सोमवार, 8 जुलाई 2024

માનવીને યંત્ર બનાવવાના કારખાના

તંત્રી લેખ 

માનવીને યંત્ર બનાવવાના કારખાના

+++++++++++++++++++

વિજ્ઞાન અને ટેકનોલોજી નો અભૂતપૂર્વ વિકાસ કઈ દિશામાં જઈ રહ્યો છે તે મોટાભાગના માનવીઓને સમજાતું નથી.અમેરિકામાં તો હવે માનવીના મગજની અંદર કોમ્પ્યુટર ની માઈક્રો ચિપ્સ ફીટ કરવાના પ્રયોગો ચાલુ થઈ ગયા છે. અને આગામી થોડા વર્ષોમાં જીવતા જાગતા માનવીને યંત્ર બનાવી દેવાના પ્રયોગો પણ થશે

 આ બધું ક્યાં જઈને અટકશે તે કોઈ કહી શકે તેમ નથી.

વિશ્વમાં ઈશ્વરનું સર્વોત્તમ સર્જન માનવી છે અને માનવીમાં સર્વોપરી છે તેનું મન. આ મનને કોમ્પ્યુટરથી કંટ્રોલ કરવાના પ્રયોગો શરૂ થઈ ચૂક્યા છે. માનવીના મગજમાં કોમ્પ્યુટરની ચીપ ફિટ કરવામાં આવી રહી છે. અમેરિકાની બ્લેક રોક યુરોટેક નામની કંપની આ પ્રકારનું કાર્ય કરી રહી છે.તેને ઘણા માણસોના મગજમાં આવી કોમ્પ્યુટર જીપ પ્લાન્ટ કરે છે 

ઈલેક્ટ્રીક મોટર થી માંડીને અવકાશયાન બનાવીને એક ક્રાંતિ કરી છે તો બીજી બાજુ મંગળ ગ્રહ પર માનવીની સોસાયટી સ્થાપવાના સપના જોઈ રહેલા અમેરિકાના આધન કુબેર જે કાર્ય કરવા માટે છે તે કાર્ય સામાન્ય માનવી માટે અત્યંત ચોંકાવનારૂ છે. એમાં તે માનવીના મગજમાં કોમ્પ્યુટર ની ચીપ ફીટ કરવાના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે આ માટે એક નવી કંપનીની સ્થાપના કરવામાં આવી છે અને તે માનવીના મગજની અંદર કોમ્પ્યુટર ની ચીપ ફીટ કરવાનું ક્રાંતિકારી કામ શરૂ કરી દીધું છે. ન્યુરા લિંક નામ આપવામાં આવ્યું છે. આ કંપનીએ ઘણા માણસોના મગજમાં આવી ચિપ ઈમ્પ્લાન્ટ કરી ચૂકી છે. ન્યુરાલિંકની આ પહેલ મોટી છે, પરંતુ શરૂઆતમાં ફક્ત તે લોકોને જ ફાયદો થશે, જેમણે કોઈ કારણસર પોતાના અંગો ગુમાવ્યા હોય અથવા તેમના અંગો નકામા થઈ ગયા હોય. આવા દર્દીઓ માટે માત્ર વિચારીને ફોન, કોમ્પ્યુટર કે અન્ય આવા ઉપકરણોનો ઉપયોગ કરવાની ક્ષમતા વરદાન સાબિત થઈ શકે છે.

મગજમાં ફિટ કરવાની કોમ્પ્યુટર ચિપ એક ચમત્કાર તો છે જ પરંતુ એની હવે પછીની સંશોધન જનરેશન મનુષ્યને બ્રહ્માંડ સમજવામાં ઉપયોગી થશે. થોડી આગળ વાત કરીએ તો તેનાથી એવા લોકોને પણ ફાયદો થઈ શકે છે જેમના શારીરિક અંગો સ્વસ્થ છે, પરંતુ માનસિક બિમારીઓને કારણે તેઓ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે, આ ચિપ માત્ર અલ્ઝાઈમર, પાર્કિન્સન્સના કેસમાં જ નહીં, પણ ડિપ્રેશન અને વ્યસનના કિસ્સામાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે રોગોની સારવાર આ પ્રયોગનું માત્ર એક પાસું છે. માત્ર મસ્ક જ નહીં, આ પ્રયોગ પર કામ કરતા અન્ય લોકોએ પણ ખરેખર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા માનવ મગજની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેથી આજે નહીં તો કાલે મામલો એ દિશામાં જશે.

