સોમવાર, 5 જાન્યુઆરી, 2026

સિલિયા ફ્લોરેસ વેનેઝુએલાની ભાગ્યવિધાતા બનશે

 પ્રાસંગિક

તા૨-૧૨-૨૫ 


સિલિયા ફ્લોરેસ વેનેઝુએલાની ભાગ્યવિધાતા બનશે



++++++

રાષ્ટ્રપતિ માદુરોની પત્ની અને 'પ્રથમ યોદ્ધા' તરીકે, સિલિયા ફ્લોરેસ વેનેઝુએલાની વર્તમાન કટોકટીમાં એક મહત્વપૂર્ણ, વિવાદાસ્પદ પાત્ર છે. તેઓ સરકારની નીતિઓ અને ચાવિસ્મો વિચારધારાની મુખ્ય હિમાયતી અને પ્રચારક છે.વેનેઝુએલા ગંભીર આર્થિક પતન, ભીષણ માનવાધિકાર ઉલ્લંઘન અને ગહન રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. ત્યારે 

લોકશાહી પુનઃસ્થાપનાના પ્રયાસો અવરોધો અનુભવી રહ્યા આવા સંજોગોમાં ફ્લોરેસ પર અમેરિકામાં ડ્રગ હેરફેરના આરોપો હેઠળ મુકદમો ચાલવાનો છે.


+++++++++++++++


વેનેઝુએલાની રાજકીય ભૂમિકા પર સિલિયા ફ્લોરેસની છાપ એક પરંપરાગત ‘ફર્સ્ટ લેડી’ની છાપથી કહીં વિશિષ્ટ અને શક્તિશાળી છે. તેમના સમર્થકો તેમને ‘પ્રથમ યોદ્ધા’ તરીકે ઓળખે છે, એવું વિશેષણ જે ફક્ત સંબોધન જ નથી, પણ તેમની સક્રિય, આક્રમક અને નિર્ણાયક રાજનૈતિક યાત્રાનું પ્રતીક છે. રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની પત્ની તરીકે, ફ્લોરેસ સત્તાના શિખર પરની એક મહિલા છે, પણ તેમની વાર્તા એ સત્તાના ગલીચામાંથી ઉગીને, પોતાના હક્કે ઊંચા હોદ્દાઓ સંભાળનાર એક સ્વતંત્ર રાજકીય વ્યક્તિત્વ બનવાની છે.


એક સામાન્ય શરૂઆતથી એક અસામાન્ય યાત્રા સુધીનો પ્રવાસ ફ્લોરેસનો જન્મ ૧૯૫૬માં એક સામાન્ય પરિવારમાં ટીનાક્વિલો શહેરમાં થયો હતો, જેને માદુરો ‘માટીના ફ્લોરવાળા ખેતર’ તરીકે ઓળખાવે છે. બાળપણ કારાકાસના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વિતાવ્યા પછી, તેમણે પોતાના પગ પર ઊભા રહેવાનો માર્ગ પસંદ કર્યો. ૩૨ વર્ષની ઉંમરે કાયદાની ડિગ્રી હાંસલ કરી, ફોજદારી અને મજૂર કાયદા ક્ષેત્રે નિપુણતા મેળવી. ૧૯૯૨નો બળવો, જ્યારે હ્યુગો ચાવેઝનો સત્તા પલટાનો પ્રયાસ નિષ્ફળ ગયો, ત્યારે તેમના જીવનનો નિર્ણાયક મોડ આવ્યો. તે બળવાખોર લશ્કરી અધિકારીઓ, અને સ્વયં કમાન્ડર ચાવેઝના બચાવ માટેની વકીલોની ટીમમાં જોડાયા. આ જ સમયગાળામાં તેમની મુલાકાત એક યુવા ચાવિસ્મો સમર્થક અને ચાવેઝના સુરક્ષા ગાર્ડ, નિકોલસ માદુરો સાથે થઈ, જેમણે પાછળથી યાદ કર્યું કે સંઘર્ષના તે વર્ષોમાં એકબીજા તરફ આકર્ષણ જન્મ્યું અને તેમનું ભાગ્ય ચાવેઝની ચળવળ સાથે જોડાઈ ગયું.


