શનિવાર, 29 જૂન, 2024

Gujarat Samachar

You are recommended to download this App Gujarat Samachar. You can download it from Playstore from the below given link https://play.google.com/store/apps/details?id=com.gujaratsamachar

સુનિતા વિલિયમ્સ પર અવકાશી આફત

તંત્રીલેખ 
 સુનિતા વિલિયમ્સ પર મોટી આફત 
કલ્પના ચાવલા અવકાશમાં જ શહીદ થઈ એ વાતને જાજો સમય થયો. હાલમાં ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પર પણ અવકાશી આફત આવી છે.તે ધરતી પર ક્યારે પાછી આવે તે અનિશ્ચિત છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હાલ કટોકટી સર્જાઈ છે, નાસા તરફથી ISS ગયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર મુશ્કેલીમાં ફસાયા છે, હાલ બંનેને બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ઈમરજન્સી શેલ્ટર લેવાની ફરજ પડી હતી. અવકાશના ફરી રહેલા કાટમાળથી ISSને નુકશાન પહોંચવાની શક્યતાને કારણે ઇમરજન્સી ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો.
નાસાને સ્પેસ સ્ટેશનની નજીકની ઊંચાઈએ સેટેલાઇટ તૂટી પડવાની જાણ કરવામાં આવી, ત્યાર બાદ ઇમરજન્સી ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે.
સાવચેતીના પગલા તરીકે, મિશન કંટ્રોલે તમામ ક્રૂ સભ્યોને તેમના સંબંધિત અવકાશયાનમાં આશ્રય લેવાની સૂચના આપી હતી. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર, જેઓ 5 જૂનથી ISS પર સવાર હતા, તેમને સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં આશરો લેવાની ફરજ પડી હતી.
અવકાશયાત્રીઓ શેલ્ટરમાં હતા ત્યારે લગભગ એક કલાક સુધી, મિશન કંટ્રોલે કાટમાળના ભ્રમણ માર્ગનું નજીકથી નિરીક્ષણ કર્યું. ખતરાની સંભાવના ખતમ થઇ જતા, ક્રૂને તેમના અવકાશયાનમાંથી બહાર નીકળવા અને સ્ટેશન પર સામાન્ય કામગીરી ફરી શરૂ કરવા માટે સ્પષ્ટતા આપવામાં આવી હતી.
આ ઘટનાને કારણે અવકાશમાં ફરી રહેલા તૂટી પડેલા સેટેલાઈટમાં કાટમાળનાની સમસ્યા અને ભ્રમણકક્ષામાં કામગીરી દરમિયાન સલામતી પ્રોટોકોલ અંગે ચર્ચા શરુ થઇ છે. કટોકટીની પરિસ્થિતિઓમાં સ્ટારલાઇનરનો સંભવિત લાઇફબોટ તરીકે ઉપયોગ કરવાની ક્ષમતા અંગે પણ જાણ થઇ છે.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર નિર્ધારિત સમય કરતા વધુ રોકાણ કરી ચુક્યા છે, પૃથ્વી પર પરત ફરવા માટેના સ્ટારલાઇનર અવકાશયાનમાં તકનીકી સમસ્યાઓ ઉભી થઇ છે.
યોજના મુજબ 8-દિવસના મિશન માટે ગયેલા બંને અવકાશયાત્રીઓ ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી અવકાશમાં છે. નાસા અને બોઇંગ હિલીયમ લીક અને થ્રસ્ટર સમસ્યાઓને ઉકેલવા માટે કામ કરી રહ્યા છે.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં અટવાઈ ગઈ છે. તેણી તેના એક સાથી બૂચ વિલ્મોર સાથે અવકાશમાં ગઈ હતી. તેઓ 13 જૂને પૃથ્વી પર પાછાં ફરવાનાં હતાં, પરંતુ સ્પેસક્રાફ્ટમાં ખામીને કારણે તેઓ પરત ફરી શકતાં નથી. ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર હજુ પણ સ્ટારલાઈનર એરક્રાફ્ટ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલાં છ્ર 
તેઓ થોડાં અઠવાડિયાં પહેલાં જ સ્ટેશન પર પહોંચ્યાં હતાં
ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોર હજુ પણ સ્ટારલાઈનર એરક્રાફ્ટ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માં અટવાયેલાં છે. તે થોડાં અઠવાડિયાં પહેલાં જ સ્ટેશન પર પહોંચ્યાં હતાં. તેમનું પરત ફરવાનું બે વખત મોકૂફ રાખવામાં આવ્યું છે, પરંતુ સારા સમાચાર એ છે કે નાસાએ તેની પરત ફરવાની તારીખ જાહેર કરી છે. હકીકતમાં, બોઇંગ સ્ટારલાઇનરમાં ટેક્નિકલ સમસ્યાના કારણે પ્લેન અવકાશમાં અટવાયું છે.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને બોઈંગની સ્ટારલાઈનર કેપ્સ્યુલ 5 જૂને પૃથ્વી પરથી ઊપડ્યું હતું અને 6 જૂને સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર પહોંચ્યું હતું. ટેક્નિકલ સમસ્યાના કારણે પ્લેન હજુ પણ સ્ટેશનમાં અટવાયું છે. તેમાં આવી રહેલી સમસ્યાઓને કારણે પૃથ્વી તરફ આવનાર અવકાશયાત્રીઓની યોજના હજુ પણ સંતુલનમાં લટકી રહી છે. 
સ્પેસ સેન્ટરમાંથી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનરની પરત ફરવાની તારીખ નક્કી કરવામાં આવી છે. નાસાના ક્રૂ મેનેજર સ્ટીવ સ્ટિચ કહે છે કે, સ્ટારલાઇનર 45 દિવસ સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડોક કરી શકે છે. નાસાનાં આંતરિક સૂત્રોનું કહેવું છે કે, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની પૃથ્વી પર પરત ફરવાની તારીખ 6 જુલાઈ નક્કી કરવામાં આવી છે. આ પહેલાં નાસાએ બે વખત પૃથ્વી પર ઉતરાણની તારીખ મોકૂફ કરી છે. આ પહેલાં 15મી જૂન હતી, ત્યાર બાદ 23મી જૂને પણ પ્લેન સ્પેસ સેન્ટરથી પૃથ્વી પર ટેકઓફ કરી શક્યું ન હતું.
મિશન સાથે સંકળાયેલા નાસાના ટેક્નિકલ સ્ટાફનું કહેવું છે કે, એરક્રાફ્ટનાં થ્રસ્ટર્સ વધુ ગરમ થઈ ગયાં હતાં અને હિલિયમ ઓવરલોડ થઈ ગયું હતું. નાસા અને બોઇંગના કર્મચારીઓની બનેલી એક મિશન મેનેજમેન્ટ ટીમ ડેટાની તપાસ કરી રહી છે. 6 જૂને સ્ટારલાઈનર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઊતર્યા પછી, મુસાફરોએ શોધ્યું કે, 5 હિલિયમ લીક થઈ ગયું છે અને 5 થ્રસ્ટર્સે કામ કરવાનું બંધ કરી દીધું છે. આ સિવાય એક વાલ્વ પણ સંપૂર્ણપણે બંધ નથી. આ કારણોસર અવકાશમાં ક્રૂને સમારકામ કરવામાં વધુ સમય લાગી રહ્યો છે
શરૂઆતમાં આ મિશન નવ દિવસ ચાલવાનું હતું. વિલિયમ્સ અને વિલ્મોર 13 જૂને પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ અવકાશયાનમાં હિલિયમ લીક અને થ્રસ્ટરની નિષ્ફળતા સહિત સ્ટારલાઈનર સાથેની ઘણી ટેક્નિકલ સમસ્યાઓને કારણે તેમની પરત તારીખ સતત લંબાવવામાં આવી હતી. નાસાએ પરત ફરવાની તારીખ 26 જૂન નક્કી કરી હતી, પરંતુ બાદમાં તે મુલતવી રાખવામાં આવ્યું હતું. બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાન હાલમાં ISS સાથે ડોક થયેલ છે અને લાંબા સમય સુધી ડોક રહેવાની ક્ષમતા ધરાવે છે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચના જણાવ્યા અનુસાર, સામાન્ય સંજોગોમાં તે 45 દિવસ સુધી જોડાયેલ રહી શકે છે, પરંતુ જો જરૂરી હોય તો તેનો સમયગાળો 72 દિવસ સુધી વધારી શકાય છે
નાસા અને બોઇંગ ટીમો સ્ટારલાઇનર સામેના પડકારોને દૂર કરવા માટે કામ કરી રહી છે. સમસ્યાને સુધારવાના પ્રયાસોમાં ઘણા હિલિયમ લીક અને થ્રસ્ટરની ખામીઓ છે. એન્જિનિયરો મૂળ કારણોને સમજવા અને અવકાશયાત્રીઓના માટે સૌથી સલામત પગલાં નક્કી કરવા પરીક્ષણો અને અનુકરણો કરી રહ્યા છે. સ્ટીવ સ્ટિચ કહે છે કે, તેઓ SOPનું પાલન કરી રહ્યા છે અને ડેટાના આધારે નિર્ણયો લઈ રહ્યા છે. તે માને છે કે એકવાર આ ઉકેલાઈ જશે તો પાછા આવી શકાશે. સ્પેસએક્સની અવકાશયાત્રીઓને ISS સુધી લઈ જવાની ક્ષમતાને જોતાં, સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન અવકાશયાનનો ઉપયોગ ફસાયેલા અવકાશયાત્રીઓને બચાવવા માટે કરવામાં આવે તેવી શક્યતા પર ચર્ચા થઈ રહી છે. જોકે, નાસા અને બોઇંગના અધિકારીઓ સ્પેસએક્સ લાવવાને બદલે સ્ટારલાઇનરને ઠીક કરવામાં વ્યસ્ત છે.એવી આશા રાખવામાં આવે છે કે બન્ને અવકાશ યાત્રીઓ સહીસલામત ધરતી પર પરત આવશે .
સુરેશ ભટ્ટ 







