પ્યારો મોબાઈલ કચરાના ડબ્બામાં પડ્યો હશે.!
તમારો મોંઘો ડાટ સ્માર્ટફોન તમારો સ્ટેટસ સિમ્બોલ છે પરંતુ નજીકના ભવિષ્યમાં આ તમારો અત્યંત કિંમતી મોબાઈલ ફોન બહેરો મુંગો અને નકામો બની જશે કારણ કે ટેકનોલોજી ઝડપભેર વિકસી રહી છે. દુનિયાભરના સ્માર્ટ ફોન રમકડા બની જશે. અને તે કિલોના ભાવે ભંગારમાં વેચવા પડશે તેનું કારણ છે ઝડપભેર વિકસતી જતી ટેકનોલોજી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની એક નવી શાખા ડેવલપ થઈ ચૂકી છે અને તે શાખા નું નામ છે “એ આઈ પીન”
આ એઆઈપી ની ટેકનોલોજી દુનિયાભરના સ્માર્ટફોનને બહેરા મૂંગા અને બબૂચક બનાવી દેશે.
એઆઈ પીન સ્માર્ટ ફોનને હરીફાઈ આપવા તૈયાર છે આ નવા પરિવર્તન માટે તમે તૈયાર છો ખરા?
ટેક્નોલોજીના યુગમાં કંઈપણ શક્ય છે. ગણતરીનાં ક્લાકોમાં બદલાતી ફેશનની માફક ટેકનોલોજી પણ ઝડપથી બદલાતી જાય છે. દુનિયામાં શોધકર્તાઓ વપરાશકર્તાઓ માટે નવાં-નવાં ગેઝેટ બજારમાં ઉતારી રહ્યા છે. આ નવી ટેકનોલોજી નજીકનાં ભવિષ્યમાં સ્માર્ટફોનનું સ્થાન લેવા સક્ષમ છે. હ્યુમેન કંપનીએ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પીન સ્માર્ટ ફોનની બરોબરી કરવા બજારમાં ઉતારી છે. જેને બહુ જ ટૂંકા ગાળામાં વપરાશકર્તાનો ભારે પ્રતિસાદ સાંપડ્યો છે. જે પ્રકારે એઆઇ પીનને પ્રમોટ કરવામાં આવી રહી છે તે જોતા સ્માર્ટ ફોન ઇતિહાસ બની જશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ના નવા સંશોધનો માં એઆઈપીન સૌથી મહત્વનું સંશોધન છે જે અત્યંત આધુનિક અને ખૂબ જ મોંઘા સ્માર્ટ ફોનને પણ ડબલા બનાવી દેશે જેનો કોઈ ભાવ નહિ પૂછે બાળકોને રમવા આપશો તો એ પણ ઘા કરીને ફેંકી દેશે કારણ કે નવી ટેકનોલોજી આપણા કરતાં આપણા બાળકોને ઝડપથી સમજાઈ જાય છે તે હકીકત આપણે સ્વીકાર કરવી જરૂરી છે.
હ્યુમન એઆઈ પીનને એન્ટી-સ્માર્ટફોન ઉપકરણ તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. એઆઈ પીનનાંમાધ્યમથી વપરાશકર્તા સ્ક્રીનને જોવાને બદલે તેમની આસપાસનાં વાતાવરણ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે. જો વપરાશકર્તાને પ્રસંગોપાત વિઝ્યુઅલ્સની જોવાની જરૂર છે તો હથેળી પર તેની ઇમેજ આવી જશે. હથેળી પર ઇમેજને જોવા માટે પીનમાં લેસર શાહી ડિસ્પ્લે ઉપયોગ કરાયો છે.
એક નાનકડું ઉપકરણ તમારી હથેળીમાં ફરસની લાદી પર અથવા તો દિવાલ પર લેઝર કિરણો
આકૃતિ બનાવશે જે કીબોર્ડ જેવી તેમજ ટીવી સ્ક્રીન જેવી પણ બની જશે અને તે અત્યંત ઝડપથી કોમ્યુનિકેશન પણ કરશે.
આમાં એક નાનકડા પ્રોજેક્ટરનો પણ સમાવેશ થાય છે આ પ્રોજેક્ટરમાંથી લેસર કિરણો નીકળે છે અને તે મોબાઇલની આકૃતિ તેનો સ્ક્રીન અને કીબોર્ડને પ્રસ્તુત કરે છે.