ચાવિસ્મોમાં એક સ્વતંત્ર રાજકીય ઓળખનું નિર્માણ ચાવેઝના સત્તા પર આવ્યા પછી, ફ્લોરેસે પોતાની રાજકીય ઓળખ માદુરોથી સ્વતંત્ર રીતે બનાવવાનું શરૂ કર્યું. ૨૦૦૦માં તેઓ રાષ્ટ્રીય સભા (સંસદ) માટે ચૂંટાયા અને ૨૦૦૬થી ૨૦૧૧ સુધી સંસદના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો, આ હોદ્દો સંભાળનાર તેઓ પ્રથમ મહિલા બન્યા. આ પદ પર તેમણે સત્તાની કેન્દ્રમાં કામ કર્યું, જ્યારે વિરોધ પક્ષ ચૂંટણી બહિષ્કાર કરી રહ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન સગાવાદના આરોપો પણ સામે આવ્યા, જેમાં પરિવારના સભ્યોને નોકરીઓ આપવાના આરોપોનો સામનો કરવો પડ્યો, પરંતુ ફ્લોરેસે આરોપોને ચણતર કરી કાઢ્યા. ૨૦૧૨માં, ચાવેઝે તેમને દેશના એટર્ની જનરલ (પ્રોક્યુરેટર જનરલ) નિયુક્ત કર્યા, એવું પદ જે સામાન્ય રીતે ‘ફર્સ્ટ લેડી’ને નથી મળતું. આ હોદ્દા પર તેઓ ચાવેઝના અવસાન સુધી રહ્યા, જે દર્શાવે છે કે ચાવેઝને તેમની ક્ષમતા પર કેટલો વિશ્વાસ હતો.


માદુરોના ઉદય સાથે ‘પ્રથમ યોદ્ધા’ની ભૂમિકા ૨૦૧૩માં માદુરો રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ફ્લોરેસે ‘ફર્સ્ટ લેડી’ની પરંપરાગત ભૂમિકા પણ સ્વીકારી, પણ માદુરોએ જ તેમને ‘પ્રથમ યોદ્ધા’ તરીકે ઓળખાવીને ‘પ્રથમ મહિલા’ જેવા ‘ભદ્ર વર્ગના ખ્યાલ’ને નકારી કાઢ્યો. આ શબ્દચય ફ્લોરેસની સક્રિય અને યુદ્ધક્ષમ રાજકીય છબીને અનુરૂપ હતો. રાષ્ટ્રપતિ પદેથી પણ ઊંચા હોદ્દા પર કામ કરી ચૂકેલી ફ્લોરેસ રાષ્ટ્રની રાજકીય દિશા આકારવામાં મહત્વની સલાહકાર અને ભાગીદાર તરીકે રહ્યા. ૨૦૧૭માં તેઓ સંસદમાંથી રાજીનામું આપી નવી રાષ્ટ્રીય બંધારણ સભાના સભ્ય બન્યા, જે ચાવિસ્મો માટેનું એક વિવાદાસ્પદ પગલું હતું. તેમણે ટીવી અને રેડિયો કાર્યક્રમોનું સંચાલન પણ કર્યું, જે તેમની જાહેરાત અને સંદેશાવહનમાં રુચિ દર્શાવે છે.


પરિવાર, વિવાદો અને અમેરિકી પ્રતિબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં, ફ્લોરેસ અને માદુરોની જાહેર છબી તેમના પરિવાર સાથેના વિવાદોથી પ્રભાવિત થઈ છે. તેમના બે ભત્રીજાઓ, યુગોનીકોલસ અને ફ્રાન્ફિલીકો ફ્લોરેસ, ૨૦૧૫માં ન્યૂ યોર્કમાં ડ્રગ હેરફેરના આરોપે ગિરફતાર થયા હતા. આ કેસે આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચ્યું અને ફ્લોરેસે અમેરિકી અધિકારીઓ પર તેમના ભત્રીજાઓનું ‘અપહરણ’ કરવાનો આરોપ લગાવ્યો હતો. છતાં, ૨૦૧૭માં બંનેને દોષિત ઠેરવાઈ સજા થઈ, જેને પછી ૨૦૨૨માં એક કેદી વિનિમય સોદા હેઠળ મુક્ત કરવામાં આવ્યા. ફ્લોરેસ પોતે સપ્ટેમ્બર ૨૦૧૮માં યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા આર્થિક પ્રતિબંધોનો શિકાર બન્યા, જે વેનેઝુએલની સરકારમાં તેમની ઊંચી ભૂમિકા અને અમેરિકા દ્વારા ગણાતા ‘અનિયમિતતા’ને કારણે હતા.


