મંગળવાર, 13 ફેબ્રુઆરી, 2024


તંત્રીલેખ.તા13.2.24

આંતરરાષ્ટ્રીય મંચ પર મોદીની હાંક વાગે છે.

++++++++++++++

અષ્ટાંગયોગમાં મહર્ષિ પતંજલિ કહે છે કે સંકલ્પ થકી સિદ્ધિ પ્રાપ્ત થાય. સંકલ્પ થકી રામનું ભવ્ય મંદિર સાકાર થયું. સંકલ્પ થકી કતાર જેવા મુસ્લિમ દેશ કે જે આતંકવાદનો અડ્ડો છે ત્યાંથી આપણા નેવીના ભૂતપૂર્વ સૈનિકોને ફાંસીના માચડા પરથી ઉતરાવીને સ્વદેશની ધરતી પર લાવ્યા. આથી દુનિયા તાજૂબ થઈ ગઈ કે હવે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ભારતના વડાપ્રધાનની હાંક વાગે છે!

દુબઈમાં ગયા વર્ષના અંતે ક્લાઇમેટ ચેન્જની કોન્ફરન્સ 28 ની બેઠક મળી હતી

એ વખતે દુબઈમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બીન હમદ અલ-થાની સાથે વન-ટુ-વન બેઠક થઇ હતી. એ વખતે બંને નેતાઓ વચ્ચે ભારતીય નાગરિકોને મુક્તિ મુદ્દે ચર્ચા થઈ હતી.

ને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતના નાગરિકો સહી સલામત રહેવા જોઈએ. મુસ્લિમ દેશોની ધરતી પર જઈને તેમને આ રીતે સ્પષ્ટ રીતે કહેવું અને સામા દેશના વડા એ વાતનો સ્વીકાર કરે ને એનો અમલ પણ કરે એ ભારતનો પ્રભાવ છે. જે આપણા માટે ગૌરવની વાત છે.

 કતાર અત્યંત સમૃદ્ધ દેશ છે. ભારત અને કતારના સંબંધો સતત વધતા રહ્યા છે. ભારત અને કતાર વચ્ચે સત્તાવાર રાજકીય સંબંધોની શરૂઆત ૧૯૭૩માં થઈ હતી. છેલ્લા થોડા સમયમાં બંને દેશ વચ્ચે વેપાર સહિત તમામ ક્ષેત્રે સંબંધોમાં વધારો થયો છે. આપણો દેશ આપણી જરૂરિયાતના ૯૦ ટકા ગેસની ખરીદી કતાર પાસેથી કરે છે. કતારમાં ભારતના સાડા છ લાખ લોકો કામ કરી રહ્યા છે. કતારની સરકાર પણ એવું કહી ચૂકી છે કે, કતારના વિકાસમાં ભારતીયોનું મોટું યોગદાન છે. કતાર સમૃદ્ધ દેશ છે એની ના નહીં પણ માત્ર નાણાંથી બધું થતું નથી, તેના માટે મેનપાવરની મોટી આવશ્યક્તા રહે છે. કતારમાં ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં કામ કરનારાઓમાં ભારતીયોની સંખ્યા મોટી છે. જો કતાર જેવો દેશ ભારતનું ન માને તો ભારત તેનો પાવર પાછો ખેંચી લે તો કતાર જેવો સમૃદ્ધ દેશ પણ ત્રણ દાયકા પાછળ ધકેલાઈ જાય એ પણ એક હકીકત છે અને આ વસ્તુ આ મુસ્લિમ કન્ટ્રી ના રાજનેતાઓ સારી રીતે જાણે છે આથી ભારત સાથેના સંબંધો ખરાબ થાય તેવો તે કોઈ સંજોગોમાં ઈચ્છે નહીં તે એક હકીકત છે.


કતારની કંપનીઓને પણ બીજા દેશો કરતાં ભારતીય ટેલેન્ટ પર વધુ ભરોસો છે. કતારના અમીર તમીમ બીન હમદ વર્ષ ૨૦૧૫માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૨૦૧૬માં કતારની મુલાકાતે ગયા હતા. બંને દેશોએ દર વખતે સંબંધોને નવી ઊંચાઇએ લઇ જવાની વાત કરી છે અને બંને દેશના વર્તનમાં એ દેખાઈ પણ રહ્યું છે.


કતાર એક વાત સારી રીતે જાણે છે કે, ભારતીય નાગરિકોને ફાંસીની સજા

કતારમાં મોતની સજા પામેલા ભારતીય નૌસેનાના આઠ ભૂતપૂર્વ અધિકારીઓની મુક્તિ એ ભારતની મોટી કૂટનીતિક જીત છે. આખી ઘટનામાં પહેલેથી જ ભારત સરકાર સક્રિય રહી હતી. છુટકારો પામનારા અધિકારીઓએ કહ્યું કે, મોદી હૈ તો મુમકીન હૈ

ભારત અને કતારના સંબંધો સારા રહ્યા છે. ભારત સાથે સંબંધોમાં કોઈ ઓટ ન આવે એની પરવા કતારને પણ છે. કતાર અનેક વિવાદો સાથે સંકળાયેલું છે. તેને પણ ખબર છે કે, આપણને જરૂર પડશે ત્યારે ભારત આપણી પડખે ઊભું રહેશે

કતારની અદાલતે જ્યારે પોતાના દેશમાં

ફરજ બજાવતા ભારતીય નૌસેનાના આઠ २ ભૂતપૂર્વ અધિકારીઓને મોતની સજા ફરમાવી ત્યારે હોબાળો મચી ગયો હતો. કતાર કાયદાના અમલ માટે અને કોઇ બાંધછોડ ન કરવા માટે દુનિયામાં જાણીતું છે. એના કારણે જ એ સવાલ ઊઠ્યો હતો કે, શું ભારતના આઠ લોકો હવે જીવતેજીવત પાછા નહીં આવે? અલબત્ત, જાણકાર લોકો એવું કહેતા હતા કે, ભલે ગમે તે હોય, ભારત સરકાર આઠેઆઠ લોકોને હેમખેમ છોડાવી લાવશે. આખરે એવું જ થયું છે. કતારની સરકારે ભારતના આઠે આઠ નાગરિકોને મુક્ત કરી દીધા છે. આ આઠમાંથી સાત તો પાછા ભારત પણ આવી ગયા છે. આવતાંવેંત તેમણે જે વાત કરી તેનો સાર એક જ હતો કે, મોદી હૈ તો મુમકીન હૈ! દે કતારની કોર્ટે જ્યારે આઠ ભારતીયોને મોતની સજા ફરમાવી ત્યારથી આપણી સરકાર એક્ટિવ થઈ ગઇ હતી. કાનૂની રીતે જે થઇ શકે એ તો શરૂ થઇ ગયું જ હતું પણ આવા કિસ્સામાં કાયદા કરતાં કૂટનીતિ વધુ કામ કરતી હોય છે. ભારત સરકારના પ્રયાસોથી ફાંસીની સજા આજીવન કેદની સજામાં તો અગાઉ જ પરિવર્તિત કરી દેવામાં આવી હતી. એ પછી આઠેયની મુક્તિ અને ભારત વાપસીના પ્રયાસો શરૂ થયા હતા. આખરે એ પણ શક્ય બની ગયું છે. સૌથી મોટી વાત એ પણ છે કે, બહુ ઓછા સમયમાં બધું કામ પૂરું થઈ ગયું, બાકી આવી ઘટનાઓમાં વર્ષો વીતી જતાં હોય છે. કતારે પણ આ નિર્ણયથી એ સાબિતી આપી છે કે, અમારા માટે ભારત સાથેના સંબંધો મહત્ત્વના છે

Suresh bhatt

તા.13.2.24


 

Breaking News LIVE : पूरी Delhi में लगी धारा 144 | Kisan Protest | Delhi...

https://youtube.com/live/JWhtqi6f6TA?si=3Ba8ZW4OVcqdvL1X

સોમવાર, 12 ફેબ્રુઆરી, 2024

DefendStick Pro - Flat 60% off



TOP 100 News: Floor Test से पहले RJD के तीन विधायकों ने बदला पाला, देखिए...



Divya Bhaskar: જેનિસ પટેલે તથ્યને પણ સારો કહેડાવ્યો: આણંદના અકસ્માતે ભલભલાને ધ્રૂજાવ્યા, ભાવનગરના મેયર ચમક્યા, એક ઝાટકે ખે...

Divya Bhaskar: જેનિસ પટેલે તથ્યને પણ સારો કહેડાવ્યો: આણંદના અકસ્માતે ભલભલાને ધ્રૂજાવ્યા, ભાવનગરના મેયર ચમક્યા, એક ઝાટકે ખે.... https://www.divyabhaskar.co.in/local/news/1461-crore-increase-in-amcs-budget-132550546.html

શનિવાર, 10 ફેબ્રુઆરી, 2024

પાકિસ્તાન +બ્લુચિસ્તાન

તંત્રી લેખ
લોકશાહીની હત્યા બાદ પાકિસ્તાનમાં અરાજકતા

+++++++



પાકિસ્તાનની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ગરબડ કરવામાં આવી અને કેપ્ટન ઇમરાન ખાનના વિજયને કાવાદાવા કરીને અટકાવવામાં આવ્યો. મતગણતરી પાકિસ્તાનમાં શરૂ થઈ ત્યારે શરૂઆતના ત્રણ તબક્કામાં ઇમરાનખાન સૌથી આગળ ચાલી રહ્યા હતા તેના ઉમેદવારો વધુ મત મેળવી રહ્યા હતા જોકે ઇમરાન ખાન જેલમાં હોવાથી તે ચૂંટણીમાં નથી ઊભા રહ્યા પરંતુ તેના સમર્થકો વધુને વધુ મત મેળવતા હતા આથી લશ્કરે ચૂંટણીની પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં ગરબડ કરીને પીટીઆઈ ના વિજયને અટકાવી દીધો. આમ  પાકિસ્તાનમાં લોકશાહીની હત્યા થઈ. હવે પાકિસ્તાનમાં નવાજ શરીફ અને તેના પ્રાદેશિક પક્ષો મળીને ત્રીશંકુ સરકાર રચશે આ ચૂંટણી પહેલા બલુચિસ્તાનમાં પરિસ્થિતિ વિસ્ફોટક બની હતી આ સરહદી પ્રાંતમાં ચૂંટણી બાદ  અરાજકતા નું સામ્રાજ્ય છવાયેલું છે. આર્થિક રીતે કંગાળ બનેલા પાકિસ્તાને ઈરાન પર હુમલો કર્યો પરિણામે ઈરાને સર્જીકલ સ્ટ્રાઈક કરી પાકિસ્તાનના છક્કા છોડાવી દીધા ત્યારબાદ ચૂંટણીનો માહોલ પણ લોહીભીનો બન્યો. ચારે તરફ અરાજકતા નું વાતાવરણ છવાયેલું હતું તેમાં ચૂંટણી બાદ પણ લોકશાહીની હત્યા થઈ જે અરાજકતા  બલુચિસ્તાન પૂરતી હતી તે સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ.સૌથી વધુ અરાજકતાને હિંસા બલુચિસ્તાનમાં  છે જ્યાં કોઈ નું નિયંત્રણ નથી.
આ હુમલાના બે દિવસ પહેલાં ઈરાને પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલા ઉગ્રવાદીઓને લક્ષ્યમાં રાખીને હુમલાઓ કર્યા હતા.
પાકિસ્તાનના અધિકારીઓના કહેવા અનુસાર, ઈરાને કરેલા હુમલામાં બે બાળકોનાં મૃત્યુ થયાં હતાં અને ત્રણ લોકો ઘાયલ થયા હતા.
આ હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એ પ્રકારની ચિંતા જન્મી છે કે મધ્ય-પૂર્વના ક્ષેત્રમાં આ વિવાદો વધીને કોઈ યુદ્ધનું સ્વરૂપ ન લે.
જોકે, ઐતિહાસિક રીતે ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા ગૂંચવણભર્યા રહ્યા છે પરંતુ બંને દેશોએ ચોક્કસ સૌહાર્દ જાળવી રાખ્યો છે.
બંને દેશો માટે બલૂચ ઉગ્રવાદીઓનો પ્રશ્ન કાયમનો રહ્યો છે. પાકિસ્તાન સ્થિત ભૂતપૂર્વ બ્રિટિશ ઍમ્બેસેડર રૉબર્ટ મેકેર તેને અંધાધૂંધી ભરેલી એ જગ્યા ગણાવે છે જ્યાં કોઈ ‘કાયદો’ નથી.
પાકિસ્તાનનો 44 ટકા ભાગ બલૂચિસ્તાનમાં આવેલો છે, જેમાં સોનું, તાંબું અને ગેસનો વિપુલ જથ્થો છે. તે દૃષ્ટિએ એશિયામાં બલૂચિસ્તાનો આ વિસ્તાર ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
પરંતુ વિરોધાભાસી રીતે, દૂરસુદૂરમાં આવેલો આ પ્રદેશ વિખૂટો રહે છે. તે પાકિસ્તાનનો સૌથી ગરીબ અને સૌથી ઓછો વિકસિત પ્રાંત છે.
આ પ્રાંતનું નામ બલૂચ જનજાતિઓ પરથી પડ્યું હોવાનું મનાય છે, જેમણે આ વિસ્તારમાં સદીઓ પહેલાં વસવાનું શરૂ કર્યું હતું.
એવી સંભાવના છે કે એ પહેલાં આ વિસ્તાર કોઈ અન્ય નામે ઓળખાતો હોય પરંતુ ઇસ્લામિક કાળ પહેલાંનો તેનો કોઈ રેકૉર્ડ મળતો નથી. પરંતુ પ્રાચીન સમય માટે અખંડ ભારત વર્ષનો જ એક ભાગ હતો.
અલગ-અલગ ઉગ્રવાદી જૂથો પ્રેરિત અસ્થિરતા 1948માં શરૂ થઈ હતી. બલૂચ લોકો તેમના અલગ સ્વતંત્ર રાષ્ટ્ર માટેની માગણી કરી રહ્યા હતા. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ તેમણે આ ચળવળ શરૂ કરી હતી.