અમેરિકામાં માનવ અભિગમનો અભાવ

ચોપાસ

અમેરિકામાં માનવીય અભિગમના અભાવ ના કારણે સૌથી વધુ માનવ હત્યા થઈ રહી છે 

+++++++++++++


વિશ્વના કોઈપણ દેશ કરતા અમેરિકામાં સૌથી વધુ માનવ હત્યાના બનાવો બની રહ્યા છે. વિશ્વના સૌથી વધુ વિકસિત દેશની અંદર પૂર્ણ લોકશાહી હોવાનો દાવો થાય છે પરંતુ લોકશાહીનો અર્થ એવો નથી કે એક માનવી બીજા માનવીની હત્યા કરી નાખે આનું કારણ છે અમેરિકામાં વધતી જતી માનસિક સમસ્યા અને ટેન્શન.

++++++

આપણા દેશમાં એવા પણ લોકો વસે જ છે જે લોકો ઝઘડો થાય ત્યારે એકબીજાને ધમકી આપે છે બહુ મોટા ગુંડા હોય તો તે છરી બતાવે પણ મારે નહીં!!

 પરંતુ અમેરિકામાં જ તો જરાક વાંકુ પડે કે તરત જ ધડા ધડ બંધુકમાંથી ગોળીઓ છોડવા લાગે અને સામી વ્યક્તિ નો જરા પણ વિચાર કર્યા વગર તેને ઠાર કરી દે આમાં મોટા ગુંડાઓ તો ઠીક પણ કિશોર વય ના બાળકો પણ ગોળીબાર કરે છે અને અનેક લોકોને ઘાયલ કરે છે ભૂતકાળમાં અમેરિકામાં આવ્યા ડજન ઘટનાઓ બનેલી છે જેમાં બાળકોએ ગોળીબાર કર્યો હોય અને શિક્ષકોને અને પોતાની સાથે ભણતા બાળકોને પણ મારી નાખ્યા હોય તો બીજી બાજુ એવા પણ માથાભરેલ લોકો છે જેઓ વાત વાતમાં બંધુક માંથી ગોળીઓ ચલાવે છે અને ગન કલ્ચર કહેવામાં આવે છે આના પર અમેરિકામાં ખૂબ ચર્ચા થાય છે પરંતુ આનો કોઈ ચોક્કસ ઈલાજ હજુ સુધી અમેરિકન સરકાર લાવી શકી નથી.

અમેરિકામાં ગોળીબાર નવી વાત નથી અને આખા દેશમાં દરરોજ પાંચ-સાત તો ગોળીબારની ઘટનાઓ સામાન્ય છે. મોલમાં ઘૂસીને કે મોટલમાં કે જાહેરમાં પણ કોઈ પણ વ્યક્તિ ફિલ્મી સ્ટાઈલમાં મશીનગનમાંથી ગોળીઓ છોડી દે તેની અમેરિકામાં બહુ નવાઈ જ નથી. આ ગોળીબારમાં બે-ચાર લોકો મરી જાય તેની પણ નવાઈ નથી ને મીડિયા પણ એવા સમાચારોની તો નોંધ જ નથી લેતું પણ ગોળીબારની થોડી મોટી ઘટના બને પછી તેની નોંધ લેવી જ પડે છે 


અમેરિકામાં થોડા સમય પહેલા બનેલી આવી જ મોટી ગોળીબારની ઘટનામાં ૨૨ લોકો માર્યા ગયા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થઈ ગયા. યુએસના એકદમ પૂર્વમાં આવેલા સ્ટેટ મેઈનના લેવિસ્ટન શહેરમાં બનેલી આ ઘટનામાં રોબર્ટ કાર્ડ નામનો ભૂતપૂર્વ લશ્કરી જવાન મુખ્ય શંકાસ્પદ છે. પોલીસે વ્યક્ત કરેલી આશંકા પ્રમાણે, રોબર્ટ કાર્ડ બુધવારે મોડી સાંજે સિમેંગર બાર અને સ્પેરટાઈમ રિક્રિએશનમાં મશીનગન સાથે ઘૂસી ગયેલો ને અંધાધૂંધ ગોળીબાર કરીને ૨૨ લોકોનાં ઢીમ ઢાળી દીધાં. આ ઘટના બની એ કાઉન્ટીમાં ઈમર્જન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે કાર્ડને પકડવા માટે મોટું ઓપરેશન શરૂ કર્યું છે અને લેવિસ્ટનમાં લોકોને તેમનાં ઘરની અંદર રહેવા કહ્યું છે કે જેથી કાર્ડ બીજાં ઢીમ ના ઢાળી દે.