નિષ્કર્ષ: એક પ્રતીક તરીકે સિલિયા ફ્લોરેસ વેનેઝુએલની રાજકીય પરિસ્થિતિનું એક જટિલ પ્રતિબિંબ છે. એક તરફ તેઓ સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી ઉભરી આવેલી એક મજબૂત, શિક્ષિત અને સ્વતંત્ર મહિલાનું પ્રતીક છે, જેમણે પોતાની ક્ષમતાથી સત્તાની ઉપરની પગથીયાં ચડ્યા છે. બીજી તરફ, તેઓ એક એવી રાજકીય પ્રણાલીનો અભિન્ન અંગ છે, જે પર સગાવાદ, દમન અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના આરોપો છે. તાજેતરમાં, યુએસ લશ્કરી કાર્યવાહી દરમિયાન તેમની અને માદુરોની અટકાયત, અને હવે ન્યૂ યોર્ક કોર્ટમાં ડ્રગ અને હથિયારોના આરોપોમાં ટ્રાયલની શક્યતાએ તેમની યાત્રાને એક નવા અને અણધાર્યા મોરચે લી કરી છે. ‘પ્રથમ યોદ્ધા’ની ઉપાધિ હવે માત્ર રાજકીય સંઘર્ષનો નહીં, પણ કાનૂની સંઘર્ષનો પણ સૂચક બની રહી છે. સિલિયા ફ્લોરેસની કથા ફક્ત એક વ્યક્તિની જીવનયાત્રા નથી, પણ આધુનિક વેનેઝુએલાની રાજકીત, સત્તાના ગતિશીલ સ્વરૂપ અને આંતરરાષ્ટ્રીય રાજનીતિની જટિલતાનો એક મહત્વપૂર્ણ અધ્યાય છે.

સુરેશ ભટ્ટ 


રવિવાર, 4 જાન્યુઆરી, 2026

“સીટીઝનસાયન્ટિસ્ટ”ના જોખમી પ્રયોગો

 તા.૪.૧.૨૬

 પ્રાસંગિક


“સીટીઝન સાયન્ટિસ્ટ”ના જોખમી પ્રયોગો

++++++++++++++++++++

 ઓનલાઈન વેચાતી અમુક મેડિસિન એવો દાવો કરે છે કે તે લેવાથી શરીર જોમવંતુ બનશે. અને તમે વધુ યુવાન દેખાશો આવી બધી લલચામણી જાહેરાતો દ્વારા જે મેડિસિનનું ઓનલાઈન વેચાણ થાય છે તેનો પગ પેસારો ધીમે ધીમે આપણા દેશમાં પણ થઈ રહ્યો છે આ ખૂબ જ જોખમી બાબત છે અમેરિકાની અંદર તેનો મોટા પ્રમાણમાં યુવાનો પ્રયોગ કરી રહ્યા છે અને ત્યાં લોકોની શારીરિક અને માનસિક હેલ્થ સામે પ્રશ્નો ઊભા થયા છે. આમાં મુખ્ય ડ્રગ પેપ્ટાઈડ છે.

પેપ્ટાઇડ્સ એટલે શું? સાદી ભાષામાં કહીએ તો પેપ્ટાઇડ્સ એ એમિનો એસિડની નાની સાંકળો છે, જે આપણા શરીરમાં કુદરતી રીતે પણ હોય છે. આ પદાર્થો હોર્મોનનું નિયંત્રણ, બળતરા, ઘટાડવી, કોષોની મરામત જેવી પ્રક્રિયામાં ભાગ લે છે. 

તબીબી વિજ્ઞાનમાં પેપ્ટાઇડ્સનો યોગ્ય પરીક્ષણ અને ડોક્ટરની દેખરેખ હેઠળ ઉપયોગ થાય ત્યારે તે ઉપયોગી બની શકે છે. પરંતુ સમસ્યા ત્યાં ઊભી થાય છે, જ્યાં અપ્રમાણિત અને મંજૂરી વિના આવેલા પેપ્ટાઇડ્સને લોકો જાતે ઇન્જેક્શન દ્વારા લેવાનું શરૂ કરે છે. આવા પેપ્ટાઇડ્સની નકારાત્મક અસર પણ ગંભીર હોઈ શકે છે—એલર્જી, શ્વાસ લેવામાં તકલીફ, હૃદયના ધબકારા વધવું, હોર્મોનલ અસંતુલન, લાંબા ગાળે શરીરને નુકસાન અને કેટલીકવાર જીવલેણ સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.


આજના સમયમાં ખાસ કરીને અમેરિકાના યુવાનો, ખાસ કરીને સિલિકોન વેલીમાં કામ કરતા ટેક પ્રોફેશનલ્સ, ઝડપથી પરિણામ મેળવવાની લાલચમાં આ જોખમ ઉઠાવી રહ્યા છે. વજન ઝડપથી ઘટાડવું, વધારે ફોકસ મેળવવો, લાંબા કલાકો સુધી કામ કરવાની શક્તિ વધારવી—આ બધું એક “શોર્ટકટ”થી થઈ જશે એવી માનસિકતા વિકસી છે. ટેકનોલોજીમાં જ્યાં દરેક વસ્તુ ઝડપી અને ઓપ્ટિમાઇઝ્ડ હોવી જોઈએ એવું માનવામાં આવે છે, ત્યાં સ્વાસ્થ્યને પણ મશીન સમાન માનવામાં આવી રહ્યું છે.


ચીનથી આયાત થતા આ પેપ્ટાઇડ્સ પર એફડીએ જેવી સંસ્થાની મંજૂરી નથી. છતાં “માત્ર સંશોધન માટે” એવા લેબલ સાથે તે ખુલ્લેઆમ વેચાય છે. હકીકતમાં લોકો તેને પાણીમાં ભેળવીને જાતે ઇન્જેક્ટ કરે છે. એમેઝોન પરથી સિરીન્જ ખરીદી લેવાય છે અને કોઈ તબીબી સલાહ વિના શરીર પર પ્રયોગ થાય છે. સ્ટાર્ટઅપ ઓફિસો, હેકર હાઉસ અને ખાસ ઇવેન્ટ્સમાં આ બાબત સામાન્ય બની રહી છે, જે વધુ ચિંતાજનક છે.


સોશિયલ મીડિયા આ પ્રવૃત્તિને વધુ વેગ આપી રહ્યું છે. ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ રીલ પર ડીઆઈવાય ઇન્જેક્શનના વીડિયો જોવા મળે છે. ખુલ્લેઆમ એવું કહેવાતું નથી કે આ માનવ ઉપયોગ માટે છે, પરંતુ ટિપ્પણીઓ અને અનુભવ કથાઓ તેને “વર્કિંગ સોલ્યુશન” તરીકે રજૂ કરે છે. યુવાનો આવા વીડિયોથી પ્રભાવિત થઈને માને છે કે જો બીજા કરી શકે છે, તો તેઓ પણ કરી શકે.


પેપ્ટાઇડ્સનો ઉપયોગ કરનારા ઘણા લોકો પોતાને “સિટિઝન સાઇન્ટિસ્ટ” કહે છે. તેઓ રેડિટ, પોડકાસ્ટ અને એઆઈ ટૂલ્સમાંથી માહિતી મેળવીને માને છે કે પૂરતું જ્ઞાન મેળવી લીધું છે. પરંતુ વિજ્ઞાન માત્ર વાંચેલી માહિતીથી નથી ચાલતું. સાચું વિજ્ઞાન લાંબા સમયના પરીક્ષણ, નિયંત્રિત અભ્યાસ અને જવાબદારી માંગે છે. શરીર કોઈ સ્ટાર્ટઅપ નથી કે નિષ્ફળ જાય તો તરત બંધ કરી દેવામાં આવે.


આડઅસરના કિસ્સાઓ હવે સામે આવવા લાગ્યા છે. લાસ વેગાસમાં એક એન્ટી એજિંગ ફેસ્ટિવલમાં બે મહિલાઓને પેપ્ટાઇડ ઇન્જેક્શન બાદ હોસ્પિટલમાં દાખલ કરવી પડી. જીભમાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયની સમસ્યા—આ બધું એ બતાવે છે કે આ રમકડું નથી. કેટલાક યુઝર્સે વાળ ખરવાની અને ગંભીર થાકની ફરિયાદ પણ કરી છે. આજે જે નાના લક્ષણો લાગે છે, તે આવતીકાલે મોટી બીમારી બની શકે છે.


તબીબી નિષ્ણાતોની ચેતવણી સ્પષ્ટ છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પ્રોફેસર ડૉ. આરોન કેસેલહેમ કહે છે કે એફડીએનું કામ લોકોને આવા ખતરનાક ઉત્પાદનોથી બચાવવાનું છે. પરંતુ જ્યારે લોકો પોતે જ નિયમો તોડી રહ્યા હોય ત્યારે માત્ર કાયદો પૂરતો નથી. અહીં સમજદારી અને સામાજિક જવાબદારી જરૂરી છે.


આ પ્રકારનું વ્યસન વધુ ન ફેલાય અને સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે કેટલીક સાવચેતી જરૂરી છે. સૌપ્રથમ, કોઈ પણ દવા કે ઇન્જેક્શન ડોક્ટરની સલાહ વિના લેવું નહીં. “માત્ર સંશોધન માટે” લખેલું હોય તો પણ તેનો માનવ ઉપયોગ સુરક્ષિત છે એવું માનવું ખોટું છે. સોશિયલ મીડિયા પર દેખાતી સફળતાની વાર્તાઓ પર આંખ બંધ કરી વિશ્વાસ ન કરવો. સ્વાસ્થ્ય માટે ધીરજ રાખવી જરૂરી છે—યોગ્ય આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને માનસિક સંતુલનનો કોઈ શોર્ટકટ નથી. સરકાર અને આરોગ્ય સંસ્થાઓએ પણ આવા ખતરનાક ટ્રેન્ડ સામે કડક પગલાં લેવા જોઈએ અને જાગૃતિ ફેલાવવી જોઈએ.


અંતે એટલું જ કહેવું છે કે ઝડપથી બધું મેળવવાની દોડમાં જો સ્વાસ્થ્ય ગુમાવી દઈએ, તો બધી સફળતા ખોખલી બની જાય છે. પેપ્ટાઇડ્સનો અનિયંત્રિત ઉપયોગ નવીનતા નહીં, પરંતુ જોખમી જુગાર છે.અને આ જુગારમાં હારવાની કિંમત બહુ મોટી છે.

આપણા દેશમાં એક યા બીજા પ્રકારે વિદેશમાંથી એમડી ડ્રગ્સ સહિતના કેટલાક જોખમી પદાર્થો નાના મોટા શહેરોમાં વહેંચાઈ રહ્યા છે આ બાબતમાં સરકાર સત્વરે જાગૃત નહીં થાય તો આવતીકાલ ની નવી પેઢી હેલ્થ વેલ્થ અને હેપી

નેસ ગુમાવશે 

સુરેશ ભટ્ટ 

શનિવાર, 3 જાન્યુઆરી, 2026

ભાવનગર ને આંગણે અનોખા આનંદનો ઉત્સવ સ્ટ્રીટ જલસા

 





પ્રાસંગિક અથવા ચોપાસ


+++++++

ભાવનગર ને આંગણે અનોખા આનંદનો ઉત્સવ સ્ટ્રીટ જલસા 


++++++++++++++



ભાવનગરમાં દર વર્ષે યોજાતો ‘સ્ટ્રીટ જલસા’ કાર્યક્રમ આજે માત્ર એક ઉત્સવ નથી રહ્યો, પરંતુ ભાવનગર શહેરની સામૂહિક સ્મૃતિ, સંસ્કૃતિ અને બાળપણની ભૂલાયેલી ખુશીઓને ફરી જીવંત કરવાનો એક સરાહનીય પ્રયાસ બની ગયો છે.  આ કાર્યક્રમ ભાવનગરની આગવી ઓળખનો એક અનોખો ભાગ બની રહ્યો છે. આ વર્ષે પણ એ જ ઉત્સાહ, એ જ ઉમંગ અને એ જ લોકભાવનાની સાથે સ્ટ્રીટ જલસાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો ભાવનગર વાસીઓ અને તેમના બાળકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા  છે.


+++++++

સ્ટ્રીટ જલસા કાર્યક્રમની ખાસિયત એ છે કે તે શહેરની શેરીઓને ફરી એક વખત રમણિય મેદાનમાં ફેરવી દે છે. આધુનિક ટેકનોલોજી, મોબાઈલ, વિડિયો ગેમ્સ અને બંધ રૂમોમાં સીમિત થઈ ગયેલા બાળકોને ખુલ્લી હવામાં, મિત્રો સાથે, હસતાં-રમત કરતાં જોવા મળવું આજે દુર્લભ બનતું જાય છે. સ્ટ્રીટ જલસા આ બદલાતા સમય સામે એક સકારાત્મક જવાબ છે. તેમાં શેરી રમતો અને આપણી પરંપરાગત રમતગમતને કેન્દ્રમાં રાખીને એવું વાતાવરણ સર્જવામાં આવે છે કે જેમાં બાળકો સાથે સાથે વડીલો પણ પોતાના બાળપણમાં મધુર યાદોમાં ફરી એકવાર પહોંચી જાય છે.અને બાળક સાથે બાળક બનીને પોતાનું વડીલપણું ભૂલી જાય છે.અહીં શેરી રમતો જેવી કે કાંટાળી, લંગડી, ખોખો , સાત ટીકડી, ગિટ્ટા, પિટ્ટુ, કબડ્ડી, દોડધામ અને આવી અનેક રમતો જે સમય સાથે ભૂલાતી જતી હતી, તે સ્ટ્રીટ જલસાના માધ્યમથી ફરી એક વખત જીવંત બની છે. આ રમતો માત્ર મનોરંજન પૂરતી નથી, પરંતુ તેમાં શારીરિક તંદુરસ્તી, ટીમવર્ક, ધીરજ, ચપળતા અને સામાજિક સંવાદ જેવા ગુણો સહજ રીતે વિકસે છે. બાળકો જ્યારે આ રમતો રમે છે ત્યારે તેઓ માત્ર રમતા નથી, પરંતુ પોતાની સંસ્કૃતિને અનુભવે છે.


સ્ટ્રીટ જલસા એ પણ સાબિત કરે છે કે રમતગમત માટે હંમેશા મોંઘા સાધનો કે વિશાળ મેદાનોની જરૂર નથી. શેરી, રસ્તા અને ખુલ્લી જગ્યાઓમાં પણ આનંદ અને આરોગ્ય બંને મેળવી શકાય છે. આ વિચાર આજે ખૂબ મહત્વનો બની ગયો છે, ખાસ કરીને શહેરોમાં વધતા ટ્રાફિક, સંકુચિત જીવનશૈલી અને માનસિક દબાણના સમયમાં. સ્ટ્રીટ જલસા બાળકોને મોબાઈલથી દૂર કરીને જમીન સાથે જોડે છે અને માનવીય સંબંધોને મજબૂત બનાવે છે.


આ વર્ષે આ કાર્યક્રમનું પાંચમું સેશન છે.

 પ્રત્યે ભાવનગરના  મ્યુનિસિપલ કમિશનર શ્રી  દ્વારા પણ વિશેષ રસ દર્શાવવામાં આવ્યો છે, જે આ પ્રયાસની મહત્વતા અને સામાજિક ઉપયોગિતાને ઉજાગર કરે છે. વહીવટી તંત્રના વડા દ્વારા આવા લોક હિતકારી અને સંસ્કૃતિ આધારિત કાર્યક્રમને મળતું સમર્થન એ સંકેત આપે છે કે “સ્ટ્રીટ જલસા” માત્ર એક સંસ્થાનો કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર શહેરનો ઉત્સવ બની રહ્યો છે. વહીવટી તંત્રના ઉચ્ચ  અધિકારીઓનો રસ એ પણ દર્શાવે છે કે સરકાર અને સમાજ સાથે મળીને બાળકોના સર્વાંગી વિકાસ માટે કેટલા સુંદર પ્રયાસો કરી રહ્યા છે.


ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નવયુગ ગ્રુપ દ્વારા કરવામાં આવતું આયોજન અત્યંત વ્યવસ્થિત અને વિચારપૂર્વકનું હોય છે. સ્વયંસેવકો, શિક્ષકો, માતા-પિતા અને સ્થાનિક નાગરિકોની ભાગીદારીથી આ કાર્યક્રમ સાચા અર્થમાં જનઆંદોલન બની રહ્યું  છે. બાળકોના ચહેરા પર દેખાતી ખુશી, વડીલોના ચહેરા પર ઝળહળતી અતીતની સ્મૃતિઓ અને શેરીઓમાં ગુંજતો હાસ્યનો અવાજ એ સ્ટ્રીટ જલસાની સાચી સફળતા છે.


આ કાર્યક્રમ માત્ર એક દિવસ પૂરતો મર્યાદિત નથી રહેતો, પરંતુ તે એક વિચાર છોડીને જાય છે. એ વિચાર એ  છે કે આપણે આપણી પરંપરા ભૂલી ન જઈએ, બાળકોને ખુલ્લું આકાશ અને નિર્દોષ રમતો મળે, શહેરની શેરીઓ ફરી એક વખત  બાળકોના કિલકિલાટ થી જીવંત બને. “સ્ટ્રીટ જલસા” આપણને એ પણ શીખવે છે કે વિકાસ અને આધુનિકતાની સાથે સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે.


આજના સમયમાં જ્યારે બાળકોની જીવનશૈલી ઝડપથી બદલાઈ રહી છે, ત્યારે સ્ટ્રીટ જલસા જેવા કાર્યક્રમો એક એવા સમયમાં લઈ જાય છે જ્યાં આપણા સૌનું બાળપણ કાયમ માટે અતીતના અંધકારમાં ખોવાઈ ગયું છે, આ કાર્યક્રમ માસૂમ બાળકોને મોબાઈલની માયાવી દુનિયા ને ભૂલાવી શહેરોની શેરીઓ અને ગામડાની ગલીઓ માં આનંદ કિલ્લોલ કરતા કરી દેશે એમાં શંકા સ્થાનને સ્થાન નથી.

આ ઉત્સવ એ સાબિત કરે છે કે જો ઈચ્છા, દ્રષ્ટિ અને સમર્પણ હોય તો સમાજને સકારાત્મક દિશામાં લઈ જવો  શક્ય છે. 

આ કાર્યક્રમનો પ્રયાસ 

આ પ્રયાસ નિઃસંદેહ અભિનંદનને પાત્ર છે, અને આવનાર સમયમાં પણ સ્ટ્રીટ જલસા ભાવનગરની શેરીઓમાં આનંદ, સંસ્કૃતિ અને એકતાનો ઉત્સવ બનીને ગુંજતો રહેશે.


“સ્ટ્રીટ જલસા” એટલે શેરીઓને ઉત્સવમાં ફેરવી દેતો એવું  લોક આંદોલન જે બાળકો અને વડીલોને ફરી ખુલ્લી હવામાં પરંપરાગત રમતો સાથે જોડે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભૂલાયેલી શેરી રમતોને જીવંત કરીને સમાજમાં સંસ્કૃતિ, આનંદ અને સહભાગિતાની ભાવના વિકસાવવાનો છે.


આજે જ્યારે માસુમ બાળકોથી લઈને યુવાનો સુધીનો મોટાભાગનો સમય મોબાઈલ અને સોશ્યલ  મીડિયા પર વેડફાઈ રહ્યો છે, ત્યારે સ્ટ્રીટ જલસા જેવા કાર્યક્રમનું મહત્વ અનેક ગણું વધી જાય છે. સતત સ્ક્રીન સામે રહેવાના કારણે બાળકોમાં શારીરિક અક્રિયતા, એકલતા અને માનસિક થાક વધતો જાય છે.બાળકો અને યુવાનોમાં વધતું ડિપ્રેશન,શારીરિક માનસિક એગ્ઝાઈટી અને એ સિવાયના મનો  શારીરીક સમસ્યાઓનો એ સચોટ રસ્તો છે.

સ્ટ્રીટ જલસા બાળકો અને યુવાનોને  આ બંધ વિશ્વમાંથી બહાર લાવીને વાસ્તવિક દુનિયા સાથે ફરી જોડે છે, જ્યાં મિત્રતા, હાસ્ય અને સહકાર જીવંત રીતે અનુભવાય છે.


આ કાર્યક્રમનું એક મોટું મહત્વ એ છે કે તે પરંપરાગત રમતો દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે. દોડવું, ઉછળવું, સંતુલન રાખવું અને ટીમમાં રમવું જેવી પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે. સાથે જ આ રમતો સ્પર્ધા કરતાં સહભાગિતા અને આનંદ પર વધુ ભાર મૂકે છે, જે આજના દબાણભર્યા સમયમાં અત્યંત જરૂરી છે.


સ્ટ્રીટ જલસા સામાજિક જોડાણને પણ મજબૂત બનાવે છે. શેરીઓમાં જ્યારે બાળકો રમે છે ત્યારે માતા-પિતા, વડીલો અને પાડોશીઓ એકત્ર થાય છે. આથી પેઢીઓ વચ્ચેનું અંતર ઘટે છે અને સમાજમાં પરસ્પર વિશ્વાસ તથા સહકારની ભાવના વિકસે છે. સોશિયલ મીડિયા પરના વર્ચ્યુઅલ સંબંધોની સામે આ જીવંત સંબંધો વધુ માનવીય અને ટકાઉ બને છે.


આ કાર્યક્રમ સંસ્કૃતિના સંરક્ષણનો પણ એક સશક્ત માધ્યમ છે. ગિટ્ટા, પિટ્ટુ, કબડ્ડી જેવી રમતો માત્ર રમતો નથી, પરંતુ આપણી ઓળખનો ભાગ છે. સ્ટ્રીટ જલસા દ્વારા બાળકોને પોતાની જ ધરોહરનો પરિચય મળે છે અને તેઓ ગર્વ સાથે પોતાની પરંપરાને અપનાવે છે. આ રીતે સ્ટ્રીટ જલસા આજના ડિજિટલ યુગમાં સંતુલન સ્થાપિત કરવાનો એક પ્રેરણાદાયક પ્રયાસ બની રહ્યો છે.

આજે જ્યારે માસુમ બાળકોથી લઈને યુવાનો સુધીનો મોટાભાગનો સમય મોબાઈલ અને સોશિયલ મીડિયા પર વેડફાઈ રહ્યો છે, ત્યારે સ્ટ્રીટ જલસા જેવા કાર્યક્રમનું મહત્વ અનેક ગણું વધી જાય છે. સતત સ્ક્રીન સામે રહેવાના કારણે બાળકોમાં શારીરિક અક્રિયતા, એકલતા અને માનસિક થાક વધતો જાય છે.અહીં શેરીઓમાં  મિત્રતા, હાસ્ય અને સહકાર જીવંત રીતે અનુભવાય છે.આ રીતે સ્ટ્રીટ જલસા સામાજિક જોડાણને પણ મજબૂત બનાવે છે.

આ કાર્યક્રમ સંસ્કૃતિના સંરક્ષણનો પણ એક સશક્ત માધ્યમ છે.  સ્ટ્રીટ જલસા દ્વારા બાળકોને પોતાની જ ધરોહરનો પરિચય મળે છે અને તેઓ ગર્વ સાથે પોતાની પરંપરાને અપનાવે છે. આ રીતે સ્ટ્રીટ જલસા આજના ડિજિટલ યુગમાં સંતુલન સ્થાપિત કરવાનો એક પ્રેરણાદાયક પ્રયાસ બની રહ્યો છે.

આજના ઝડપી અને ટેકનોલોજી પ્રધાન જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ માટે શેરી રમતોનું મહત્વ સતત વધતું જાય છે. શેરી રમતો બાળકો અને યુવાનોને સ્વાભાવિક રીતે દોડવા, કૂદવા અને શારીરિક પ્રવૃત્તિ કરવા પ્રેરે છે, જેના કારણે તંદુરસ્તી, ચપળતા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સાથે જ આ રમતો માનસિક ક્ષમતાનો પણ વિકાસ કરે છે, કારણ કે તેમાં ધ્યાન, નિર્ણયશક્તિ, ટીમવર્ક અને સમસ્યા હલ કરવાની કુશળતા વિકસે છે. ખુલ્લી હવામાં મિત્રો સાથે રમવાથી તણાવ ઘટે છે, આત્મવિશ્વાસ વધે છે અને સાચી ખુશીનો અનુભવ થાય છે, જે જીવનમાં સંતુલન અને સકારાત્મકતા લાવે છે.  સ્ટ્રીટ જલસા કાર્યક્રમ     ભાવનગર મ્યુ.કોર્પોરેશન તથા નવયુગ ગ્રુપ દ્વારા યોજવામાં આવી રહ્યો છે. જેમાં ભાવનગરના કલેક્ટર તથા પોલીસ તંત્ર દ્વારા સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. ફરી એકવાર ભાવનગરની શેરીઓમાં આનંદ, સંસ્કૃતિ અને એકતાનો ઉત્સવ  ગુંજતો રહેશે.


સુરેશ ભટ્ટ 


https://www.facebook.com/share/r/1DBmnS8yuL/