ભાગલાવાદી લોકોએ સતત તેમનો મત વ્યક્ત કર્યો હતો કે ઇસ્લામાબાદથી ચાલતી પાકિસ્તાનની સરકાર તેમના પ્રદેશ પ્રત્યે સતત દુર્ભાવનાથી કામ કરે છે. બલૂચ લોકોને સતત એવું લાગતું હતું કે તેમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આટલું મોટું રાજ્ય હોવા છતાં તેમનું પ્રતિનિધિત્ત્વ દરેક જગ્યાએ ઓછું હતું.
આ વિસ્તારમાં આવેલા મોટા રણમાં બે દાયકાથી વધુ સમય પહેલાં પાકિસ્તાને છ પરીક્ષણો કર્યાં હતાં જેના કારણે પાકિસ્તાને સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કરનાર દેશ તરીકે વિશ્વમાં સાતમું સ્થાન બનાવ્યું હતું.
આ પરીક્ષણો મે, 1998માં તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફના નેતૃત્વ હેઠળ ચગાઈ જિલ્લામાં (તેને ચગાઈ-1 કહેવામાં આવે છે)માં કરવામાં આવ્યા હતા અને તેના પરિણામે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગ્યા હતા.

"અમે ક્યારેય આ પરમાણુ સ્પર્ધામાં ભાગ લેવા માગતા ન હતા," શરીફે તે સમયે આમ કહ્યું હતું.
નવાજ શરીફ કદાચ સત્તામાં આવે તો પણ તે બલુચિસ્તાનને સંભાળી શકે કે કેમ તે એક મોટી શંકા છે તેમના માટે આ સૌથી મોટો માથાનો દુખાવો રહેવાનો છે તે નક્કી જ છે
 “બલૂચિસ્તાનમાં અનેક પ્રકારના રાષ્ટ્રવાદ જોવા મળે છે. ઘણા લોકો પાકિસ્તાન જે પણ નિર્ણય લે તેનો વિરોધ કરે છે કારણ કે તેઓ કોઈપણ ભોગે એક સ્વતંત્ર રાષ્ટ્ર બનવા ઇચ્છે છે.”

“જ્યારે અનેક જૂથોના મનમાં એવી લાગણી છે કે પંજાબ પછી પાકિસ્તાનનો બીજો સૌથી મોટો પ્રદેશ હોવા છતાં પણ તેમના લોકોની સલાહ લેવામાં આવતી નથી.”
પાકિસ્તાનમાં લોકશાહીની હત્યા બાદ માત્ર બલુચિસ્તાન નહીં પરંતુ સિદ્ધ પ્રાંત અને પીઓકે પણ સૌથી વધારે અશાંતગ્રસ્ત વિસ્તારો છે જે આજે નહીં તો કાલે પાકિસ્તાનના હાથમાંથી જવાના છે
સુરેશ ભટ્ટ

https://www.instagram.com/reel/DRTgwJbiDdR/?igsh=MXF0dG9sdzVlOWo0MA==