પ્રોજેક્ટર. સ્માર્ટ પીનને ખિસ્સામાં રાખી હથેળીને આગળ કરી તેમાં ડિસ્પ્લે કરવાથી ઇમેજ હાથમાં આવે છે. હ્યુમેન કંપની દ્વારા બજારમાં * ઉતારવામાં આવેલી એઆઈ પીન એપલ કંપનીનાં પૂર્વ ડિઝાઇન ડાયરેક્ટર ઇમરાન ચૌધરીએ બનાવી છે. ઈમરાન ચોધરીની એઆઈ ટીમે સમગ્ર ગ્રાઉન્ડ પૂરું પાડ્યું છે. એઆઇ પીનની વિશેષતા જાણીએ તો પીન પહેરી શકાય તેવી છે. જેમાં સ્માર્ટ સ્ક્રીનની જરૂર નથી. સ્માર્ટ સ્ક્રીન વિના જ એઆઈ પીન સ્માર્ટ ફોનમાં રૂપાંતરિત થઈ શકે છે. આ પીનમાં સેન્સર, કેમેરા, લેસર ઇન્ક ડિસ્પ્લે, જેસ્ટર સપોર્ટ આપવામાં આવ્યા છે. એક નાનું પ્રોજેક્ટર પણ તેમાં સેટ કરવામાં આવ્યું છે. જેથી વપરાશકર્તા સરળતાથી ઇમેજ અને વીડિયો જોઈ શકે છે. વીડિયોના મ્યુઝિકને સાંભળવા માટે ઇયર ફોન પહેરવા પડશે.
ઇનકમિંગ કોલ્સ, મીડિયા નિયંત્રણો એઆઇ પીનમાં છે. જેને છાતી પર શર્ટના બટન કે ખિસ્સામાં લગાવી શકાય છે. સ્માર્ટ એઆઇ પીન એક ચોરસ ઉપકરણ છે જેનું વજન નજીવું છે. પીનમાં નાની અમથી બેટરી પણ જોડેલી છે. જેને ચાર્જ કરી પીન જરૂરિયાત પ્રમાણે વપરાશમાં લઈ શકાય છે. હ્યુમેન કંપની દ્વારા ડેવલપ કરાયેલી એઆઇ પીન ઇક્લીપ્સ, લુનાર, ઇક્વાનોક્સ જેવા ત્રણ મોડેલમાં ઉપલબ્ધ છે. અમેરિકામાં એમેઝોન અને કંપનીની સાઇટ ઉપર ૬૯૯ ડોલરથી તેની કિંમત શરૂ થાય છે. એઆઈ પીન શું કરી શકે તે જાણીએ તો - તે ટેક્સ્ટ મોક્લી શકે છે અને ચિત્રો લઈ શકે છે. લેસર વર્ચ્યુઅલ હેલ્પર સાથે હથેળી પર સ્ક્રીન પ્રોજેક્ટ કરે છે. આ પીન ચેટજીપીટી જેટલી સ્માર્ટ છે. આ પીન બનાવવા પાછળ સંશોધનકર્તાનો મુખ્ય હેતુ લોકોને સ્માર્ટ ફોન અને કમ્પ્યુટરના નિર્ભરથી દૂર રાખવાનો છે. વેબ સર્ચ પણ પીનથી થઈ શકે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની નાનકડી પિન અને તેનો પ્રોજેક્ટર તમારા મોબાઇલ ફોનને રિપ્લેસ કરી નાખશે મોબાઇલ ફોનની જરૂર પણ નહીં પડે માત્ર નાનકડી પિન નું નાનકડું સાધન અતિ ઉપયોગી બનશે અને આગામી દાયકામાં મોબાઈલ ફોન એક ઇતિહાસ બનીને રહી જશે
સુરેશ ભટ્ટ
https://www.instagram.com/reel/DRTgwJbiDdR/?igsh=MXF0dG9sdzVlOWo0MA==
-
પ્રાસંગિક અથવા ચોપાસ +++++++ ભાવનગર ને આંગણે અનોખા આનંદનો ઉત્સવ સ્ટ્રીટ જલસા ++++++++++++++ ભાવનગરમાં દર વર્ષે યોજાતો ‘સ્ટ્રીટ જલસા’ કાર્...
-
તા.૪.૧.૨૬ પ્રાસંગિક “સીટીઝન સાયન્ટિસ્ટ”ના જોખમી પ્રયોગો ++++++++++++++++++++ ઓનલાઈન વેચાતી અમુક મેડિસિન એવો દાવો કરે છે કે તે લેવાથી શરીર...
-
સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો ખાસ લેખ ભારત હવે પછી આર્થિક મહાસત્તા બનશે ++++++++ અમેરિકાના ભારે ટેરીફ ના કારણે ભારતનું અર્થતંત્ર તૂટી જશે તેવી ...