અમેરિકા દુનિયાનો સૌથી ધનિક દેશ છે અને એક સમયે દુનિયાના સૌથી સલામત દેશ તરીકે પણ તેની ગણતરી થતી હતી. આ દેશની ધીરે ધીરે શું હાલત થઈ રહી છે તેનો આ ઘટના પુરાવો છે. અમેરિકા ધીરે ધીરે માનસિક રોગી દેશ બની રહ્યો છે તેનો આ પુરાવો છે. અમેરિકામાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે તેનું કારણ માનસિક સંતાપ છે એવું મનોવિજ્ઞાનીઓ કહે છે. અમેરિકાએ પૈસાના જોરે ભૌતિક સવલતો ઊભી કરી દીધી પણ તેના કારણે માનસિક સંતાપ પણ ભેટમાં મળ્યો છે. અમેરિકામાં એટલી બધી ભૌતિક સવલતો મળે છે કે લોકોને કશું પૂરતું લાગતું જ નથી. એટલું જ નહીં પણ તેમાં જરાક ઓટ આવે કે તરત લોકોનું ખસવા માંડે છે.

અમેરિકામાં ગન કલ્ચરનો પ્રભાવ તો પહેલેથી છે જ ને તેમાં આ માનસિક રોગો વધી રહ્યા છે તેથી વધુ ને વધુ અમેરિકનો હતાશાનો ભોગ બની રહ્યા છે. આ હતાશા અમેરિકાના સમાજને સેલ્ફી ડીસ્ટ્રક્ટિવ મોડ તરફ ધકેલી રહી છે. મોટા ભાગનાં લોકો ઘરોમાં કે આસપાસ ગુસ્સો કાઢીને હતાશા બહાર કાઢી દે છે પણ કાર્ડ જેવાં લોકોની હતાશા એ હદે પ્રબળ હોય છે કે તેને દબાવી શકાતી નથી. કાર્ડે જેવાં જે પણ લોકો પાસે ગન્સ છે તેમાંથી મોટા ભાગનાં લોકો હતાશા બહાર કાઢવા ગન્સનો સહારો લે છે તેથી છેવટે આવા હત્યાકાંડ થાય છે.

કાર્ડ માનસિક રોગી છે એવું પોલીસનો રેકોર્ડ કહે છે. ૪૦ વર્ષના નિવૃત્ત લશ્કરી અધિકારી કાર્ડની ભૂતકાળમાં ડોમેસ્ટિક વાયોલન્સ કેસમાં ધરપકડ થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં કાર્ડને માનસિક તકલીફો શરૂ થઈ ગઈ હતી. તેને ચિત્રવિચિત્ર અવાજો સંભળાતા હતા કે જેના કારણે તે ગુસ્સે થઈ જતો હતો. તેને આસપાસના અવાજો પસંદ નહોતા અને તેના કારણે તે એ હદે રિએક્ટ કરતો કે સાવ પાગલની જેમ વર્તતો હતો. કાર્ડે સાકોમાં આવેલા મિલિટરી ટ્રેનિંગ કેમ્પમાં હુમલો કરવાની ધમકી પણ આપી પછી તેને બે અઠવાડિયા માટે માનસિક સ્વાસ્થ્ય સુવિધા કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સારવારની તેના પર કોઈ અસર થઈ હોય એવું લાગતું નથી.

અમેરિકામાં એક વર્ગ માને છે કે, અમેરિકામાં આવા હત્યાકાંડ રોકવા હોય તો ગન કલ્ચર પર નિયંત્રણ જરૂરી છે. આ વાત સાચી પણ છે કેમ કે ગન કલ્ચરના કારણે કાર્ડ જેવા માનિસક રોગીઓને લોકોને મારવા માટે હાથવગાં હથિયાર મળી રહે છે. આ હથિયાર હાથવગાં ના હોય તો કાર્ડ જેવા લોકો પોતાની હતાશા કોઈના પર નહીં કાઢે એવું થવાનું નથી પણ ગણતરીની મિનિટોમાં ૨૨ લોકોને મારી નાંખે એવા હત્યાકાંડ પણ ના સર્જી શકે એ વાસ્તવિકતા છે.

અમેરિકાનું ગન કલ્ચર કેટલું ખતરનાક છે તેનો અંદાજ ભારતમાં નથી કેમ કે ભારતમાં હથિયારો રાખવાં એ ગુનો છે. સ્વરક્ષણ માટે હથિયાર રાખવું હોય તો તેના માટે લાયસંસ લેવું પડે. હથિયારોનું લાયસંસ લેવા નાણાં ખર્ચવાં પડે છે તેથી બહુ વગદાર લોકોને હથિયારોનાં લાયસંસ મળતાં હોય છે. ભારતમાં એ રીતે સામાન્ય લોકો માટે હથિયાર રાખવું કપરું છે.

અમેરિકામાં ઉલટી સ્થિતિ છે. અમેરિકામાં બંધારણીય રીતે જ લોકોને હથિયારો રાખવાનો અધિકાર છે. અમેરિકામાં ગમે તે વ્યક્તિ હથિયાર રાખી શકે છે. અમેરિકામાં દરેક રાજ્યમાં પોતપોતાના કાયદા છે પણ મોટા ભાગનાં રાજ્યોમાં હથિયારો રાખવાના કાયદા હળવા છે. માત્ર છ રાજ્યોમાં હથિયારો રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. બાકીનાં રાજ્યોમાં પ્રતિબંધ નથી તેના કારણે દુનિયામાં સામાન્ય નાગરિકો પાસે કુલ ૮૦ કરોડ હથિયારો છે તેમાંથી અડધોઅડધ એટલે કે લગભગ ૪૦ કરોડ હથિયારો તો અમેરિકનો પાસે જ છે. અમેરિકાની વસતી ૩૫ કરોડની આસપાસ છે અને ૪૦ કરોડ હથિયારો છે એ જોતાં કહી શકાય કે અમેરિકામાં કોઈ વ્યક્તિ એવી નથી કે જેની પાસે ખાનગી હથિયાર ના હોય. અમેરિકામાં ગન કલ્ચર સામે લોકોમાં આક્રોશ છે પણ તેને નાબૂદ કરવું શક્ય નથી. તેની સાથે અબજો રૂપિયાની ઈકોનોમી સંકળાયેલી છે તેથી બધા ગન કલ્ચરને અંકુશમાં મૂકવાની વાતો કરે છે પણ કાબૂ મેળવી

શકતા નથી.

અમેરિકા ગન કલ્ચર પર કાબૂ નહીં મેળવે તો આ રીતે લોકો મર્યા કરશે કેમ કે અમેરિકા અત્યારે આર્થિક રીતે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. લોકોમાં હતાશા વધી રહી છે ને ધીરજ ખૂટી રહી છે તેની કિંમત નિર્દોષ લોકો ચૂકવશે.

Suresh  bhatt



શુક્રવાર, 28 જૂન, 2024

મોબાઇલ ડી ટોક્સ

તંત્રીલેખ

મોબાઈલ ડિટોક્સ
+++++++++
આજના સમયમાં ટેકનોલોજી વગર એક ડગલું પણ આગળ વધી શકાય તેમ નથી. અભણ માણસ પણ આજે સ્માર્ટ ફોન નો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહાર કરતો થઈ ગયો છે.આ મોબાઈલ આપણા જીવનમાં એટલી હદ સુધી વણાઈ ગયો છે કે જેના વગર હવે ચાલી શકે તેમ નથી. એજ્યુકેશન થી માંડીને બિઝનેસ સુધી અને બિઝનેસથી માંડીને અવકાશ વિજ્ઞાન સુધીના તમામ ક્ષેત્રોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અતિ વ્યાપક બની ગયા છે ત્યારે મોબાઈલ ફોનની માયામાંથી નાના બાળકો મુક્ત થઈ શકતા નથી પરિણામે તેની માની ન શકાય તેવી આડ અસરો ઊભી થઈ રહી છે. ખાસ કરીને બાળકોના આરોગ્ય પર તેની જે અસર થઈ રહી છે તે જેવી તેવી નથી માત્ર બાળકો જ નહીં પરંતુ મોટી ઉંમરના લોકો પણ મોબાઈલના થી ઉપયોગથી અનેક પ્રકારની શારીરિક માનસિક સમસ્યાથી આજે પીડાઈ રહ્યા છે.
માત્ર ચાર પાંચ વર્ષ પહેલા બે વર્ષના બાળકને રમકડા નો મોબાઇલ ફોન આપવામાં આવતો તો બાળકો તેનાથી રમતા પરંતુ હવે આવા નાના બાળકો નકલી મોબાઈલ ને ઘા કરીને ફેંકી દે છે. આજના બાળકો મોબાઇલથી મુક્ત રહી શકતા નથી બાળકોને મોબાઈલથી દૂર રાખવા આજે સૌથી મોટી સમસ્યા મા બાપ માટે બની ચૂકી છે મોબાઇલથી દૂર રહેવાની રીતને ડિજિટલ ડીટોક્ષ કહેવામાં આવે છે.
ડિજિટલ ડિટોક્સ વડે આ સ્માર્ટ રીતોથી બાળકોને મોબાઈલની લત છોડાવો
આજકાલ બાળકો વારંવાર મોબાઈલ ફોનમાં ખોવાયેલા રહે છે. પરંતુ જો તમે ઈચ્છો છો કે તેઓ આ આદતમાંથી બહાર આવે અને જવાબદાર બને, તો તે માટેના કેટલાક સરળ રસ્તાઓ છે.
આ સરળ ઉપાયો અપનાવીને તમે બાળકોને મોબાઈલના વ્યસનમાંથી મુક્ત કરી શકો છો અને તેમને જીવનની અન્ય મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપી શકો છો
બાળકો ક્યારે મોબાઈલનો ઉપયોગ કરી શકે તે માટે એક નિશ્ચિત સમય નક્કી કરો. આનાથી તેઓ સમયની પાબંદીની આદત કેળવશે અને તેઓ હંમેશા મોબાઈલમાં ખોવાયેલા ન રહેવાનું શીખશે.
માત પિતા જો બાળકો સાથે વધુ સમય વિત આવે તો કેટલા સમય માટે તે મોબાઈલથી દૂર રહી શકશે.ભોજનના સમય અને પારિવારિક પ્રવૃત્તિઓ દરમિયાન મોબાઈલ ફોનને દૂર રાખો. આનાથી કૌટુંબિક બંધનો મજબૂત થશે અને બાળકો શીખશે કે જીવનની ખાસ ક્ષણોમાં મોબાઈલ કરતાં વધુ મહત્ત્વનું શું છે. બાળકોને જો
નવા શોખ અને રમતગમતમાં વ્યસ્ત રાખવામાં આવે તો તેટલો સમય તે મોબાઈલથી દૂર રહીશ શકશે. બીજી પ્રવૃત્તિ માટે વ્યસ્ત થવાથી કેટલો સમય તે મોબાઈલથી દૂર રહેશે અને તેને કંઈક નવું ઇનોવેટિવ કરવાનું મન થશે.
ઘરના વડીલોએ દિવસમાં ચોક્કસ સમય માટે મોબાઈલ થી દૂર રહેવાનો સમય નક્કી કરવો જોઈએ ખાસ કરીને જમતી વખતે ટીવી અને મોબાઈલ સ્વીચ ઓફ રાખી શકાય.બપોરના સમયે આરામ સમયે પણ મોબાઇલને બંધ રાખી શકાય. પરંતુ કોઈ વાર ઈમરજન્સી ના મહત્વના ફોન ચૂકી ન જવાય તે માટે એક સાવ સાદો મોબાઈલ રાખી શકાય જેમાં સંદેશા ની આપ લે થઈ શકે પરંતુ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ ચલાવી ન શકાય મતલબ કે ઇન્ટરનેટ ડેટા વગર નો મોબાઇલ રાખી શકાય કે જેનાથી માત્ર સમાચારની આપ લે થઈ શકે સંદેશા મોકલી શકાય ને લઈ શકાય પરંતુ સોશિયલ મીડિયા આનાથી ખુલી ન શકે તેવો સાદો મોબાઈલ ઘરમાં રાખીને તે ચાલુ રાખવો જોઈએ. જોકે આવો મોબાઈલ આજના સમયમાં કોઈને ગમે નહીં તે પણ એક હકીકત છે. પરંતુ આજે મોટા ભાગના સાદુ જીવન જીવતા મોટા માણસો પણ સાવ સાદો ફોન રાખે છે.

બાળકોને મોબાઇલથી થતા ગેરફાયદા વિશે સમજણ આપો અને તેના માઠા પરિણામો વિશે
પરિણામો સમજાવો.બાળકોને કહો કે દરેક ક્રિયાના પરિણામો હોય છે. જો તેઓ મોબાઈલ પર વધુ સમય વિતાવે છે તો તેનાથી તેમના અભ્યાસ અને સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.
પરિણામો સમજાવો. આજે આખી દુનિયા એક એવા યુગમાં જીવી રહી છે જ્યાં ઝડપ છે પરંતુ સલામતી નથી. સંપત્તિ છે પરંતુ સુખ નથી આ ટેકનોલોજીના યુગમાં ફેસીલીટીસ છે પરંતુ જીવને નિરાંત નથી.ડિગ્રી છે. પણ ડિગિ્નટી નથી. ટેક્નોલોજી સાથેનાં જોડાણોએ આપણા અંતરાત્મા સાથેના કનેકશનને ડિશકનેક્ટ કરી નાખ્યું છે. જેથી માતા-પિતા પોતાનાં બાળકો કરતાં વધુ મોબાઈલ જોડે જોડાયેલાં રહે છે
પરિણામે બાળકોના શારીરિક માનસિક વિકાસ પર ગંભીર અસર પહોંચે છે.
આ સમસ્યાના નિવારણ માટે વિશ્વમાં ‘મોબાઈલ ડિટોક્સ’ નામનો નવો કોન્સેપ્ટ ખબ ઝડપથી પ્રચલિત થઈ રહ્યો છે. તેનો અર્થ એ થાય કે. ‘દિવસનાં ચોક્ક સમયગાળા દરમિયાન| સોશિયલ મીડિયા તેમજ મોબાઈલથી સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ રહેવું. મોબાઈલ ડિટોકિ્સંગની જરૂર ‘ફોક્સ્ડ લાઈફ’ જીવવા માટે ખૂબ જરૂરી છે. વ્યકિ્તગત જીવનમાં સામાજિક સંબંધોમાં ડિસ્ટ્રક્શન લાવ્યાં વગર.જે તે ક્ષણમાં લાઈવ રહીને જીવવા મોબાઇલ ડિટોક્સનો કોન્સેપ્ટ બાળકો તેમજ મોટેરાંએ અપનાવવા જેવો છે. આ કોન્સેપ્ટ આજના વર્તમાન યગમાં માણસને રોબોટિક માનસિક્તાથી બચાવવા માટે જરૂરી પણ છે. માનવીય સંબંધોમાં પ્રાણ પુરવા અને ફોકસિંગ લાઈફ જીવી પ્રકૃતિ, સમાજ, દેશ માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવું હશે તો પણ મોબાઈલ ડિટોક્સ ને જીવનમાં લાવવું ખૂબ જરૂરી છે. સતત મોબાઈલમાં વ્યસ્ત રહેનાર વ્યક્તિ અન્ય કામો પ્રત્યે બે ધ્યાન બને છે.
સુરેશ ભટ્ટ






કેનેડા એટલે ભારત વિરોધી આતંકવાદીઓનો ત્રીજો ખૂણો

પ્રાસંગિક 

કેનેડા એટલે ભારત વિરોધી આતંકવાદનો ત્રીજો ખૂણો
+++++++
પાકિસ્તાન ચીન અને કેનેડા એવા દેશો છે જ્યાં ભારત વિરોધી પ્રવૃત્તિઓના મોટા અડ્ડા ચાલે છે જેમાં પાકિસ્તાન પ્રથમ સ્થાને છે જ્યાં કટરવાદી ભારત વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે.તો કેનેડામાં રહીને અમુક લોકો અલગ ખાલીસ્થાન માંગી રહ્યા છે જેને કેનેડાનો રાજકીય સપોર્ટ છે.
++++++
ભારતના અમુક શીખો પાકિસ્તાન કેનેડા ઇટાલી અને બ્રિટનમાં રહીને અલગ ખાલીસ્થાનની માંગ કરી રહ્યા છે.ખાલિસ્તાની અલગાવવાદી આગેવાન હરદીપ સિંહ નીજજર હત્યામાં કેસમાં કેનેડાની સરકારે ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યા બાદ બંને દેશના સંબંધો વણસ્યા છે. એક સમયે ભારતના સારા મિત્ર તરીકે વ્યાપારિક સંબંધો વિકસિત કરનાર કેનેડાનો પરિચય જાણવા જેવો છે
પાકિસ્તાન ચીન અને કેનેડા ભારતના વિરોધી દેશો છે ભારતની એકતાને તોડવા મથતા લોકો આ દેશની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે જેનો ભારત સખત વિરોધ કરે છે.
ગત સપ્તાહે નિજ્જર હત્યા કેસમાં ત્રણ ભારતીય મૂળના આરોપીઓને કનેડાની કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ જણાવ્યું હતું કે ભારત સામે કરેલા આરોપોને કેનેડા સમર્થન કરવાનું ચાલુ રાખશે. કેસરી રંગના જમ્પસૂટ પહેરેલા ત્રણેય આરોપીઓ સરેની સ્થાનિક કોર્ટમાં હાજર થતાં, ખાલિસ્તાની તરફી પ્રદર્શનકારીઓ કોર્ટની બહાર સૂત્રોચ્ચાર કર્યા અને પ્લેકાર્ડ બતાવ્યા હતા, પ્રદર્શનકારીઓ નિજ્જરની હત્યા માટે ભારત સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.
હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા એવા કોઈ નક્કર પુરાવા હજુ સુધી કેનેડાએ આપ્યા નથી. ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા હરદીપ સિંહ નિજ્જરની હત્યાના ભારતીય મૂળના ત્રણ આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ગત શુક્રવારે ધરપકડ બાદ પ્રથમ વખત આરોપીઓ કોર્ટમાં હાજર થયા હતા, જેનો વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે.
કેનેડાના એડમન્ટનમાં રહેતા ભારતીય નાગરિકો કરણ બ્રાર(22), કમલપ્રીત સિંઘ (22) અને કરણપ્રીત સિંઘ(28)ની ગયા અઠવાડિયે શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે ફર્સ્ટ-ડિગ્રી હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પત્રકારો સાથે વાત કરતા કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ જણાવ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. કેનેડા તેના નાગરિકોનું રક્ષણ કરવામાં કોઈ ચૂક નહીં રાખે.
તેમણે કહ્યું કે કેનેડાની સ્થિતિ હંમેશા સ્પષ્ટ રહી છે. અમારું કામ કેનેડિયનોનું રક્ષણ કરવાનું છે અને કેનેડિયનની ધરતી પર ભારતીય એજન્ટો દ્વારા કેનેડિયનની હત્યા કરવામાં આવી હોવાના આરોપો પર અમે અડગ છીએ.
કેનેડિયન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડની જાહેરાત કર્યા બાદ મેલાનીનું નિવેદન આવ્યું છે. જો કે, કેનેડિયન પોલીસ કર્મચારીઓએ ભારત સાથે આરોપીઓના કોઈ સંબંધ હોવાના કોઈ પુરાવા આપ્યા નથી.
ન્યાયાધીશ ડેલારામ જહાનીએ ત્રણેય શંકાસ્પદોની ટૂંકમાં પૂછપરછ કરી. બ્રાર અને કરણપ્રીત સિંહ 21 મેના રોજ ફરીથી કોર્ટમાં હાજર થશે. જોકે, અદાલતે કમલપ્રીત સિંહ માટે નવી તારીખ નક્કી કરવાની બાકી છે.
મંગવારે સ્થાનિક ખાલિસ્તાન સમર્થકો કોર્ટની બહાર ઉમટી પડ્યા હતા. સુનાવણીમાં હાજરી આપવા માંગતા વધારાના 50 લોકોને સમાવવા માટે કોર્ટહાઉસની અંદર એક અલગ ઓવરફ્લો રૂમ ખોલવામાં આવ્યો હતો. કોર્ટહાઉસની બહાર 100થી વધુ લોકોએ ખાલિસ્તાનનો ઝંડો લહેરાવ્યો હતો અને શીખ અલગતાવાદને સમર્થન આપતા પોસ્ટરો દર્શાવ્યા હતા.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના મામલામાં અમેરિકા ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે. પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને હવે અમેરિકા તરફથી પ્રતિક્રિયા આવી છે. યુએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ કર્ટ કેમ્પબેલે બુધવારે કહ્યું, “યુનાઈટેડ સ્ટેટ્સ માને છે કે ભારત આ મામલે સંવેદનશીલ છે અને અમે ભારત સાથે રચનાત્મક વાતચીત કરી છે. ભારતે અમારી ચિંતાઓને ધ્યાનમાં લીધી છે.” તેમણે કહ્યું હતું કે અમેરિકાએ નવી દિલ્હી દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિને સતત અપડેટ્સ આપવા કહ્યું છે.

ભારતની મુલાકાતના દિવસો પછી એક ઓનલાઈન પ્રેસ બ્રીફિંગ દરમિયાન પ્રશ્નોના જવાબમાં કેમ્પબેલે કહ્યું હતું કે, “અમે સ્પષ્ટ કર્યું છે કે અમે જવાબદારી ઈચ્છીએ છીએ અને અમે આ વિષય પર ભારત સાથે રચનાત્મક વાતચીત કરી છે અને તેઓએ પણ અમારી ચિંતાઓનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. આ મુદ્દો સીધો ભારત સરકારના નેતૃત્વના ઉચ્ચ સ્તરે ઉઠાવવામાં આવ્યો છે અને તેમની પાસેથી સતત અપડેટ્સ માગ્યા છે.

નોંધનીય છે કે ગયા વર્ષે ગુરુવંત પન્નુનો અમેરિકામાં અકસ્માત થયો હતો. આ મામલામાં અમેરિકાએ ગયા વર્ષે જૂનમાં નિખિલ ગુપ્તા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારતીય સરકારી કર્મચારી સાથે કામ કરવાનો આરોપ મૂક્યો હતો.
ગુપ્તાની 30 જૂન 2023ના રોજ ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવશે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ભારત સરકારનો એક અધિકારી, જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, તે નિખિલ ગુપ્તા અને અન્ય લોકોના સંપર્કમાં હતો. આ લોકો અમેરિકામાં રાજકીય કાર્યકર્તા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા, જે ભારતીય મૂળનો છે અને અમેરિકન નાગરિક છે. એક સમય એવો હતો કે જ્યારે ભારતને કેનેડા સાથે ખૂબ સારા મૈત્રી પૂર્ણ સંબંધ હતા પરંતુ કેનેડાની સરકારે ભારત વિરોધીઓને આશ્રય આપવાનું શરૂ કર્યું ત્યારથી ભારત સાથેના તેના સંબંધોમાં કડવાસ આવી ચૂકી છે ખાસ કરીને કેનેડામાં ભારત વિરોધી પરિબળો મોટા પ્રમાણમાં સક્રિય થઈ ચૂક્યા છે અને કેનેડાની સરકાર તેને અંદરખાનેથી મદદ પણ કરે છે કેનેડા એક એવો દેશ છે જેની પાસે અપાર કુદરતી ક્ષમતાઓ છે આમ છતાં તે અમેરિકા જેટલો વિકસિત નથી.કેનેડા એક ઉત્તર અમેરિકન દેશ છે. વિસ્તારમાં તે દુનિયામાં બીજા ક્રમે આવે છે. તે ખંડના ઉત્તર ભાગમાં સ્થિત છે, અને પૂર્વ એટલાન્ટિક મહાસાગરમાંથી પશ્ચિમમાં પેસિફિક મહાસાગર સુધી વિસ્તરેલ છે અને ઉત્તરમાં આર્કટિક મહાસાગર સુધી તે વિસ્તરેલો છે. કેનેડાની દક્ષિણે તથા પશ્ચિમે યુ.એસ.એ. આવેલ છે. યુરોપીઅન પ્રજાના આગમન પહેલા ઘણા વર્ષોથી મૂળ નિવાસીઓ વસતા હતા, જેઓ હવે નેટિવ ઇન્ડિયન કે ફર્સ્ટ નેશનથી ઓળખાય છે. સોળમી અને સત્તરમી સદીમાં યુરોપીઅન વંશના લોકોએ લગભગ સમગ્ર દેશ કબ્જે કરીને વસવાટ કર્યો હતો.કેનેડામાં સંસદીય પદ્ધતિથી સરકાર ચાલે છે પરંતુ બંધારણીય રાજાશાહીને પણ ચાલુ રાખી છે. પ્રધાન મંત્રી દેશની સરકારના વડા છે અને સંસદને જવાબદાર છે. ઇંગ્લેન્ડની રાણી દ્વારા નિયુક્ત થતા ગવર્નર જનરલ દેશના બંધારણીય વડા છે. કેનેડામાં સત્તાવાર રીતે બે ભાષાનું ચલણ છે - અંગ્રેજી અને ફ્રેન્ચ. માનવ સંશાધન વિકાસાંકમાં કેનેડા ખુબ જ આગળ છે. કેનેડા યુનો, નાટો, કોમનવેલ્થ, જી20 અને અન્ય આંતર રાષ્ટ્રીય સંસ્થાનોમાં સભ્ય દેશ છે
સુરેશ ભટ્ટ

મોબાઈલ ડીટોક્સ

તંત્રીલેખ

મોબાઈલ ડિટોક્સ
+++++++++
આજના સમયમાં ટેકનોલોજી વગર એક ડગલું પણ આગળ વધી શકાય તેમ નથી. અભણ માણસ પણ આજે સ્માર્ટ ફોન નો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહાર કરતો થઈ ગયો છે.આ મોબાઈલ આપણા જીવનમાં એટલી હદ સુધી વણાઈ ગયો છે કે જેના વગર હવે ચાલી શકે તેમ નથી. એજ્યુકેશન થી માંડીને બિઝનેસ સુધી અને બિઝનેસથી માંડીને અવકાશ વિજ્ઞાન સુધીના તમામ ક્ષેત્રોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અતિ વ્યાપક બની ગયા છે ત્યારે મોબાઈલ ફોનની માયામાંથી નાના બાળકો મુક્ત થઈ શકતા નથી પરિણામે તેની માની ન શકાય તેવી આડ અસરો ઊભી થઈ રહી છે. ખાસ કરીને બાળકોના આરોગ્ય પર તેની જે અસર થઈ રહી છે તે જેવી તેવી નથી માત્ર બાળકો જ નહીં પરંતુ મોટી ઉંમરના લોકો પણ મોબાઈલના થી ઉપયોગથી અનેક પ્રકારની શારીરિક માનસિક સમસ્યાથી આજે પીડાઈ રહ્યા છે.
માત્ર ચાર પાંચ વર્ષ પહેલા બે વર્ષના બાળકને રમકડા નો મોબાઇલ ફોન આપવામાં આવતો તો બાળકો તેનાથી રમતા પરંતુ હવે આવા નાના બાળકો નકલી મોબાઈલ ને ઘા કરીને ફેંકી દે છે. આજના બાળકો મોબાઇલથી મુક્ત રહી શકતા નથી બાળકોને મોબાઈલથી દૂર રાખવા આજે સૌથી મોટી સમસ્યા મા બાપ માટે બની ચૂકી છે મોબાઇલથી દૂર રહેવાની રીતને ડિજિટલ ડીટોક્ષ કહેવામાં આવે છે.
ડિજિટલ ડિટોક્સ વડે આ સ્માર્ટ રીતોથી બાળકોને મોબાઈલની લત છોડાવો
આજકાલ બાળકો વારંવાર મોબાઈલ ફોનમાં ખોવાયેલા રહે છે. પરંતુ જો તમે ઈચ્છો છો કે તેઓ આ આદતમાંથી બહાર આવે અને જવાબદાર બને, તો તે માટેના કેટલાક સરળ રસ્તાઓ છે.
આ સરળ ઉપાયો અપનાવીને તમે બાળકોને મોબાઈલના વ્યસનમાંથી મુક્ત કરી શકો છો અને તેમને જીવનની અન્ય મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપી શકો છો
બાળકો ક્યારે મોબાઈલનો ઉપયોગ કરી શકે તે માટે એક નિશ્ચિત સમય નક્કી કરો. આનાથી તેઓ સમયની પાબંદીની આદત કેળવશે અને તેઓ હંમેશા મોબાઈલમાં ખોવાયેલા ન રહેવાનું શીખશે.
માત પિતા જો બાળકો સાથે વધુ સમય વિત આવે તો કેટલા સમય માટે તે મોબાઈલથી દૂર રહી શકશે.ભોજનના સમય અને પારિવારિક પ્રવૃત્તિઓ દરમિયાન મોબાઈલ ફોનને દૂર રાખો. આનાથી કૌટુંબિક બંધનો મજબૂત થશે અને બાળકો શીખશે કે જીવનની ખાસ ક્ષણોમાં મોબાઈલ કરતાં વધુ મહત્ત્વનું શું છે. બાળકોને જો
નવા શોખ અને રમતગમતમાં વ્યસ્ત રાખવામાં આવે તો તેટલો સમય તે મોબાઈલથી દૂર રહીશ શકશે. બીજી પ્રવૃત્તિ માટે વ્યસ્ત થવાથી કેટલો સમય તે મોબાઈલથી દૂર રહેશે અને તેને કંઈક નવું ઇનોવેટિવ કરવાનું મન થશે.
ઘરના વડીલોએ દિવસમાં ચોક્કસ સમય માટે મોબાઈલ થી દૂર રહેવાનો સમય નક્કી કરવો જોઈએ ખાસ કરીને જમતી વખતે ટીવી અને મોબાઈલ સ્વીચ ઓફ રાખી શકાય.બપોરના સમયે આરામ સમયે પણ મોબાઇલને બંધ રાખી શકાય. પરંતુ કોઈ વાર ઈમરજન્સી ના મહત્વના ફોન ચૂકી ન જવાય તે માટે એક સાવ સાદો મોબાઈલ રાખી શકાય જેમાં સંદેશા ની આપ લે થઈ શકે પરંતુ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ ચલાવી ન શકાય મતલબ કે ઇન્ટરનેટ ડેટા વગર નો મોબાઇલ રાખી શકાય કે જેનાથી માત્ર સમાચારની આપ લે થઈ શકે સંદેશા મોકલી શકાય ને લઈ શકાય પરંતુ સોશિયલ મીડિયા આનાથી ખુલી ન શકે તેવો સાદો મોબાઈલ ઘરમાં રાખીને તે ચાલુ રાખવો જોઈએ. જોકે આવો મોબાઈલ આજના સમયમાં કોઈને ગમે નહીં તે પણ એક હકીકત છે. પરંતુ આજે મોટા ભાગના સાદુ જીવન જીવતા મોટા માણસો પણ સાવ સાદો ફોન રાખે છે.

બાળકોને મોબાઇલથી થતા ગેરફાયદા વિશે સમજણ આપો અને તેના માઠા પરિણામો વિશે
પરિણામો સમજાવો.બાળકોને કહો કે દરેક ક્રિયાના પરિણામો હોય છે. જો તેઓ મોબાઈલ પર વધુ સમય વિતાવે છે તો તેનાથી તેમના અભ્યાસ અને સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.
પરિણામો સમજાવો. આજે આખી દુનિયા એક એવા યુગમાં જીવી રહી છે જ્યાં ઝડપ છે પરંતુ સલામતી નથી. સંપત્તિ છે પરંતુ સુખ નથી આ ટેકનોલોજીના યુગમાં ફેસીલીટીસ છે પરંતુ જીવને નિરાંત નથી.ડિગ્રી છે. પણ ડિગિ્નટી નથી. ટેક્નોલોજી સાથેનાં જોડાણોએ આપણા અંતરાત્મા સાથેના કનેકશનને ડિશકનેક્ટ કરી નાખ્યું છે. જેથી માતા-પિતા પોતાનાં બાળકો કરતાં વધુ મોબાઈલ જોડે જોડાયેલાં રહે છે
પરિણામે બાળકોના શારીરિક માનસિક વિકાસ પર ગંભીર અસર પહોંચે છે.
આ સમસ્યાના નિવારણ માટે વિશ્વમાં ‘મોબાઈલ ડિટોક્સ’ નામનો નવો કોન્સેપ્ટ ખબ ઝડપથી પ્રચલિત થઈ રહ્યો છે. તેનો અર્થ એ થાય કે. ‘દિવસનાં ચોક્ક સમયગાળા દરમિયાન| સોશિયલ મીડિયા તેમજ મોબાઈલથી સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ રહેવું. મોબાઈલ ડિટોકિ્સંગની જરૂર ‘ફોક્સ્ડ લાઈફ’ જીવવા માટે ખૂબ જરૂરી છે. વ્યકિ્તગત જીવનમાં સામાજિક સંબંધોમાં ડિસ્ટ્રક્શન લાવ્યાં વગર.જે તે ક્ષણમાં લાઈવ રહીને જીવવા મોબાઇલ ડિટોક્સનો કોન્સેપ્ટ બાળકો તેમજ મોટેરાંએ અપનાવવા જેવો છે. આ કોન્સેપ્ટ આજના વર્તમાન યગમાં માણસને રોબોટિક માનસિક્તાથી બચાવવા માટે જરૂરી પણ છે. માનવીય સંબંધોમાં પ્રાણ પુરવા અને ફોકસિંગ લાઈફ જીવી પ્રકૃતિ, સમાજ, દેશ માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવું હશે તો પણ મોબાઈલ ડિટોક્સ ને જીવનમાં લાવવું ખૂબ જરૂરી છે. સતત મોબાઈલમાં વ્યસ્ત રહેનાર વ્યક્તિ અન્ય કામો પ્રત્યે બે ધ્યાન બને છે.
સુરેશ ભટ્ટ






ગુરુવાર, 27 જૂન, 2024

સાયન્સમાં સુપર પાડપાવર હોવું જરૂરી છે

તંત્રીલેખ 
સાયન્સમાં સુપર પાવર બનવું જરૂરી

+++++++++
સમુદ્રના પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવાની વાત વર્ષોથી થઈ રહી છે પરંતુ આ બાબતમાં આપણે હજુ આગળ વધ્યા નથી. વિશ્વભરના વૈજ્ઞાનિકો કહે છે કે ખંભાતના અખાત ભરતી અને ઓટમાંથી વીજળી ઉત્પન્ન થઈ શકે તેવી સો ટકા શક્યતા છે.આમ છતાં આ બાબતમાં કોઈ ઇનોવેશન આપણા દેશમાં થયું નથી. જ્યારે ચીને સમુદ્રના પાણીમાંથી હાઈડ્રોજન છૂટો પાડવાની રીત શોધી કાઢી છે અને તેનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. કોઈપણ દેશ સુપર પાવર ત્યારે જ બની શકે જ્યારે તે એપ્લાઇડ રિસર્ચમાં સૌથી આગળ હોય. આ બાબતમાં અમેરિકા કરતા પણ ચીન સૌથી આગળ છે.
2003માં અમેરિકાએ ચીનની સરખામણી 20 ગણા વધુ શ્રેષ્ઠ કક્ષાના રિસર્ચ પેપર પ્રસ્તુત કર્યા હતા. 2013માં અમેરિકાએ ચારગણા વધુ ટોપ પેપર બનાવ્યા હતા, પરંતુ 2022માં ચીને અમેરિકા અને યુરોપને પાછળ રાખી દીધા છે.
રિસર્ચ પેપરોના ટોપ રેન્કિંગના નેચર ઈન્ડેક્સમાં 2014માંચીન બીજા સ્થાને હતું જ્યારે 2023માં તે ટોપ પર પહોંચી ગયું છે.
રિસર્ચ ડેવલપમેન્ટ પાછળ ચીનનો ખર્ચ વર્ષ 2000 પછી 16 ગણો વધ્યો છે. છતાં 2021માં ચીનના રૂ.55 લાખ કરોડની તુલનામાં અમેરિકાએ રિસર્ચ પાછળ રૂ.67 લાખ કરોડ ખર્ચ્યા હતા.
ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને પાકનું ઉત્પાદન વધારવામાં ચીનના વિજ્ઞાનીઓની અનોખી સિદ્ધિ મેળવી છે આ બાબતમાં સરકારનું વલણ સ્પષ્ટ છે 
ચીનમાં સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી અને અમેરિકાનું સુરક્ષા વિભાગ ઓછામાં ઓછું એક બાબતે સહમત છે કે, દુનિયામાં આર્થિક અને સૈનિક શ્રેષ્ઠતાનું રહસ્ય ઈનોવેશનમાં છુપાયેલું છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને આશા છે કે, તેમનો દેશ સાયન્સ અને ટેક્નોલોજી બાબતે અમેરિકાને પાછળ રાખી દેશે. બીજી તરફ અમેરિકા નિકાસ પર નિયંત્રણ અને પ્રતિબંધોની મદદથી ચીનને ટેક્નોલોજી બાબતે આગળ વધતું અટકાવવાના પ્રયાસ કરી રહ્યું છે. જોકે, ચીન હવે દુનિયાનું સાયન્ટિફિક સુપરપાવર બની ગયું છે. તેના વિજ્ઞાનીઓએ ખાસ કરીને કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મટીરિયલ સાયન્સમાં દુનિયાનું સર્વશ્રેષ્ઠ સંશોધન કર્યું છે.
ચીનના વિજ્ઞાનીઓ દુનિયાના જાણીતા વિજ્ઞાન મેગેઝિનોમાં અમેરિકા અને યુરોપના વિજ્ઞાનીઓ કરતાં વધુ રિસર્ચ પેપર પ્રસ્તુત કરે છે. તેમના રિસર્ચના ઉદાહરણ વધુ ટાંકવામાં આવે છે. સિંગહુઆ અને ઝેજિયાંગ યુનિવર્સિટીમાં મેસાચુસેટ્સ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યુટની જેમ આધુનિક રિસર્ચ ચાલી રહ્યાં છે. વર્ષો સુધી પશ્ચિમના દેશો ચીનની મ ટેક્નોલોજીની મજાક ઉડાવતા હતા, પરંતુ છેલ્લાં અ કેટલાક દાયકામાં ચીને પશ્ચિમના દેશોની ક ટેક્નોલોજી કરીને ઝડપી પ્રગતિ કરી છે. જોકે, છ નબળી ક્વોલિટીના રિસર્ચ પેપરોને કારણે તેના સાયન્સને એટલું સન્માન મળતું નથી.
ચીનની પ્રયોગશાળાઓમાં સુપરકમ્પ્યૂટરો, ક હાઈ એનર્જી ડિટેક્ટર અને ક્રાયોજેનિક છે ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ સહિત અતિ આધુનિક ૯ સાધન છે. જે યુરો- અમેરિકાની લેબની ટક્કર લે તેવા નથી, પરંતુ ફાયદાકારક જરૂર છે. ચીન પાસે ભરપૂર ટેલેન્ટ છે. પશ્ચિમના દેશોમાં કામ કરી ચૂકેલા સંશોધકો હવે ચીનમાં પરત ફર્યા છે. ચીન મોટાપાયે વિજ્ઞાનીઓને તાલીમ આપી રહ્યું છે. દુનિયાના સૌથી ટોચના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રિસર્ચરોમાંથી
અનેક લોકોએ પોતાની પ્રથમ ડિગ્રી અમેરિકાની જેમ ચીનમાંથી મેળવી છે.
કોમર્શિયલ ઈનોવેશનમાં પણ ચીને જૂની માન્યતાઓ બદલી નાખી છે. તેની બેટરીઓ અને ઈલેક્ટ્રિક વાહન સસ્તા હોવા છતાં હાઈ ક્વોલિટીનાં છે. અનેક ક્ષેત્રોમાં આગળ વધવા છતાં ચીન ટેક્નોલોજી બાબતે દુનિયામાં મોટી તાકાત નથી. ચીનના કૃષિ વિજ્ઞાનીઓએ ચોખા, જાડા અનાજનું અનેકગણું ઉત્પાદન કર્યું છે. તેની સોલર પેનલ ઠેર-ઠેર જોવા મળે છે. જોકે, ચીન દ્વારા ઈનોવેશનનો ઉપયોગ લશ્કરી ક્ષેત્રે કરાય તો સમસ્યાઓ પણ પેદા કરી શકે છે. ક્વાન્ટમ કમ્યૂટિંગ કે હાઈપરસોનિક હથિયારો વડે ચીન ખૂબ જ શક્તિશાળી બની જશે. અમેરિકાએ હવે પ્રતિબંધ મૂકીને ડેટા, ટેલેન્ટ, આઈડિયા સુધીની પહોંચ મર્યાદિત કરી છે. આમ અન્ય દેશોને મુકાબલે ચીનની સરકાર ઇનોવેશનને સૌથી વધુ મહત્વ આપે છે વિજ્ઞાન ની અંદર નવા નવા સંશોધનો રાષ્ટ્રને સર્વોપરી બનાવે છે જે રાષ્ટ્ર વૈજ્ઞાનિક સંશોધનોને મહત્વ નથી આપતું તે પાછળ ધકેલાઈ જાય છે આની બરોબર સામે તાલીબાન જેવા મુસ્લિમ રાષ્ટ્ર વૈજ્ઞાનિક સંશોધનોને મહત્વ આપતા નથી. પરિણામે તે પ્રગતિ કરી શક્યા નથી ધર્મ જનુન થી પ્રગતિ થઈ શકે નહીં માત્ર પિચ્છેર થાય છે ચીન સુપર પાવર બન્યું છે કારણ કે તે વૈજ્ઞાનિક રિસર્ચને સૌથી વધુ મહત્વ આપે છે. આપણે પણ જો સર્વોપરી બનવું હોય તો વૈજ્ઞાનિક રિસર્ચને સૌથી વધારે મહત્વ આપવું અત્યંત જરૂરી છે.આપણા દેશમાં જે કંઈ નવું સંશોધન કરે છે તેના ઉત્સાહને તોડી નાખવામાં આવે છે.અભણ માણસ પણ ઇનોવેટિવ કાર્ય કરી શકે છે. પરંતુ આપણા દેશમાં તેને મહત્વ આપવામાં આવતું નથી પરંતુ તેનો જ્ઞાનનો લાભ હોશિયાર લોકો લઈ જાય છે. અને જે ઇનોવેટિવ છે તેની કોઈ કદર થતી નથી આથી આપણો દેશ જેટલો આગળ વધવો જોઈએ તેટલો આગળ વધી શકતો નથી તેને કારણે જ આપણા બુદ્ધિજીવીઓ વૈજ્ઞાનિકો અમેરિકા જેવા દેશમાં જાય છે અને સમૃદ્ધિના શિખર સર કરે છે જે ઇનોવેટિવ છે તેની કદર જ્યારે થશે ત્યારે દુનિયાની કોઈ તાકાત આપણા દેશને હરાવી નહીં શકે 
સુરેશ ભટ્ટ


https://www.instagram.com/reel/DRTgwJbiDdR/?igsh=MXF0dG9sdzVlOWo0MA==