મગજમાં ચિપ દ્વારા વિશ્વભરની માહિતી ડાઉનલોડ કરવાનો અને માહિતી સંગ્રહિત કરવાની માણસની ક્ષમતામાં વધારો કરવાનો વિચાર ખૂબ જ આકર્ષક છે. પરંતુ આમાં ખતરો પણ ઓછો નથી. એના પછીની નીચેની લીટી એ છે કે આવી ચિપ છ મહિના અથવા એક વર્ષ માટે નહીં, પરંતુ લાંબા સમય (૧૦-૨૦ વર્ષ અથવા તેથી વધુ) માટે સેવા આપશે. પરંતુ મગજ અને ચિપ વચ્ચેનો તાલમેલ આટલો લાંબો સમય ચાલશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ અભ્યાસ થયો નથી. જો કે, ન્યુરાલિંકનો વાસ્તવિક હેતુ મનુષ્ય અને કમ્પ્યુટરને જોડવાનો છે. આનો અર્થ એ થયો કે ભવિષ્યમાં આપણે ફક્ત વિચાર કરીને જ વસ્તુઓને નિયંત્રિત કરી શકીશું, તે સાયન્સ ફિક્શન ફિલ્મો જેવું લાગે છે. પરંતુ આ અંગે હજુ પણ ઘણા પ્રશ્નો છે. ઉદાહરણ તરીકે, શું આ ટેક્નોલોજીનો દુરુપયોગ થઈ શકે છે? હાલમાં, આ ટેક્નોલોજી તેના પ્રારંભિક તબક્કામાં છે અને તેની દૂરોગામી અસરને સમજવામાં વધુ સમય લાગશે.

માનવીના મગજમાં કોમ્પ્યુટરની ચિપ્સ ફીટ કરવાથી અને તેને જે રીતે પ્રોગ્રામિંગ કરવામાં આવશે તે રીતે માનવી વર્તન કરશે ટૂંકમાં માનવીના સંપૂર્ણ વર્તન પર તેના જીવન પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ નો કાબુ થઈ જશે અને કેવા પરિણામ આવશે તે તો હવે પછીનો સમય કહેશે. અમુક વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આવા પ્રયોગ ખૂબ જોખમી ગણી શકાય કારણ કે કોમ્પ્યુટર પ્રોગ્રામમાં જો ગરબડ થશે તો માનવી બેફામ બની જશે અને કલ્પના બહારના તેના પરિણામો આવશે આના કારણે હવે પછીના યુગમાં શું બનશે તેની કલ્પના થઈ શકતી નથી ઇલોન મસ્ક જેવા અતિ ધનિક માનવીના  તુક્કા માનવ જાતને ફાયદો ઓછો અને નુકસાન વધુ કરે તેવું ચોક્કસ બની શકે. મંગળ પર માનવ વસાહત સ્થાપવાથી કોનું કલ્યાણ થશે? તેનો પ્રશ્ન આજે કોઈ પાસે નથી. આજે કરોડો માનવીઓ બે હાલ સ્થિતિમાં ઝૂંપડપટ્ટીમાં વસી રહ્યા છે. લાખો બાળકો ભૂખે મરી રહ્યા છે. ત્યારે મંગળ પર માનવ વસાહસ આપવાની વાતો અર્થહિન લાગે છે જેની પાસે

  અમાપ સંપત્તિ છે તે લોકો આવા તુક્કા નો અમલ કરીને શું સાબિત કરવા માંગે છે તે મોટાભાગના માણસોને સમજાતું નથી પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો આ વિકાસ માનવ જાતને ફાયદો કરશે કે નુકસાન કરશે તે આ જે કહેવું વધારે પડતું છે. શું થશે એ તો આગામી સમય જ બતાવી શકે.

સુરેશ ભટ્ટ

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें