રવિવાર, 11 ઑગસ્ટ, 2024

શનિવાર, 27 જુલાઈ, 2024

એજ્યુકેશન સિસ્ટમ સામે યક્ષ પ્રશ્ન

તંત્રીલેખ 

એજ્યુકેશન સિસ્ટમ સામે યક્ષ પ્રશ્ન 

++++++++++++++

રાષ્ટ્રની એજ્યુકેશન સિસ્ટમ સામે આજે  મોટા પડકારો ઊભા થયા છે. રાષ્ટ્ર લેવલની પરીક્ષા ની નિયમન કરતી સંસ્થાઓ આજે શંકાના દાયરામાં આવી ગઈ છે ક્યારે વિદ્યાર્થીઓના ભાવિ અને તેના વાલીઓ ભારે ટેન્શન અનુભવી રહ્યા છે આ સમસ્યાને કેવી રીતે ઉકેલવી તેને માટે શું થઈ શકે તેવો પોઝિટિવ વિચાર આજે કરી તેનો અમલ કરવાનો સમય છે

નેશનલ ટેસ્ટિંગ એજન્સીની બિનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચારને કારણે રાષ્ટ્રની સૌથી મોટી પરીક્ષા પદ્ધતિ સામે જે સવાલ ઊભા થયા છે તે સાચા થયા છે આ પરીક્ષા ની આખી સિસ્ટમ હવે સર્વ કોઈ શંકાની નજરે જોઈ રહ્યું છે આમાં સુધારા થાય તે વિદ્યાર્થીઓ અને તેની સાથે સંકળાયેલા તબીબી ક્ષેત્રના સારા માટે છે

ખોટા દસ્તાવેજ ના આધારે દેશની પ્રતિષ્ઠિત એવા યુપીએસસીને પણ લોકો માટે વિશ્વાસપાત્ર રહી નથી આ પરીક્ષા ને પાસ કરવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાહત તનતોડ મહેનત કરીને ભણતા હોય એ સમયે પેપર લીકની ઘટનાથી એ વિદ્યાર્થી તથા તેના વાલીઓ કેટલી મુશ્કેલી અને ટેન્શન અનુભવતા હોય છે તે કૌભાંડ કરનારાઓને જાણ હોતી નથી કારણ કે આમાં તેને સમગ્ર અસ્તિત્વને હોડ માં મૂકી દીધું હોય છે આના કારણે વિદ્યાર્થીઓમાં ભારે નિરાશ આવી આપી જાય છે અને તે આત્મહત્યના માર્ગે પણ જતા રહે છે બીજી બાજુ ખૂબ મોટું મૂડી રોકાણ કરીને વાલીઓએ ભણતર પાછળ ખર્ચ કર્યો હોય છે તે વ્યર્થ જતો હોય છે તેવું લાગે છે બીજી બાજુ પરિવાર આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે કારણ કે ઘણા વાલીઓ તો વ્યાજે પૈસા લઈને બાળકોની ફી ભરતા હોય છે તે લોકોના વ્યાજના ચક્કર ચાલુ હોય છે ત્યારે એ લોકોની મનોસ્થિતિ કેવી હોય છે તે કૌભાંડ કરનારાઓને તથા સરકારી એજન્સીઓને તેનો અહેસાસ હોતો નથી.


હાલમાં દેશમાં તબીબી શાખામાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પણ વિવાદમાં છે. લાખ્ખો વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો રાત્રે ઊંઘી ના શકે તેવી પરિસ્થિતિ વચ્ચે પરીક્ષા પદ્ધતિમાં પેપર લીક અને બીજા ગરબડ ગોટાળા પ્રસિદ્ધ થતા દેશભરમાં ભારે તનાવ અને ગભરાટ પરિસ્થિતિનું નિર્માણ થયું સરકાર દ્વારા આર્થિક સિસ્ટમ કેવી રીતે ચાલે છે તે જાણવા જેવું છે આ માટે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. નીટ અને યુજીસી-નેટ પરીક્ષાઓ સિવાય, એનટીએ અન્ય ઘણી પરીક્ષાનું પણ આયોજિત કરે છે જેમાં જેઈઈ અને આઈઆઈટીની કૉમન મૅનેજમેન્ટ ઍડમિશન ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. નીટની જેમ, યુજીસી-નેટ પરીક્ષા પણ નેશનલ ટૅસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા લેવામાં આવે છે. આ વર્ષે, દેશભરની યુનિવર્સિટીઓમાં જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) અને આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે લગભગ ૧૦ લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, પરંતુ બીજા જ દિવસે તેને રદ કરવામાં આવી હતી. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, “ડાર્કનેટ પર યુજીસી-નેટ પરીક્ષાનું પ્રશ્નપત્ર યુજીસી-નેટના મૂળ પ્રશ્નપત્ર સાથે મેળ ખાય છે, જેના કારણે અમે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.”


દેશમાં લાખો પરિવારો પોતાના સંતાનોને તબીબ બનાવવા ખર્ચાળ કોચિંગ અને બાદમાં મોંઘીદાટ ફી માટે જીવનભરની  મૂડી દાવ પર લગાવે છે ત્યારે આ પરીક્ષામાં પારદર્શિતા ને અનિવાર્ય છે

જે ઘરમાં બાળકની પરીક્ષા હોય છે તે ઘરમાં એકદમ ટેન્શન હોય છે ટીવી બંધ હોય છે મોબાઈલનો મર્યાદિત ઉપયોગ થતો હોય છે બહાર હરવા ફરવા પર પ્રતિબંધ હોય છે અને બહારથી આવતા વિઝીટરને પણ કહેવામાં આવે છે કે પરીક્ષાનો સમય છે આથી મુલાકાતે આવનાર પણ સમજી જાય છે અને વહેલા વિદાય લઈ લે છે.જેથી ભણતરમાં વિક્ષેપ ન પડે

પરીક્ષાના સમયમાં ઘરમાં ટેન્શન જેવું વાતાવરણ હોય છે. જેથી વિદ્યાર્થી ઉપર માનસિક બોજો આવે છે. અને વાલીઓ તથા અન્ય સગા સંબંધીઓ પણ વિદ્યાર્થીને ટેન્શન આપે છે કે ભણવામાં ધ્યાન રાખજે નહીં તો વરસ બગડશે. અને વિદ્યાર્થી પણ ટેન્શનમાં આવી જાય છે.પરિણામે તેને ઘણીવાર તો વાંચેલું પણ યાદ આવતું નથી.સખત મહેનત કરજે તેવા સંદેશા આપવાથી વિદ્યાર્થી દિવસ રાત વાંચવા માંડે છે. પરંતુ હદ કરતાં વધારે વાંચવાથી તેની મર્યાદિત યાદશક્તિમાં બહુ જાજુ યાદ રહેતું નથી એનું કારણ છે માનસિક ટેન્શન. આ એક સાયકોલોજીકલ કારણ છે.એ મા બાપો શિક્ષણ શાસ્ત્રીઓ સમજતા નથી અને સમજે છે તો તેનો અમલ કરવામાં માનતા નથી.શિક્ષણ સંસ્થાઓ પણ વિદ્યાર્થીઓને ટેન્શન આપવામાં પાછી પાની કરતા નથી અને કોઈપણ ભોગે પોતાની સંસ્થાનું નામ ખરાબ ન થાય તે માટે વિદ્યાર્થી પર સખત ટેન્શન આપે છે. આમ વિદ્યાર્થી પણ માનસિક ભરણ વધતું જાય છે દફતરના પાર કરતાં ભણતરનો આ માનસિક ભાર અનેક ગણો હોવાથી દર વર્ષે એસએસસીની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી દેશભરમાં હજારો વિદ્યાર્થીઓ આપઘાત કરે છે; તેમ છતાં આપણી સરકાર અને શિક્ષણશાસ્ત્રીઓ વિચારતા નથી કે વિદ્યાર્થીનો શૈક્ષણિક વિકાસ કરવા માટે આ પરીક્ષાની ખરેખર આવશ્યકતા છે ખરી?


આપણી પરીક્ષાપદ્ધતિમાં આજે જે દૂષણો જોવા મળે છે, તેના મૂળમાં એસએસસી બોર્ડની પરીક્ષાઓ છે. આ પરીક્ષાઓમાં માર્ક્સને, ગોખણપટ્ટીને, ટકાવારીને અને પરફોર્મન્સને જે મહત્ત્વ આપવામાં આવે છે તેને કારણે આપણી આખી શિક્ષણપદ્ધતિ જ ગોખણપટ્ટી અને સ્પર્ધા આધારિત થઈ ગઈ છે. એસએસસી બોર્ડની પરીક્ષાનો જે ઢાંચો છે, તેનું અનુકરણ સ્કૂલોની પરીક્ષાઓમાં પણ કરવામાં આવે છે. વર્ગોમાં શિક્ષકો તરફથી જે શિક્ષણ આપવામાં આવે છે તે પણ આ પરીક્ષા આધારિત હોય છે. આ કારણે વિદ્યાર્થીઓમાં ગોખણપટ્ટી કરીને વધુ માર્ક્સ મેળવવાની વૃત્તિ પ્રબળ બને છે અને પ્રેક્ટિકલ અનુભવ જ્ઞાનનું મહત્ત્વ ઘટી જાય છે. જો એસએસસીની પરીક્ષાના ઢાંચામાં ધરમૂળથી સુધારાઓ કરવામાં આવે તો તેની સારી અસર આખી શિક્ષણપદ્ધતિ ઉપર પડી છે

સુરેશ ભટ્ટ


ગુરુવાર, 25 જુલાઈ, 2024

Bangladesh Reservation

 

Bangladesh Reservation:કટ્ટરપંથીઓ શરૂ કરી Sheikh Hasina ને હટાવવાની માંગ, ભારતની સુરક્ષા માટે ખતરો

ઢાકા : બાંગ્લાદેશ (Bangladesh Reservation) નેશનલ પાર્ટીએ પણ જમાત-એ-ઈસ્લામીની મદદથી સરકાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. તેઓ શેખ હસીનાને(Sheikh Hasina) હટાવવાની માંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં સુપ્રીમ કોર્ટે અનામતનો મુદ્દો ખતમ કરી દીધો છે, પરંતુ ત્યાં સ્થિતિ હજુ પણ તંગ છે. રિપોર્ટ અનુસાર આ નેતાઓ દેશની સેનાને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે બાંગ્લાદેશ આર્મીના જુનિયર ઓફિસરોના નામે નકલી પત્રો વાયરલ કરવામાં આવી રહ્યા છે. સૂત્રોને ટાંકીને લખ્યું છે કે દેશની સેના વડા પ્રધાન શેખ હસીનાને સમર્થન આપી રહી છે.

ભારતની સુરક્ષા માટે હાનિકારક

બાંગ્લાદેશમાં હિંસા બાદ 133 થી વધુ લોકોના મોત થયા હતા. આમાં 4 હજારથી વધુ લોકો ઘાયલ પણ થયા છે. જોકે, રવિવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સરકારી નોકરીઓમાં 93 ટકા જગ્યાઓ મેરિટના આધારે ભરવામાં આવશે. સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે માત્ર 5 ટકા બેઠકો અનામત રહેશે. બાકીની 2 ટકા બેઠકો વંશીય લઘુમતી, ટ્રાન્સજેન્ડર અને વિકલાંગોને આપવામાં આવશે.

ભારતની સુરક્ષા માટે નુકસાનકારક સાબિત થઈ શકે

ભારત સરકાર પણ આના પર નજર રાખી રહી છે, કારણ કે બાંગ્લાદેશમાં અશાંતિ પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરને અસર કરે છે. બાંગ્લાદેશી નિષ્ણાતોને ડર હતો કે જો પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળવામાં નહીં આવે તો હસીના વિરોધી ચળવળ ભારત વિરોધી આંદોલનમાં ફેરવાઈ શકે છે. જો બાંગ્લાદેશમાં કટ્ટરવાદી શક્તિઓ વધુ મજબૂત બનશે તો તે ભારતની સુરક્ષા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સમગ્ર બંગાળની ખાડી પ્રભાવિત થશે

દક્ષિણ એશિયામાં ભારત બાંગ્લાદેશનું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર છે. બંને દેશો BIMSTEC,SAARC જેવા પ્રાદેશિક સંગઠનો દ્વારા ભાગ લે છે. ભારતના ઘણા ઉત્તર-પૂર્વ રાજ્યો બાંગ્લાદેશ પર નિર્ભર છે અને તે જ રીતે બાંગ્લાદેશ પણ ભારત પર નિર્ભર છે. તેમણે કહ્યું કે અસ્થિર બાંગ્લાદેશ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર બંગાળની ખાડી ક્ષેત્ર માટે પણ સુરક્ષા માટે ખતરો બની શકે છે તેથી તે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સરકાર પણ તેના પર નજર રાખી રહી છે.

Also Read –


https://www.instagram.com/reel/DRTgwJbiDdR/?igsh=MXF0dG9sdzVlOWo0MA==